Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘બાઈબલના’

હુ નાનો હતો એટલે ૬ કે ૮ માં ધોરણ માં હોઈશ કદાચ ત્યારની વાત છે. હુ મોસાળમાં જ મોટો થેયલો છુ, મારા સંસ્કાર, મારુ ભણતર, મારા લગ્ન પણ મારા મોસાળિયાઓ ને ત્યાં મારી માસી ને ત્યા થયેલા કેમ કે મારી મમ્મી વિધવા હતી અને મારા પપ્પા તો ૧૯૭૨ માં જ સ્વર્ગવાસી થઈ ગયેલા.

મારા નાના ખુબ જ ભક્તિભાવ વાળા હતા. કાલીના ભક્ત જેને લોકો માતા કહે છે, હુ પણ કહેતઓ અને ડરતો પણ જો કે હવે નથી ડરતો, એ મારાથી ડરે છે કેમ કે હુ પ્રભુ યીશુનો પુત્ર બની ગયો છુ. ત્યારે દરરોજ મંગળવારે અમારે ઘેર હિંદુ  ભજન-કિર્તન તો થતાં જ જે લગભગ ૨૦-૨૨ વરસ ચાલેલા. આ ભજન-કિર્તનો રાતના ૨ વાગ્યા સુધી ચાલતા. ત્યારે તો અમે ગ્રાંટરોડપર મિનર્વા સિનેમાની પાછળની ઘાસગલ્લીની ચાલીમાં રહેતા. અને સવારે છ વાગે પાડોશીઓને નોકરી પર જવાનુ રહેતુ, મારા નાનાને પણ, એટલે લોકોનો છુપો વિરોધ તો રહેતો જ. પણ છતાંય કિર્તનો તો ચાલુ જ રહેતા. વરસાદ માં તો તકલીફ પડતી તોયે લોકો આવતા. ક્યારે તો બે-ત્રણ જણા જ હોય અને ક્યારેક ૪૦-૫૦ હોય.

વાત જાણે એમ છે કે મારા મામા કાલીના સખ્ત ભક્ત, અને બે કલાક તો પુજાપાઠ કરતા જ કરતા. ૩x૨ ચાંદિનુ મંદિર હતુ એને ધોવાનુ, ચમકાવવાનુ, મુર્તીઓને નવડાવવાની, પંચામ્રુત ચડાવવાનુ પછી ટીકા માંડાવા, હાર ચડાવવા, વગેરે વગેરે વિધિ પછી આર્તી પછી માળા અને પછિ ધ્યાન આવો નિત્યક્રમ મારા નાના, મામા અને માસી વગેરે કરતા, ક્યારેક ક્યારેક હરીફાઈ પણ થઈ જતી એવુ મને લાગતુ હો. પછી તો મને પણ રંગ ચડી ગયેલો અને હુ પણ માળા, ધ્યાન અને આ બધિ વિધિઓ કરતો જે લગભગ મારા લગ્ન થયા ત્યા સુધી ચાલુ રાખેલુ. લગ્ન પછી મને ધનની જરુરત પડવા લાગી એટલે ધનલક્ષ્મીની પુજા કરવા લગી ગયેલો. કેમ કે કાળી તો ધન ન આપે, એ તો મારવાનુ કામ કરતી, અને લક્ષ્મી ધન આપે એ મારવાનુ કામ ન કરે. બુધ્ધિ વળી સરસ્વતી આપે, શક્તિ તો વળી બીજુકોઈ, આવી અલગ અલગ ભક્તિ કરવામાં મારા ઘુંટણો દુખવા લાગતા, કેમ કે ઓછામા ઓછા બે કલાક તો લાગતાને.

મુદ્દાની વાત હવે આવે છે. જે મારા બાળપણમાં થયેલી એ હતી.

એક વખત મારા મામા અચાનક ધુણવા લાગ્યા, જે મારા ઘરમાં કોઈ ધુણતુ ન હતુ. નવરાત્રી વખતે બે માતાજીઓ આવી જતી. એક્નુ નામ રુડી માતાજી અને એક તો મારા મામાના માસીયાઈ સાસુ એટલે કે મારી મામીના સગ્ગા માસી હતા. તેઓ હાથમાંથી કંકુ પણ કાઢતા. પણ એમની પાસે ગુંગળામણ કરી નાંખે એવી ઘુટન મહેસુસ થતી, હુ ક્યારેય પણ એમની પાસે બેસ્તો જ નહિ. અને રુડી માતાજીને, જે લગભગ એકલા જ રહેતા, અમદાવાદના હતા પણ મુંબઈમાં એમનુ મન રમી ગયુ હતુ. એટલે અમારી ચાલીના છેવાડે એક મોટા ફેમીલીમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા.

લોકો એમને ઉપરછલ્લુ જ માન તો આપતા પણ સન્માન તો અમારા ધરમાં જ થતુ. કેમ કે અમે લોકોમાં અંધશ્રધ્ધાળુ કહેવાતા.

મુદ્દાની વાત, કે મારા મામા ધુણતા ધુણતા બોલવા લાગ્યા “હુ કાળી છુ, કોઈને કાઈ પુછવુ હોય તો પુછો” અને પછી તો આ સિલ્સિલો થોડા મહિના ચલ્યો પછી અચાનક બંદ પડી ગયો.

વાત જાણે એમ હતી કે મારા મામા પ્રથમ લગ્ન થયેલા અને એમના સસરા મારા નાનાની ભોળી ભક્તિ ભાળીને મારા નાનાને એમની દિકરી માટે મારા મામાને માંગી લિધેલા. અને મારા નાના ખુશ થઈને લગ્ન કરાવી દિધેલા.  હવે વાત જાણે એમ આગળ છે કે …..

આગળ વાંચવા અહિયા ક્લિક કરો

(અધુરુ છે)

Read Full Post »