Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓગસ્ટ 20th, 2011

હુ પરમપિતા પરમાત્માને હાજર માનીને આજથી ભારતદેશની મહાનતા, ધાર્મિક્તા, ભારતીયતા અને પવિત્રતાને અખંડીત રાખવા નીચે પ્રમાણે વચનબધ્ધ થાઉ છુ.

૧)  હુ જગતના રચયીતા પરમપિતા પરમાત્મા સિવાય બીજા કોઈની પુજા નહિ કરુ અને ના તો મારુ માથુ નમાવીશ.

૨)  હુ ભારતદેશમાંથી મુર્તિપુજા, મંત્ર-તંત્ર, જાદુ-ટોના, ભુત પુજા વગેરે અંધશ્રધ્ધાઓ દુર કરવાના દરેકે દરેક પગલા લઈશ અને અંધશ્રધ્ધા ફેલાવનારાઓ વિરુધ્ધ યોગ્ય પગલા લઈશ. અને એવા ખોટા કામો કરીને ભેગી કરેલી સંપત્તિને દેશના ખજાનામાં ઉમેરવા માટે યોગ્ય પગલા લઈશ.

૩)   હુ આજથી ભ્રષ્ટાચાર નહિ કરુ. અને કરનાર વિરુધ્ધ યોગ્ય વહિવટી તંત્રને ફરીયાદ કરીશ.

૪)   હુ કોઈ પણ પ્રકારનો ભેદ ભાવ નહિ કરીશ.

૫)   હુ કોઈ પણ રીતે જાતિવાદ ને વધવા નહિ દઉ.

૬)  હુ મારુ કામ કઢાવવા માટે કોઈ પણ સ્થાને કોઈ પણ પ્રકારનો લાગવગ વાદ નહિ કરીશ અને કરનાર વિરુધ્ધ યોગ્ય પગલા લઈશ.

૭.)   હુ મારા ઘરનો નાનો મોટો કચરો યોગ્ય કચરા પેટીમાં જ નાંખીશ, પાડોશમાં કે ખુલ્લામાં કે બંધિયારમાં નહિ નાંખીશ.

૮.)   હુ મારા પાડોશીની સંપત્તિ ની હડપવાની કોઈ પણ કોશિશ નહિ કરુ.

૯.)   હુ મારા પાડોશીની પત્નીઅથવા બાળકોને (વ્યભિચાર કે અન્ય કોઈ દ્રષ્ટીએ) કોઈ પણ પ્રકારે હડપવાની કોશિશ નહિ કરુ. અને વ્યભિચાર નહિ કરુ અને કરનારને પ્રેમથી સમજાવીશ, નહિ માનશે એની વિરુધ્ધ નફરતના નહિ પણ પ્રેમના/સમજણના પગલા લઈશ પણ દુરાચાર તો કદી પણ નહિ કરુ.

૧૦.)   હુ કોઈનુ પણ ખુન નહિ કરીશ અથવા તો કોઈને પણ શારીરીક અથવા માનસિક ત્રાસ નહિ આપુ એના બદલે એને એની જરુરત કરતા પણ વધારે મદદ કરીશ અને આ દેશનો ખરો નાગરીક બનવા કોશિશ કરીશ.

૧૧.)   હુ આ દેશની કોઈપણ પ્રકારની કુદરતી, જીવીત અથવા નિર્જીવ સંપત્તિ ને હડપવાની અથવા એને નુકસાન કરવાની કોશિશ નહિ કરુ અને કરનાર વિરુધ્ધ યોગ્ય પગલા લઈશ.

૧૨.)   હુ જુઠ્ઠુ નહિ બોલુ અને જુઠ્ઠાણાને વધારો નહિ આપુ અને કરનાર વિરુધ્ધ યોગ્ય પગલા લઈશ.

૧૩.)  કોઈ ને છેતરીશ નહિ અને છેતરનાર વિરુધ્ધ યોગ્ય પગલા લઈશ.

૧૪.)   હુ દરેક ની બેન-દિકરી, ભાઈ-દિકરા ને મારા પોતાના  સમાન બેન-દિકરી, ભાઈ-દિકરા માનીશ અને એમને યોગ્ય મદદ કરીશ.

૧૫.)   સરકારને મારા ભાગે આવતો ટેક્ષની રકમ માં ૧૦ ટકા વધુ ઉમેરીને દેશને મદદ રુપ થવા મદદ કરીશ.

૧૬.)   હુ સરકારી સંપત્તિનો કોઈ દિવસ પણ ગૈરઉપયોગ નહિ કરુ.

૧૭.)   હુ આ દેશના દરેક નાગરિકને સમાન રીતે પ્રેમ કરીશ. અને જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, ધર્મવાદ, અને ખાસ કરીને સગાવાદ તો નહિ કરુ, નહિ કરુ અને કદી પણ નહિ કરુ અને કરનાર વિરુધ્ધ પ્રેમના/ સામ-દમ-દંડના યોગ્ય પગલા લઈશ.

૧૮.)   હુ આ પ્રતિજ્ઞાઓ નહિ માનુ તો આ દેશ માં ભ્રષ્ટાચાર વધશે એનો જવાબદાર હુ જ ઠરુ છુ એવી પ્રતિજ્ઞા લઉ છુ.

૧૯.)   આ બધુ હુ ભારતદેશનો સાચ્ચો નાગરીક સાબિત થાવ માટે કરીશ અને મારી નાનામાં નાની ભુલ માટે યોગ્ય સજા ભોગવવા તૈયાર રહિશ.

૨૦.)    હુ સરકારી/વહિવટી નિયમોનો કોઈ દિવસ પ્રતિકાર નહિ કરુ કે નહિ કોઈને ભડકાવવાનો પ્રયત્ન કરીશ.

૨૧.)   ઉપર લખેલા દરેકે દરેક નિયમને હુ ભારતના દરેક નાગરીકને અવગત કરાવવા માટે અને એને અનુસરવા માટે પ્રતિજ્ઞાબધ્ધ કરવાના બનતા પ્રયાસ કરીશ અને ના કરુ તો હુ દેશદ્રોહિ ઠરીશ અને છેવટે છેલ્લી ઘડીએ મને શાંતિ ભર્યુ મ્રુત્યુ પણ નસીબ નહિ થશે.

૨૨.)  ટી.વી. અથવા મિડિયા પર દેખાડાતા દરેક પ્રકારના અનાચાર પ્રત્યે આંખ મિચામણા નહિ કરીશ અને એના વિરુધ્ધ યોગ્ય પગલા લઈને સમાજને પવિત્ર અને શુધ્ધ રાખવા મદદ કરીશ.

૨૩.)   હુ ભારતના દરેકે દરેક નાગરીકને બીડી, તમાકુ, દારુ, વ્યભિચાર, ચોરી, ખુન-ખરાબા, ભેદભાવ, લોભ, લાલચ, ડર, ભય વગેરે દુષણોથી મુકત કરવા માટે મારુ બાકિનુ જીવન અર્પણ કરુ છુ.

૨૪.)   યુવાનોને એમના અને દેશના ભલા માટે ઉપર લખેલા નિયમો સમજાવીને અપનાવે એવો દરેક પ્રયાસ કરીશ.

૨૫.)   હુ મુસલમાનો, ખ્રિસ્તીઓ, જૈનો, હિંદુઓ, બૌધ્ધો, અથવા જગતના કોઈ પણ ધર્મનો વ્યક્તિ કેમ ના હોય, હુ એને નફરત નહિ કરુ પણ એના વિરોધને અથવા તો આતંકને પ્રેમથી જીતવાની કોશિશ કરીશ અને એમને મનાવવા માટે જ અનશન કરીશ એ સિવાય મારા શત્રુને જીતવા માટે હુ એને બનતી દરેક મદદ કરીશ, એને થંડુ પાણી પણ પાઈશ, એનુ આંગણુ પણ સાફ કરી આપીશ, એની સંપત્તિની સુરક્ષા કરીશ.

Read Full Post »