Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for સપ્ટેમ્બર 14th, 2010

આ રવિવારે અમારા ચર્ચમાં શ્રીયુત રાજા રેડ્ડી, હૈદ્રાબાદના હાઈકોર્ટ વકિલ, અર્ધ-એમ.્બી.બી.એસ., એમ.બી.એ., પાયલટ સર્ટીફિકેટ ધારક, અદભુત પ્રાર્થના યોધ્ધા આવ્યા હતા. દુર્ભાગ્યે હુ રવિવારે ચર્ચમાં ગયો ન હતો. એમણે જે ગવાહી આપી હતી એ તો માનવામાં ન આવે પણ હુ પ્રભુ યીશુ નો વિશ્વાસુ છુ એટલે જ માનુ છુ.

ચાર-પાંચ વરસ પહેલા, વિમાન દ્વારા શિકાગો એમની પત્નીને સત્યમ કોંપ્યુટરના કર્માચારી હોવાથી મુકવા જઈ રહ્યા હતા અને શિકાગોમાં હવામાન ખરાબ હોવાથી લેંડીગ વખતે એમના પ્લેનના પૈડા જામ થઈ ગયેલા અને પ્લેનને તુટી પડવાની ચેતાવણી પાયલટ આપી ચુક્યા હતા અને લોકોને વિમાનના તળની જોડે ચોંટી જવા ચેતવણી આપી દિધી હતી. અને લોકો ગભરાઈને ચીસાચીસ કરી મુકેલી. એ વખતે જ આ રાજા રેડ્ડીજીએ સહુને ચેતવ્યા અને પ્રભુ યીશુને ઘુંટણે પડી પ્રાર્થના કરવા કહેલુ અને હોસ્ટેસોએ એમને એવુ કરતા રોક્યા હતા. પણ ખુદ પાયલટે આવીને એમને પ્રાર્થના કરવા કહેલુ અને એમણે જ્યારે પ્રાર્થના કરી, અને વળતી સેકંડે જ પ્લેનના પૈડા ખુલી ગયા અને લોકોએ સુરક્ષિત લેંડીંગ પણ કર્યુ હતુ. અને ઉતર્યા પછી તરત જ ૧૮૦ લોકોએ તરત જ પ્રભુ યીશુ ને ગ્રહણ કરી લીધા હતા. અને મજાની વાત તો એમ હતી કે પ્લેન ત્યારે ફરીથી બગડી ગયુ અને એના પૈડા જામ થવાથી એની બીજી ફ્લાઈટો રદ કરવી પડી હતી.

અને જ્યારે તેઓ શિકાગો ઉતરીને સત્યમે કહ્યા મુજબ એમને સર્વ સુવિધાઓ ની ખાતરી હોવાથી ફક્ત પાંચસો ડોલર લઈને પહેરેલે કપડે અને વગર સામાને શિકાગો આવેલા પણ એર પોર્ટ પર કોઈ લેવા સુધ્ધા ન આવ્યુ હતુ. અને સત્યમને ફોનથી કોંટેક કરેલો ત્યારે તેઓએ કહ્યુ કે સર્વ સુવિધાઓ તમે પોતે જ તમારા ખર્ચે મેળવી લો. ત્યારે તેઓના માથે તો આભ જ તુટી પડેલુ. પણ ભાઈ શ્રી રાજા રેડ્ડી તો પ્રભુને ઘુટણે પડી પ્રાર્થના કરી લીધી. જ્યારે તેઓ હોટેલમાં રોકાયેલા જેમા એમના  ૩૫૦ ડોલર તો ઉડી ગયેલા અને સાથે સાથે એમણે ભાડા ઘર માટે પ્રયાસો આદરી ચુક્યા હતા.

ત્યારે તો કહે છે કે ભાડાના ઘર માટે ૧૫૦૦ ડોલર અને બે મહીનાના એડવાન્સ મળીને ૩૦૦૦ ડોલર ની જરુર હતી. પણ આ લોકો તો પરદેશમાં બેસહારા હતા. અને ચાર પાંચ ઘરના લોકોએ એમની કહાણી સાંભળીને એમને હડધુત કરેલા. ત્યારે ફરીથી રેડ્ડી સાહેબે ઘુંટણીયે પડીને પ્રાર્થના કરી અને એક માણસના ઘરે બહાર લાગેલુ પાટી વાંચીને ગયા જેણે ૧૫૦૦ નુ ભાડુ માંગ્યુ  અને કહ્ય કે ૧૫૦૦ ડોલર નીચે કોઈ ઘર નહિ મળે, પણ રેડ્ડીજી એ કહ્યુ કે કોઈ વાંધો વાંધો નહિ મારો પ્રભુ મને અપાવી દેશે. ત્યારે એ અજાણ અમેરીકને અજાણતા જ કહ્યુ કે “હા, તમારા તો કરોડો પ્રભુ છે ને, એ તમને મદદ કરી દેશે.”  ત્યારે રેડ્ડીજી એ કહ્યુ કે “મારો તો એક જ પ્રભુ છે, પ્રભુ યીશુ” , ત્યારે એ અજાણ અમેરીકને એમને સાનંદ આશ્ચર્ય વ્યક્ત કરીને એમને ઘરમાં બોલાવ્યા અને કહ્યુ કે મારી બહેન અને મારી મમ્મી એની સેવા કરી કરીને એક ખભો રહી જવાથી માંદા છે તો આવીને એમને માટે પ્રાર્થના કરવા કહ્યુ. પણ એમના ઘરમાં એમની બેન ઘણા વરસોથી પથારીવશ હતી કેમ કે કાર એક્ષીડંટમાં એમની કમર ભાંગી ગઈ હતી અને ઉઠી શકવા અસમર્થ હતી. ત્યારે ભાઈ શ્રી રેડ્ડીએ એમને કહ્ય કે કોઈ વાંધો નહિ પ્રભુ એમને હમણાં જ ઉભા કરી દેશે. એ અમેરીકન ભાઈને વિશ્વાસ ન આવ્યો. પણ જ્યારે રાજા ભાઈએ એમને ત્યા લઈ જવા આગ્રહ કર્યો ત્યારે તેઓ રાજાજીને ત્યાં લઈ ગયેલા. રાજાજીને જોઈતુ હતુ ને જડી ગયુ. અને તેઓ હસ્તે મોઢે ઘુંટણીએ પડી તે બન્ને માટે પ્રાર્થના કરવા લાગ્યા અને તુર્ત જ એ બન્ને મા-બેટીને સખત આરામ જણાયો અને વરસોની પથારીવશ એ બહેન ઉઠીને ચાલવા લાગી. ત્યારે તેઓના હર્ષનો પાર ન માતો હતો.  અને રાજાજીને જોઈને એ ઘર માલિક તો હર્ષઘેલા થઈ ગયા અને એમને ઘરની ચાવી જ આપી દિધી અને ફોન દ્વારા એમના પાસ્ટરને જણાવી એમને રવિવારે ચર્ચમાં આવવાનુ આમંત્રણ આપી દિધુ. અને ઘર સોપી દિધુ અને કહ્યુ કે જ્યારે પૈસાની સગવડ થાય ત્યારે આપી દેજો.

હવે રવિવારે તેઓ ચર્ચમાં ગયેલા. પણ એ ચર્ચ ગોરાઓનુ ચર્ચ હતુ. ત્યા પણ કાળા-ગોરાનો છોછ હતો. ત્યારે તેઓને કહેવામાં આવેલુ કે તમે છેલ્લે જઈને એક ખુણામાં દબાઈને ઉભા રહો એવી તુચ્છતાથી એમને ત્યા પ્રવેશ મળેલો પણ શુ કરે પ્રભુ ના દરબારમાં તો જવુ હતુ ને. ત્યારે જ્યારે એ અમેરીકન ઘરમાલિક ભાઈ એમની બહેન લઈને ચાલ્તા ચાલતા આવેલા જોઈને આખુએ ચર્ચ આશ્ચર્ય ચકિત થઈ ગયેલુ. જ્યારે એમના પાદરીએ કહ્યુ કે આ ચમત્કાર કેવી રીતે થયો. ત્યારે એ ઘરમાલિક અમેરીકન ભાઈએ કહ્યેલુ કે “ઈંડિયાથી એક સજ્જન આવેલા છે, મે એમને આપણા ચર્ચમાં આવવા કહેલુ છે , કોણ જાને હજી કેમ નથી આવ્યા.” ત્યારે એક ભાઈ એ કહ્યુ કે પેલા ખુણા કેટલાક ઈંડિયનો ઉભા છે એ તો નથીને?. ત્યારે ઘરમાલિક ભાઈએ એમને કહ્યેલુ કે “હા તેઓ જ છે.” ત્યારે પાદરીએ એમને માન સહિત ત્યા બોલાવ્યા અને આખાયે ચર્ચે એમનુ સન્માન કરેલુ. ત્યારે પાદરી એમને કહ્યુ કે તમે દસ મીનિટ માં તમારા મુખે સુસમાચાર અમને આપો. ત્યારે શ્રી રેડ્ડીજીએ કહેલુ કે તમને ૧૦ મિનિટ ઓછી પડશે. મને ઓછામાં ઓછા ૪-૫ કલાક લાગે છે.” ત્યારે  પાદરી જેઓ સમયના પાક્કા હતા એમણે કહ્યુ કે ગમેતેમ કરીને દસ મીનિટમાં જ પતાવજો. અને તમે માનશો !! અ…ધ..ધ…. ખાસ્સા પાંચ કલાક થઈ ગયેલા !! તો પણ લોકો એમને સાંભળતા થાક્તા ન હતા. અને એ સાંજે વગર પૈસે (ડોલર) ચાદર અને ઘરવખરી વગરનુ ઘર ફુલ્લી ફર્નિશડ થઈ ગયુ. કોઈ બે બેડ લાવ્યુ, બે ફ્રીજ, બે કબાટ, બે ટીવી, રાંધેલા રાઈસ, વગેરે વગેરે, અને એ પણ બે બે વસ્તુઓ તેમને આપી. અને એ ઘરમાલિકે પણ વગર ભાડે આખાયે વરસ માટે એમનુ મકાન સોંપી દિધુ.

એમની પાસે હજ્જારો ગવાહી છે. એ શ્રી રેડ્ડીજીએ એમને કહિ સંભળાવેલી અને તેઓ ત્યાં આજે પણ પ્રખ્યાત બની ને ભારત થી આવજા કરે છે. તેઓ ના મતે તેઓ કહે છે કે મે હજ્જારો મરેલા મડદાઓને જીવતા કરેલા છે. અમારા ચર્ચમાં પણ આ રવિવારે ઘણા બિમારોને નામ દઈને સાજા કર્યા હતા. કમ નસીબે હુ ત્યા હાજર ન હતો, મારુ અભિમાન મને નડી ગયુ, પ્રભુ યીશુ મને માફ કરો પ્લીઝ મને માફ કરો…….

એમના પત્નિ સુધ્ધા એક વખત મ્રુતક જાહેર કરાયેલા. (શેં થી એ મારી પત્નીને ન સમજાયેલુ) ત્યારે તેઓએ જ એમની પત્ની જે હાલમાં પણ સત્યમના કર્મચારી છે, એમને જીવતા કરેલા. એમનો ફોન ચોવીસે કલાક બીઝી હોય છે. ઘર પણ ક્યારેક જ જવાય છે. એક વખત તો એમના બાળકે પ્રભુ યીશુએ પ્રાર્થના ની એક ચીઠ્ઠી લખેલી કે “હે પ્રભુ તમે મારા પપ્પાને ફકત એક કલાક માટે પણ મારી જોડે વિતાવે એવુ કહો ને” ત્યારે એ ચિઠ્ઠી વાંચીને એમનુ હ્રદય ભરાઈ આવ્યુ હતુ. પણ લોક સેવા એ જ પ્રભુ સેવા છે. વકાલત પણ ફક્ત બાઈબલના નિયમોને જ આધારીત હોઈને સત્ય માટે કેસ લડે છે, એ પણ નજીવી ફી લઈને. કોઈનુ દાન લેતા નથી, કોઈ માંગણી નથી. ફક્ત પ્રાર્થના અને સેવા જ સેવા. આઠથી-દસ કલાક તો પ્રભુ જોડે વાતો કરવામાં જ વીતી જતા હોય તો જમવાની કોને હોંશ હોય!!

એક વખત વિદેશ થી કોઈ શ્રી ગિલનો ફોન એમને આવ્યો. અને તેઓ એમની સુવાવડી પુત્રીને છઠ્ઠા મહીને જ બાળક પેટમાં જ મરી ગયુ હતુ એટલે પ્રાર્થના કરવા કહેલુ. ત્યારે શ્રી રાજાજીએ એમની બેબીને ફોન આપવા કહ્યુ અને જ્યારે એમની બેબી ફોન ઉપર રડી રહી હતી ત્યારે રાજાજીએ એમને કહ્યુ કે “ના રડ બેટા, તારા બાળકને કંઈ નથી થયુ” એ બેબીએ કહ્યુ કે “હવે શું ફાયદો, મારુ બાળક તો મરી જ ગયુ છે.” પણ રાજાજીએ એ બેબીને પ્રભુ યીશુ પર વિશ્વાસ રાખવા કહ્યુ અને કહ્યુ કે “તારા બાળક ઉપર પ્રભુ યીશુ પોતાના આશિષો દ્વારા જીવંત રાખશે, અને કંઈ નહિ થાય.” અને બીજી જ પળે એ બાળકે પગ હલાવ્યા અને એ બાળક જીવી ગયુ. એ સિવાય પણ સાતમે મહિને એ દિકરી ફરીથી દાદર ઉપરથી ગબડી પડેલી અને એ બાળક ફરીથી સંકટમાં આવી ગયેલુ પણ ફરીથી રાજાજીએ પ્રાર્થના કરીને પ્રભુ યીશુ દ્વારા ફકત ફોન વતી જ સુરક્ષિત કરાવ્યુ હતુ. એ બહેન જ્યારે જ્યારે ભારત આવે છે ત્યારે તેઓ રાજાજીને મળે જ છે અને એમનુ બાળક ખુબ જ સુંદર અને તંદુરસ્ત છે.

એક વખત ભારતના જ, હૈદ્રાબાદના એક અવિશ્વાસુ ભાઈની પત્ની કેંસરના કારણે ઘણા વરસોથી પીડીત હતા અને ડોક્ટરે એમને ફક્ત છ-સાત દિવસની જ આશા આપેલી. એ બહેનના પેટમાં લગભગ કાણાઓ પડી ગયેલા અને પીધેલુ પાણી રીતસર જેવી રીતે ચસણીમાંથી ગળાઈને બહાર આવી જાય એવી રીતે પેટમાંથી બહારી આવી જતુ હતુ અને એમના બધાજ કપડા પલળી જતા. એમને કોઈ વિશ્વાસુ એ કહેલુ કે ચર્ચમાં જઈને શ્રી રાજાજી મારફતે પ્રભુ યીશુને પ્રાર્થના કરાવશો તો એમના પત્ની જીવી જશે.  આજે એ બહેન પણ જીવે છે અને પ્રભુ યીશુન ગુણ ગાય છે.

અમારા ચર્ચમાં પણ એમણે ઘણા ચમત્કારો કરેલા, (મારી પત્ની ને યાદ આવતા જશે એમ આમાં જોડતો જઈશ જય પ્રભુ યીશુની !!!)

*

*

(અધુરુ છે, સાંજે આવીને ખાસ પુરુ કરીશ કોને ખબર કેટલા દિવસો લાગશે…….અને હજુ તો અમારા ચર્ચની સુમન બહેન, મિનાક્ષી બહેન, અમને ચર્ચ દેખાડનાર મેરી સિસ્ટર, ઈંદિરા બહેન, બાબુ બ્રધર, રાવ બ્રધર, હેમંત બ્રધર વગેરે વગેરે મહાન ભાઈઓની વાત ક્યાં માંડી છે, સમય અને સાહસ મળે એ પણ લખીશ. અમારા ચર્ચની પણ અદભુત ગવાહીઓ ભરેલી પડી છે.)

Read Full Post »