Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મારીસચ્ચાઈ’

કોઢીયાને સાજો કર્યો (Mat ૭.૧-૪, લુકમાન. ૫.૧૨-૧૬)

૪૦. એક કોઢીયો પ્રભુ યીશુની પાસે આવ્યો, અને વિનંતી કરી અને પ્રભુની સામે ઘુંટણીયે પડીને કહેવા લગ્યો, “જો તમે ચાહો તો મને સાજો કરી શકો છો.” પ્રભુએ એની પર દયા લાવીને હાથ ફલાવ્યો, અને સ્પર્શીને કહ્યુ “હુ ચાહુ જ છુ કે તુ શુધ્ધ થઈ જા” ૪૨. અને તરત જ એનો કોઢ જતો રહ્યો અને એ શુધ્ધ થઈ ગયો. ૪૩. ત્યારે પ્રભુએ એને ચેતવીને તરત જ વિદા કર્યો ૪૪. અને એને કહ્યુ, કે “જો કોઈને કઈપણ ના કહેતો, પરંતુ જઈને પોતાને મંદીરના યાજકોને દેખાડ, અને પોતાના સાજા થવાના વિશે જે કંઈ પણ પરમેશ્વરે મુસા નબી દ્વ્વારા જે ઠેરવ્યુ છે એ ચઢાવો ચઢાવ જેથી તેઓ માટે તુ સાબીતી બને.” પરંતુ એ તો બહાર જઈને આ ચમત્કારના ખુબ જ પ્રચાર કરવા લગ્યો અને એટલે સુધી ફેલાવા લાગ્યો કે પ્રભુ યીશુ ખુલ્લ્મ ખુલ્લ નગર માં ન જઈ શ્યા, પરંતુ બહારના જંગલી સ્થાનો મે રહ્યા; અને ચારો તરફ થી લોકો પ્રભુની પાસે આવવા લાગ્ય.

(આવુ જ મારી સાથે પણ થયુ છે, મને પીત્તાશયની પથરી આજ્થી ૪ વરસ પહેલા જ પ્રભુ યીશુએ વગર ઓપરેશને મટાડી દીધી છે, અને એનુ દર્દ કેટલુ ભયંકર હોય છે એ તો જેને થઈ હોય એ જ જાણે. ના તો બેસી શકાય, ના ઉભા રહી શકાય, ના સુઈ શકાય, ના કંઈ, બસ આળોટીયા જ કરવુ પડે, ઘડીમ આમ અને ઘડીક તેમ, અને સાચ્ચુ માનશો, હુ તો અમારા ઘરના દરવાજ પર અથવા માળીયાના છજ્જા પર લટકાઉ તો મને સારુ લાગતુ, અને એ વધતા વધતા બે ત્રણ વરસ થઈ ગયા જે મને ખબર ન હ્તી કે પીત્તશયની પથરી છે.

એક વખત શીરડી ગયા અને મંદીરમાં જ દર્દ ઉપડ્યુ અને મંદીરની ગલીમાં એક ડોકટર જેનુ નામ યાદ નથી આવતુ, એની પાસે લઈ ગયા અને એમણે મને તપાસીને કહ્યુ કે કદાચ પથરી હોય શકે, જે મને ખબર ન હતી.

પછી દિલ્લી પાછા આવીને, જ્યારે ફરીથી એ દર્દ ઉપડ્યુ, અને ત્રણ-ચાર દિવસ નો ખાડો કરીને ઘરમાં કણસ્યા કરતો હતો અને પાડોશીએ મને ઉઠાવીને દોક્ટર પાસે લઈ ગયા ત્યારે તમણે મને તુર્ત જ ઓપરેશન કરવાને સલાહ આપેલી.

પણ પહેલા ૨૫-૩૦ હજાર જમા કરવા કહેલુ, પણ મારી પાસે ત્યારે તો ૪ હજાર જ રોકડા હતા જ અને ડોક્ટરે મને મનાઈ ફરમાવેલી. પછી દલીલ કરતા કરતા ડોક્ટરે મને કહ્યુ કે કોઈ મંદીર-મસ્જીદમાં જાઓ અને યંત્ર-તવીજ કે એવુ કંઈક બંધાવી લો કદાચ ઠીક થઈ જાય, જે મે મારા પાછલા અનુભવો, હરીદ્વારના અને મુંબઈ અને દિલ્લીના અનુભવો, અને લોકોના અસામર્થ પરથી અવિશ્વાસ જ જાહેર કરેલો ત્યારે તેમણે મને કહ્યુ કે ચર્ચમાં જઈને પ્રાર્થના કરાવો.

અને સાચુ માનજો ત્યારે તો હુ એમની જોડે જીભાજોડી કરી હતી અને મે કહ્યુ કે ૩૩ કરોડ દેવતા ઓછા છે કે હુ પારકા પ્રભુને માનુ.

ડોક્ટરે કહ્યુ કે તમારી ઈચ્છા, માનવુ હોય તો માનો.

ત્યારે મારા માટે આ દુવિધા થઈ પડેલી, અને પછી મે ત્યારે તેમને કહ્યુ કે હુ તો કોઈને જાણતો નથી ત્યારે તેમણે એમની પત્ની નામ કદાચ સુશીલા જ હતુ જે ચર્ચમાં જતી હતી પણ ડોક્ટર માનતા ન હતા અને એનો વિરોધ પણ કરતા ન હતા, એમણે આવીને મારા ઉપર હાથ રાખીને પ્રાર્થના કરી અને કહ્યુ કે રવિવારે ચર્ચ માં આવી જજો.

હુ તો પછી વિશ્વાસાવિશ્વાસે ઘરે આવ્યો પછી ધીરે ધીરે દુખાવો ઓછો થઈ ગયો અને એ જ ડોક્તરની દવા ચાલ્ રાખી જેનાથી મને ઓપરેશન પાછળ ઠેલવાયુ, દર્દ તો રહેતુ જ હતુ.

પણ છેવટે નિયમીત રીતે જવાથી મને ચર્ચ નુ વાતાવરણ સારુ લાગ્યુ, એ શીસ્ત બધ્ધ, શાંતીથી બેસીને વેસ્ટર્ન સ્ટાઈલથી પરમાત્માના ગીતો પહેલી વખત સાંભળીને મારામાં પ્રભુ જાગી ગયો અને મને હિંદુઓની પરમેશ્વર-પરમાત્મા પ્રેમ ને બદલે મુર્તીપુજાની દંભી માન્યતા પ્રત્યે અભાવો જાગવા લાગ્યો.

અને છેવટે બાઈબલ વાંચવાની શરુઆત કરી તો કહે છે “બાઈબલ વાંચો, પ્રભુ તમારી જોડે વાત કરશે” અને સાચુ માનજો આજે હુ પ્રભુ જોડે આમને સામને જેવી રીતે મારી પત્ની, સંતાનો અને મિત્રો જોડે વાતો કરુ છુ એવી રીતે વાતો કરતો થઈ ગયો છુ, અને બાઈબલમાં લખ્યુ છે કે “યહોવા (હિબ્રુમાં પરમાત્માને યહોવા કહે છે) નો ડર રાખવો એ બુધ્ધીનુ મુળ સ્રોત છે” ત્યાં સુધી તો હુ પરમાત્માને જાણતો જ ન હ્તો.

હા પુરાણોમાં, ઉપનિષદોમાં, વાંચેલુ કે પરમાત્મા એ જ આ સંસાર બનાવ્યુ છે પણ આપણે બધા નાનપણ થી જ રામ, ક્રુષ્ણ અથવા બીજા દેવી-દેવતાઓને જ માનતા આવીયે છીએ તો પરમાત્માનુ જ્ઞાન આજે નેવુ ટકા ગુજરાતી ભાઈ બહેનોને નથી હોતો, કોઈ શીવને, કોઈ વિષ્ણુને, કોઈ બ્રહ્મા ને, અને ખાસ કરીને વૈષ્ણવો તો ક્રષ્ણને જ પરમાત્મા માને છે.

સતી ગાંધારીના શાપથી જેમનુ કુળ જ નાશ પામે તો પછી એ પરમેશ્વર કેવી રીતે કહી શકાય. જ્યારે પ્રભુ યીશુ કહે છે, “જે તલવારથી લડશે એ તલવારથી જ મરશે”, “શત્રુને પ્રેમ કરો, અને તમારા સતાવનારાઓ માટે આશિષ માંગો” જેથી કરીને મન ની વાતો જાણનારા પરમાત્મા પરમેશ્વર એનુ મન બદલે અને તમને અને એ શત્રુને પણ આશિષ દઈને નષ્ટ થવાથી બન્ને ને બચાવી લે છે.

આવી સુંદર વાતો ને ગાંધીજીએ જ તો પ્રીટોરીયામાં અપનાવી હતી જ્યારે તેઓ સાંજે એકલા એકલા ચર્ચ માં જઈને બેસતા, અને ત્યા તેમને બાઈબલ આપવામાં આવ્યુ હતુ જે વાંચ્યા પછી જ તેમણે સત્યાગ્રહ કર્યો, “શત્રુને પ્રેમથી જીતો” અને જેની સલ્તનત નો સુરજ આથમતો જ ન હતો એ ને બાપુએ સત્યાગ્રહ, પ્રેમથી હરાવી, (હલકાઈથી, નફરતથી કે તલવાર, કે બંધુકથી નહિ, પણ આત્માની સચ્ચાઈ થી એ સલ્તનતને હરાવી.)

જો કે હુ અધર્મી અંગ્રેજોને આજે પણ નફરત કરુ જ છુ અને પ્રભુ યીશુ અથવા બાઈબલ કંઈ અંગ્રેજોની જ જાગીર નથી, બાઈબલ એ તો ઈઝરાયેલનુ-યહુદીઓનુ ધાર્મીક ગ્રંથ છે જેને અધર્મી અંગ્રેજોએ અને પુરા યુરોપે જ ૫૦૦ કે ૬૦૦ મી ઈસુવી સદીમાં પોતાના ધરમ રુપે અપનાવ્યુ હતુ.

પણ આજે મુડીવાદ, સ્વછંદવાદના કારણે ત્યાં બાઈબલને કોઈ માનતુ જ નથી અને એટલે જ તો ખ્રિસ્તીઓ પર પસ્તાળ પડવાની શરુઆત થઈ ચુકી છે જેની ભવિષ્યવાણી પ્રભુ યીશુએ એમના પ્રિય ચેલા જ્હોનને (યુહાનન ને) પ્રકાશીત વાક્યો નામના પુસ્તકમાં સપના દ્વારા જણાવેલ છે, જેમાં મુર્તીવદ, પોપવાદ (સફેદ ઘોડો), મુડીવાદ (કાળો ઘોડો) , સામ્યવાદ (લાલ ઘોડો), કુદરતી આપત્તિ (કેસરી અથવા બ્રાઉન ઘોડો) ના પ્રતિક દર્શાવેલા છે જેનો નાશ અથવા હાર થવાનુ નક્કી જ છે જે પુરુ થવાની અણી પર જ છે.

પોપવાદનો નાશ ઈ.સ. ૧૭૦૦ માં, સામ્યવાદ ૧૯૯૦ માં, મુડીવાદ જેનો નાશ હવે થોડા જ વરસો ની વાર છે, આ બધા વાદોનો નાશ થાવાના અણી પર જ છે. અને ચમત્કારીક રીતે લીલા ઘોડા (મુસ્લીમ વાદ) વિશે મારે સંશોધન કરવાનુ બાકે છે, પણ એનો અંત પણ લગભગ એવો જ લાગે છે. યાદ રહે ખ્રિસ્તી એ ધર્મ નથી એતો પ્રભુ નો ચોખ્ખો આદેશ છે જેણે મારુ આખુ જીવન જ બદલી નાખ્યુ છે.

જે પહેલા હુ પાપ કરતો હતો, જે સામાન્ય મારા સર્વ હિંદુ ભાઈ બહેનો, મારા લોહીના સગા સંબંધીઓ કરી રહ્યા છે અને એ સહુને હુ ના ચેતવુ તો મને નરક જ મળ્શે જયાં બળવુ બળવુ બળવુ બળવુ અને બળવુ જ લખેલુ છે. સ્વર્ગની અને નરકની વાતો આપણે જાણી શકતા નથી અને જે જાણે છે અને જેને અધિકાર છે એની વાતો માનવી અથવા શીખવી કે ચકાસણી કરવી જોઈએ એવો મારો નમ્ર મત છે.

અગર બુધ્ધ, પહેલા સિધ્ધાર્થ હતા અને અંધકાર અને દંભ  છોડીને સચ્ચાઈ જાણવા નીકળી પડેલા અને એમણે  બૌધ્ધ માન્યતા શરુ કરેલી.  નાનકજીને આખા ભારતમાં ક્યાય પણ સચ્ચાઈ ન જણાઈ, કાશમીરથી ક્ન્યાકુમારી અને કચ્છથી કલકત્તા ઘુમી ને દંભ અને ઢોંગ જ જોયો અને એમનુ મન દુઃખી થઈ ગયુ હતુ છેવટે તેઓ મક્કા મદીના અને ત્યાંથી યેરુશલેમ જઈ ચઢેલા અને ત્યાંથી નવી નવી વાતો શીખી લાવીને એમણે શીખ ધર્મ શરુ કરેલો, મહાવીરજી એ જૈન ધર્મ, કબીરજી, દયાનંદ સરસ્વતીજી આર્ય સમાજી ધર્મ, શીવ બાબા દ્વારા બ્રહ્માકુમારીઝ, સનાતન ધર્મ, દાદા ભગવાન, અને અન્ય એવા અગણ્ય ચીલાઓ ભારતમાં સદીઓથી પડેલા છે અને દર દસ વરસે એક નવો ચીલો શરુ થઈને દુધના ઉભરાની જેમ આવીને ક્યાં છુપાઈ જાય છે એ તો ઉપરવાળો જ જાણે અને છતાંય કોઈનુ રુંવાડુએ ફરકતુ નથી અને અંધકાર ભરી, અંધશ્રધ્ધાનુ જીવન જીવીને જે પાપ કરી રહ્યા છે એને જ ધર્મ માની ને મજા કરી નષ્ટ થઈ રહ્યા છે.

લગભગ ૯૯ ટકા ભારતીય લોકો પરમાત્માના સત્ય થી અજાણ જ છે. મને પણ જ્યારે સચ્ચાઈ ખબર પડી ત્યારે હુ લગભગ મારા પોતાને અને મને અને મારા નિર્દોષ ભારતીય ભાઈ બહેનોને અંધકારમાં રાખનારા લુચ્ચા લફંગાઓ પ્રત્ય ગુસ્સો તો આવે છે પણ ગુસ્સો કરવો એ શૈતાન નો આત્મા છે જે, અને શૈતાન એ જ તો ચાહે છે કે જે તે મનુષ્યને ગુસ્સો કરાવી, એલફેલ બોલાવી, લડાવી મારીને, સત્યના માર્ગથી ભટકાવી દઈને નરકમાં નાખી દે છે.

પણ પ્રભુ યીશુ કહે છે કે દુષ્ટ જોડે દુશ્ટ ના બનશો, શત્રુને પ્રેમ કરો અને તમને સતાવનાર માટે પરમાત્મા પાસે આશિષ માંગો, જેથી પરમાત્મા એ દુષ્ટ પોતાનુ સંતાન હોવાથી એ દુષ્ટને અને માંગનાર બન્ને ને આશિષ આપશે અને એમની વચ્ચએ મિત્રતા ઉત્પન્ન કરશે. માટે એ ગુસ્સો જે દુષ્ટાત્મા છે એ દુષ્ટને પગ શુ અંગુઠો પણ રાખવાની જગા ન આપો નહિ તો એ ઘણાના ઘર બરબાદ કરી જ ચુક્યો છે એ તો દરેક હિંદુ ઘરે ઘરો માં જોવા જ મળે છે.

મને ખ્રિસ્તીઓના સ્વચ્છંદતા પ્રત્યે હવે તો અણગમો જ થાય છે જેઓએ પ્રભુ યીશુની મહાનતાને સાવ જ સામાન્ય બનાવી દિધી છે.

પ્રભુ યીશુ જે આ જગતના રચયીતા, કર્તા ધર્તા છે, એ મહાનતા ખુદ ખ્રિસ્તીઓ પણ નથી સમજી શકયા અને લોકોને સમજાવી શકવાને બદલે લોકોને ભડકાવી મુક્યા છે.

જ્યાં સુધી મે બાઈબલ વાંચ્યુ ન હતુ ત્યા સુધી તો મે એટલેકે લગભગ ૪૨ વરસ સુધી તો રમકડાઓના ખેલ જ ખેલેલો હતો. રોજ સવારે પાંચ થી સાત , બે કલાક સુધી સ્તોત્રો, મંત્રોપ્ચાર, ધ્યાન, વગેરે વગેરે ઘણુ જ કરતો હતો કે ક્યાંક્થી કોઈ દેવી કે કોઈ દેવતા મને ભટકાઈ જાય અને મારુ ઘર ધન દૌલત થી માલામાલ કરી મુકે.

ધાર્મીક મેગેઝીનો ની તો ભરમાર જ ભરી હતી દર અઠવાડીક પાક્ષિક, કે માસીક, જ્યોતિષ, તંત્ર-મંત્ર અને એના વિગ્રહો મારા ખીસામાં કે ઘરમાં હોય કે ના હોય, પત્નીના અજાણતાંજ કેશ અથવા ક્રેડીટ કાર્ડ દ્વારા લઈ આવતો અને એ સિવાય  બે વરસનો જ્યોતીષ શાસ્ત્રનો શ્રીમાન જોષિ સાહેબને ત્યાં કાંદિવલીમાં કોર્સ પણ કરેલ પણ

ત્રીજા વરસે કોંપ્યુટરનુ વલણ જાગ્યુ અને પ્રોગ્રામીંગ શીખી ગયો અને એ વિશારદનો કોર્સ અધુરો છોડી મુકેલો. હા એ જ્યોતીષ વિધ્યાએ જ મને હિંદુ માન્યતામાં બાંધી રાખેલો બાકી તો બધી વિધીઓ મને તો ખોટ્ટી જ, ત્યારે પણ લાગતી હતી પણ મન માનતુ ન હતુ અને આજે તો હુ જ લોકોને ચેતવુ છુ કે સાચ્ચા પિતાને નમન ના કરીને, જેને નથી જાણતા, એને નમન કરશો, તો સાચ્ચો બાપ નારાજ થઈ ગયો છે, એ ક્યાંથી શાંતિ આપવાનો, અને જેને નમન કરો છો, જે પારકો અને અજાણ્યો છે, એ તો મુસીબત ના વખત આવ્યે છોડીને ભાગી જ જાય છે, અને છેવટે તો ઉપરવાળાના આશરે જ પડી ને સડી રહેવુ પડે છે ને.

એના કરતા તો એ પરમ પિતાને જ કેમ નમન ના કરવુ. પહેલા તો  હુ, દરેક વાર પ્રમાણે ક્યારેક એકને પછી બીજાને, પછી ત્રીજાને, ચોથાને એમ ગણી ગણીને નમન, કે ચઢાવો ચઢાવતો, હરીદ્વારે, મથુરા, જયપુર, શીરડી, નાસીક વગેરે એ તો અમારુ લોહીનુ પાણી જ કરી નાખ્ય હતુ, કોઈ આમથી ખેંચે કોઈ તેમથી, હજારની નીચે તો કોઈ લેવા તૈયાર જ ના હોય અને એમા જ પાછ-છ હજાર નુ તો પાણી જ થઈ જાય (હુ તો મધ્યમ વર્ગીય છુ મને એટલુ જ પોસાય).

પરમેશ્વર દ્વારા રચીત સુંદર  કુદરતી સાંનિધ્ધ્ય ને લુંટફાટથી બગાડી માર્યુ છે એ જોઈને ત્યારે પણ અને અત્યરે પણ દુઃખ તો થાય જ છે. અને છેવટે મનના મેલ તો ઉભાને ઉભા જ ચાહે હુ ગંગામાં નાહાઉ કે જમનામાં ખોટ તો જાતી જ નથી, મને થય હાશ ગંગા નાહ્યા હવે તો મોક્ષ મળશે પણ મોક્ષ એમ મળી જતો હોય તો ગંગા નદીને કિનારે જેટલા શહેરો ગામો અને બાંગ્લાદેશ પણ છે તો એ સર્વના પુર્વજો તો સ્વર્ગમાં જ હશે અને એમના ઘરોમાં તો શાંતિ અને ખુષી હોવી જોઈએ એના બદલે એ લોકો તો મુંબઈ, ગુજરાત કરતા તો ઘણા જ પછાત જ છે એનુ શુ?. જેટલા મંદીરોની અને બાબાઓની ગાથા લખવા બેસુ તો નવી વેબસાઈટ બનાવવી પડે. પણ પ્રભુ યીશુ કહે છે “દોષ ના લગાવો નહિ તો તમે જ દોષી ઠરી જશો” માટે બીચારા અંધકારમાં પડેલા મારા ભારતીય ભાઈ બહેનોએ (એ બાબાઓને) માટે પણ હુ ખરા હ્રદય થી તો ઉધ્ધારની પ્રાર્થના તો દરરોજ કરુ જ છુ, કે ક્યારેક ને ક્યારેક તો મારો દેશ અંધકાર માંથી જાગે અને પરમપિતા પરમાત્માને પ્રભુ યીશુના માધ્યમ થી માને તો ઉત્તમ અને ન માનો તો  કમસે કમ પરમાત્માને શોધે, માને અને પુજે તો ખરા, જે અદશ્ય, અવર્ણનીય, અસ્પર્શી, અકલ્પીય છે અને જે રુપ મનુષ્યોએ આપ્યા છે એ છોડીને નિરાકાર, એકેશ્વરને જ પુરે તો ઉદ્ધાર પામે.

Read Full Post »