આત્મા છે, હા, જરુરથી આત્મા છે,,,,,
કોઈના એટલે કે વિવેક પંથીઓ (રેશ્નાલિષ્ટો-નાસ્તિકો) ના કહેવાથી આત્માની હયાતિ નષ્ટ નથી થવાની.
આત્માની હયાતીની તાજી સાબીતી મને આ અઠવાડિયે મળી જે નીચે મુજબ છે….
અમારી ઓફિસમાં એક ભાઈ છે, જે આર્મીમાંથી ૪૫ વરસે રીટાયર થઈને હવે સિવિલિયન લેબર તરીકે રી-એમ્પ્લોઈડ અમારી જોડે પત્ર લાવવા લઈ જવાનુ કામ કરે છે. એ પણ ૫૦ વરસથી વધુના જ છે. પણ છે ખડુસ સ્વભાવના, યાદવજાતિના હોવાથી ખડ દિમાગ, જક્કિ સ્વભાવના, અને ભારતમાં ઘણા રાજ્યોમાં નોકરી કરી ચુક્યા હોવાથી આપણા ગુજરાતીઓ જેવા નરમઘેંસ નથી. કોઈ ની સાડીબારી ન રાખે. અને રાજકારણ અને રાજકારણીઓની વાતોમાં તો એવા અવ્વલ કે એમને કોઈ ના પુગે. ઉત્તરભારતીઓ રાજકારણમાં ખરેખર હોંશિયાર કહેવાય એવુ મને લાગે છે.
પણ હા કામ કઢાવવુ હોય તો માખણ કરતાય નરમ બની જાય. ઘરમાં બે ભેંસો હોવાથી બે-ત્રણ લિટર દુધ અને રોટલી રાખવાના ડબ્બામાં દહિ પણ લેતો આવે અને સેક્શન ઈન્ચાર્જને ખાસ પીવડાવે-ખવડાવે જેથી એ જીન્દ જે મેરઠથી પણ દુર હોવાથી સોમવારે નોકરીએ આવે અને શનિવાર સુધી દિલ્હીમાં બે-ચાર સમદુખિયાઓ મળીને એક ઓરડી ભાડે લઈ છ દિવસ રહે, અને શનિવારે પોતાને ગામે પહોંચે. પણ સોમવારે મોડા આવે, નહિ તો બે-ત્રણ દિવસની દાંડિ. કેમ કે સેક્શન ઈન્ચાર્જ એમની હાજરી તો કોઈને કોઈ ડ્યુટીના નામે લગાડી દે ને, દુધ લસ્સીને બદલે. ઘણી વખત તો ઘરનુ ધી પણ લાવી આપે. પણ હુ મઘમઘતુ ઘી મંગાવુ તો ૪૫૦/- માંગે પણ સેક્શન ઈન્ચાર્જને વગર પૈસે અથવા તો નજીવા પૈસે આપી દે. ચાલો આ થઈ આડ વાત, મુળ મુદ્દે આવીએ….
છેલ્લા પચ્ચીસેક દિવસથી એ ભાઈ અચાનક જ કમજોર પડી ગયા કે ચાલવામાં એમના ડગલા એટલા ધીમા અને અવળા પડતા, કે જોનારાઓને લાગે કે ‘એ ગબડ્યા, એ ગબડ્યા…’ અને એમનો અવાજ જે ભારે અને તીક્ષણ હતો એ હવે એટલો નાજુક અને દમ વગરનો થઈ ગયો કે એમને સાંભળવા એમની નજીક જવુ પડતુ, અને બોલતા બોલતા એ હાંફવા લાગતા. અને તેઓ ૪-૫ દિવસ સુધી દેખાણા નહિ. અમે જોનારાઓને અઢવાડિયામાં અણસાર આવવા લાગ્યો હતો કે આ મહિને કદાચ એમની ટીકિટ ક્પાઈ જશે. અને અચાનક એ ભાઈ ફરી આવી ગયા અને તબિયત એવી જ હતી.
મારા ના રહેવાયુ અને મે એમને પુછ્યુ કે ‘ભાઈ શું થયુ ?’ કેમ કે કોઈ એમની જોડે વધુ લપ્પન છપ્પનમાં ના પડે અને એ પેટ ના આપે. તો એમણે કહ્યુ કે ‘તબિયત ઠિક નથી’
મે મજાક કરતા કહ્યુ ‘ભાઈ, સારુ થયું તમે આવી ગયા, અમને તો એમ કે અમારો ૫૦/- નો ફાળો કપાઈ ગયો !’ (અમારી ઓફિસમાં વેલ્ફેર ફંડ માં દર મહિને જે કોઈ મરણ પામે એમના ઘરવાળાઓને તાત્કાલિક મદદ રુપે ૨૦-૨૫ હજાર પુગી જાય.)
એ બોલ્યા ‘સાચી વાત છે, મે મોત સાથે યુધ્ધ કર્યુ છે. અને જીવતો પાછો આવ્યો છુ.’
મે કહ્યુ ‘વાહ..’
પછી તો એ રંગમાં આવી ગયા ને હાંફતા હાંફતા બોલવા લાગ્યા ‘મે મોતને મારી સામ્મે જ ભાળ્યુ હતુ, પણ મારા દાદાજી મારી પડખે જ ઉભા હતા, અને મને કહેતા હતા કે ‘મત ડર મૈં તુજે મરને નહિ દુંગા’
મે કહ્યુ ‘કેવા દેખાતા હતા એ’
એ કહે ‘એકદમ દુધિયો પ્રકાશ અને એમનો ચહેરો તો બચપણથી એમનો લાડકો હતોને એટલે જાણતો હતો, એ મને હિંમત્ત આપતા રહેતા’
પછી ઉમેરે ‘સરજી, તમે કહો છો એ સાચ્ચી વાત છે, આત્મા છે, જ્યારે જરુર પડે ત્યારે તેઓ આપણને મદદ કરવા અને બરબાદ કરવા આવે’
અને બીજા એક ભાઈ પણ જેઓ ૫૫ થી ઉપરના છે અને ૧૮ વરસ થી વિધુર છે તેઓ પણ ઘણી વખત કહી ચુક્યા છે કે એમની મૃતક પત્ની એમને મળવા આવતી.
બીજી એક ક્લાર્ક બહેન જે વિધવા છે એને પણ એનો પતિ મળવા આવતો.
મારી પત્ની પણ કહે છે કે મારા લાંબી અને ધોળી દાઢીવાળા નાનાજી, ૧૯૯૬માં એમના મૃત્યુ પછી બપોરના સુતી વેળા ઘણી વખત એમના જ ચાલવાના પગલા મારી માસીના બોરીવલી (મુંબઈ)ના ઘરની શાંતિમાં એણે સાંભળ્યા હતા, કેમ કે એ વખતે મારો પુત્ર નાનો હતો એક-બે વરસનો હતો અને એ ઘરમાં એકલી રહેતી, અને મારા માસી તો મ્યુનિસિપલ સ્કુલના રીટાયર્ડ પ્રિન્સીપાલ હતા જેઓ એમની સખીઓ કે સગાઓ ને ત્યાં જતા.
આ બધા પ્રસંગો લખવાનો મતલબ એટલો જ કે ઉપર જણાવેલા ભાઈનો તાજો જ દાખલો હોવાથી પ્રભુ યેશુ જીવંત છે અને જે કોઈ એમને યાદ કરે કે પ્રેમ કરે એમને તેઓ દર્શન આપે જ છે. જે મને બીજા કોઈ દેવી કે દેવતાઓ જ્યારે હુ એમને ભજતો ત્યારે દર્શન થયા જ નથી. ક્યાંથી થાય, હોય તો થાયને ??
મારી પત્નીએ તો સાંઈબાબાને પણ, ૨૦૦૪ માં અમે શીર્ડી ગયેલા ત્યારબાદા અમારા દિલ્હી વાળા ઘરનાં આંગણામાં અમારા ઘરની તરફ આવતા જોયા હતા.
મારી પુત્રી ધનશ્રીએ પણ મારી પત્નીના હાથે શયતાનને ડંડે ડંડેથી માર ખાતા અને એના મોઢેથી બચાવો બચાવો અને માફી માંગતા, એના સ્વપ્નમાં જોયો હતો.
અને મેં પણ, જ્યારે કર્જાને કારણે ખુબજ નિરાશ અને હતાશ હતો ત્યારે ૨૦૦૫-૬માં પરોઢિયે પ્રભુ યેશુને મારી પલંગ પર બેસી મારા માથાથી લઈને પીઠ પર પ્રેમભર્યો હાથ ફેરવતા દુધિયા પ્રકાશ જેવા આકારમાં જોયા અને અનુભવ્યા હતા. અને હજુ પણ દરરોજ રાત્રે મને પ્રાર્થના કરવા ઢંઢોળી ઉઠાડતા ઘણી વખત અનુભવ્યા છે. મારા ઘણા મુશ્કેલ કામો આશ્ચર્યજનક રીતે પુર્ણ થતા જોયા છે. જે વસ્તુઓ બીજા માટે પ્રતિકુળ હોય એ અમારા હાથમાં આવતા અનુકુળ થતા મે અનુભવ્યુ છે. જે ઘણા ન સમજાય કે ન ઉકેલાય એ મારી પાસે ચપટીક કરતા ઉકેલાય જાય, ઘણા બીમારો પ્રાર્થના દ્વારા સાજા થતા લોકોએ અનુભવ્યા છે, ઘણા દુખિયાઓને પ્રાર્થના દ્વારા આનંદિત થતા જોયા છે, અને આ બધુ ફક્ત અને ફક્ત પ્રભુ યેશુ મસીહા ના કારણે જ શક્ય છે, બીજા કોઈ પાસે એવુ સામર્થ કે સત્ય નથી.
જો કે હવે અમે પ્રભુ યેશુ (જીસસ) મસીહા સિવાય કોઈને નથી મનતા. કેમ પ્રભુ યેશુ મસીહા એ મારા દરેક પાપો સ્રાપોને પોતાની ઉપર લઈ ને મને આઝાદી અપાવી છે તો એમને કેમ ના ભજુ, તમે પણ એમને ભજો અને પાપના બોજથી હલ્કા થઈ જાઓ, અને આત્મામાં શુધ્ધતા અને સામર્થ પામી ભારત દેશને સચ્ચાઈના મારગે દોડાવો તો જ આ દેશનો ઉધ્ધાર થશે નહિ તો નરેન્દ્ર મોદી સાહેબ હોય કે રાહુલ ગાંધી, અણ્ણા હઝારે હોય કે કિરણ બેદી, મહાત્મા ગાંધી હોય કે સ્વામિ વિવેકાનંદ, આ દેશનો કોઈ આત્મિક છુટકારો થશે નહિ અને અસહ્ય અંધકાર કાયમ બની રહેશે.
હે પ્રભુ યેશુ સૌને સદબુધ્ધિ આપો અને સૌની આત્મિક આંખ ખોલો અને આત્મિક આઝાદી આપી આ દેશનુ કલ્યાણ કરો પ્રભુ યેશુના નામે માંગુ છુ, આમીન…..
Leave your Valuable Reply and be Blessed.....