Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘બ્રહ્મસુત્ર’ Category

મૃતકોની પુજા કરવી એ મહાપાપ છે…………

હા, એ મહા પાપ છે, એ મહાઘોર, મહાઘૃણિત પાપ છે………..

મૃતકોની પુજા કરવી એ અતિશય મહાપાપ છે……..અજે લોકો ઘરમાં મૃતક સ્વજનોના ફોટા રાખે છે, એમને હાર ચડાવી એમને કોઈ પણ પ્રકારનો ચઢાવો કે ભોગ ધરાવે છે તેઓ ખરેખર ઘોર પાપ કરી રહ્યા છે.

મૃતક સ્વજનોના ફોટા રાખવા એમાં કોઈ ખોટુ નથી પણ એ ફોટા રાખી ખોટા લાગણીવેડા કરવા એ મહાપાપ છે.

કેમ કે જે લોકો મરણ પામી ચુકયા છે તેઓનો આત્મા ક્યાં હશે એ કોઈને ખબર નથી પણ જે લોકોએ જગત સર્જક પરંપિતા પરમાત્માને ઓળખ્યા જ નથી અને પરમપિતા પરમાત્માની આરાધના જ કરી નથી તેઓ તો ચોક્કસ મૃત્યુ બાદ ભટકતા જ રહે છે.

ગીતા સ્લોક ૧૮.૪૦ કહે છે………

ન તદસ્તિ પૃથિવ્યાં વા દિવિ દેવેષુ વા પુનઃ ! સત્વં પ્રક્રુતિજૈર્મુક્તં યદેભિઃ સ્યાત્ત્રિભિર્ગુણૈઃ !! (ગીતા ૧૮.૪૦)  ->

હે અર્જુન, પૃથ્વીમા, સ્વર્ગમાં અને દેવોમાં એવુ કોઈ પ્રાણી નથી જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ત્રણે ગુણો, સત્વ, રાજસ અને તામસથી યુકત ન હોય,એટલે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સહિત દેવો સહિત સંપુર્ણ જગત ક્ષણભંગુર અને નાશવાન છે.

એટલે જો દેવી-દેવતાઓ પણ ક્ષણભંગુર છે નાશવાન છે, મોક્ષબાધક છે અને એમની પુજા કરવાથી મોક્ષ નથી મળવાનો તો પછી મૃતકોની પુજા કરવાથી મોક્ષ તો જવા દો, જીવનમાં પરમાત્માનુ અપમાન થવાથી મહાઘોર પાપ નીપજે છે જે જીવનમાં ઘણી અશાંતિઓને જન્માવે છે.

બાઈબલ કહે છે આત્માને પોતાની હયાતી સાબિત કરવ માટે શરીરની જરુર પડે છે અને એ શરીર આ ધરતી પર જીવતા દરેક જીવમાં મળી આવે છે અને આવી ભટકતી આત્માઓ આવા જીવોમાં કામપુરતા વાસ કરે છે. અને આપણા પુર્વજો આપણા જ ઘરના કોઈને કોઈ વ્યક્તિના શરીરમાં ઓછા વત્તે પ્રમાણે વાસ કરતા જ હોય છે. અને એ પણ ખાસ કરીને જે લોકો ગુજરી ગયેલા મૃતક સ્વજનોને યાદ કરતા હોય છે.

ઘણી વખતે તો, જે લોકો એકલા અટુલા રહેતા હોય, તરછોડાયેલી હાલતમાં, દુખી હાલતમાં જણાતા લોકોમાં ભટકતી આત્માઓ જડી આવે છે, જો જોર દેવામાં આવે તો ભટકતા આત્માઓ એમના શરીરમાં ખાસ જડી આવે છે. પાગલપણુ, વિચિત્રપણુ, બીમારી, વારસાગત બીમારી કે લક્ષણો, ગુસ્સો, ગાળો, ઘૃણિત ટેવ વગેરે લક્ષણો ભટકતી આત્માઓના જ છે. એ લક્ષણો પરમપિતા પરમાત્માના તો નથી જ.

બીમાર અથવા હતાશ વ્યક્તિની જ્યારે જોર દઈને પુછવામાં આવે છે ત્યારે તેઓ એમના કોઈ મ્રુતક સ્વજનની યાદ વધુ આવતી હોય એવુ કબુલ કરતા જાણવામાં આવે છે. અને ખરેખર તો એ મ્રુતક સ્વજન જ એ ત્રાહિત વ્યક્તિમાં અથવા એની આસપાસ વાસ કરતી હોય છે, નેવુ ટકા તો એ ત્રાહિત વ્યક્તિના શરીરમાં જ વાસ કરતી હોય છે.

મારી સગ્ગી મોટી બહેનને છ-્સાત મહિનાને ગાળે રક્ષાબંધનના દિવસે બે દિવસ પહેલા જ દિલ્હીથી મુંબઈ ફોન કર્યો ત્યારે એણે કહ્યુ કે તારા બનેવીને તો ત્રણ મહિના પહેલા એટલે કે એપ્રિલ મહિનામાં હાર્ટ એટેક આવ્યો હતો અને મારી બેનને પોતાને એક જીવલેણ બીમારીએ ફરીથી ઉથલો માર્યો હતો એ વાત મને જણાવી અને મારા મોઢાંમાંથી “ઓય મા” જેવો ધ્રાસકો નિકળી પડ્યો અને હું મારી બેનને વઢવા લાગ્યો કે “મને ફોન કેમ ના કર્યો, કાંઈ નહિ તો હું તમારા માટે પ્રાર્થના તો કરત.” પણ બેન કહે કે તો તારી ચિંતામાં હો અને હુ ક્યા તને વધુ ચિંતિત કરુ અને તુ દિલ્હિમાં અને અમે મુંબઈમાં, જવા દે હવે.”

પછી મે મારી બેન ને ઉપર પ્રમાણેનુ જ્ઞાન સમજાવ્યુ. અને એ એક ચિત્તે સાંભળતી રહી.

એ કહે “મારી તો ઉપર જવાની ટીકીટ કપાઈ ગઈ છે અને હવે તો હું થોડા જ દિવસની મહેમાન છૂ.” વગેરે વગેરે નિરાશાના વાક્યો બોલવા લાગી અને હુ સમજી ગયો કે આ મ્રુતકોની કોઈ દુષ્ટાત્મા જ મરી બેનના શરીરમાંથી બોલી રહિ છે, અને મે પ્રભુ યેશુ મસિહાને યાદ કરયા અને મારી બેન રંજનાને કહ્યુ કે “તુ એવુ ના બોલ, તુ પ્રભુ યેશુ મસિહાને યાદ કર તને કોઈ પણ બિમારી કેમ ના હોય એ નિકળી જશે અને તુ સાજી થઈ જઈશ, મારા બનેવી રમેશ ને પણ તુ પ્રભુ યેશુનુ નામ લેવા કહે એ પણ સાજા થઈ જશે.”

અને બેન તો ઉપરછલ્લા હા એ હા કરતી હતી પણ જ્યારે મે એને કહ્યુ કે “તુ કોઈની આશા ના કર. જીવનમાં કોઈ કામ નહિ આવે, રાજેશભાઈ કોઈ કામમાં નહિ આવે, કે રમેશ કોઈ કામમાં નહિ આવે, કે અન્ય બીજા કોઈ ભાઈ કે બહેન કે અન્ય કોઈ સગાવહાલાઓ કામમાં નહિ આવે. કામમાં આવશે તો ફક્ત અને ફક્ત પ્રભુ યેશુ, એમને ફક્ત યાદ કરવાથી તેઓ તુરંત જ હાજર થઈ જાય છે અને એમના ભક્તોની દરેક ભટકતી આત્માઓથી વ્યપ્ત ચિંતાઓમાંથી મુકિત આપે છે.”

આજનુ જીવન એટલુ બધુ સ્વાર્થી થઈ ગયુ છે કે સગ્ગા ભાઈ બહેન પણ એક બીજાને કામે આવી નથી શક્તા. આજનુ સાંસારીક જીવન એટલુ બધુ મોંઘુ થઈ ગયુ છે કે નજીક રહેતા હોવા છતાંય આજે લોકો એક બીજાને મદદ કરવા માટે ગલ્લા તલ્લા કરતા હોય છે, અને એમાં પણ બિમાર સ્વજનોને જોવા જવામાં પણ ઘણા લોકો બોજો વેઠતા હોય છે એવુ આજનુ જીવન થઈ ગયુ છે. લોકો ભણેલા છે, ગણેલા છે, ધનવાન છે પણ ફક્ત ટાઈમ નથી, ઉદારતા નથી, મોટુ મન નથી.

એવુ નહિ કે સ્વજન પ્રત્યે લોકો સ્વાર્થી છે કે ચાલાક કે લોભી છે પણ આજની મોંઘવારી એટલી ભયંકર રીતે લોકો પર ભરડો લઈ ચુકી છે કે લોકોને પોતાના જ ભોગવિલાસમાંથી બીજા વિશે વિચારવાનો ઓરડો જ નથી. ધન્ય છે એ લોકોને કે જેઓ પોતાના સ્વજનોની નિસ્વાર્થ પ્રેમસભર દેખભાળ કરે છે.

મેં રંજનાબેન ને કહ્યુ કે “તારા શરીરમાં જે બીમારી છે એ આપણા કોઈને કોઈ મૃતક સ્વજનના કારણે જ હશે, કેમ કે ભટકતા મ્રુતકના આત્માઓ વ્યક્તિના શરીરમાં પેસી બીમારીને જન્મ આપે છે અને બીમાર વ્યક્તિ બોલી ઉઠે છે કે મારી ટીકીટ તો કપાઈ ગઈ”

આવુ વચન કોઈ બીમાર વ્યક્તિ બોલે ત્યારે સચેત થઈ જજો, એ કોઈને કોઈ મ્રુતક સ્વજન જ એ ત્રાહિત વ્યક્તિને પોતાની સાથે લઈ જવા એમા પેસી ગયેલ છે.

અને મારી રંજનાબેને મને કહ્યુ કે અમારા માટે પ્રાર્થના કર અને મે શરુ કરતા પહેલા કહ્યુ કે “જય જીસસ બોલ” પણ એ બોલવા તૈયાર ન થઈ, હુ સમજી ગયો કે આ દુષ્ટાત્માનુ જ કામ છે મે કહ્યુ કે બેન જય જીસસ બોલ, પણ એ બોલ્વા જ તૈયાર ન થતી હતી.

મે કહ્યુ “બેન, તારા શરીરમાંથી દુશ્ટાત્માને ભગાડવા હોય તો જય જીસસ બોલ” પણ એનુ મોઢું જ બંધ થઈ ગયુ. અને હુ સમજી ગયો, કે  નક્કિ કોઈ દુષ્ટાત્માનુ જ આ કામ છે, અને મે એ દુષ્ટાત્માને સંબોધીત કરતા પ્રભુ યેશુના અધિકારે હુકમ કર્યો કે “હે દુષ્ટાત્માં હું તને પ્રભુ યેશુના નામે બાંધુ છુ, તુ મારી બેન ને છોડ અને નરકની આગમાં જઈ પડ.”

પછી મેં રંજનાબેનને વારંવાર કહ્યુ બેન બોલ પ્રભુ યેશુની જય બોલ, અને દુષ્ટાત્મા દ્વારા ગળે ડુમો દઈ દિધો હોવાથી બે-ત્રણ તુટક તુટક પ્રયાસે મારી બેનનો અવાજ ધીરે ધીરે ખુલ્યો અને એ બોલી “જય જીસસ” અને થોડી ક્ષણના શાંતિ પછી મારી બનેવીએ રંજનાબેનના હાથમાંથી ફોન લઈ લીધો અને બોલ્યા “અરે તમે, શુ બોલ્યા કે તમારી બેન ધડામ દઈને પડી ગઈને જમીન પર આળોટવા લાગી અને હવે ચુપચાપ પડી રડી રહિ છે, અરે, મારા માટે પણ પ્રાર્થના કરો ને”

અ્ને મેં મારા બનેવી શ્રી રમેશભાઈ માટે પ્રભુ યેશુની જય બોલાવી એમના હાર્ટએટેકથી છુટકારા માટે પ્રાર્થના કરી અને એ બન્ને ને પ્રભુ યેશુને હવાલે કરી પછી બાવન મિનિટના ટેલીફોન સંવાદ પછી ફોન બંઘ કર્યો.

આ પ્રસંગ પરથી એક વાત સાબિત થઈ કે દુષ્ટાત્માઓ અને ખાસ કરીને આપણા મૃતક સ્વજનો જ આપણા ઉપર અધિકાર જમાવતા હોય છે. ખાસ કરીને એક્લવાયુ કે તરછોડાયેલા કે દબાયેલા વ્યક્તિ ઉપર તો ખાસ મૃતક સ્વજન ઘર કરી ગયા હોય છે. એટલે લાંબી જીવલેણ બીમારી કે ચિંતાઓથી મુક્તિ પામવી હોય તો મૃતક સ્વજનોને પ્રભુ યેશુને નામે પોતાને છોડવાનો હુકમ કરવો જોઈએ. જેથી એ સ્વજનો ત્રાહિત વ્યક્તિને છોડે અને એ ભટકતા આત્માઓને પ્રભુયેશુને શરણે જવાનો આદેશ આપવો જેથી તેઓ બીજી કોઈ વ્યક્તિને ના પકડે અને પ્રભુ યેશુને શરણે જતી રહે.

જે વ્યક્તિઓ પ્રભુ યેસુ ને નથી અપનાવતી એ દરેક વ્યક્તિઓ આવી રીતે ભટકતી રહેતી રહીને જીવિત અને ત્રાહિત વ્યક્તિના શરીરમાં ઘર કરી જાય છે. અને આપણા ભારતમાં ખાસ તો હિંદુઓમાં મૃતક સ્વજનોની પુજા જ થતી હોય હોય છે. દરેકે દેરેક્ન ઘરમાં મૃતક માતાપિતા કે અન્ય સ્વજનોના ફોટા હોય જ છે અને તેઓને પણ ધુપ દિપ અને ભોગ ધરાવવામાં આવે છે આવા મૃતકોની મુકિત ન થવાથી પુજકોના શરીરમાં વાસ કરે છે અને પાછલી ઉમ્મરે બીમારી લઈ આવે છે અને એ વ્યક્તિના આત્માને પરમપિતા જોડે મિલાપથી વંચિત કરાવી પોતાની જોડે ભટકતા આત્મિમ વનમાં લઈ જાય છે.

પરમપિતા પરમાત્માથી વંચિત કરાવવા માટે જ મૃતકોની આત્મા ;જે તે સ્વજનોને પ્રભુ યેશુની નજીક જવા નથી દેતા. તેઓ જ જીવંત વ્યક્તિને પ્રભુ યેશુનો વિરોધ કરવાના અદ્રશ્ય છુપા આદેશ એમના મનમાં આરોપતા હોય છે. કેમ કે ભટકતી આત્માઓનો ઉધ્ધાર ન થયો હોવાથી જીવિત વ્યક્તિનો પણ ઉધ્ધ્દાર નથી થવા દેતો અને જીવિત વ્યક્તિને અવનવા મુરતી પુજક કે વ્યક્તિ પુજક એવા અગણિત અધુરા અને અસત્ય ધર્મોમાં ફ્સાવી નરકમાં લઈ જાયુ છે. દેવી-દેવતાઓ પણ નશ્વર હોવાથી તેઓનો આત્મા પણ પુજકોને પ્રભુ યેશુ મસિહાનો વિરોધ કરવાનુ જ પ્રેરકબળ પુરુ પાડે છે.

અને આજ સુધી તો મે પોતે એવુ અનુભવ્યુ છે કે જે કોઈ પ્રભુ યેશુને નથી જાણતુ કે ભજતુ એ દરેકે દરેક્નો મોક્ષ અશક્ય છે, કેમ કે મૃતકોની પુજા કરવી, શ્રાધ્ધ પુજા કરવી એ મૃતકોની-પ્રેતોની પુજા છે અને પ્રેત પુજકોને મોક્ષ કોઈ પણ રીતે શક્ય નથી, તો બોલો હિંદુ ધર્મની રીતી પર ચાલવાથી મોક્ષ કોઈ પણ રીતે શક્ય જ નથી અને મે હિંદુ પુજાપધ્ધતિનો ત્યાગ કરી પ્રભુ યેશુની આત્મા દ્વારા જ આત્મિક ભક્તીનો માર્ગ અપનાવી લિધો છે અને આજે મારા જીવનમાં ભલે ધન દૌલત ના હોય પણ એક અતુટ શાંતિ છે સંતોષ છે, તમે પણ પ્રભુ યેશુને અપનાવો અને અદભુત શક્તિ અને અનન્ય શાંતિનો અનુભવ કરો. બોલો પ્રભુ યેશુની જય…………..પ્રભુ યેશુ આપ સૌનો ઉધ્ધાર કરે એવી પ્રાર્થના…….

See it to believe it

 

 

Read Full Post »

Older Posts »