Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સ્વર્ગનો અધિકારી’

પ્રભુ યીશુનુ પુનરુત્થાન

(મેથ્યુ.૨૮,લુકા.,માર્ક.૧૬ જ્હોન.)

મે.૨૮.૧  સબાથ ના દિવસ પછી (શનીવાર) સપ્તાહના પ્રથમ દિવસે(રવિવાર) પોહ ફાટતા ની સાથે જ મરિયમ મગદલીની અને બીજી મરિયમ, અને શલોમી સુગંધિત વસ્તુઓ ખરીદી જેથી પ્રભુને લગાડે, કબર પર પ્રભુ ને જોવા આવી. માર્ક.૩ અને આપસમાં કહેવા લાગી, કે આપણાં માટે કબરના દ્વાર પરથી પથ્થરની શીલા કોણ હટાવશે?

મે.૨. અને જુઓ એક મોટો ભુકંપ થઈ આવ્યો, કેમ કે પ્રભુનો એક સ્વર્ગદુત સ્વર્ગમાંથી ઉતરી આવ્યો, અને પાસે આવીને એણે પથ્થરની શીલાને હટાવી અને એના ઉપર બેસી ગયો.

૩.  એનુ રુપ વિજળી જેવુ અને એના વસ્ત્ર હિમ જેવા ઉજળા હતા.

૪.  અને એના ભયથી પહેરેદારો ધ્રુજી ઉઠ્યા, અને મ્રુતક જેવા થઈ ગયા.

માર્ક.૫  અને સ્ત્રીઓ કબરની અંદર જઈને, એક જવાન સ્વર્ગદુત ને શ્વેત વસ્ત્ર પહેરેલ ડાબી તરફ બેઠેલો જોયો અને ખુબ જ ચકિત થઈ.

લુકા.૫.  સ્વર્ગદુતે સ્ત્રીઓથી કહ્યુ, કે તમે ના ડરોઃ હુ જાણું છુ કે તમે પ્રભુ યીશુને જે સુળી પર ચડાવેલા, શોધી રહેલા છો.

૬.  એ તો અહિયા નથી, પરંતુ પોતાના વચન મુજબ જીવી ઉઠ્યા છે; આવો, આ સ્થાન જુઓ. જ્યાં પ્રભુ રાખવામાં આવેલા.

૭.  અને શીઘ્ર એમના ચેલાઓને કહો, કે પ્રભુ મ્રુતકોમાંથી જીવી ઉઠયા છે; અને જુઓ એ તમારાથી પહેલા ગલીલ જઈ રહ્યા છે, ત્યાં એમના દર્શન પામશો, જુઓ, મે તમને કહી દિધુ છે.

૮.  અને તે સ્ત્રીઓ ભય અને ઘણાં આનંદ સાથે કબરમાંથી શીઘ્ર પાછી ફરીને પ્રભુના ચેલાઓને સુસમાચાર આપવા માટે દોડી ગઈ.

૯.  અને જુઓ, પ્રભુ યીશુ તેઓને મળ્યા અને કહ્યુ, “સલામ” અને ચેલાઓએ પાસે આવીને અને એમના પગ પકડીને દંડ્વત કર્યા.

૧૦.  ત્યારે પ્રભુ યીશુએ તેમને કહ્યુ, “ના ડરશો, મારા ભાઈઓને જઈને કહો, કે ગલીલ જતાં રહે જ્યા તેઓ મને જોવા પામશે”.

૧૧.  તેઓ જઈ જ રહ્યા હતા, કે જુઓ, પહેરેદારોમાંથી કેટલાક નગરમાં આવીને પુરેપુરા હાલ મહાયાજકોને કહી સંભળાવ્યા.

૧૨.  ત્યારે તેઓએ પુરાણીઓની સાથે એકઠાં મળીને સમ્મતિ કરી, અને સિપહિઓને ઘણી ચાંદી આપીને કહ્યુ.

૧૩.  કે આમ કહેજો, કે રાતના જ્યારે અમે સુઈ રહ્યા હતા, તો પ્રભુના ચેલાઓ આવીને પ્રભુને ચોરી ગયા.

૧૪.  અને જો આ વાત અગર હાકેમ ના કાને પહોંચશે, તો અમે એમને સમજાવી લઈશું અને તમને જોખમથી બચાવી લઈશુ.

૧૫.  એટલે પહેરેદારોએ રુપિયા લઈને જેવુ તેઓને શિખવ્યુ હતુ, એવુ જ કર્યુ; અને આ જ વાત આજ સુધી યહુદીઓમાં પ્રચલિત છે.

અંતિમ આજ્ઞા

૧૬.  અને અગ્યાર ચેલાઓ ગલીલમાં એ પહાડ પર ગયા, જે પ્રભુ યીશુએ દર્શાવ્યો હતો.

૧૭.  અને ચેલાઓએ પ્રભુના દર્શન પામીને એમને પ્રણામ કર્યા, પણ કેટલાકને સંદેહ થયો.

૧૮.  પ્રભુ યીશુએ એમની પાસે આવીને કહ્યુ, કે “સ્વર્ગ અને પ્રુથ્વીનો સર્વ અધિકાર મને જ સોંપયો છે.”

૧૯.  “એટલે તમે સર્વ જાતિઓના લોકોને ચેલાઓ બનાવો અને એમને પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા ના નામથી બાપતિસ્મા આપો.” (બાપતિસ્મા = પવિત્રતાના પ્રતિજ્ઞા).

૨૦.  “અને એમને બધી જ વાતો જે મે તમને આજ્ઞા આપી છે, માનવાનુ શીખવો; અને જુઓ; હુ જગતના અંત સુધી સદૈવ તમારી સંગે છુ.”

માર્ક.૧૬.૯ પ્રમાણે

માર્ક.૯ સપ્તાહના પહેલા દિવસે ભોર થતાં જ પ્રભુ જીવીત થઈ ઉઠીને સહુ પ્રથમ મરિયમ મગદલીની ને જેમાંથી એમણે સાત દુષ્ટાત્માઓ કાઢી હતી, દર્શન આપ્યા.

૧૦.  એણે જઈને એમના સાથીઓને જે શોકમાં ડુબેલા હતા અને રડી રહ્યા હતા, સુસમાચાર આપ્યા.

૧૧.  અને તેઓએ આ સાંભળીને કે પ્રભુ જીવિત છે, અને મરિયમે પ્રભુને જોયા છે, વિશ્વાસ ના કર્યો.

૧૨.  એના પછી પ્રભુ બીજા રુપે એ બે જણાને જે ત્યારે ગાંમની તરફ જઈ રહ્યા હતા, દર્શન આપ્યા.

૧૩.  તેઓએ પણ આવીને અન્યોને સમાચાર આપ્યા, પરંતુ તેઓએ એમની વાતનો વિશ્વાસ જ ના કર્યૌ.

૧૪.  પછી પ્રભુ એ અગ્યારોને પણ જ્યારે તેઓ ભોજન કરવા બેસેલા હતા દર્શન આપ્યા, અને તેઓના અવિશ્વાસ અને મન ની કઠોરતા પર અફસોસ કર્યો, કેમ કે જેઓએ પ્રભુના જીવી ઉઠવા પછી જ એમને જોયા હતા, ચેલાઓએ તેઓનો વિશ્વાસ જ ના કર્યો હતો.

૧૫.  અને તેઓથી કહ્યુ, “તમે આખા જગતમાં જઈને આખી સ્રુષ્ટીના લોકોને સુસમાચાર પ્રચાર કરો.”

૧૬.  “જે વિશ્વાસ કરશે અને બાપતિસ્મા લેશે એમનો જ ઉધ્ધાર થશે, પરંતુ જે વિશ્વાસ નહિ કરે એ તો (આપોઆપ) દોષી ઠરી જ જશે.”

૧૭.  “અને વિશ્વાસ કરવા વાળાઓમાં આ ચિન્હ હશે કે તેઓ મારા નામથી દુષ્ટાત્માઓને કાઢી મુકશે.”

૧૮.   “નવી નવી ભાષા બોલશે, સાંપોને ઉઠાવી લેશે, અને જો એ લોકો અજાણતાં જ નાશક વસ્તુ પી લેશે તો પણ કોઈ હાનિ નહિ થશે, તેઓ બીમારો પર હાથ રાખશે, અને એ સાજા થઈ જશે.”

સ્વર્ગારોહણ

૧૯.  ત્યારે જ પ્રભુ યીશુ ચેલાઓથી વાત કર્યા પછી સ્વર્ગમાં ઉઠાવી લેવામાં આવ્યા, અને

(પરમેશ્વર ના પુત્રના નાતે) પરમેશ્વર્ની ડાબી તરફ બેસી ગયા.

૨૦.  અને ચેલાઓએ ત્યાથી નિકળીને દરેક જગ્યાએ પ્રચાર કર્યો, અને પ્રભુ યીશુ તેઓની સાથે કામ કરતા જ રહ્યા, અને એ ચિન્હો અને ચમત્કારો દ્વારા જે સાથે સાથે થતા હતા, પરમેશ્વરના વચનને અને રાજ્યને  દ્રઢ કરતા રહ્યા. (અને સદા કરતા જ રહેશે) આમીન.

પુનરુત્થાનની પ્રાતઃ ઘટનાઓનુ પ્રુથ્થ્કરણ

આ એટલુ આસાન કામ નથી કે પ્રભુ યીશુના પુનરુત્થાનને જે ચારો સુસમાચારોમાં જે ટુકડે ટુકડે લખાયેલુ છે અને એને એકસુત્ર માં પરોવવા અને એક કથામાં સામનજસ્ય  સ્થાપિત કરવુ.  અહિયા એક વાત સ્મરણમાં રાખવી જોઈએ કે એ ઘટના જોવા વિભિન્ન મનુષ્ય સમુહો ત્યા મહાન ચમત્કાર જોવા અલગ અલગ સમય અલગ અલગ વિશ્વાસે અને શંકાએ ત્યા આવ્યા હતા, અને આજે પણ લોકો શંકાથી વાંચે અને પ્રત્યક્ષીકરણ કરવા ત્યા ભીડ્ની ભીડ અવિરત આવે જ છે. અને એ વખતે પણ પ્રભુના ખાસ ચેલાઓએ જ અવિશ્વાસ કરેલો તો બાકીની પ્રજાની વાત જ શુ કરવી? એમના ચેલાઓને અને ચેલીઓને પણ એ વખતે તો આશા જ ન હતી કે પ્રભુની વાતો જે જ્યારે જીવિત હતા કહેલી કે “હુ ત્રીજે દિવસે જીવીત થઈ ઉઠીશ,” એ અવિસ્મરીત થઈ ગયુ હતુ અથવા તો તેઓએ મહત્વ ન આપ્યુ હતુ અને ત્યા સુધી તેઓએ પણ પ્રભને સામાન્ય જાદુગર જ માની લિધેલા હતા, એટલે જ તેઓએ પણ આશા ન રાખી હતી કે પ્રભુ જીવીત થઈ ઉઠશે અને એટલે એ ચેલીઓ જ પ્રભુના શબને સુગંધી મસાલો ચોળવા (ત્યાની પ્રથા પ્રમાણે જેથી પ્રભુને સ્થાઈ દફન કરી શકે), કબર પર આવી હતી.

ખાલી કબરનુ પહેલુ દ્રશ્ય, અને સ્વર્ગદુતોની ઘોષણા કે “પ્રભુ જીવીત થઈ ઉઠ્યા છે” તેણીઓને તીવ્ર ઉત્તેજના અને આનંદથી રોમાંચીત કરી મુકી અને આનંદ, ભય, ઉત્તેજના, આશ્ચર્ય અને ગભરટથી દોડી જઈને અન્ય ચેલાઓને કહ્યુ જેમાં પ્રભુ ની માતા પોતે પણ હાજર હતા જ, એમને કેટલો આનંદ થઈ આવ્યો હશે, ધન્ય છે એ માતાને કે એમનો પુત્ર પ્રભુ થઈ ઉઠ્યો, કેટલી પવિત્ર સ્ત્રી હતી પ્રભુની માતા, જે આ પ્રુથ્વી પર અતિ દુખીયારી સ્ત્રી હતી જેની આંખોની સામે જ પોતાના કાંટાળા મુકુટથી સજ્જ પુત્રને ઢસડી ઢસડીને, સુળીના ભારથી બેહાલ કરીને ઉપરથી ચાબુકોના ફટકા ઝીલી ઝીલીને લોથપોથ અને અર્ધબેભાન અને થુંક અને પાપીઓની ભીડની ઠઠ્ઠા ભરી ચીચીયારીઓ અને પોતાના જ નિર્દોષ અને પવિત્ર અંગને પોતાની આખો સામે ખીલાઓ ઠોકી ઠોકીને સુળી પર લટકીને લોહિનિંગળતી હાલતમા જોઈને કેટલો આઘાત લાગ્યો હશે. આજ સુધી એમના જેવી દુખિયારી સ્ત્રીનુ ઐતિહાસીક અને સત્ય પાત્ર ભારતમાં ચીત્રીત થયેલુ મારા જોવામાં નથી જ આવ્યુ  (અને જેઓના વિશે દાવો કરાય છે એ પણ અતિ શંકા તેઓમાં જ ઉત્પન્ન કરે છે. કેવી દયનીયતા ભરી સ્થિતિ છે જુઠને સત્ય સાબિત કરવા પણ જુઠ્ઠાણુ હજારો સંસ્થાઓ એ ચલાવવુ પડે છે), (હા કદાચ આવી સત્ય અને જીવીત  હજ્જારો માતાઓ અછુતોના, ગરીબોના, કંગાલોના, અન્યધરમીઓના ઝુંપડાઓમાં, ચોરીના કે અન્ય ખોટા ગુનાઓમાં પોલીસો દ્વારા કે અન્ય જોરાવરો દ્વારા માર ખાતા ઘણી માતાઓ ગુજરાતમાં જ શુ, આખાયે ભારતમાં જોવા તો મળે જ છે, પણ શુ કરે બીચારા શુદ્રો, ગરીબ, કંગાલ, અભણ તો વકિલ અથવા ન્યાયાધીશનુ ભણતા જ નથીને, અને ભણે છે તો શુદ્રો, ગરીબો, કંગાલો માટે લડતા નથી, એ નમાલાઓને પણ ધન કમાવુ છે, અને ઉજળાઑની ફુસલામણમાં ફુગ્ગો બનીને હવામાં ઉડવુ છે એટલે તો આંબેડકરનો પુનઃજન્મ નથી થતો)

૧.   સુર્યોદયની પ્રથમ કિરણો સાથે જ બે અથવા અધિક સમુહમાં સ્ત્રીઓ, યરુશલેમમાં પોતાના ઘરોથી સંભવતઃ એક કે બે માઈલ દુરથી, કબર તરફ ચાલી નિકળી હ્તી.

૨.   એ પણ સંભવ છે; કે એ જ સમયે જ્યારે પ્રભુ યીશુ પોતાની કબરમાંથી બહાર આવી રહ્યા હતા અને સ્વર્ગદુતો સાથી જેઓએ કબરનો પથ્થર સરકાવ્યો  હતો.

૩.

Read Full Post »