આદિ શ્રી શંકરાચાર્યરચીત વિવેક્ચુડામણી મંગલાચરણ સ્લોક ૩-૪-૫-૬-૭- કહે છે ઃ
૩. ભગવતક્રુપાથી જ પ્રાપ્ત મનુષ્યત્વ, મુમુક્ષુત્વ (મુક્ત થવાની ઈચ્છા) અને મહાન પુરુષોનો સંગ- આ ત્રણ તો અતિ દુર્લભ જ છે.
૪. કોઈ પણ પ્રકારે આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને એમાં પણ શ્રુતિના સિધ્ધાંતનુ જ્ઞાન થયુ હોય એવા પુરુષત્વને પામીને જે મુઢ બુધ્ધિ પોતાના આત્માની મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો, એ નિશ્ચય જ આત્મઘાતી છે; અને એ અસતમાં આસ્થા રાખવાના કારણે પોતાને નષ્ટ કરે છે.
૫. દુર્લભ મનુષ્યદેહ અને એમાં પણ પુરુષત્વ પામીને જે સ્વાર્થ સાધનામાં પ્રમાદી-રત રહે છે, એનાથી અધિક મુઢ કોણ હશે?
૬. ભલે કોઈ પણ શાસ્ત્રોની વ્યાખ્યા કરે, દેવતાઓના યજ્ઞો કરે, નાના પ્રકારર્ના શુભ કર્મો કરે અથવા દેવતાઓને ભજે, તથાપિ જ્યાં સુધી બ્રહ્મ અને આત્માની એકતાનો બોધ નથી થતો ત્યા સુધી સો બ્રહ્માઓના વીતી જવા પર પણ (અર્થાત સો કલ્પો વીતી જવા પર પણ) મુક્તિ તો થઈ શકતી જ નથી.
૭. કેમ કે “ધનથી અમ્રુતત્વની આશા નથી” આ શ્રુતિ “મુક્તિના હેતુ કર્મ નથી” એ વાત સ્પષ્ટ દર્શાવે છે.
આ સીવાય ગીતા ૮.૨૮ પણ કહે છે
“વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ, દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ !
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા, યોગી પરં સ્થાનમુપૈતિ ચાધ્યમ !!
યોગી પુરુષ આ તત્વ રહસ્યને તત્વથી જ જાણીને વેદો પઠનમાં તથા યજ્ઞ, તપ અને દાનાદિ કરવામાં જે પુણ્યફલ કહ્યુ છે, એ બધાને નિઃસંદેહ ઉલ્લંઘન કરી જઈને સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે.
ગીતા ૯.૨૫ કહે છે
“યાન્તિ દેવવ્રતા દેવાન્પિત્રુન્યાન્તિ પિત્રુવ્રતાઃ !
ભુતાનિ યાન્તિ ભુતેજ્યા યાન્તિ મધ્યાજિનોયપિ મામ !!
દેવતાઓને પુજનાર દેવતાઓને પ્રાપ્ત થાય છે, પિત્રુઓને પુજનાર પિત્રુઓને, ભુતોને પુજનાર ભુતોને અને જે મારુ (અદેહી-પરમેશ્વરનુ, વિષ્ણુનુ નહિ) પુજન કરનાર મને (નીરાકાર પરમેશ્વરને) જ પ્રાત્પ થાય છે. એટલે મારા (નીરાકાર, અદશ્ય પરમેશ્વરના) ભક્તો પુનર્જન્મ નથી પામતા.
અને ૪૨ વરસે મને મુર્તી પુજા છોડી પરમેશ્વરને પામવાની ઈચ્છા થઈ અને મેં ખોળગત કરવાની શરુઆત કરી. પ્રભુ યીશુ કહે છે “હુ જ માર્ગ, સત્ય અને જીવન છુ, અને મારા સિવાય પરમેશ્વરનો મિલાપ કરાવનાર આ જગતમાં બીજુ કોઈ નથી.” અને મને પણ તે સત્ય લાગે છે કે બીજા બધા જુઠ્ઠા છે કેમકે તેઓ પવિત્ર નથીજ કારણ કે કોઈ જુઠો, કોઈ ખૂની છે, કોઈ માયાવી, કોઈ જુઠ્ઠુ બોલનારો છે, બીડી, તંબાકુ, ભાંગ તો વળી પાછો પોતાના પુજ્યને ચડે છે એટલે તેઓ પણ એ પાન, તંબાકુ, બીડી, ભાંગ, નશો વગેરે પીવા જોઈએ જ, વગેરે વગેરે.
ભકતિ તો કરે છે, મનના ઉપરથી તો સારા, તનના રુપાળા, રીતભાત સારી, આવડત-સમજણ સારી, જાત પણ સારી, સારા કપડા ઉજળા, ભણેલા-ગણેલા, ઊંચા હોદ્દેદાર પણ ખાટલે મોટી ખોડ એ છે કે “પરમ પિતા”ને જાણતા જ નથી અને ખોટા અભિમાનમાં, ગુમાનમાં ભટકેલા અને ભટકાવી મુક્નારા છે.
સૌથી મોટી વાત એ કે તેઓ માનવો પ્રત્યે ભેદભાવ રાખે છે, ઉચ-નીચ, કાળો-ગોરો, દેશી-પરદેશી વગેરે વગેરે અને લોકોનુ જોઈ જોઈને હુ પણ ગરીબોથી છો્છ રાખતો હતો. પણ જ્યારે બાઈબલ હાથ લાગ્યુ અને ખબર પડી કે આપણે બ્રહ્માના નહિ પણ પરમપિતા પરમેશ્વરના સંતાનો છીએ અને આપસમાં સગ્ગા ભાઈ-બહેન છીએ અને મારી આંખો પરથી અંધકારના અને અજ્ઞાનતાના પડળ ખરી પડ્યા અને મે યીશુજીના વચનો પર શોધખોળ કરવાની શરુઆત કરી અને રામાયણ-મહાભારત-ભાગવત બાજુ પર મુકીને, ગીતા, વિવેક ચુડામણી, બ્રહ્મ સુત્ર, યોગસુત્ર, ઉપનિષદો વાંચ્યા, જેનો એકેશ્વરવાદ વાંચ્યા,
ब्रह्म ही सभी सुखों का मूल स्रोत है. समस्त सांसारिक आनन्द उसी के क्षुद्र कण हैं. (बृहदारण्यक उपनिषद्)
બ્રહ્મ જ સર્વ સુખ નુ મુળ સ્ત્રોત છે. સમસ્ત સાંસારીક આનન્દ એમનો ક્ષુદ્ર કણ છે. (બ્રુહદારણ્યક ઉપનિષદ).
एष योनिः सर्वस्य (माण्डुक्य उपनिषद)
જગદુત્પત્તિ અને કર્મફળ પ્રદાન કરનાર બ્રહ્મ જ સર્વના કારણ રુપ છે.
स कारणं करणाधिपाधिः
એજ સર્વના કારણ છે અને કરણ-ઈંદ્રિયો ના જે અધિપતિ આત્મા છે, એ આત્માઓના પણ અધિપતિ બ્રહ્મ છે.
યજુર્વેદ મા કહ્યુ છે – इंद्रो-विश्वस्य राजति – પરમાત્મા જ સર્વના નિયંતા છે
બ્રુહદારણ્યક માં પણ કહ્યુ છે – स वा अयवात्मा सर्वेषां भूतानां राजा
હવે આ “બ્રહ્મ” કોણ છે?? એ બ્રહ્મા નથી. ભાર દઈને ખાસ કહુ છુ એ બ્રહ્મા નથી કેમ કે બ્રહ્મા પોતે અને વિષ્ણુ-મહેશ પણ એ આકાશવાણી કરનારા, બ્રહ્મવાણી કરનારા, અદ્શ્ય, અકલ્પનીય, અતિમહાન, અતિબુધ્ધિશાળી, અતિદયાળુ, અતિસામર્થી ”બ્રહ્મ” ની ઉપાસના કરે છે અને કૈલાશ અને શેષનાગ શૈયા પર ધ્યાનમાં તલ્લીન થઈ જાય છે.
એ “બ્રહ્મ” ને જ ખ્રિસ્તી લોકો “ખ્રિસ્ત” (ક્રાઈસ્ટ અથવા ગોડ) કહે છે, યહુદી લોકો “યહોવા” કહે છે એટલે એ “યહોવા” ને પુજનારા યહુદી કહેવાણા અને પ્રભુ યીશુ પોતે યહુદી હતા. અને એમનો દેશ ઈઝરાયેલ છે, અંગ્રેજ કે અમેરીકન ન હતા, એતો આપણા દેશના સ્વ સ્વાર્થે જ ઠોકી બેસેલા નરાધમોએ જ પ્રભુ યીશુને પરાયા ધર્મના ગણાવીને મારા જેવા ભટકેલાઓને સ્વર્ગીય આશિષોથી, મારા સાચા પિતા થી મને, મારા વડાવાઓને, મારા ગુજરાતને, મારા ભારત દેશને આંખે પાટા બાંધી નરકમાં જવા માટે અંધ બનાવી દિધેલા છે અને નરકના ૮૪ લાખ ના ચક્કરમાં મરાવી નાખ્યા છે.
મુસલમાનો એ જ “બ્રહ્મ” ને પરવરદિગાર, “અલ્લાહ” ના નામે ઓળખે છે અને આરાધના (ઈબાદત-નમાજ) કરે છે. મસ્જીદમાં કે ચર્ચમાં કોઈ મુર્તિ નથી હોતી. મુસલમાનો ફક્ત “અલ્લાહ” ને અને ખ્રિસ્તીઓ ગોડને-ખ્રિસ્તને હાજર માનીને, સર્વવ્યાપી માનીને એમની બંદ આંખોએ, દીન અને નમ્ર બનીને પ્રાર્થના જ કરતા હોય છે.
આવુ બધુ સમજ્યા પછી રામાયણ-મહાભારત -ભાગવત વેદ વ્યાસજીની કથા મિથ્યા લાગ્યા, જે સત્ય નહિ પણ સંસ્ક્રુતના સુગઠીત રીતે માનવોએ રચેલા કાવ્ય લાગે છે એ સાચુ-બંધબેસતુ લાગે છે કેમ કે એ દરેક મંત્ર કોઈને કોઈ છંદમાં રચાયેલા છે જે સાફ સાફ મનુષ્યની જ રચના જણાય છે.
મને એક વાત નથી સમજાતી કે પુરાણો, વેદો, અને અન્ય પુસ્તકો ગીતા-રામાયણ-મહાભારત સહિત, સર્વ ગ્રંથો લખાયેલા છે એ તો કોઈને કોઈ છંદ પ્રમાણે જ લખાયેલા છે, જે ગાઈ શકાય એવા છે. અને યુગો પુરાણી (કુ)વાયકા તો કહે છે કે એ ભગવાને લખાવેલુ સાહિત્ય છે જે ઘરમાં રાખી શકાય એવુ નથી અને જે કોઈ રાખે છે એમના ઘરમાં અશાંતિ ફરી વળે છે. અને ફરીથી મારા મનમાં પ્રશ્ન ઉઠે છે કેઃ
હવે ધારો કે કોઈ અભણ અથવા સંસ્ક્રુત ન જાણતો હોય એ, કોઈ સ્લોક ગોખીને લાખ બે લાખ જપે અને એનો પુજ્ય, એ પુજક પર પ્રસન્ન થઈ બેસે અને એને જે સ્લોકની ભાષાથી આકર્શાઈ ને અથવા પ્રસન્ન થઈને એને એ જ સંસ્ક્રુતના સ્લોકના બંધારણ પ્રમાણે જ સંસ્ક્રુતમાં જ ઉત્તર આપશેને? ત્યારે એ ભાઈ કે બેના ને એ ઉત્તર ક્યાંથી સમજાશે, કેમ કે એમને તો સંસ્ક્રુતનુ જ્ઞાન જ નથી હોતુ. એટલે મારા ભોળા ભાવ મુજબ ભગવાન તો પોતાના બાળકોની જ ભાષા બોલે એવા હોવા જોઈએ, નહિ કે એના બાળક ને પિતાની વાતો સમજવા અસામાન્ય અને અઘરી ભાષા શીખવી પડે જે બોલચાલના વ્યવહારમાં વપરાતી જ ન હોય. આ મુદ્દા ઉપર કોઈએ ઉંડાણ પુર્વક સંશોધન કરવુ જોઈએ.
વધુમાં એ ગ્રંથોના ચોક્ક્સ પ્રમાણ કે સમય-તારીખ નથી,પવિત્રતા નથી અને સચ્ચાઈ નથી કેમ કે વાયકા એવી છે કે અમુક ગ્રંથો ઘરમાં રાખવાથી ઘરમાં જ કંકાસ-અશાંતિ ઘર કરી જાય છે. એ સીવાય, એક જ વ્યક્તિ ૪-૫ પેઢીની ગુપ્તઅતીગુપ્ત વાતો કેવી રીતે પામી શકે અને એ પણ બે યુગની વાતો, એ માની શકાતુ નથી અને રામ-કૄષ્ણને પરમાત્મા માનવા એ બ્રહ્મસુત્ર અને વિવેક ચુડામણીની નિર-આકાર ની કથા વાંચ્યા પછી મન મુર્તિઓમાં માનતુ નથી.
-
आत्मा एव इदं सर्वम् (छान्दोग्य उपनिषद् 7-25-2) यह आत्मा ही सब कुछ है. આ આત્મા જ સર્વ કાંઈ છે.
-
सर्वं खलु इदं ब्रह्म (छान्दोग्य उपनिषद्)सब कुछ निश्चय ही यह ब्रह्म ही है. સર્વ જે કંઈપણ છે, એ નિશ્ચીત આ ‘બ્રહ્મ” જ છે.
-
सदेव सौम्य इदम् अग्रे आसीत्, एकम् एवं अद्वितीयम् (छान्दोग्य 6-2-1) पहले सत् ही था, अकेला और अद्वितीय. સર્વ પ્રથમ આ સત જ હતુ, એકલુ અને અદ્વિતીય. (તો પછી હુ જેને પુજતો હતો એ ૩૩ કરોડ કોણ હતા?)
-
अयम् आत्मा ब्रह्म (बृहदारण्यक उपनिषद् 2-5-19) यह आत्मा ही ब्रह्म है. આ આત્મા જ “બ્રહ્મ” છે.
-
एकं सद् विप्रा बहुधा वदन्ति (ऋग्वेद)
કેમ કે આ અતિમુલ્ય, અમુલ્ય, અતિવિશાળ, અને અતિસિક્ષ્મ એવુ આ એક જ સત્ય સમજાણુ કે મનુષ્ય મરી ગયા પછી એનો આત્મા કોઈ ભગવાન કે દેવી-દેવતા ઓ પાસે નથી જવાનો, એ તો પરમાત્મા પાસે જ જવાનો છે અને એના પાપ અને પુણ્ય પ્રમાણે ફળ પરમાત્મા જ આપશે.
તો પછી જેની પુજા ૪૨ વરસ સુધી મે કરી હતી એ શકિત કોણ હતી???
અને હુ પરમાત્માને ના ઓળખુ કે ના પુજુ જેની પાસે મારે જવાનુ છે, જે મને જીવંત રાખે છે, મારી સર્વ રીતે દેખભાળ કરે છે, તો પછી જેને પુજુ છુ એ મને કાયમનો છુટકારો આપવાને સક્ષમ તો નથી જ કેમ કે એ તો સર્વોપરી શક્તિ તો નથી.
ધારો કે હુ અમુક ભગવાનને ભારતમાં ભજુ છુ, શું મુસ્લીમ દેશમાં અથવા અન્ય દેશોમાં એ જ ભગવાનનુ સ્થાન અથવા સામર્થ હોવાનુ? કેમ કે એ ભગવાનનુ મુળ સ્થાનક તો ભારતમાં છે. અને એ સર્વ વ્યાપી છે તો એના વિશે તે તે દેશના લોકો આજ સુધી કેમ અજાણ છે? કેમ એ ભગવાનોને ભજતા નથી અથવા તો એને માનતા જ નથી. અને એ પણ લાખો વરસોથી કેમ કે એક એક યુગ લાખ લાખ વરસ નો ગણાયોલો છે. મારુ તો માથુ જ ભમી જાય છે આવા આવા વિચારોને સાબીત કરવા બેસુ ત્યારે, કેમ કે…………??
એ જ દેવી-દેવતાઓ પોતે જ બીજા કોઈને ભજે છે, જેવી રીતે હનુમાન રામને, અને રામ શીવને અને શીવ કદાચ વિષ્ણ કે જગદંબા ને જે આખરે તો આકાશવાણી દ્વારા હુકમ આપનારા પરમ્પિતા પરમેશ્વરનુ જ તો ધ્યાન કરે છે.
सभी विशेषणों से परे रह कर ब्रह्म निर्गुण ब्रह्म या पर ब्रह्म कहलाता है. सत्, चित् तथा आनन्द इसका स्वरूप होता है. સર્વ વિશેષણો થી પણ પરે રહીને “બ્રહ્મ”, “નિર્ગુણ બ્રહ્મ” અથવા “પરબ્રહ્મ” કહેવાય છે. સત, ચિત તથા આનંદ એ એમનુ સ્વરુપ છે.
એ સિવાય, મને જે આત્મા અપાયેલો છે એ આપનાર પણ પરમ્પિતા પરમાત્મા જ છે તો પછી ૩૩ કરોડ દેવી-દેવતાઓ કોણ છે? અને એમની સંખ્યા ૩૩ કરોડ જ છે, એવુ કઈ રીતે માની શકાય, શુ આ એક ગપ નથી? અભણ અને ભોળા એવા મારા પુર્વજોને ક્ષુદ્ર અને મુરખ બનાવનારાઓને મારો સાચ્ચો પિતા પરમેશ્વર “બ્રહ્મ” કદિ જ માફ નહિ કરે અને એ સર્વ અને એમના વેતેરો નરકમાં જ નાખી દેવાયા છે અને હજુ પણ સુધરશે નહિ તો નરકમાં જ જવાના છે, ગમે તે કરી લે તો પણ નરકના દંડથી એમને કોઈ છોડી શકવા સમર્થ નથી. એમના જ મન દ્વારા ઘડી કાઢેલા ઉપાયો જ એમના ઘરમાં અશાંતિ, ચાલાકી, નફરત, ઈર્ષ્યા, જુઠ્ઠાણુ એવા એવા પાપના અને નરકના ગુણો થી ભરાયેલા પટારાઓ પડેલા જ હોય છે. જરા નજીક જઈને ડોકિયુ કરી લેવા નમ્ર વિનંતી છે.
મને હવે સમજાયુ કે આખુ જગત- આખી સ્રુષ્ટી આત્મામય છે. અને આ સ્રુષ્ટીમાં જ પરમાત્માએ સ્વર્ગ અને નરક પણ બનાવ્યા છે. અને સ્વર્ગની અને નરકની સેનાઓ આપણા ચારો તરફ ફરતા જ હોય છે, જે આંખોથી જોઈ શકાતા નથી પણ અનુભવી શકાય છે. અબઘડીએ જ આ વાંચનારની ચારો તરફ, આજુબાજુ જેને પુજતા હશે એ લોકના આત્માઓ એમની ચારો તરફ એવુ જ રાજ્ય બનાવી રાખે છે. ભારતમાં એટલે જ એકતા નથી, પવિત્રતા નથી, કેમ કે એક ઘરમાં એક દેવતાની પુજા થતી હોય અને એના પાડોશમાં બીજા જ દેવી કે દેવતાની પુજા થતી હોય છે.
જ્યારે બે મનુષ્યો આપસમાં જ પોતાની સર્વોપરીતા માટે લડતા હોય છે તો પછી એ અસામર્થી પુજ્યો પણ પોતાના વેતરો ને બીજાથી અળગા જ કરાવે એવુ શીખવે કે નહિ?? એટલે એ રાજ્યને ઓળખવુ અતિ મહત્વનુ છે. વિવિધતામાં એકતાનુ કે એકતામાં વિવિધતા કરાવે એવુ?? સ્વર્ગનુ કે નરકનુ. ઓળખો એને.
સ્વર્ગના આત્માઓ જેને પવિત્ર આત્માઓ કહેવાય છે, પરમેશ્વરના સંતાનોને પરમેશ્વરના નામથી જ પરમેશ્વરની સામર્થ દ્વારા પરમેશ્વરની મહિમા માટે જ સ્વર્ગીય કામો કરાવે છે પોતાના નામ માટે નહિ.
સ્વર્ગીય કામો જેવા કે પ્રેમ, દયા, કરુણા, સેવા, ધીરજ, સંયમ, સહનશીલતા, વિશ્વાસ, ભક્તિ, આરાધના, શુધ્ધ, સર્વ માનવ પ્રેમ, વગેરે વગેરે…… પવિત્ર કામો કરીને, અનુસરીને મનુષ્ય ખુદ પરમેશ્વરના સામર્થને પ્રુથ્વી પર પોતાના માનવ દેહ દ્વારા જ, માનવો પર પોતાના દ્વારા પ્રગટ કરી શકે છે.
જેમ કે કોઈ નિઃસ્વાર્થ બની ગરીબને જમાડે, કોઈ બીમારની સેવા કરે, ભુખ્યાને ભોજન અને નંગાને વસ્ત્રો, ફુટપાથ પડેલાઓ પ્રત્યે પ્રેમ, દયા, કરુણા કરે, ઝુંપડાઓમાં રહેનારાઓને સુવિધાઓ પ્રદાન કરે, હોસ્પિટલોમાંથી, સરકારી દફતરોમાંથી બદીઓ, ચોરીઓ, ભ્ર્ષ્ટાચાર દુર કરે, શુદ્રોને, કંગાલોને અને જે કાંઈ છે જ નહિ એવા લોકોમાં પરમેશ્વરીય સામર્થ ઉત્પન્ન કરે, જે મજબુરીથી, લાચાર બનીને વેશ્યાવ્રુત્તિ કરે છે એમને પ્રેમ્થી સમજાવે અને છોડાવે, નશેડીઓને છુટકારો અપાવે, વ્યભિચારીઓને વાસનામુક્તી અપાવે, અનેક એવા દયાના કામો ફક્ત પરમેશ્વરીય કામો પરમેશ્વરના પ્રેમ અને સામર્થ દ્વારા જ કરી એ ભટાકેલાઓનો ઉધ્ધાર કરી શકે છે.
અને જે સ્વાર્થી લોકો, પોતાની જ મહિમા માટે આવુ કરે છે એ તો નરકના જ ગુલામો છે, સૈતાનના દાસ છે, અને નરકમાં જ નષ્ટ થાય જ છે.
નરકના આત્માઓ જે દુષ્ટાત્માઓ તરીકે કુખ્યાત છે. એ દુષ્ટાત્માઓ જ મનુષ્યના અજ્ઞાનનો લાભ લઈને એ અજ્ઞાની અને કમજોર મનુષ્યને લોભ લાલચમાં પાડી, ભટકાવી મારીને એના શરીર દ્વારા ઉપર દર્શાવેલા પાપના કામો કરાવે છે જેવા કે જુઠ્ઠાણુ, ચાલાકી, બેઈમાની, લુંટફાટ, ગંદા કામો, ગંદા વિચારો, ગંદી બોલી, વ્યાભિચાર, દુરાચાર, અશિષ્ટતા, જાતિવાદ, ભેદભાવ, લડાઈ, ઝઘડા, અભિમાન, દંભ, જ્ઞાન નો દંભ કરવો, અને લોકોને ભરમાવવા, ઉંધે રવાડૅ ચડાવી પિતાથી દુર કરવા, આવા આવા પાપના કામો કરાવીને પરમેશ્વરના સંતાનોને પરમેશ્વરથી અળગા કરીને જે તે લોકોમાં લઈ જઈને નરકમાં ભટકાવી મારે છે એ લોકોને કદીએ શાંતિ નહિ મળે અને મર્યા પછી પણ મુક્તિ તો મળતી જ નથી.
એટલે જ્યા સુધી પરમપિતાને જે કોઈ સમજી શકતા નથી અને સમજી ગયા પછી પણ એમને ભજતા કે માનતા જ નથી અને લોકોને પરમેશ્વરની સચ્ચાઈ થી વંચિત રાખવા નવા નવા પંથો બનાવતા જ જાય છે,સરકારી અથવા પડાવી પાડેલી જમીનો પર મહેલો જેવા મંદીરો બનાવતા જ જાય છે, મુર્તીઓ ઘડતા જ જાય છે અને એમ કરી તેઓ પરમેશ્વરના જ સંતાનોને પરમેશ્વરથી જ વધુ ને વધુ વિમુખ કરીને લુંટારા અને અપહરણકર્તા જેવુ પાપ કરે છે તેઓ ચોક્કસ નરકમાં જ જાય છે. એ સત્યમાં છે કોઈ ને શક?? જાગો લોકો જાગો !! આવા લોકોને પરમેશ્વરના સ્રાપથી બચાવવા માટે પ્રાર્થના કરો કે પિતા તેઓને માફ કરે અને એમની આંખો ખોલે અને સચ્ચાઈ સમજાવે.
યજુર્વેદના ૩૨માં અધ્યાયમાં પરમાત્મા વિશે કહેવાયુ છે કે “એ “બ્રહ્મ” જ અગ્ની છે, આદિત્ય, વાયુ, ચંદ્ર અને શુક્ર પણ એ જ છે, જળ અને પ્રજાપતિ અને સર્વવ્યાપી તો ફક્ત પરમાત્મા જ છે. તેઓ પ્રત્યક્ષ જોઈ શકાતા નથી, ના તો એમની કોઈ મુર્તી છે (ન તસ્ય પ્રતિમા). એમનુ નામ જ મહાન છે. એ સર્વ દિશાઓને વ્યાપ્ત કરીને એમા જ સ્થિત છે. સ્પષ્ટ છે કે વેદાનુસાર એમની કોઈ મુર્તિ કે પ્રતિમા છે અને ના એમને પ્રત્યક્ષ રુપમાં જોઈ શકાય છે. કોઈ મુર્તીમાં ઈશ્વરનુ વસવુ અથવા ઈશ્વરના દર્શન કરવાનુ કથન વેદસમ્મ્ત પણ નથી.
આ જ સત્ય વેદ દ્વારા વિવેક્ચુડામણી, ગીતા ૯.૨૮ સ્લોક પણ કહે છે કે પરમાત્મા નુ જ ભજન કરનાર મોક્ષ ને પામે છે નહિ તો ૮૪ લાખના ચકડોળમાં ફર્યા જ કરો
કેમ કે આદિ શ્રી શંકરાચાર્યરચીત વિવેક્ચુડામણી મંગલાચરણ સ્લોક ૩-૪-૫-૬-૭- કહે છે ઃ
૩. ભગવતક્રુપાથી જ પ્રાપ્ત મનુષ્યત્વ, મુમુક્ષુત્વ (મુક્ત થવાની ઈચ્છા) અને મહાન પુરુષોનો સંગ- આ ત્રણ તો અતિ દુર્લભ જ છે.
૪. કોઈ પણ પ્રકારે આ દુર્લભ મનુષ્ય જન્મ પામીને એમાં પણ શ્રુતિના સિધ્ધાંતનુ જ્ઞાન થયુ હોય એવા પુરુષત્વને પામીને જે મુઢ બુધ્ધિ પોતાના આત્માની મુક્તિ માટે પ્રયત્ન નથી કરતો, એ નિશ્ચય જ આત્મઘાતી છે; અને એ અસતમાં આસ્થા રાખવાના કારણે પોતાને નષ્ટ કરે છે.
૫. દુર્લભ મનુષ્યદેહ અને એમાં પણ પુરુષત્વ પામીને જે સ્વાર્થ સાધનામાં પ્રમાદી-રત રહે છે, એનાથી અધિક મુઢ કોણ હશે?
૬. ભલે કોઈ પણ શાસ્ત્રોની વ્યાખ્યા કરે, દેવતાઓના યજ્ઞો કરે, નાના પ્રકારર્ના શુભ કર્મો કરે અથવા દેવતાઓને ભજે, તથાપિ જ્યાં સુધી બ્રહ્મ અને આત્માની એકતાનો બોધ નથી થતો ત્યા સુધી સો બ્રહ્માઓના વીતી જવા પર પણ (અર્થાત સો કલ્પો વીતી જવા પર પણ) મુક્તિ તો થઈ શકતી જ નથી.
૭. કેમ કે “ધનથી અમ્રુતત્વની આશા નથી” આ શ્રુતિ “મુક્તિના હેતુ કર્મ નથી” એ વાત સ્પષ્ટ દર્શાવે છે.
આ સીવાય ગીતા ૮.૨૮ પણ કહે છે “વેદેષુ યજ્ઞેષુ તપઃસુ ચૈવ, દાનેષુ યત્પુણ્યફલં પ્રદિષ્ટમ !
અત્યેતિ તત્સર્વમિદં વિદિત્વા, યોગી પરં સ્થાનમુપૈતિ ચાધ્યમ !!
યોગી પુરુષ આ તત્વ રહસ્યને તત્વથી જ જાણીને વેદો પઠનમાં તથા યજ્ઞ, તપ અને દાનાદિ કરવામાં જે પુણ્યફલ કહ્યુ છે, એ બધાને નિઃસંદેહ ઉલ્લંઘન કરી જઈને સનાતન પરમપદને પ્રાપ્ત કરે છે.
ગીતા ૯.૨૫ કહે છે “યાન્તિ દેવવ્રતા દેવાન્પિત્રુન્યાન્તિ પિત્રુવ્રતાઃ ! ભુતાનિ યાન્તિ ભુતેજ્યા યાન્તિ મધ્યાજિનોયપિ મામ !!
દેવતાઓને પુજનાર દેવતાઓને પ્રાપ્ત થાય છે, પિત્રુઓને પુજનાર પિત્રુઓને, ભુતોને પુજનાર ભુતોને અને જે મારુ (અદેહી-પરમેશ્વરનુ, વિષ્ણુનુ નહિ) પુજન કરનાર મને (નીરાકાર પરમેશ્વરને) જ પ્રાત્પ થાય છે. એટલે મારા (નીરાકાર, અદશ્ય પરમેશ્વરના) ભક્તો પુનર્જન્મ નથી પામતા.
દેવી-દેવતાઓ = મારા મતે પરમેશ્વરે પોતાના સંતાનોની ઈચ્છાઓ પુરી કરવા મોકલેલા દુતો છે જે આકાશવાણી કરનારા પરમાત્માના હુકમને જ અનુસરે અને ભજે છે, એમનાથી જ શક્તિ પામે છે, જેઓને પરમાત્મા પોતાના સંતાનોની અમુક તમુક ઈચ્છાઓ પુરી કરવાનુ કામ સોંપ્યુ હોય એવુ સો એ સો ટકા સાચુ લાગે છે.
અને ભુલથી મનુશ્ય જે પરમપિતા પરમેશ્વરનુ સંતાન હોઈને પરમપિતા પરમેશ્વરને આદર, સન્માન આપવુ જોઈએ એના બદલે એ સંતાનો અંધ બનીને પરમેશ્વરના દુતોની પુજા કરવા લાગી ગયા છે.
જોકે એ સૈતાનની જ ઈચ્છાથી જ એ સંતાનો પરમેશ્વરને આપવો જોઈએ એ સન્માન આપતા નથી અને એટલે જ આજીવન ભટકે છે, તરસ્યા રહે છે, ભુખ્યા રહે છે, અશાંત, બેચેન, ધનના લોભી બની રહે છે, ભોળા ઘેટા બકરા રુપે સંસારમાં આવે છે અને ધીરે ધીરે શિયાળ જેવુ લુચ્ચુ જીવન જીવીને મરી જાય છે.
પિત્રુઓ = પિત્રુઓ પણ પરમેશ્વરના જ સંતાનો છે, આદમને જેવી રીતે માટીમાથી લઈને પરમપિતાએ એમા સ્વાસ ફુંકેલો એ આજે પણ,આપણે વિના પ્રયાસે, અજાણતા જ પિત્રુઓ માંથી જ લઈ રહ્યા છીએ. માતા પિતાનો આદર સન્માન કરવો એ બાઈબલની મુખ્ય દસ આગ્યાઓમાંની ચોથી મહત્વની આગ્યા છે. સન્માન જરુરી છે પણ પુજા કરવી એ પરમેશ્વરનુ અપમાન છે.
કેમ કે આપણે જીવતા છીએ એ પિત્રુઓના કારણે નહિ પણ પરમેશ્વરની ઈચ્છાના કારણે જ છે અને વિધિના લેખ ફક્ત પરમાત્મા પરમેશ્વર જ લખાવે છે એટલે જ જીવતા છીએ અને આ વાંચી રહ્યા છીએ. એટલે મિત્રો મે પિત્રુઓની પુજા પણ મુકી દિધી. શ્રાધ્ધ નથી કરતો પણ હા સન્માન જરુર કરુ છુ.
ભુત = ભુત એટલે અત્રુપ્ત આત્માઓ. ભટકતી આત્માઓ. અને દરેક આત્માઓને પોતાની શક્તિનુ પ્રદર્શન કરવા એક માનવ શરીરની જરુર પડે જ પડે એ સિવાય એ પોતાનુ કાર્ય કરી શકતો નથી, ભટકતી આત્માઓ પરમેશ્વરની ઈચ્છા નહિ પરંતુ પોતાની અધુરી જ ઈચ્છાઓ પુરી કરવા મનુશ્યોના શરીરનો ઉપયોગ કરે છે અને મનુશ્યને પરમેશ્વરના માર્ગમાંથી ભટકાવી મારે છે. એ તમને કોઈ દિવસ મુક્તિ નહિ અપાવી શકે. શાંતિ છીનવી લેશે અને નીતનવી માંગણીઓ કરશે. એના કરતા એને પરમેશ્વરના નામે હુકમ કરો કે એ હંમેશ માટે ચાલી જાય કેમ કે તમે પરમપિતા પરમેશ્વરના સંતાન છો એટલે એ જતી રહેશે.
**
એટલે અત્રુપ્ત આત્માઓની ઈચ્છા કદીપણ પુરી ના કરવી, એમને ભગાડી મુકવા નહિ તો મનુશ્યોના ઘરોમાં, પેઢી દર પેઢી રોગ, બીમારી, ગરીબી, ખાસ સ્વભાવ, ખાસ દેખાવ, કોઢ, ગાંડપણ, ફક્ત દીકરી જન્મ, વાંઝીયાપણુ વગેરે વગેરે ચિન્હો દ્વારા પોતાની માંગણીઓ પુરી કરાવી કરાવીને ઈચ્છા પુરી કરતા જ રહેતા હોય છે. એટલે મુર્તી પુજા એ મારા મતે ભુતોની જ પુજા છે એટલે મારી પાસે ઓછામાં ઓછા રુપીયા ૨૫૦૦૦/- ના વિગ્રહો હતા, જેમા મુર્તીઓ, યંત્રો, તાવીજો, અને યંત્રો અને નીતનવા વિગ્રહો હતા, જેને મે લીટરલી ગટરમાં જ ફેંકી દિધેલા છે અને આજે મારા ઘરમાં શાંતિ છે.
જ્યોતિષ અને નક્ષત્રો, નંગો અને યંત્રો પણ ના પુજવા, જે તદ્દન ખોટુ છે, અગર એ જ સત્ય હોત તો આખુએ જગત એવુ જ કરતુ હોત પણ જગત તો કંઈ અલગ જ કરે છે. માટે કુવામાંથી બહાર નીકળો.
પરમેશ્વર = પરમ દયાળુ, પરમ ક્રુપાળુ, મહાશક્તિમાન, મહાપરાક્રમી, રાજાઓના પણ રાજા, પ્રભુઓના પણ પ્રભુ, સ્વર્ગ અને પ્રુથ્વીના અને જગતના રચઈતા, જગતને પોષનાર, જગતને વધારનાર, જગતને નષ્ટ કરનાર, જગતનો ઉધ્ધાર કરનાર, એક અને ફક્ત એક જ છે એ છે પરમ પિતા પરમેશ્વર. ૪૨ વરસથી ભટકેલ આજે હુ પરમપિતા પરમેશ્વરનુ સાચુ સંતાન સાબિત થવાની કોશીશ કરી રહ્યો છુ, સાથે સાથે લોકોને પણ સાચા પિતા જોડે મેળાપ કરાવવાની કોષીશ કરી રહ્યો છુ.પિતા સૌની આત્મીક આંખો ખોલે અને સૌનો ઉધ્ધાર કરે. પછી ભલે એ કોઈપણ માર્ગે હોય, વૈદિક, મુસ્લીમ, શીખ, ઈસાઈ, વગેરે વગેરે પણ એ માર્ગ ફક્ત આંખો બંધ કરીને પોતાના પાપોનો અંગિકાર કરીને, રડતા રડતા દિન અને નમ્ર બનીને, દિન દુખીયાઓની સેવા કરીને, જરુરતમંદોને મદદ કરીને, બીજાને માટે માંગીને જ પ્રાપ્ત થઈ શકે છે એવુ મારુ માનવુ છે. કેમ પ્રભુ સામે રડશો તો મનુષ્યો સામે હસતા રહેશો એવુ પરમ સત્ય બાઈબલ શીખવે છે.
કોઈ બહેન મહા તકલીફમાં પડીને દુખી, લાચાર દશામાં પડીને બીજી બહેનો સામે અથવા કોઈ પુરુષ સામે રડે છે ત્યારે એ બહેન એક ઈતિહાસ બની જાય છે. પણ એ જ બહેન જ્યારે કોઈ મનુશ્યો સામે ના રડીને પરમેશ્વર સામે રડે છે, કરગરે છે ત્યારે એ મહાપરાક્રમી સ્ત્રી બનીને જગત માટે ઉદાહરણ બને છે. એટલે જ બાઈબલ શીખવે છે કે મનુષ્યો કરતા પરમેશ્વર પાસે રડવુ અતિ ઉત્તમ છે. કેમ કે દરેકે દરેક મનુષ્ય ચાહે સ્ત્રી હો યા પુરુષ, દરેકે દરેક પાપી છે, જુઠ્ઠા છે. આપણને ભટકાવી મારે છે કેમ કે તેઓ પોતે જ આંધળા છે તો આંધળો આંધળાને માર્ગ કેવી રીતે ચિંધવી શકે??
ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ; ૪૨ વરસ પહેલા હુ તદ્દન જુઠ્ઠુ બોલતો હતો, મને કોઈની શરમ કે કોઈની ધાક નહોતી, અને બીજા ઘણા બાઈબલમાં લખેલા પાપો સાવ સામાન્ય રીતે અજાણતા જ કરતો અને હવે ધારો કે દિવસમાં ફક્ત ૧૦ જ વખત ખોટુ બોલ્યો હોવ (જો કે સરેરાશ ૧૦૦ જુઠ દિવસમાં એક માણસ બોલતો હોય છે એમાં પણ ગુજરાતી તો નંબર વન આવે) અને કુલ ૪૦ ની જ ઉંમ્મર ધ્યાનમાં રાખુ, અને દસ વરસ બાળપણના છોડી દઉ તો દિવસના ૧૦ ના લેખે મહિનાના ૩૦૦, અને વરસના, ૩૬૦૦ અને ૧૦ વરસના ૩૬,૦૦૦ અને ૩૦ વરસના ૧,૦૮,૦૦૦ જુઠાણા થયા,
હવે મારી ૪૨ વરસે ઉંઘ ઉડી તો હવે મારે એ જુઠ્ઠાણાના પાપ કેવી રીતે ધોવા? કેમ કે એક “નરો વા, કુંજરો વા” ના પાપ થી યુધિષ્ઠીરનો રથ જમીન પર આવી પડતો હોય તો મારો તો સ્વર્ગમાં પ્રવેશ તો દુર મોક્ષ નો માર્ગ જ ના બચે. એનાથી બચવા માટે હુ હરીદ્વાર, ઋષિકેશ, મનસાદેવી, લક્ષમણજુલા ગયો અને ગંગામાં નાહ્યો, મથુરા ગયો, શીર્ડી ગયો, નાસીકમાં ગોદાવરીમાં નાહ્યો, મુંબઈના ૧૬ ગુરુવાર મહાલક્ષ્મીના દર્શન કર્યા, ગણેશના ઉપવાસો કર્યા, ચામુંડાન બે લાખના જાપ કર્યા, માર હાથે જ હોમ હવન કર્યા, બ્રાહ્મણોને બોલાવીને પણ પણ લીધેલા, પણ સારા દિવસો આવવાના બદલે દિવસો જ ફરી ગયા હતા, મને ક્યાયે સત દેખાતુ જ ન હતુ.
અમારા ઘરની બારીની સામે જ શંકરનુ પરીવાર સહિતનુ મંદિર હતુ જેનુ બાંધકામ બે બ્રાહ્મણ મોવડીઓની ખેંચતાણે જ બે વરસથી અધુરુ પડ્યુ હતુ અને એને કારણે જે ચઢાવો કે ભોગ ચડતો એને કુતરાઓ અને બિલાડાઓ આવીને ઉંદર જોડે રીતસરની ઉજાણી કરીને જમતા, એવુ ના થાય એટલે એના ઉપર અમારી સોસાયટીની કમીટીએ મને એની ચારો તરફ લોખંડની મુખ્ય દરવાજા જેવી મોટી જાળી બેસાડી સુરક્ષીત કરવાનુ કામ સોંપેલુ. જે મે ૨૦૦૫ માં જ પુરુ કરેલુ, (ત્યારે તો હુ અમારી નીચે રહેતા ખ્રિસ્તી પ્રાર્થના યોધ્ધાઓનો વિરોધી હતો) આજે એ જ મંદિરમાં નવરાત્રીમાં કે અન્ય તહેવરોમાં કુલક્ષણા બહેનો જ સુલક્ષણા બની, બનીઠનીને નાચ-ગાન કરે, એ જોઈને મને વધુ પસ્તાવો થાય છે કેમ કે જે લોકો ત્યા ભક્તિ કરવા આવી ચડે છે એ લોકોનો ઈતિહાસ અને ભુગોળ જોઈને મને વધુ પાપ ચડે છે કેમ કે એ મંદિરને સુરક્ષીત કરવામાં મારો જ હાથ હતો. અને ભુલથી પણ એવુ ન માનતા કે કોઈ દલિત વસ્તીમાં રહુ છુ, મુબઈમાં બોરીવલીમાં દલિતોની વસ્તી પણ ખુબ ઓછી છે. કાંદિવલીમાં પણ સરકારી ક્વાર્ટર્સમાં પણ સર્વધર્મીય અને સર્વજાતિય લોકો રહે છે અને દિલ્હિમાં પણ સર્વજાતીઓની વચ્ચે સન્માન પામુ જ છુ પછી ભલે એ સરકારી ડર હોય શકે.
એટલે ઉપર જે ઉદાહરણ આપ્યુ એ કોસ્મોપોલીટન સર્વજાતીય સોસાયટીનુ જ છે જેમાં હુ કમીટીનો મેમ્બર પણ રહેલો અને ગુંડાઓના ભક્ત બહેનો જોડેના કાળા કામોથી કંટાળીને ભગાડવાના કેસમાં આખી રાત કસ્ટડીમાં પાંચ કમીટી મેંબરો જોડે બદં પણ રહેલા અને સવારે ચાર વાગે ૧૦ હજારના મહેન્તાણાથી છુટેલા અને એ સુ-જાતીય ગુંડાઓના ડરથી જ રહેઠાણ બદલવુ પડેલુ છે.
જો કે હવે નીચીજાતી ના લોકો ગુંડા બની શક્તા નથી એમને ઉગતા પહેલા જ પોલિસ દ્વારા ડામી દેવાય છે નષ્ટ કરી દેવાય છે. જ્યારે સુ-જાતીના બહાદુરોને શીરપાવ અપાય છે. સમાજના, ભારતના (કુ)રખેવાળો એમની પગચંપી કરે છે અને એ લોકો જ મોટા નેતાઓ બની જાય છે. કોઈને ઉપરવાળાનો ડર જ નથી. અને ભારત ના લોકોને કોઈ કળ નથી.
આવી રીતે, ૧,૦૮,૦૦૦ ફક્ત જુઠ્ઠાણાનુ પાપ, અને એ પણ ફક્ત દસ વખત બોલેલુ, કોને ખબર સાચો આંકડો શુ હશે? એ સિવાય, જલન, ઈર્ષ્યા, કપટ, ડાહ, લડાઈ, ઝઘડા, વ્યભિચાર, નશો, ભ્રષ્ટાચાર, કોઈને ત્રાસ આપવો, નીચા પાડવા, અને એવા તો કેટલાયે દુષણો ભરેલા હતા, એને આજની ભાષામાં ચાલાકી કે હોંશિયારી જ કહેવાય છે, ભણતર અને ગણતર કહેવાય એ, એવા અસંખ્ય દુષણોથી સુસજ્જ હતો, તો એ બધાનો હિસાબ લગાવુ તો આજની ૪૭ વરસની ઉંમ્મરમાં જ મારા માથે ઓછામાં ઓછુ ૨૫ લાખ પાપોનુ પોટલુ ચડેલુ કહેવાવુ જોઈએ, અને પાપ કોણ ધોઈ શકે? છે એવો કોઈ ઉપાય જે મને આ પાપોમાંથી છોડાવે અને મોક્ષ અપાવે? જે મોક્ષ પામ્યો હોય એનો દાખલો આપો..મારુ મન કહે છે..
ધ્યાનમાં બેસવાથી મન શાંત થાય છે, કેમ કે
વિવેકચુડમણીના અદ્યાય – જ્ઞાનોપલબ્ધિ નો ઉપાય કહે છે,
સ્લોક.૧૧ કહે છે “કર્મ તો ચિત્તની શુધ્ધી માટે જ છે, વસ્તુ ઉપલબ્ધિ (પરમાત્મા ઉપલબ્ધિ) માટે નહિ. વસ્તુ સિધ્ધિ તો વિચારથી જ થાય છે, કરોડો કર્મોથી કઈ પણ નથી ઉપજતુ.”
સ્લોક ૧૩ કહે છે “કલ્યાણપ્રદ યુક્તિઓ દ્વારા વિચાર કરવાથી જ પરમાત્માનો નિશ્ચય થયેલો જોવા મળે છે, સ્નાન, દાન અથવા સેંકડો પ્રાણાયામોથી નહિ.”
દ્યાનથી મન પરમાત્મામાં લાગે છે પણ પરમાત્માને પામી શકાય નહિ, કેમ કે એ તો માનવ પ્રયાસ છે, પરમાત્માને સમજવાનો પ્રયાસ જ માત્ર છે, ઓળખવાનો પ્રયાસ જ છે.
મારે કેરી ખાવી હોય તો કેરીના ફોટાની પુજા કરુ કે કેરીને મારા અંતરપટ પર આંખો બંધ કરીને કલાકો સુધી શોધ્યા કરુ તો કેરી મળે નહિ પણ કેરીનુ રુપ, સ્વાદ કે કેરીની મહત્વતા, લક્ષણ વિશે વધુ ઉંડાળ મળે પણ સાક્ષાત કેરી તો ના જ મળે. એના માટે મારે આંબો ઉગાડવો પડે એની માવજત કરવી પડે, પસીનો પાડવો પડે પછી એની ઋતુએ જ મને કેરી મળે.
બસ આટલી જ વાત છે. આટલે સુધી જ છે મારા પિત્રુઓના, સગાઓના દર્શન કરાવનારા ધર્મમાં. આગળ મોટી ખાઈ છે. ખીણ છે.
મારા લાંબી સફેદ દાઢી વાળા દાદા અને દાદી, નાના-નાની, માસા-માસી, મામા-મામી, કાકા-કાકી, ભાઈ-ભાભી, સાળા-સાળી, મિત્રો, આડોશ-પાડોશ, સમાજ, દેશ, આજ સુધી ઘરમાં જ કુળદેવતા અને કુળદેવીઓના મંદિર બનાવી ને ઘરમાં જ અસંખ્ય દેવી-દેવતાઓના ફોટા-મુર્તીઓ લાવીને મંદિરનુ વાતાવરણ બનાવી મુકે છે પણ સ્વભાવ તો સાવ જ સામાન્ય, કોઈ નમ્રતા, ધીરજ, અથવા તો સામર્થ જોવા જ ના મળે. લડાઈ, ઝઘડા, ઈર્ષ્યા, જલન, કપટ, કાનાફુસી, વ.વ. તો ઠાસી ઠાસીને ભરેલા મળે છે અને એમને છેડીએ તો પાછા ખરી પણ પડે એવુ હોય છે.
આવુ તો લગભગ દરેક ભારતીયોમાં વગર પૈસે, મોફતમાં, વણમાંગે, વણ ઈચ્છે મળે જ છે. મને નથી લાગતુ કે આમાથી કોઈએ અન્ય કોઈની પ્રાર્થના કે મંત્ર-તંત્ર કર્યુ હોય અને કોઈ સાજો થયો હોય કે કોઈનો છુટકારો થયો હોય કે કોઈ સ્વર્ગે ગયુ હોય ને મોક્ષ ને પામ્યા હોય. સર્વ કોઈ અસામર્થી જ છે, ગુરુ પણ ચોર, બાબા પણ ચોર, પાછા સર્વ કોઈ એ લોકોને જ ચોર કે ડાકુ કહે, અને વળી પાછા બીજે દિવસે એ જ ચોરોની, ડાકુઓની વાતો સાંભળવા બેસી જાય…
મે તત્વને જાણી લીધુ પણ હવે તત્વ (પરમેશ્વર) ને પામવા છે એ મને દસ અવતારોમાં અથવા પુરાણોમાં નથી દેખાતા ઉલ્ટુ મુર્તીપુજક બની ભટકી અને છેતરી જવાય છે જે તદ્દન જ ખોટુ છે કેમ કે પરમાત્મા પરમેશ્વર નશ્વર આંખોથી જોઈ શકાય નહિ કે નશ્વર કામોથી પામી શકાય નહિ એ તો આત્મા છે સર્વવ્યાપી છે, શક્તિ છે, પવિત્ર છે, કોઈ જુઠાણુ ન ચાલે, ભેદ-ભાવ ન ચાલે, ખુન-ખરબા ન ચાલે, જ્યારે યીશુજી કહે છે, “મારો તમારો પરમ પિતા પવિત્ર છે, માટે તમે પણ પવિત્ર બનો,” અને આગળ કહે છે “મનુષ્યની વાતો પર અને મનની સમજ પ્રમાણે ન ચાલો, પણ પરમેશ્વર પિતાની આજ્ઞા પ્રમાણે ચાલશો તો જ ઉધ્ધાર થશે નહિ તો ભટક્યા કરશો” અનન્તકાળની (આ સંસારની માયાજાળની આગમાંની) ૮૪ લાખ યોનિઓમાં.
અને મારી સમજ પ્રમાણે સાચા ગુરુ તો એ જ છે જેમણે પરમેશ્વરને પામ્યા હોય, કે પરમેશ્વરે જ મોકલ્યા હોય, એમની ભવિષ્યવાણીઓ થયેલી હોય, અને એ ભવિષ્યવાણીઓ સત્ય બનીને, અને એમના કામોને એક જ મનુષ્ય દ્વારા નહિ પણ ઓછામાં ઓછા બે કે બે થી વધુ જણાની આંખે જોયેલી, હાથે સ્પર્શેલી, કાનેથી એમના જ શબ્દો સાંભળેલી સાબિતી જ સત્ય છે. અને દ્રષ્ટીએ માનવા બેસુ તો શીર્ડીના સાંઈ બાબા સૌથી નજીક જ લાગે કેમ કે એમની સાબિતી તો ઘણા લોકોએ આપેલી છે, અને એમને ઝાઝા વરસ પણ નથી થયા. એટલે મને તો સાંઈ બાબા સત્ય લાગે ખરા.
પણ વળી પાછા સાઈબાબા જ કહે છે કે “રામ-રહિમ, નાનક-બુધ્ધ અને મોહમ્મ્દ-ઈશુ પણ હુ જ છુ” જે મને સરાસર અમાન્ય લાગે છે કેમ કે એમાથી અમુક તો સાક્ષાત મુર્તી પુજાને વધારનારા છે અને અમુક અદ્વેતી ઈશ્વરના લોકો. કેમ કે પ્રભુ યીશુ કહે છે કે “મારા પહેલા જેટલા આવી ગયા એ અને મારા પછી પણ ઘણા ફુટી નિકળશે અને એ બધા ચોર અને ડાકુઓ ઘેંટાના વેશમા વાઘમામો જ છે અને મીઠુ મીઠુ બોલીને એ બધા કહેશે પરમેશ્વર અહિયા છે પરમેશ્વર ત્યા છે, પરમેશ્વર હુ જ છુ, એવુ કહેનારા બધા જ ખોટા છે, સત્ય તો ફક્ત હુ જ છુ કેમ કે હુ જ પરમેશ્વર દ્વારા મોકલાવેલ છુ, મને નહિ પણ મારા કામોને તો સમજો, મારી જ ભવિષ્યવાણી બાઈબલમાં ૩૦૦૦ કે એથીયે વધુ વરસો પહેલા લખાયેલી છે”
“હે પ્રિયો, દરેક આત્માની પતીતી ના કરો; પરંતુ આત્માઓને (ઉદ્દેશ્યને) પરખો, કે એ પરમેશ્વરની તરફથી છે; કેમ કે ઘણા બધા ખોટા સંતો અને બાબાઓ જગતમાં નીકળી પડ્યા છે.”
“પરમેશ્વરના આત્માને તમે આવી રીતે ઓળખી શકો છો, કે જે કોઈ આત્મા (મનુષ્ય) માની લે કે પ્રભુ યીશુ મસીહ શારીરીક રુપમાં આ જગતમાં આવ્યા છે અને તેઓ પરમેશ્વર તરફથી જ મોકલેલા છે.”
“અને જે કોઈ, પ્રભુ યીશુને નથી માનતો કે માનતી; એ પરમેશ્વર તરફથી નથી; અને એ જ તો પ્રભુ યીશુ મસીહનો વિરોધ કરનારી પાપીઓની ટોળીઓમાની વ્યક્તિ છે (જેનો અંત દુખમય છે જ); જેની ચર્ચા આપ સર્વ જાણો છો કે પ્રભુ યીશુ આવવાના છે; અને હાલમાં જગતમાં મૌજુદ છે.”
“બાળકો તમે પરમેશ્વરના છો, અને તમે શૈતાન પર વિજય પામી ચુકેલા છો; કેમ કે જે તમારી અંદર છે, એ એનાથી જે સંસારમાં છે, મહાન છે.”
“પાપીઓ સંસારના છે (દૈહીક છે) એટાલે જ તેઓ સંસારીક વાતો ની ચર્ચા કર છે; અને સંસાર તેઓની સાંભળે પણ છે.”
“અમે પરમેશ્વર ના છઈએ; એટલે જેઓ પરમેશ્વરને જાણે છે તેઓ મારી વાતો માનશે, એ અમારી સાંભળશે; અને જે પરમેશ્વરને નથી જાણતો એ અમને નહિ સાંભળે અને અમારો વિરોધ કરશે. આવી રીતે અમે સત્યની આત્મા અને ભ્રમની આત્માને ઓળખી લઈએ છીએ”
અને સાચુ માનજો, આખા બાઈબલમાં ફક્ત પ્રભુ યીશુ વિશે જ લખાયેલુ છે અને એ જાણીને મને આશ્ચર્ય થાય છે કે મારા દેશ વાસીઓ કેમ આવુ અતિ સત્ય ને અપનાવતા નથી અને છુપાવે છે, જેને અર્ધી દુનિયા માને છે અને આખા જગત પર રાજ કરે છે એમને અપનાવવામાં શુ કામ પાછા પડે છે?
મને મારા પિત્રુઓની માન્યતામાં ફક્ત ખોટ ખોટ અને ખોટ જ દેખાય છે. અમારા સહકર્મચારીઓ જોડેની ચર્ચાઓમાં છેવટે આ જ વાતો સામે આવીને ઉભે છે કે શુ કરીએ, ખોટ જ ભરી છે છતાય લોકો સદીઓથી માનતા આવ્યા છે એટલે માનવુ પડે છે. પણ અમે તો પ્રભુ યીશુને તો માનીએ જ છીએ, પ્રભુ યીશુ તો મહાન છે, સાચા છે અને એવુ ઘણુ… લોકો કહે છે, ચર્ચોમાં પણ જાય છે, પ્રાર્થના પણ કરાવે, અને સાજા થઈ જાય, કામ થઈ જાય એટલે પાછા પ્રભુ યીશુને ભુલી જાય, ફરી પાછા સમય આવ્યે આવે પણ ખરા.
લોકો જાણે છે, કે પુતળાઓ સત્ય તો નથી જ પણ એક તો પોતાની જાતીનુ અભિમાન, સમાજનો ડર અને અંગ્રેજોની ગુલામી, ખ્રિસ્તીઓની નાદાની, દારુ બાજી, સ્વછંદતા, માસાહાર, એવા દુષણોના કારણે લોકો પ્રભુ યીશુને અપનાવતા નથી. પણ આ દુષણો તો માનવી દુષણો છે જેનો બદલો પ્રભુ યીશુને શુ કામ આપવો, જેમણે, લોકો ન જાણતા અને ન માનતા હોવા છતાંય એમને માટે જ તો બલિદાન આપેલુ છે અને ભવિષ્યમાં પણ જે હજુ જનમવાની છે એ પેઢી પણ પ્રભુ યીશુને અપનાવશે તો તેઓના પાપો પણ માફ તો થવાના જ છે. હુ પણ મરી જઈશ તો પણ પ્રભુ યીશુના સુસમાચાર અન્ય કોઈ તો ફેલાવશે જ ને તો તમે શા માટે પ્રભુ યીશુની સેવા નથી કરતા? મારી સહુને નમ્ર વિનંતી છે તમે પણ લાભ ઉઠાવો…
હવે આપણે બાઈબાલમાં પરમેશ્વરનુ કાર્ય જોઈએ… (ઊત્પત્તિ 1:1) આદિમાં (શરુઆતમાં) પરમેશ્વરે સ્વર્ગ અને પ્રુથ્વીની રચના કરી. (ઊત્પત્તિ 1:2)અને પ્રુથ્વી બેડોળ અને સુમસામ હતી અને એના ઊંડાણ ઉપર અંધકાર છવાયેલો હતો અને પરમેશ્વરનો આત્મા એના જ્ળ ઉપર મંડરાતો હતો. (ઉત્પત્તિ 1:3) અને પરમેશ્વરે કહ્ય “અજ્વાળુ થાઓઃ અને અજ્વાળુ થયું. (1:4) અને પરમાત્મા જોયુ કે અજ્વાળુ સાર્ છે અને પરમેશ્વરે અજ્વાળાને અંધકારથી અલગ કર્યુ. (1:5) અને પરમેશ્વરે અજ્વાળાને દિવસ અને અંધકારને રાત કહ્યા.
(દિવસના ઉજાસ માટે ફક્ત એક જ પ્રકાશપુંજ અને રાતના અંધકારમાં કરોડો કરોડો નાના મોટા પ્રકાશપુંજો (તારા નક્ષત્રો). આના પરથી મારા હ્રદયમાં એક સત્ય ઉભરી આવ્યુ કે રાતના અંધકારમાં (પાપમાં) મનુશ્ય સામે કરોડો પ્રકાશ પુંજોની હારમાળા છે છતાંય મનુષ્યને પોતાની નજીક પ્રકાશની જરુર પડે જ છે છતાંય રાતના અંધકારમાં ચાલવામાં મનુષ્ય ઠેબા જ ખાવાનો. પણ જેવો દિવસ ઉગે અને સુરજ ઉપર આવવા લાગે એટલે સર્વ અંધકારના પરપ્રકાશીત પ્રકાશપુંજો અદ્રશ્ય થઈ જાય છે અને એ સ્વજ્યોતીમય પ્રકાશનુ રાજ્ય સ્થપાઈ જાય છે. અને એ રાજ્યમાં મનુષ્ય ઠેબા નથી ખાતો અને એની આંખો સ્વચ્છ બનીને સર્વ કાઈ જોવાને સમજવાને લાયક બને છે, અને એ પ્રકાશમાં મનુશ્ય પોતાના પેટનો ખાડો પુરવાના કામ કરવાને લાયક બને છે. એટલે આ અલંકારીકતામાં એક સત્ય સામે આવે છે કે સ્વપ્રકાશીત જ્યોતી એક જ છે અને એછે પરમપિતા પરમેશ્વર અને એ મહાજ્યોતીથી પ્રકાશિત ચંદ્રમાની બીજી મહાજ્યોતી જે રાત્રિના અંધકારમાં સુર્યના પ્રકાશથી જ ચમકીને ઉઠી આવે છે એ છે પ્રભુ યીશુ (એટલે પ્રભુ યીશુ જે પરમેશ્વર દ્વારા જ પ્રકાશીત છે અને પરમેશ્વરના પ્રકાશને પ્રગટ કરે છે એમને મનશો તો ક્યારે પણ ઠેબા નહી ખાશે, અને ચંદ્રમાં જેવી રીતે સુર્યથી પ્રકાશીત છે એવી રીતે પ્રભુ યીશુ પણ પમેશ્વર દ્વારા જ પ્રકાશીત છે અને એ રાત્રીના અંધકારમાં (પાપના અંધકારમાં) જ ઉગે છે. માટે જાગો લોકો જાગો, તોડો નરકના બંધન અને જોડો બંધન પ્રભુ યીશુ જોડે. પ્રભુ યીસુ જ આપને શાંતિ, ઠંડક અને માર્ગ આપશે.)
જે સમાચાર મે સાંભળ્યા, અને તમે સાંભળો છો એ આ છે કેઃ
“પરમેશ્વર જ્યોતિ છે; અને એમનામાં કશો પણ અંધકાર નથી. જો હુ કહુ કે, એમની સાથે મારી મિત્રતા છે, અને અંધકારમાં ચાલુ તો હુ જુઠ્ઠો છુ, અને સત્ય પર નથી ચાલતો.”
“પરંતુ જેવી રીતે પ્રભુ યીશુ જ્યોતિ માં છે, એવી જ રીતે આપણે પણ જ્યોતિમાં ચાલીએ તો એકબીજા જોડે સહભાગિતા રાખીએ છીએ, અને પ્રભુ યીશુના બલિદાન થયેલા લહુ આપણા પાપોને ધોઈને આપણને શુધ્ધ અને પવિત્ર બનાવે છે.”
“જો આપણે એમ કહિએ કે આપણામાં કોઈ પાપ નથી, તો પોતે જ પોતાને છેતરીએ છીએ; અને આપણામાં સત્ય છે જ નહિ.”
“જો આપણે આપણા પાપોને માની લઈએ, તો પરમેશ્વર આપણા પાપોને માફ કરવા અને આપણા સર્વ અધર્મો થી શુધ્ધ કરવામાં વિશ્વાસયોગ્ય અને ધર્મી છે જ.”
“અને જો કહીએ કે મે પાપ જ નથી કર્યુ, તો પરમેશ્વરને ખોટા ઠેરવીએ છીએ, અને એમના વચનોથી આપણુ હ્રદય શુધ્ધ નથી થયુ.”
“એટલે હે મારા ભાઈઓ, હુ આ વાતો તમને એટલા માટે લખુ છુ, કે તમે પાપ ના કરો; અને જો પાપ થઈ જાય, તો પિતા તરફથી આપણી પાસે આપણો એક સહાયક ભાઈ છે, અર્થાત અતિધાર્મિક અતિપવિત્ર પ્રભુ યીશુ મસીહ.”
“અને પ્રભુ યીશુ જ આપણા પાપોનુ પ્રાયશ્ચિત છે; અને પ્રભુ આપણા જ નહિ પરંતુ આખા જગતના પાપો માટે પણ.”
“જો આપણે એમની આજ્ઞાઓને માની લઈએ, તો એમના દ્વારા આપણી જાણી લઈશુ કે આપણે એમને જાણી ગયા છીએ.”
“જે કોઈ કહે કે હુ એમને માનુ છુ, અને એમની આજ્ઞાઓ નથી માનતા તો તેઓ ખોટુ બોલી રહ્યા છે, અને તેઓમાં સત્ય નથી.”
“પણ જે કોઈ, એમના વચન પ્રમાણે ચાલે છે, એમનામાં સાચે જ પરમેશ્વર નો પ્રેમ અને સામર્થ સિધ્ધ થઈ આવે છે; અને આપણને એ ખબર પડી જાય છે કે પરમેશ્વર આપણામાં જ વસી ગયા છે.”
“અને જે કોઈ એમ કહે છે કે હુ પ્રભુ યીશુને માનુ છુ અથવા એમના માં જ સમાયેલો રહુ છુ, તો એને જરુર છે કે એ પોતે પણ પ્રબુ યીશુ જેવા જ બને જેવા પ્રભુ યીશુ પોતે હતા.”
“
પિત્રુઓનાપાપ
શું આપણે બધાએ આપણા પિત્રુઓના પાપ ભોગવવા કે વેઠવા પડે છે?
આપણા ધર્મશાસ્ત્રોમાં એ વિશે વધુ ફોડ આપણા ધર્મ શાસ્ત્રીઓ આપે તો માનવસેવા ગણાશે.
મે જ્યારે બાઈબલ વાંચ્યુ ત્યારે મને એની સમજણ આવી રીતે પડી.
નિર્ગમન અધ્યાય ૩૪.૬-૭ દ્વારા પરમેશ્વર યહોવા કહે છે
“૬. યહોવા ઈશ્વર દયાળુ અને અનુગ્રહકારી, કોપ કરવામાં અત્યંત ધીરજ્વાન અન્દ અતિ કરુણા મય અને સત પ્રગટ કરનારા,
૭. હજ્જારો પેઢીઓ સુધી નિરંતર કરુણા કરનારા, અધર્મ અને અપરાધ અને પાપને ક્ષમા કરનારા છે, પરંતુ દોષી ને તેઓ કોઈ પ્રકારે નિર્દોષ ન ગણશે કે ગણાવશે, તેઓ પિત્રુઓના અધર્મ નો દંડ એમના સંતાનો, પૌત્રો, અને પ્રપૌત્રો ને પણ આપે છે.
પિત્રુઓના પાપ શું છે?? પરમેશ્વરની આજ્ઞાનો તિરસ્કાર કરવો એ જ પાપ છે.
નિર્ગમન અધ્યાય ૨૦.૨-૬ દ્વારા પરમેશ્વર યહોવા કહે છે,
“૩. તમે મને છોડી બીજા કોઈને પરમેશ્વર તરીકે ન માનજો.
૪. તમે તમારા માટે કોઈ મુર્તિ કોતરી અથવા કોત્રાવી (અથવા ચિત્રી કે ચિત્રાવી,) જે આકાશમાં, અથવા પૃથ્વી પર, અથવા પૃથ્વી ના જ્ળમા હોય, ન રાખશો.
૫. તમે એને દંડવત ના કરજો, અને ન એની ઉપાસના કરજો; કેમ કે હુ તમારો પરમેશ્વર યહોવ જલન રાખનાર પરમેશ્વર છું, અને જે કોઈ મારાથી વેર રાખશે, એના પુત્રો, પૌત્રો અને પ્રપૌત્રો ને પણ એમના પિત્રુઓનો દંડ આપ્યા જ કરુ છુ.
૬. અને જે મને પ્રેમ કરે છે અને મારી આજ્ઞાઓને માને છે, એ હજ્જારો પર કરુણા કરે જ રાખુ છુ.
૭. તુ તારા પરમેશ્વર યહોવાનુ નામ વ્યર્થ ન લઈશ; કેમ કે જે યહોવાનુ નામ વ્યર્થ લેશે એને યહોવા નિર્દોષ ન ગણશે. (અને દંડ યોગ્ય ગણાશે)
૮. તુ વિશ્રામદિવસને (રવિવારને) પવિત્ર માનવા માટે સ્મરણમાં રાખજે.
૯. છ દિવસ તો તુ પરિશ્રમ કરીને પોતાનુ સર્વ કામકાજ કરજે,
૧૦. પરંતુ સાતમો દિવસ તારા પરમેશ્વર યહોવા માટે વિશ્રામદિવસ છે. એ દિવસે ન તો તુ કોઈ પ્રકારનુ કામકાજ કરજે, અને ન તો તારા પુત્રો, ન તારી પુત્રીઓ, ન તારા દાસ, ન તારી દાસીઓ, ન તારા પશુઓ, ન કોઈ પરદેશી જે તારા ફાટકોની અંદર હોય.
૧૧. કેમ કે છ દિવસ તો યહોવા પરમેશ્વરે આકાશ અને પ્રુથ્વી, અને સમુદ્ર, અને જે કંઈ એમાં છે, સર્વ ને રચ્યુ, અને સાતમે દિવસે વિશ્રામ કર્યો; એ કારણે યહોવા એ વિશ્રામ દિવસને આશિષ આપી અને એને પવિત્ર ઠેરવ્યો.
૧૨. તુ તારા પિતા અને તારી માતા નો આદર કરજે, જેથી જે દેશ તારો પરમેશ્વર યહોવા તને આપે છે એમાં તુ ઘણા દિવસો સુધી રહેવા પામે.
૧૩. તુ ખુન ન કરીશ.
૧૪. તુ વ્યભિચાર ન કરીશ.
૧૫. તુ ચોરી ના કરીશ.
૧૬. તુ કોઈની વિરુધ્ધ ખોટી સાક્ષી ન આપીશ.
૧૭. તુ કોઈના ઘરની લાલચ ના કરીશ, ન તો કોઈની સ્ત્રીની લાલચ કરીશ, અને ના કોઈના દાસ-દાસી (નોકર-ચાકરની), અથવા બળદ (ટ્રેક્ટર) ગધેડાનુ (ભારવાહકની), ન કોઈ વસ્તુની લાલચ કરીશ”
૧૮. અને સર્વ ઈઝરાયેલી લોકો ગર્જન અને વીજળીના અને નરસિંગાના કડાકાના શબ્દો સાંભળી અને અગ્નિ અને ધુમાડાના ગોટે ગોટા ઉડતા પર્વતને જોઈ રહ્યા અને એ જોઈને કંપી ઉઠીને દુર ઉભા રહી ગયા;
૧૯. અને તેઓ મુસા ને કહેવા લાગ્યા, તુ જ અમારી જોડે વાત કર, તો અમે સાંભળી શકીશુ; પરંતુ પરમેશ્વર અમારી જોડે વાત ન કરે, એવુ ન થાય કે અમે મરી જઈએ.
(કેમ કે પરમેશ્વર યહોવાનો પ્રભાવ જ એટલો ભયંકર હોય છે કે કોઈ એમની સામે ઉભા જ ન રહી શકે, વાદળોના ગડગડાટ વિજળીના ચમકારા અને આગ-ધડાકા અને ધુમાડા જેવા અદભુત દેખાડા સામે કોઈ પાપી ઉભા રહેવા સમર્થ જ નથી હોય શકે)
૨૦. મુસાએ લોકોને કહ્યુ, ડરો નહિ; કેમ કે પરમેશ્વર આ નિમિત્તે જ આવ્યા છે કે તમારી પરીક્ષા કરે, અને એમનો ભય તમારા મનમાં બની રહે, કે તમે પાપ ના કરો.
૨૧. છતાંય તે લોકો તો દુર જ ઉભા રહ્યા, પરંતુ મુસા નબી એ ઘોર ગડગડાટ સમક્ષ ગયા જ્યા પરમેશ્વર ઉતરી આવ્યા હતા.
૨૨. ત્યારે યહોવા પરમેશ્વરે મુસા ને કહ્યુ, “તુ ઈઝરાયેલીઓને મારા વચન સંભળાવ, કે “તમે લોકો એ તો જાતે જ જોયુ કે મે તમારી સાથે આકાશ માંથી કેવી રીતે વાત કરી”
૨૩. તમે મારી જોડે કોઈ ને સરખાવશો નહિ, અર્થાત પોતાના માટે ચાંદી અથવા સોના થી દેવતાઓને ગઢશો નહિ.
૨૪. મારા માટે એક માટીની વેદી બનાવજો, અને પોતાના ભેડ-બકરાઓને અને ગાય-બળદોને હોમબલિ અને મેલબલિ કરીને એના ઉપર ભોગ ધરાવજો;
(જો કે બલિપ્રથા જુના કરારમાંથી છે, અને બલિ આપવાથી એ વખતે કોઈની પણ બિમારી, ચિંતા, પરેશાની, જે લોહો પીતી હોય એ ટળી જાય એટલે મનુષ્યનુ લોહિ ન બળે એટલા માટે પરમેશ્વરે પશુ બલિ ઠેરવ્યા હતા. પણ જુના કરાર પ્રમાણે આ બલિપ્રથા પ્રભુ યીશુએ વર્જ્ય કર્યુ છે અને પોતે જ પોતાનુ બલિદાન સુળી ઉપર આપી દિધુ છે, કેમ કે મનુષ્યો પરમેશ્વરને જે બલિ ચડાવે એ પવિત્ર નથી હોતુ એટલે પ્રભુ યીશુ જે પોતે પવિત્ર હોવા છતાંય આપણા માટે બલિ ના પવિત્ર બકરા બન્યા. એટલે હવે કોઈ બલિ આપવાનુ રહ્યુ છે જ નહિ, ફક્ત પરમેશ્વરના અને પ્રભુ ઈશુના ધન્યવાદ જ અર્પણ કરવાના શેષ રહે છે જેણે આપણા પાપોનુ બલિ પોતે જ બની ગયા અને આપણુ લોહિ ના વહેવા દિધુ એટલે એમને ધન્યવાદ જ અર્પણ કરવાનુ શેષ રહે છે જે અમે દિવસ-રાત કરીએ છીએ, પણ બલિ નથી ચડાવતા)
૨૫. અને જો તમે મારા માટે પથ્થરોની વેદી બનાવો, તો કોતરાવેલા પથ્થરોથી ના બનાવશો; કેમ કે જેવુ તમે એ પથ્થરો પર પોતાના ઓજાર ચલાવ્યા તુર્ત જ એ પથ્થર અશુધ્ધ બની જશે (એટલે કોતરકામ કરેલા મંદિરોથી પરમેશ્વર ઘૃણા કરે છે કેમ કે એમાં પરમેશ્વરની નહિ પરંતુ કોતરકામ કરનારા કારીગરની પ્રશંસા થાય છે)
૨૬. અને મારી (ઉંચી) વેદી પર (ભોગ ચડાવવા) સીડી પરથી ના ચડશો, ક્યાંક એવુ ન થાય કે તારુ ઉઘાડુ તન એના નીચેથી જોનારને નાગુ દેખાય.
આપણે સર્વ કોઈ પરમેશ્વરના મિત્ર છીએ.
કેટલા આનંદની વાત છે.
પ્રભુ યીશુ એમના ચેલા જ્હોન વતી જ્હોન અધ્યાય ૧૫.૧૪ વતી કહે છે
૧૪. “કે જે કંઈ પણ આજ્ઞા હુ તમને આપુ છુ અને તમે એનો આદર કરો છો તો તમે મારા મિત્ર છો.
૧૫. હવે થી હુ તમને દાસ ના કહીશ, કેમ કે દાસ નથી જાણતો કે એનો સ્વામી શું કરે છે; પરંતુ મેં તમને મિત્ર કહ્યા છે, કેમ કે મેં જે વાતો આપણા પિતા થી સાંભળી, એ સર્વ તમને બતાવી દિધી છે.
૧૬. તમે મને નથી ચુંટ્યો પણ મે તમને આ જગતમાંથી ચુંટી કાઢ્યા છે અને તમને ઠરાવ્યા છે જેથી તમે જઈને (પરમેશ્વર માટે) ફળ લાવો; અને તમારુ ફળ બની રહે, કે તમે મારા નામથી જે કંઈ પણ પરમપિતા થી માંગશો, એ તમને આપી દેશે.
૧૭. આ વાતોની આજ્ઞા હુ તમને એટલા માટે સોંપુ છુ, કે તમે એક બીજાથી પ્રેમ કરો.”
અનાજ્ઞાકારીતા શૈતાન માટે દરવાજો ખોલી નાંખે છે.
જો તમે પરમેશ્વરના સંતાન છો તો પછી પરમેશ્વરની આજ્ઞાઓને માનો તો જરુરથી તમે જવલંત આત્મિક વિજય પામશો, નહિ તો પરમેશ્વર આજ્ઞાઓ ન માનીને તમે પોતે જ પોતાના સ્વહસ્તે શૈતાનના સંતાન ઠરી જાઓ છો, કેમ કે તમે સૈતાનની દરેકે દરેક ચાલથી અજાણ છો, જે તમને સાંસારીક ખુશીની લાલચમાં ફસાવી છેવટે નરકમાં જ તો ખેંચી જાય છે. તો પછી શું કામ નરકમાં સડો છો, જ્યા દુઃખ, ચિંતા, કપટ, લડાઈ, ઈર્ષ્યા, ચાલકી, હોંશિયારી, બળતરા, અભિમાન, ભેદભાવ વગેરે વગેરે પાપના દુષ્ટાત્માઓ વસે છે અને તમને સતાવે છે, એ તમને છોડવા નથી માંગતો, પણ તમે એ નરકમાંથી બહાર નિકળૉ અને દયા, પ્રેમ, કરુણા, સેવા, સત્ય, પ્રેમ, બલિદાન, ભોગ, ધીરજ, સંયમ, વિશ્વાસ, સ્તુતિ-પ્રશંસા, પરમેશ્વરને પ્રેમ અને ધન્યવાદ, અને અન્ય એવા સ્વર્ગીય ગુણોથી સભર સ્વર્ગદુતોથી ભરેલા સ્વર્ગમય વાતાવરણમાં કેમ ના રહેવુ. શા માટે ભારતદેશને અંધકારમાં જકડે રાખો છો? શું તમે ભારતના આ પાપમય વાતાવરણથી ખુશ છો? તમે જે કરો છો એ તમને શાંતિ આપે છે? નહિ ને. તો નક્કી તમે પરમેશ્વરની આજ્ઞાઓનુ ઉલ્લંઘન કરો છો, એટલે જ તમને શાંતિ નથી જણાતી. ધન-દૌલત છે, વિધ્યા-હોદ્દો-ખુરશી છે, ઉચ્ચકુળ છે, ઉત્તમ પુત્ર-પૌત્ર થી ઘર સભર છે પણ શાંતિ નથી પણ મનમાં અજંપો જ ભરેલો રહે છે તો નક્કી તમારા મનમાં શૈતાન નુ રાજ્ય જ પ્રસરાયેલુ છે, વિચારો, મનન કરો, અને સત્ય લાગે તો પરમેશ્વર પાસે પ્રભુ યીશુના નામે માફી માંગો, પ્રત્યેક પાપ માટે, ગણી ગણીને પ્રત્યેક પાપ માટે માફી માંગો, અને એ પાપ ફરીથી ન કરવાના પણ લો, પછી જુઓ તમારા દિવસો આપો આપ બદલાઈ જશે, અને પછી આ રીતીને જેમ જેમ વધારતા જશો એમ એમ તમે પોતે જ પરમેશ્વરને તમારી અંદર અને ઘરમાં અને જ્યા જશો ત્યા એમને મહેસુસ કરશો જ કરશો, અને તમે ચોવિસે કલાક આત્મિક આનંદથી ઘન રહેશો,, મગન રહેશો, એનુ પ્રમાણ લોકો જ તમને આપશે….
ધર્મ
જગતના ઘણા ધર્મોના પુસ્તકો અલગ અલગ મનુશ્યોએ જ લખ્યા છે. એમાં પાપ વિશે દરેકે અલગ અલગ વિચારો અને મતો પોતાની સમજણ પ્રમાણે જ વર્ણવ્યા છે. પરંતુ પાપની ક્ષમા માટેનો સચોટ ઉપાય અને રસ્તો કોઈ સમજાવી શક્યુ નથી. અને એથી મોક્ષ અને સ્વર્ગ અને નર્કની વાતોને ઠઠ્ઠામાં ઉડાવી, નકાર માટે લોકોને સમજાવે છે. એમની પાસે કોઈ મોક્ષદાતા, મસીહા અથવા ઉધ્ધારકર્તા જે પાપી મનુષ્યના જીવનને પોતે જાતે જ બચાવી શકે એવો કોઈ ઉપાય નથી જણાવી શકતા. પરંતુ બાઈબલ કહે છે મનુષ્ય પોતાના સૃષ્ટીકર્તા અદશ્ય પરમેશ્વર ની સામે અભિમાન, અજ્ઞાનથી અને અનાદરથી પાપ કરવાના કારણે જ ભ્રષ્ટ થઈ ને પતન પામી ચુક્યો છે, જેથી કરીને જ નૈતિક પતન થવાના કારણે જ મનુષ્ય પાપોના ગંદા અરુચિકર પરિણામોથી ભયંકર રીતે પીડાઈ રહ્યો છે છતાંપણ એ વિશે એ અજાણ જ છે.
બાઈબલ અને પ્રભુ યીશુ એ ફક્ત ખ્રિસ્તીઓ માટે જ નથી, પરંતુ સંપુર્ણ મનુષ્ય જાતી માટે પરમપિતા પરમેશ્વરનો એમના પોતાના નિજ સંતાનો માટે અતિમુલ્યવાન ઉપહાર-ભેંટ છે, એ પણ તદ્દન મોફતમાં ઉપલબ્ધ, ફક્ત વિશ્વાસની કિંમતે જ સમજાતો ગ્રંથ છે. સાચ્ચા જ્ઞાનનો અને અદશ્ય પરમેશ્વરના આકાશવાણીય, સ્વપ્નના વાર્તાલાપ ના શબ્દો છે, જે પરમેશ્વર પોતાના પ્રિય સંતાનો એટલે કે સંતો, નબીઓ, ભવિષ્યવક્તાઓ, ભક્તો અને રાજાઓને માર્ગદર્શન કરેલો અને આજે પણ કરતો મહાન ગ્રંથ છે. જગતના દરેકે દરેક ધર્મના પુસ્તકોનો પહાડ બનાવી ફક્ત સંપુર્ણ બાઈબલ ના પુસ્તકની એક જ પ્રત સામે રાખી દો, જગતના સર્વ ધર્મોના પુસ્તકોને એમના ન ઉકેલાયેલા સવાલોનો ઉત્તર આપત ગ્રંથ મે જાણ્યો છે.
બાઈબલ કહે છે, “આરંભમાં પરમેશ્વરે જ સ્વર્ગ અને પૃથ્વીની અને તારા-નક્ષત્રોની રચના કરી છે. સૃષ્ટીની રચના પહેલા જ સૃષ્ટીકર્તા ની હયાતી દર્શાવે છે. પરમેશ્વરે કહ્યુ કે આકાશ બની જા એટલે આકાશ બની ગયુ, એવી જ રીતે તારા-નક્ષત્રો અને સુર્ય, પૃથ્વી, ચંદ્રમાં, વૃક્ષ, પશુ, પક્ષી, માછલી, અને સૌથી છેવટે મનુષ્યની રચના કરી. પરમેશ્વર પોતે સ્વયં સ્વર્ગમાં વિરાજમાન છે. જેનો આકાર નથી, ત્યાં આપણુ ફક્ત આત્મિક શરીર હશે. ત્યા કોઈ મોજ મસ્તી, ખાવા-પીવા, સુવા-બેસવા, નાચ-ગાન વગેરે માનવિય વિચારોના આનંદ ના એક પણ સાધન નથી, ત્યાં કોઈ સ્ત્રી-પુરુષ જ નથી કેમ કે સ્વયં પરમેશ્વર અલિંગી છે, ના પુરુષ ના સ્ત્રી, (વ્યંઢળોએ હરખાવા જેવી વાત છે, પણ વ્યંઢળોએ પોતાના શરીરે જોડે કુકર્મો કરીને પોતે પરમેશ્વરે આપેલો સુંદર મોકો ગુમાવી દે છે, કેમ કે લિંગ ધારીઓ કેટલા અને કેવા પાપાચારના કામો કરીને નરક તરફ દોડી રહ્યા છે, એ પાપ તો વ્યંઢળો કરી નથી શક્તા એટલે એટલો રાહતનો હાશકારો લઈ શકે છે.) પણ પરમેશ્વર વ્યંઢળ તો નથી જ કેમ કે જેણે કોઈ પુરુષનો સહવાસ માણ્યો જ નહતો, અને જાણ્યો પણ ન હતો, અને મનુષ્ય દ્વારા ક્યારેય અભડાઈ ન હતી એવા પવિત્ર, કુંવારી માતા મેરીને ફક્ત પોતાના પવિત્ર આત્માના સામર્થથી જ વગર મનુષ્ય પ્રયાસે પવિત્ર પ્રભુ યીશુનુ ગર્ભારોપણનુ પ્રથમ પુત્રદાન એ પણ એમના લગ્નની સગાઈ થઈ ગયા પછી અને લગ્નગ્રંથીથી જોડાયા પહેલા જ્યારે તેઓ એમની માતાના ઘરે કુંવારા હતા ત્યારે જ કર્યુ હતુ. કેમ કે પરમેશ્વર મનુષ્યના પ્રયાસે કોઈ રચના ને પોતાના અશિષ નથી આપતા અને એને અછુત માનીને એની અવગણના કરે છે જેનુ ઉદાહરણ કદાચ યેરુશલેમનુ મંદિર જ માનવુ રહ્યુ કેમ કે યહુદી રાજા સુલૈમાન દ્વારા પરમેશ્વરની આજ્ઞા લઈને ૩૫૦૦ વરસ પહેલા બનાવેલુ જગતનુ અતિવિશાળ અને અતિ મહાન સોનાનુ મંદિર આજે પણ અવશેષ રુપે હાજર છે જે ૨૦૦૦ વરસ પહેલા જ ક્રુર રોમનો દ્વારા ધ્વસ્ત કરાયેલુ અને લુંટાયુ હતુ. એ મંદિર બનાવવામાં જ ૪૬ વરસ લાગી ગયા હતા, એને ધ્વસ્ત કરવામાં એક અઠવાડિયા અથવા એક મહિનાથી પણ ઓછો સમય લાગ્યો હતો. કેમ કે એના પથ્થરોને મનુષ્યોએ પોતાના છીણી હથોડાથી કોતરીને અભડાવી માર્યુ હતુ. એટલે પવિત્ર માતા મેરી પણ પુરુષ દ્વારા અભડાયા ન હતા ત્યારે જ એમને પવિત્ર આત્માનુ દાન આપીને પ્રભુ યીશુ ને એમના દ્વારા જન્માવ્યા હતા.
એ જ મહાન પરમેશ્વર એવા સ્વર્ગમાં, એમના સ્વર્ગદુતો સહિત વાસ કરે છે, જે આપણા કરોડો કરોડો પ્રકાશવર્ષ દુર આપણા બ્રહ્માંડથી એ હજારો બ્રહ્માંડો દુર અતિશય વિશાળ આત્મિક પ્રદેશમાં વાસ કરે છે જેની કલ્પના આપણા ચિત્તની બહારની વાત છે, આપણા શુ, સુપર વૈજ્ઞાનિક હોકિન્સના પણ દિમાગની હજારો પેઢીની પણ બહારની વાત છે. આવા મહાન પરમેશ્વરે ઈચ્છ્યુ કે આવો આપણે અન્ય જીવીત પ્રાણીઓ બનાવીએ ત્યારે એમણે આજે હયાત અને લુપ્ત થએલા સર્વ સજીવોને રચ્યા પછી જ મનુષ્યને એમના પોતાના જ સ્વરુપમાં રચ્યા, જે એમની સૃષ્ટીની રક્ષા અને રખેવાળી કરે. જોએ કે એ મનુષ્યોએ જ પરમપિતા પરમેશ્વરની વારસામાં મળેલી રચનાનુ નખ્ખોદ જ વાળી નાંખ્યુ છે અને હજુ પણ ઠેકડા મારીને ફાંકા મારે રાખે છે કે પરમેશ્વર છે જ નહિ. જોકે એ શોધખોળ તો પરમેશ્વરની રચનાનો તાગ મેળવવા જ કરે છે અને એવુ કરવામાં એનુ આખુએ જીવન બરબાદ કરે છે, અને એના આખાયે જીવનના વ્યર્થ શોધખોળોને એ શોધકના જીવનમાં કોઈ ઉપયોગ નથી આવતો પણ એ શોધખોળો એ શોધકના મરણ પછી ૪૦-૫૦ વરસે એના વેતરો પહેલાતો પરમેશ્વરના દોરવાયેલા સદઉપયોગ કરે છે પછી અભિમાનમાં ગરક થઈને એનો ગેરઉપયોગ કરવાનુ શરુ કરી દે છે અને પૃથ્વીનો નાશ કરવાના કાળા કામો શરુ કરી દે છે અને કહે છે વૈજ્ઞાનિક ની પરમ શોધ છે. માનો યા ન માનો, આજે આપણે દરેકે દરેક શોધને ઉંડાણમાં જોઈશુ તો છેવટે એ મનુષ્યનુ નખ્ખોદ જ કરનાર ઠરે છે, વિશ્વાસ ન આવતો હોય તો આજના મનુષ્યના મનને અને એમના કાર્યોને જોઈ-વિચારી લો. અભિમાનીઓ નહિ માને અને નમ્ર મનના લોકો માની લેશે.
આ દયાળુ પરમપિતા એવા મનુષ્ય રચના કરવા ચાહતા હતા જે પરમ પવિત્ર પ્રભુ યીશુ જેવા હોય, જે એમના જેવા જ અદભુત ગુણોથી ભરપુર હોય, અને એમની આજ્ઞા પર ચાલનારા એમના વિશ્વાસુ અને પ્રિય સંતાન ઠરીને પ્રેમ પુર્વક એમણે ચિંધેલ કાર્ય પૃથ્વી પર કરીને સ્વર્ગમાં પાછા એમની પાસે જઈ શકે.
મનુષ્ય
મનુષ્ય જેને પરમેશ્વરે પોતાના સ્વરુપમાં બનાવ્યો, જે પરમેશ્વરની શક્તિના રુપમાં નહિ પણ પારમૈશ્વરીક નૈતિકતાના રુપમાં બનાવ્યો કે જે પરમેશ્વરના જ ગુણો પ્રગટ કરે. અને એ મનુષ્ય પોતાના ચરીત્ર અથવા સ્વભાવના અનુરુપ સારી અને પવિત્ર વાતોને પોતાના જીવનમાં ચુંટી શકે એવી પરમેશ્વરે એને સ્વતંત્રતા આપી રાખી છે. એને અન્ય સજીવો ના જેવુ વર્તન કરવાની જરુર નથી જેવી કે કોઈ જાનવર અથવા પક્ષી અથવા માછલી પણ એ સર્વ કરતા અલગ જ સ્વભાવ પરમેશ્વરે મનુષ્યોને આપી રાખેલો છે, જે લગભગ પરમેશ્વર જેવો જ હોય છે. પણ એને જાનવર જેવો સ્વભાવ નથી આપ્યો જેનો સ્વભાવ અને જરુરત ફક્ત ભોજન, ઉંઘ અને સંભોગ જ હોય. પણ પરમેશ્વર જેવો સારા નરસાનો ભેદ સમજવાનો અને એ પ્રમાણે અપનાવવાનો સ્વતંત્રતામય સ્વભાવ પરમેશ્વરે એમના સંતાનોને આપ્યો છે.
આપણી પાસે એક ભૌતિક શરીર છે જેમાં જીવન છે. અને આત્મા પણ છે જેના દ્વારા આપણી પહોંચ પરમાત્મા સુધી પહોંચી શકે છે. મનુષ્યોમાં નીચેની બાબતો જાણવા મળે છે.
(અ) મગજ - જેના દ્વારા આપણે વિચાર-મનન કરી શકીએ.
(બ) ભાવ - જેના થકી આપણને અનુભવ થાય છે.
(ક) ઈચ્છા શક્તિ – જેના થકી આપણે આપણો ફેસલો અને
ચુનાવ કરી શકવા સમર્થ અને સ્વતંત્ર છીએ.
આપણી પાસે જે બુધ્ધિ અને સમજ છે એના દ્વારા જ આપણે એમના સ્વરુપ અને સમાનતામાં બની રહીએ છીએ. એના કારણે આપણે લખવા, વાંચવા, શોધખોળ કરવા અને યોજના બનાવવા જેવા કામો કરી શકીએ છીએ જે લગભગ પરમાત્માના સ્વભાવ પ્રમાણે જ હોય છે. હા આપણે ભવિષ્ય જોઈ શક્તા નથી અને જે ઈચ્છીએ એ કરી શક્તા નથી નહિ તો આપણે પણ પરમેશ્વરની બરાબરી કરવાની હોડમાં પડી ગયા હોત.
પણ મનુષ્યો પાસે આત્મા છે, જે ઈશ્વરનુ એક મહાન આશિષ અને ભેંટ છે. આત્મા અમર છે. એની દેન આત્માને પરમેશ્વર તરફથી જ મળી છે. આ સંસારમાં મનુષ્યનુ શારીરીક મૃત્યુ તો થાય છે પણ એનો આત્મા નષ્ટ નથી થતો, પરંતુ એ એના રચયીતા એટલે કે પરમપિતા પરમેશ્વર પાસે જતો રહે છે. આ સંસારમાં એ નિયમ પણ જોવ મળે છે, કે પ્રત્યેક વસ્તુ પોતાને ઉત્પન્ન કરનાર શક્તિ પાસે પાછી જઈ મળે છે, એમાં જ સમાઈ જાય છે. એટલે આપણો આત્મા પણ જે અદ્શ્ય જ હોય છે, આપણા મૃત્યુ પછી પરમેશ્વર પાસે જતો રહે છે. અને એમની પાસે જઈને ઉપસ્થિત થાય છે, જેથી પરમેશ્વર એનો ન્યાય કરીને એના ભવિષ્યનો નિર્ણય કરી શકે.
(બ્રહ્મસુત્ર મને ઈંટનેટપરથી સ્વર્ગારોહણ.કોમ ઉપરથી મળેલ છે, જે આત્મોધ્ધાર માટે ખુબ જ સરસ સાઈટ છે, એ સિવાય ઘણી બધી સાઈટો છે જેમાથી મને મારા પિત્રુઓના ધર્મ વિશે વધુ જાણકારી મળે છે, જેનો ઉપયોગ હુ મારા ઘણા લેખોમાં ઉપયોગ કર્યો છે, જન્મે હુ હિંદુ હોવાથી, હિંદુ ધર્મમાં મને જે અધુરપ અને દુષણો જે મને પાપી બનાવે છે, અને પરમેશ્વરનો વિરોધી બનાવે છે એ કહેવાનો અધિકાર તો પરમેશ્વરે અને ન્યાયમંદિરે તો આપેલો છે જેનો વૈચારીક વિરોધ આ વેબ્સાઈટ પર આપ સહુ તરફથી આવકારુ છુ, કોપી પેસ્ટ માટે પણ વિરોધ હોય તો હુ એને હટાવવા તૈયાર જ છુ કેમ કે ટાઈપ કરીને હુ મારા વિચારો તો વ્યક્ત કરી જ શકુ છે એ સિવાય જે ભાઈ ઓની સામગ્રીનો મે ઉપયોગ કર્યો છે એમનાલખાણો દ્વારા જ હુ પરમેશ્વરની સેવા કરુ છુ એમાં તેઓને ભાગીદાર તો અનાયાસે જ બનાવુ છુ જ ને) વધુ આશ્ચર્યજનક સત્ય જાણવા નીચે ની લિંક ઉપર ચાંપો…..
૧. બ્રાહ્મણ પાસ્ટર કલ્યાનપુરર્કર.૧
૨. બ્રાહ્મણ પાસ્ટર કલ્યાણપુરકર.૨
૧. આ સ્તુતિ.આરાધના.૧ છે આંખો બંધ કરીન, તલ્લીન થઈ જાઓ અને જુઓ ચમત્કાર.
૨. ૨. આ સ્તુતિ.આરાધના.૨ છે આંખો બંધ કરીન, તલ્લીન થઈ જાઓ અને જુઓ ચમત્કાર.
૩. ૩. આ સ્તુતિ.આરાધના.૧ છે આંખો બંધ કરીન, તલ્લીન થઈ જાઓ અને જુઓ ચમત્કાર.
૭. ભેંટ આપવાનો સમયનુ નચાવી મુકતુ ગીત
૧. પાપોથી મુક્તિ કેવી રીતે મેળવવી.૧??
૨. પાપોથી મુક્તિ કેવી રીતે મેળવવી.૨??
૩. પાપોથી મુક્તિ કેવી રીતે મેળવવી.૩??
૩. પાપોથી મુક્તિ કેવી રીતે મેળવવી.૪??
૧. પરમેશ્વર પાસે જવાનો દરવાજો ન.૧
૨. પરમેશ્વર પાસે જવાનો દરવાજો ન.૨
*
પ્રભુ સૌનુ ભલુ કરે કલ્યાણ કરે એવી પ્રાર્થના…..


I BELIEVE that ALL-KNOWLEDGE ie SCIENTIFIF-KNOWLEDGE or KNOWLEDGE of ALL-HUMANS,ALL-BEINGS,ALL-THINGS called the WORLD or the UNIVERSE as well as RELIGIOUS-KNOWLEDGE ie KNOWLEDGE-OF-GOD is or was USEFUL..!!
But because WE have NO-UNDERSTANDING of KNOWLEDGE ie WE DO NOT UNDERSTAND WHAT WE KNOW or KNEW,therefore NO-MATTER HOW PROFOUND KNOWLEDGE WAS,but it has ABSOLUTELY NO USE at all..!!
I BELIEVE that WE-HUMANS JUST KNOW..!!
That is,WE-HUMANS DO NOT UNDERSTAND WHAT WE KNOW or KNEW..!!
Think about that for a moment..!!
I BELIEVE that WE-HUMANS CAN NOT have LOVE for OTHER-HUMANS,OTHER-BEINGS,OTHER-THINGS etc called WORLD or UNIVERSE by KNOWLEDGE..!!
That is,I BELIEVE that KNOWLEDGE can BORN-FROM LOVE,but LOVE can not BORN-FROM KNOWLEDGE..!!
I BELIEVE that LOVE IS RELATIONSHIP..!!
That is,I BELIEVE that to LOVE is to CARE FOR the OTHER.
I BELIEVE that LOVE IS GOD..!!
I BELIEVE that GOD was or is ETERNAL,therefore LOVE was ETERNAL too..!!
I BELIEVE that GOD has RELATIONSHIP with US-HUMANS,ALL-BEINGS and ALL-THINGS;but WE have NO-RELATIONSHIP with neither the WORLD or the UNIVERSE ie with EACH-OTHER ie OTHER-HUMANS,OTHER-BEINGS and OTHER-THINGS;nor with GOD,WHOM WE-INDIANS have KNOWN for AGES as BHAGAVAN..!!
Think about that for a moment..!!
rkpatel,
wn,nz.
I hope that you do not have any photo/picture/statue of Jesus/Marry or cross in your home. I hope that you do not have any symbolic representation of Christianity in your home. Is that the case? If so, I will be glad to admit that you are worthy of asking question to others why they do idol worship.
So, idol worship is for inspiration. Lighting lamp or offering food strengthens reverence and reverence allows one to be deterministic in getting inspired. This was the cause for idol worship. Nothing else. What you call as money making business, is ADHARMA that you find, be it in any religion. So, please, try to persuade others for true meaning of idol worship. Why do you bring it as your point to prove that your path is the ONLY right way?
Good and evil are two sides of a coin. You cannot run on road to save somebody without killing millions of life forms. Every action is mixture of good and bad. Yes, some actions are more good than others. Similarly, some actions are more bad than others. But, alas, we do not understand this very fact with open senses.
On a similar note, I only believe my Atman which is led by divine light of MAA.
Did you notice dark history when Muslims and Christians have beheaded people (not animals) for not accepting their views? Do you know that many people justify eating animals as it was mentioned by Jehowah in Bible? Do you know that in name of Holy Grail people kill animals and drink blood? Do you know that many goats are killed in name of celebrating Eid?
Just see, all Indians are living under darnkess, sinful life, starving for one thing or other, this is applicable to both rich and poor, all are starving for one thing or other, how will you quench their hunger? What will you feed them?
Isn’t this true for Muslims and Christians across globe equally?
Why do you bring Indians/Hindus only when viewing only bad things?
I hope, you do not see any Father/Nun/Brother in a church. I hope, you are in search of God by yourself only.
Even there are many Hindus who do not seek any Gurus. Yet they are very well on their quest.
I think that you do not have your children studying in any school/church. I hope that they study themselves and get certificates themselves.
I do not have problem with your faith. You MUST stick to it with all spiritual meanings. BUT, I CANNOT TOLERATE YOUR HATRED TOWARDS HINDUISM/INDIANS.
If you did not find similar think like getting grace from God everyday, IT IS YOUR FAULT and NOT THE FAULT OF HINDUISM.
One simple example, Krushna says in Gita that do whatever actions you want to and remember me before doing those, come to my solace, I will protect you from all the sins. Did you forget?
Christianity did not give Americans true identity/meaning. That’s why they are inclining towards Hindusim. That was foretold by many great thinkers like Swami Vivekananda, Paramahans Yogananda and Shri Aurobindo.
Isn’t it double standard for you to claim giving lamb’s blood to Jesus as spiritual and telling BALIDAAN of buffalo wild?
there is no any end of world it , is alive for ever ,to day my self and your self here tomorrow some one else here , and
some one definately will be here , we are the proxy,for that ,
so it will be continue. for ever , only time will be there and
bodys are changing . samay ni saxkhie badhu j chalyaa j
kare chhe.
thanks
praheladprajapati.
હુ કે તમે નહિ હોઇએ મત્ર સમય જ ઉભો હસે અને તેની સક્ક્ષી બધુજ બદલાતો રહેછે
પ્રહેલાદ પ્રજપતિ
‘જિસકા જીતના આંચલ હો, ઉતના હી સબ પાતે હૈં,યાર!’
કોઈ ભટક કર કોઈ સીધા ,આખિર સબ પહૂંચ હી જાતે યાર।
જિસકી જૈસી જુસ્તઝૂ ,જિસકી જૈસી આરઝૂ જો સહી હો યાર!
તુમ કહેતે:’ખુદા મિલ ગયા’,હમ માનતે:”વો પાસ હૈ હી” યાર!
બાત એક હી હૈ,દાયેં ચલો કિ બાયેં,ગોલગોલ ઘૂમના હી હૈ!
ખુદાને ખુલ્લા છોડા ચુનાવ,અપની જુસ્તઝૂ હૈ,અપનીઆરઝૂ હૈ.
—La’ Kant, ‘Kaink’
બહુ જ લાંબુ લખાણ હોવાથી માત્ર ઉપર ઉપરથી જ જોવાયું.
કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા હોવી એ સારી વાત છે. અહીં અમેરિકામાં રહીને ચર્ચ ઘણી વાર ગયો છુ. ત્યાં થતા માનવતાવાદી કામો માટે મને બહુ માન છે. એ જોઈને અહીંના હિંદુ મંદિરો પણ એવી પ્રવૃત્તિ કરતા થયા છે.
મારા વિચારો મારા બ્લોગ પર છે જ.
હજુ વધારે એક લેખ મનમાં રમી રહ્યો છે.
તમારા એક અન્ય પોસ્ટ પર મેં કોમેન્ટ મૂકી .. પછી અહી બ્રહ્મ જીજ્ઞાસા જેવો વિષય જોઈ વાંચવાનું અને …. શરૂઆતમાં જ …” પ્રભુ યીશુ કહે છે “હુ જ માર્ગ, સત્ય અને જીવન છુ, અને મારા સિવાય પરમેશ્વરનો મિલાપ કરાવનાર આ જગતમાં બીજુ કોઈ નથી.” અને મને પણ તે સત્ય લાગે છે ….” વાંચીને ફરી અહી વિચાર વિનિમય કરવા ઈચ્છા થઇ આવી – પણ તમારા બીજા એક બે બ્લોગ વાંચ્યા પછી આ વિચાર માંડી વાળું છું.
કારણ મને સમજાઈ ગયું કે તમે તમારા ધર્મ નો પ્રચાર કરો છો.
પ્રચારક સાથે વિવાદ ન થાય ..! તેમ કરવાથી માત્ર કટુતા જ ફેલાય.
ઈશુ ના શબ્દો અહી વાપરવા મને ગમશે
“પ્રભુ એમને માફ કર કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે ”
ધર્મ નો પ્રચાર કરો છો એટલે બધું માફ.
Be Blessed..!
ધન્યવાદ, પ્રભુ આપને પણ ખુબ ખુબ આશિષ આપે અને બ્રહ્મ દર્શન કરવામાં આપની મદદ કરે.
હુ આપને એક કડવુ સત્ય જે મને સમજાયુ એ આપની સમક્ષ રાખવાની ગુસ્તાખી કરુ છે કે મે હાલની ૪૮ વરસની ઉંમરમાં જોયુ અને જાણ્યુ છે કે મારા સગ્ગા ભાઈ અને બહેનો, મારા સગાવહાલાઓ અને મારી જાતિના લોકો અજાણતા જ અંધકારમય અને પાપમય જીવન જીવે છે એનો દોષ કોને આપુ? કોઈને નહિ ને. તો પછી એ લોકોને સત્યનો માર્ગ જે મને ફક્ત પ્રભુ યીશુમાં જ દેખાય છે (ખ્રિસ્તી ધાર્મિકતામાં નહિ) તો એ પ્રગટ કરવાની મારી ફરજ છે એટલે હુ આ કાર્ય કરી રહ્યો છુ. હુ ખ્રિસ્તી ધર્મનો ફેલાવો નથી કરતો પણ પ્રભુ યીશુની મહાનતાનો ફેલાવો કરવામાં મારુ જીવન ધન્ય કરી રહ્યો છુ જેથી મારા થોડા ઘણા પાપ તો માફ થાય. આખુએ જગત જે ફક્ત એક જ પરમાત્મામાં માને છે પછી ચાહે એ ખ્રિસ્તી હોય, યહુદી હોય, મુસલમાન હોય કે આપણા ફક્ત એક જ અને અદશ્ય અશરીરી બ્રહ્મવાદ માં માનતા હિંદુઓ પણ કેમ ના હોય, એ સર્વ કોઈ મસીહી જ છે અને મસીહી એટલે કે ખ્રિસ્તીઓ જે આ જગતને પવિત્ર રાખ્યુ છે એના સગ્ગા ભાઈ બહેન જેવા જ પરમેશ્વરના રાજ્યના લોકો છે અને જે લોકોએ જગતને એને બગાડ્યુ છે એ અલગ અલગ ધારાઓને જન્માવીને લોકોને ભટકાવી માર્યા છે. એ લોકોને પણ સત્યનો માર્ગ મળી જાય તો મારુ જીવન સફળ માનીશ. ધન્યવાદ પ્રભુ આપને આશીષ આપશે…..