Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘સંત એલિયા’

ઈઝરાયેલનો રાજા આહાબ નો રાજ્યારંભ (૧લા રાજાઓ.૧૬.૨૯-૩૪)  (યહુદીયા – ઈઝરાયેલ

૨૯.   યહુદિયાનો રાજા આસા ના ૩૮ માં વર્ષમાં ઓમ્રી નો પુત્ર આહાબ ઈઝરાયેલ પર રાજ્ય કરવા લાગ્યો, અને ઈઝરાયેલ પર શોમરોન માં ૨૨ વર્ષ સુધી રાજ્ય કરતો રહ્યો.

૩૦.   અને ઓમ્રીનો પુત્ર આહાબે એ સૌથી વધુ, જે એના પહેલા હતા, એ કામો કર્યા જે પરમેશ્વર (યહોવા) ને દ્રષ્ટીમાં ઘ્રુણિત હતા.

૩૧.   એણે તો નાબાતના પુત્ર યરોબામ ના પાપોમાં ચાલવાને હલ્કી વાત માનીને, સીદોનીયો ના રાજ એતબાલ્ની બેટી ઈઝાબેલને પરણીને બાલ દેવતાની ઉપાસના કરી અને એને દંડવત કર્યા.

૩૨.   અને એણે બાલ નુ એક ભવન શોમરોનમાં બનાવી અને બાલની એક વેદી બનાવી (જેથી પશુ બલિ, પુત્ર બલી ચઢાવી સકે).

૩૩.   અને આહાબને એક અશેરા દેવી પણ બનાવી, પરંતુ એણે એ બધા ઈઝરાયેલી રાજાઓથી વધુ પાપો કર્યા જે એનાથી પહેલા હતા, અને એમ કરીને એણે પરમેશ્વરને ક્રોધીત થવાના કમો કર્યા.

૩૪.   એના દિવસોમાં બેથેલવાસી હીએલે યરીહોને ફરીથી વસાવ્યુ; જ્યારે એણે એનો પયો નાંખ્યો ત્યારે એનો સૌથી મોટો પુત્ર અબીરામ મરી ગયો, અને જ્યારે એણે એના ફાટકો ઉભા કર્યા ત્યારે એનો નાનો પુત્ર સગુબ મરી ગયો, આ પરમેશ્વરના વચન અનુસાર જ થયુ, જે પરમેશ્વરે નુન ના પુત્ર યહોશુ દ્વારા કહેવડાવ્યા હતા.

ભવિષ્યવક્તા (નબી) સંત એલિયા અને એના ચમત્કારો (૧ રાજાઓ. ૧૭)

૧.   અને તિશબી એલિયાહ જે વિલાદ ના પરદેસીઓમાંથી હતો, એણે આહાબને કહ્યુ, ઈઝરાયેલનો પરમેશ્વર યહોવા જેની સમ્મુખ હુ ઉપસ્થિત રહુ છુ, એમના જીવન-સામર્થની સોગંદ આ વર્ષોમાં મારા કહ્યા સિવાય, નતો વર્ષા મેહ વર્ષાવશે, અને ના તો ઔંસ પડશે.

૨.   ત્યારે પરમેશ્વર યહોવાહ નુ આ વચન એલિયા પાસે આવી પહોચ્યું.

૩.   કે અહિયાથી નીકળીને પુર્વ તરફ જઈને કરીત નામના નાળા પાસે, જે યરદન નદીની સામે છે જઈને છુપાઈ જા.

૪.   એ નાળાનુ પાણી તુ પિધા કરજે, અને મે કાગડાઓને આગ્યા આપી છે કે એ તારા માટે જમણનો બંધોબસ્ત કરે.

૫.   પરમેશ્વર યહોવાનુ આ વચન માનીને એલિયા યરદન નદીની સામેના કરીત નામના નાળા પસે જઈને છુપાઈ રહ્યો.

૬.   અને પરોઢિયે અને સંધ્યા સમયે કાગડાઓ એલિયા પાસે રોટલી અને માંસ લાવ્યા કરતા હતા અને એ નાળામાંથી પાણી પીધા કરતો હતો.

૭.  કેટલાક દિવસો પછી એ દેશમાં વર્ષા જ વરસવાથી એ નાળો સુકાઈ ગયો.

એલિયા અને સારાપતની વિધવા

૮.     ત્યારે યહોવા પરમેશ્વરનુ આ વચન એલિયા પાસે પહોચ્યું.

૯.     કે નીકળીને સિદોન ની સારાપત નગરમાં જઈને ત્યાં રહેજેઃ સાંભળ, મેં ત્યાની એક વિધવાને તારા જમાડવાની આજ્ઞા આપી છે.

૧૦.   એટલે એલિયાહ ત્યાંથી ચાલી નિક્ળ્યો, અને સારાપત ગયો, નગરના ફાટક પાસે પહોંચીને એણે શુ જોયુ કે, એક વિધવા લાક્ડીઓ વીણી રહી હતી, એને બોલાવીને એ વિધવાથી કહ્યુ, કોઈ પાત્રમાં મરા પીવા થોડુ પાણી લઈ આવ.

૧૧.     જ્યારે એ લેવા જઈ રહી હતી, ત્યારે એલિયાએ એને બુમ મારીને કહ્યુ કે તારા હાથમાં એક ટુકડો રોટલીનો પણ મારી પાસે લેતી આવ.

૧૨.     એ વિધવાએ કહ્યુ, તારા પરમેશ્વર યહોવાના સામર્થી જીવનની સોગંદ કે મારી પાસે એક પણ રોટલી નથી કેવળ ઘડામાં મુઠ્ઠી ભર મેંદો અને કુપ્પીમાં થોડુ ક જ તેલ છે, અને હુ એક બે લાકડી વીણીને લઈ જાઉ છુ, જેથી મારા અને મારા પુત્ર માટે જઈને રોટલી ઘડુ, અને અમે એ જમીને પછી મરી જઈએ.

૧૩.    એલિયાએ એ વિધવાથી કહ્યુ, ના ડર; જઈને આપણી વાતો અનુસાર કર, પરંતુ પહેલા મારા માટે એક નાનકડી રોટલી બનાવીને મારી પાસે લઈ આવ, એ પછી જ તારા અને તારા પુત્ર માટે બનાવજે.

૧૪.    કેમ કે ઈઝરાયેલના પરમેશ્વર યહોવા એમ કહે છે કે જ્યા સુધી ભુમિ પર મેહ ના વરસાવીશ ત્યા સુધી ન તો એ ઘડામાનો મેદો ઘટશે અને ના તો એ કુપ્પીમાનુ તેલ ઘટવા પામશે.

૧૫.    ત્યારે એ વિધવા ત્યાંથી નિકળીને એલિયાના વચન અનુસાર કર્યુ, ત્યારથી જ એ અને એ વિધવા સ્ત્રી અને એના ઘરના સર્વ ઘણા દિવસો સુધી ખાતા રહ્યા.

૧૬.    પરમેશ્વર યહોવાના એ વચન અનુસાર જે એલિયા દ્વાર કહેવાયુ હતુ, ના તો એ ઘડામાનો આટો ઘટ્યો, અને ના તો એ કુપ્પીમાં નુ તેલ ઘટ્યુ.

૧૭.    આ વાત પછી એ સ્ત્રીનો બેટો જે ઘરની માલિકણનો હતો, રોગી થયો, અને એ રોગ એટલો તો એટલે સુધી વધ્યો કે એનો સ્વાસ લેવાનુ જ બંદ થઈ ગયુ.

૧૮.     ત્યારે એ એલિયા થી કહેવા લાગે, હે પરમેશ્વરના જણ ! મારુ તારાથી શુ લેવા દેવા? શું તુ એટલા માટે મારે ત્યાં આવ્યો કે મારા બેટાની મ્રુત્યુનુ કારણ બને અને મારા પાપોનુ સ્મરણ કરાવે?

૧૯.     અને એલિયાએ એ વિધવાને કહ્યુ મને તારો પુત્ર મને દે, ત્યારે એલિયા એ ને ગોદમાં લઈને એ અટારી પર લઈ ગયો જ્યા એ પોતે રહેતો હતો, અને પોતાના પલંગ પર સુવડાવી દિધો.

૨૦.    ત્યારે એણે પરમેશ્વર યહોવાને પુકારીને કહ્યુ, હે મારા પરમેશ્વર યહોવાહ ! શું તમે આ વિધવાના પુત્રને મારી નાખીને, જેને ત્યા હુ રોકાયેલો છુ, એના પર પણ વિપત્તિ લઈ આવો છો?

૨૧.    ત્યર પછી એ બાળક ઉપર પોતે જ પ્રસરી ગયો અને પરમેશ્વર યહોવાથી પુકારીને કહ્યુ, હે મારા પરમેશ્વર યહોવાહ !  આ બાળકના પ્રાણ ફરી પાછા આમાં નાંખી દો.

૨૨.    એલિયાની આ વાત પરમેશ્વરે માની લીધી, અને બાળક નો પ્રાણ એનામાં ફરીથી આવી ગયા અને એ જીવી ઉઠ્યો.

૨૩.     ત્યારે એલિયા એ બાળકને અટારી પરથી નીચે ઘરમાં લઈ આવ્યો, અને એલિયાએ “લે તારો પુત્ર જીવીત છે” એમ કહીને એની માતાના હાથમાં સોંપી દિધો.

૨૪.    એ સ્ત્રીએ કહ્યુ કે હવે મને ખાતરી થઈ ગઈ કે તુ પરમેશ્વરનો જ જણ છે, અને યહોવાના જે વચન તારા મુખેથી નિકળે છે એ સત્ય થઈ જાય છે.

એલિયાહ અને ઓબદ્યા (૧રાજા.૧૮.૧-૧૫)

૧.     ઘણા દિવસો પછી, તીસરા વર્ષે પરમેશ્વર યહોવાનુ આ વચન સંત એલિયા પાસે પહોંચ્યુ, કે “જઈને પોતાને રાજા આહાબને દેખાડે અને હુ ધરતી પર વર્ષા વરસાવીશ.”

૨. ત્યારે સંત એલિયા પોતે આહાબની સમક્ષ રજુ થયો અને એ વખતે શોમરોનમાં ભયંકર દુષ્કાળ છવાયેલો હતો.

૩. એટલે અહાબે પોતાનો દિવાન જેનુ નામ ઓબધ્યા હતુ બોલાવ્યો.

૪. ઓબધ્યા તો યહોવા પરમેશ્વરનો ભય માનતો જ હતો કે જ્યારે ઈઝાબેલ યહોવા પરમેશ્વરના નબીઓનો નાશ કરતી હતી, ત્યારે ઓબધ્યાએ એક સો નબીઓને લઈને પચાસ પચાસ કરીને ગુફાઓમાં છુપાવી રાખ્યા; અને અન્ન અને જળ પહોચાંડીને તેઓનુ પાલન પોષણ કરતો રહ્યો.

૫. અને અહાબે ઓબધ્યાને કહ્યુ કે દેશમાં જળ ના બધા જ સ્રોતો અને બધી નદીઓની પાસે જા, કદાચિત એટલુ ઘાસ મળી આવે કે આપણે ઘોડાઓ અને ખચ્ચરોને બચાવી શકીએ.

૬.  અને આપણા સર્વ પશુઓ મરી ન જાય. અને તેઓએ આપસમાં દેશને વહેંચી લીધો જેથી એમા થઈને વિચરે; એક તર આહાબ અને બીજી તરફ ઓબધ્યા ચાલ્યો.

૭.  ઓબધ્યા જ્યારે માર્ગમાં જ હતો, કે એલિયા સંત એને મળ્યા; એને ઓળખીને એ એમને મોઢેભર થઈને પ્રણામ કર્યા, અને કહ્યુ હે મારા પ્રભુ એલિયા, શુ તમે પોતે છો?

૮.  એલિયા સંતે કહ્યુ હા હુ જ છુઃ જઈને પોતાના સ્વામીને કહે એલિયા મળી ગયો છે.

૯. ઓબધ્યાએ કહ્યુ, મે એવુ તે કયુ પાપ કર્યુ છે કે તમે મને મારી નંખાવવા માટે અહાબને હવાલે કરવા ચાહે છે?

૧૦. તમારા પરમેશ્વર યહોવાના જીવનની સોગંદ કોઈ એવી જાતિ કે રાજ્ય નથી; જેમાં મારા સ્વામીએ આપને શોધવા લોકો ન મોકલ્યા હોય, અને જ્યારે એ લોકોનએ કહ્યુ કે એલિયા સંત ત્યા નથી, ત્યારે આહાબે એ રાજ્ય અને એ જાતિઓને શપથ ખવડાવ્યા હતા કે સંત એલિયા નથી મળ્યા.

૧૧.  અને જ્યા તમે જ કહો ચો કે જઈને પોતાના સ્વામીને કહે કે એલિયા સંત મળી ગયા છે.

૧૨. પછી જેવુ હુ આપની પાસેથી જતો રહીશ, એવા જ પરમેશ્વર યહોવાનો આત્મા આપને ન જાણે ક્યાં ઉઠાવીને લઈ જશે, એટલે જ્યારે હુ જઈને અહાબને બતાવીશ, અને તમે એમને નહિ મળશો, ત્યારે તો એ મને મારી જ નાંખશે; પરંતુ હુ તો આપનો દાસ મારા બાળપણથી જ યહોવા પરમેશ્વરનો ભય માનતો આવ્યો છુ.

૧૩.  શુ મારા પ્રભુને આ જણાવવાંમાં નથી આવ્યુ, કે જ્યારે ઈઝાબે યહોવા પરમેશ્વરના નબીઓને ઘાત કરતી હતી ત્યારે મે શું શું કર્યુ હતુ? કે યહોવ પરમેશ્વરના નબીઓમાંથી એકસો લઈની પચાસ પચાસ કરીને ગુફાઓમાં છુપાવી રાખ્યા હતા, અને તેમને અન્ન અને જળ આપીને પોષતો રહ્યો.

૧૪.  હવે તમે જ કહો છે, કે જઈને પોતાના સ્વામીને કહુ, કે એલિયા સંત મળી ગયા છે ! ત્યારે તો એ મને ઘાત જ કરશે.

૧૫. એલિયા સંતે કહ્યુ, સેનાઓનો પરમેશ્વર યહોવા જેની સમક્ષ હુ રહ્યા કરુ છુ, એમના જીવનની સોગંદ, આજે જ હુ મારા પોતાને દેખાડીશ.

†   કર્મેલ પર્વત પર સંત એલિયા

૧૬.  ત્યાર પછી ઓબધ્યાહ રાજા અહાબને મળવા ગયો અને સંત એલિયાના સમાચાર જણાવ્યા, એટલે અહાબ એલિયાને મળવા ચાલ્યો.

† ૧૭.   સંત એલિયા ને જોતા વેંત જ અહાબે કહ્યુ, ઈઝરાયેલને સતાવનાર શુ તુ જ છે?

† ૧૮.    સંત એલિયાહે જવાબ આપ્યો, મે તો ઈઝરાયેલને કષ્ટ નથી આપ્યુ પણ તે અને તારા પિતાના ઘરનાએ જ ઈઝરાયેલને કષ્ટ આપ્યુ છે, કેમ કે તમે લોકો પરમેશ્વર યહોવાની આજ્ઞાઓને ટાળીને બાલ દેવતાની ઉપાસના કરવા લાગ્યા છો.

†  ૧૯.  હવે તારા દુતોને મોકલ અને આખા ઈઝરાયેલને અને બાલ દેવતાના સાડા ચારસો નબિઓ અને અશેરા દેવીના ચાર સો નબિઓ જે ઈઝાબેલની મેજ ઉપર મેજબાની કરતા હોય છે, મારી પાસે કર્મેલ પર્વત પર એકઠા કરી લે.

†  ૨૦.   ત્યારે આહાબે સર્વ ઈઝરાયેલીઓને બોલાવી લેવા દુતોને મોકલી આપ્યા અને બધા જ નબીઓને કર્મેલ પર્વત ઉપર એકઠા કર્યા.

†  ૨૧.   અને સંત એલિયાએ સૌ ની પાસે આવીને કહેવા લાગ્યા, તમે લોકો ક્યાં સુધી બે વિચારોમાં લટક્યા કરશો, જો યહોવા પરમેશ્વર જ હોય, તો એમની આજ્ઞા પ્રમાણે ચાલો, અને જો બાલ દેવતા હોય તો, એની પાછળ જ ચાલો. લોકોએ એમને ઉત્તરમાં એક પણ શબ્દ ના કહ્યો.

†  ૨૨.   ત્યારે સંત એલિયા સૌને કહેવા લાગ્યા, કે યહોવા પરમેશ્વરના નબિઓમાંથી હવે કફ્ત હુ એક્લો જ રહી ગયો છુ; અને બાલ દેવતાના સાડા ચારસો માણસો છે.

†  ૨૩.   એટલે બે વાછડાઓ લાવીને અમને આપો, અને એમાંથી એક પોતાના માટે લઈને એનો વધ કરીને એના ટુકડાઓ લાકડા પર રાખી દો, અને આગ ના લગાડવામાં આવે, અને હુ એક બીજા વાછડાને એવી જ રીતે તૈયાર કરીને લાકડાઓ પર રાખીશ, અને આગ ના લગાવીશ.

†  ૨૪.   ત્યારે તમે તમારા દેવતાઓને પ્રાર્થના કરજો, અને હુ યહોવા પરમેશ્વરને પ્રાર્થના કરીશ; અને જે આગ વર્ષાવીને ભોગ લે અને ઉત્તર આપે એ જ પરમેશ્વર ઠરે. ત્યારે સર્વ લોકો બોલી ઉઠ્યા, કે હા, સારી વાત છે.

†  ૨૫.   અને સંત એલિયા એ બાલ ના નબીઓને કહ્યુ કે પહેલા તમે લોકો પ્રાર્થના કરો, કેમ કે તમે લોકો ઘણા છો, એટલે તમારા દેવતાને પ્રાર્થના કરજો પણ આગ ના લગાડતા.

†  ૨૬.   ત્યારે તેઓએ એ વાછરડાને વધ કરીને પરોઢિયાથી લઈને બપોર સુધી તેઓ એમ કહેતા રહ્યા કે હે બાલ અમારી સાંભળ, હે બાલ અમારી સાંભળ ! પરંતુ ના કોઈ શબ્દ અને ના કોઈ ઉત્તર આપે એવુ થયુ. ત્યારે તેઓ એ પોતે જ બનાવેલી વેદી ઉપર નાચવા-ગાવા અને કુદવા લાગ્યા.

†  ૨૭.   બપોરના સંત એલિયાએ એવુ કહીને તેઓની ઠઠ્ઠા ઉડાવી કે હજુ ઉંચે અવાજે પુકરો, એ તો દેવતા છે; એ તો ધ્યાન માં બેઠો હશે, અથવા ભ્રમણ કરવા ઉપડી ગયો હશે, અને હા કદાચ એમ પણ હોઈ શકે કે એ સુતો હોય એને ઉઠાડવો જ જોઈએ.

†  ૨૮.   અને બાલના નબીઓએ વધુ જોર લગાવીને પુકારી પુકારીને પોતાની રીતે છુરીઓ અને બરર્છીઓથી ત્યા સુધી ઘાયલ કરી નાંખ્યા કે તેઓ લોહલુહાણ થઈ ગયા.

†  ૨૯.    તેઓ આખી બપોર જ શું, ભોગ ચઢાવવાના સમય (સંધ્યા) સુધી નબુવત કરે રાખી, પરંતુ કોઈ શબ્દ ના સંભળાયો, અને ના તો કોઈ ઉત્તર આપ્યો કે ના તો એમના તરફ કાન લગાવ્યો.

†  ૩૦.    ત્યારે સંત એલિયાએ સૌને કહ્યુ, મારી નજીક આવો, અને સર્વ એમની પાસે આવ્યા. ત્યારે એમણે પરમેશ્વરની ભોગ લગાવવાની વેદી જે તોડી પાડવામાં આવી હતી, મરમ્મ્ત કરી ને તૈયાર કરી.

†  ૩૧.    પછી સંત એલિયાએ યાકુબ (જેનુ નામ પરમેશ્વરે પોતે જ ઈઝરાયેલ એટલે કે “પરમેશ્વરની ચુંટેલી ખાસ પ્રજા” રાખ્ય હતુ) ના પુત્રોની ગણતરી મુજબ, જેમની પાસે પરમેશ્વર યહોવાની આ વાચા પહોચી હતી,

†  ૩૨.   કે “આજથી તારુ નામ ઈઝરાયેલ થશે” બાર પથ્થરો ચુંટ્યા, અને એ પથ્થરો થી પરમેશ્વર યહોવાની એક એક વેદી બનાવી; અને એના ચારો તરફ એટલો મોટો ખાડો ખોદાવ્યો કે એમા બે સવા બે મણ દાણા સમાઈ શકે.

†  ૩૩.   ત્યાર પછી સંત એલિયાએ વેદી ઉપર લાક્ડાઓ ગોઠવ્યા અને ભોગ ચડાવેલા વાછડાના ટુકડાઓ વેદી ઉપર મુક્યા, અને કહ્યુ, કે ચાર મોટા મોટા ધડા પાણીના ભરેલા હોમબલિ ઉપર, પશુ ઉપર અને લાકડાઓ ઉપર ઢોળી દો.

†  ૩૪.   એ થઈ ગયા પછી, એમણે કહ્યુ કે હવે ફરીથી એમ જ કરો, ત્યારે લોકોએ ફરીથી બીજી વખત એ વેદીને પલાળી, સંતે ફરીથી કહ્યુ, ફરી પાછુ ત્રીજી વખત એમ જ કરો, લોકોએ ફરીથી એમજ કર્યુ.

†  ૩૫.   અને જ્ળ વેદીની ચારો તરફ વહી ગયુ અને ખાડા પાણીથી છલકાઈ ગયા.

†  ૩૬.  ત્યાર પછી ભોગ ચડાવવા માટે સંત વેદીની પાસે આવીને કહેવા લાગ્યા, હે ઈબ્રાહીમ, ઈસ્સાક અને ઈઝરાયેલના પરમેશ્વર યહોવા ! આજે આ પ્રગટ કરો કે ઈઝરાયેલમાં ફક્ત તમે જ પરમેશ્વર છો, અને હુ આપનો દાસ છુ, અને મે આ સર્વ તમારી આજ્ઞા મળ્યા પછી જ કર્યુ છે.

†  ૩૭.  હે પરમેશ્વર યહોવા ! મારી સાંભળી લો, મારી સાંભળી લો, કે આ લોકો જાણી લે કે હે યહોવા તમે જ પરમેશ્વર છો, અને તમે જ એમના મન ને પલટાવી લાવો છો.

†  ૩૮.  ત્યારે યહોવા પરમેશ્વરની આગ આકાશમાંથી પ્રગટ થઈ અને હોમબલિના લાકડાઓ પથ્થરો ધુળ સમેત ભસ્મ થઈ ગયા અને ખાડામાનુ પાણી પણ સુકાઈ ગયુ.

†  ૩૯.   આ જોઈ ને સર્વ કોઈ મોઢાભેર પડીને બોલી ઉઠ્યા, યહોવા પરમેશ્વર છે, યહોવા જ પરમેશ્વર છે

†  ૪૦.  ત્યારે સંતે કહ્યુ કે બાલ દેવતાના સર્વ નબીઓને પક્ડીલો, એમાંથી એક પણ છુટવા ન પામે, ત્યારે તેઓએ બાલ દેવતાના સર્વ નબીઓને પકડી લીધા, અને સંતે તેઓને કિશોન નામના નાળામાં લઈ જઈને ઘાત કર્યા.

†  ૪૧.   પછી સંતે રાજા અહાબને કહ્યુ, ઉઠ, ખા, પી, કેમ કે ભારી વર્ષાનો ગડગડાટ સંભળાઈ રહ્યો છે.

†  ૪૨.   ત્યારે રાજા અહાબ જમવા જતો રહ્યો અને સંત એલિયા કર્મેલ પર્વતની ચોટી પર ચડી ગયા, અને ભુમી પર પડીને પોતાનુ મોઢુ પોતાના ઘુંટ્ણોની વચ્ચે નાખી દીધુ.

†  43.   અને સંતે એમના સેવકને કહ્યુ જઈને પર્વત પરથી સમુદ્ર પર દ્ર્ષ્ટી કરીને જો, ત્યારે એ સેવકે એમના કહ્ય પ્રમાણે જઈને જોયુ અને આવીને કહ્યુ કશુ જ નથી જણાતુ. સંત એલિયાએ એને કહ્યુ ફરીથી સાત વખત જઈને જો.

† ૪૪.   સાતમી વખતે જ્યારે એ સેવકે આવીને કહ્યુ કે દુર દુર મનૂષ્યના હાથ જેવડુ એક વાદળ દ્રષ્ટીગોચર થાય છે. સંતે એને કહ્યુ કે જઈને આહાબ ને કહે કે “જલ્દીથી રથ જોડીને નીચે જતો રહે, રખેને તુ ભારી વરસાદને કારણે એ અહિયા જ અટકી પડે.”

† ૪૫.   થોડીક જ વારમાં આખુ આકાશ વાયુ થી ઉડી આવેલી ઘટાઓથી અને આંધીથી કાળુ થઈ ગયુ અને જોરદાર વર્ષા વરસવા લાગી; અને આહાબ સવાર થઈને ઈઝરાયેલ તરફ ચાલ્યો.

† ૪૬.   ત્યારે યહોવા પરમેશ્વરની શક્તિ સંત એલિયા ઉપર એવી મંડાણી કે તેઓ કમર કસીને અહાબની આગળ આગળ ઈઝરાયેલ સુધી દોડતા ચાલ્યા ગયા.

†  સંત એલિયાહ હોરેબ પર્વત પર (૧ રાજાઓ.૧૯)

†  ૧.   ત્યારે અહાબે એની પત્ની રાણી ઈઝાબેલને સંત એલિયાના સર્વ કામો જે એમણે બાલના નબીઓના માથા તલવારથી કલમ કર્યા હતા એ સવિસ્તાર કહી સંભળાવ્યા.

†  ૨.   ત્યારે ઈઝાબેલે સંત પાસે એક દુત મોકલી કહેવડાવ્યુ કે જો આવતી કાલે આ સમય સુધી તારો પ્રાણ એ નબીઓ જેવો ના કરુ તો બાલ દેવતા મારી જોડે એવુ જ અથવા એથીયે વધુ કરે.

† ૩.   આ જોઈ સંત એલિયા પોતાના પ્રાણ લઈને ભાગી નિકળ્યા અને યહુદિયાના બેર્શેબા પહોચીને પોતાના સેવકને ત્યાંજ છોડી દીધો.

† ૪.   અને પોતે જંગલમાં એક દિવસના માર્ગ પર જઈને એક ઝાઉના વુક્ષ તળે બેસી ગયા, ત્યા તેઓએ એવુ કહીને  પોતાની મ્રુત્યુ માંગી કે હે યહોવા બસ છે હવે, હવે મારા પ્રાણ લઈ લો, કેમ કે હુ મારા પુર્વજો કરતા સારો નથી.

† ૫.   તેઓ એ વ્રુક્ષની તળે જ સુઈ ગયા અને જુઓ એક સ્વર્ગ દુતે એમને અડીને કહ્યુ ઉઠો અને જમો.

† ૬.   તેમણે દ્રષ્ટી કરી ને શુ જોયુ કે એમને માથે પથ્થરો પર એક શેકેલી રોટલી અને એક સુરાહી પાણી રાખેલુ હતુ; ત્યારે તેમણે જમ્યુ અને પીધુ અને ફરીથી સુઈ ગયા.

† ૭.   બીજી વખતે યહોવા પરમેશ્વરના દુતે આવીને એમને અડીને કહ્યુ, ઉઠો જમી લો તમારે ઘણી લાંબી મજલ કાપવાની છે.

† ૮.   ત્યારે સંતે ઉઠીને જમ્યા અને પાણી પીધુ અને એ ભોજનથી બળ પામીને ચાલીસ દિવસ રાત ચાલીને પરમેશ્વરના હોરેબ પર્વત પર પહોંચ્યા.

સંત એલિયા સમક્ષ પરમેશ્વરનુ પ્રગટી કરણ

† ૯.   ત્યા એક ગુફામાં જઈને રોકાઈ ગયા અને યહોવાનુ આ વચન એમની પાસે પહોચ્યુ, કે હે એલિયા તારુ અહિયા શુ કામ છે?

† ૧૦.  સંતે કહ્યુ કે સેનાઓના પરમેશ્વર યહોવા નિમિત્તે મને ખુબ જ જલન થઈ રહી છે, કેમ કે ઈઝરાયેલીઓઅએ તમારી વાચા ટાળી નાખી છે અને તમારી વેદીઓને તોડી પાડી છે, અને તમારા નબીઓને તલવારોથી ઘાત કર્યા છે, અને હવે હુ જ એકલો રહી ગયો છુ અને તેઓ મારા પ્રાણને પણ હરવા માંગે છે.

† ૧૧.    પરમેશ્વરે સંતને કહ્યુ કે, નિકળીને યહોવાની સામે પર્વત પર ઉભો રહે. અને યહોવા પરમેશ્વર સંતની પાસેથી ગુજરી ગયા અને યહોવાની સામેથી એક પ્રચંડ આંધી ચાલી જેથી પહાડ ફાટવા લાગ્યા અને ચટ્ટાનો તુટવા લાગી, તો પણ પરમેશ્વર યહોવા એ આંધીમાં ન હતા; એ આંધી પછી ભુકંપ થયો, તો પણ યહોવા પરમેશ્વર એમાં પણ ના હતા.

† ૧૨.   પછી ભુકંપ પછી આગ દેખાણી, તો પણ યહોવા પરમેશ્વર એમાં પણ ના હતા; પછી એ આગ પછી એક દબાયેલો ધીમો અવાજ સંભળાયો.

† ૧૩.   એ સાંભળતા વેંત જ સંત પોતાના મોંઢાને ચાદરથી ઢાંકી લીધુ, અને બહાર જઈને ગુફાના મોઢા આગળ ઉભા રહી ગયા. પછી એમને એક શબ્દ સંભળાયો કે હે એલિયા અહિયા તારુ શું કામ છે?

† ૧૪.  સંતે કહ્યુ કે સેનાઓના પરમેશ્વર યહોવા નિમિત્તે મને ખુબ જ જલન થઈ રહી છે, કેમ કે ઈઝરાયેલીઓએ તમારી વાચા ટાળી નાખી છે અને તમારી વેદીઓને તોડી પાડી છે, અને તમારા નબીઓને તલવારોથી ઘાત કર્યા છે, અને હવે હુ જ એકલો રહી ગયો છુ અને તેઓ મારા પ્રાણને પણ હરવા માંગે છે.

† ૧૫.   પરમેશ્વર યહોવાએ કહ્યુ, પાછા જઈને દમાસ્કસના જંગલમાં જા, અને ત્યા પહોંચીને અરામના રાજા તરીકે હજાએલના

† ૧૬.   અને ઈઝરાયેલના રાજા થવા માટે નિમશીનો પૌત્ર યેહુનો અને તારા સ્થાન પર નબી થવા માટે આબેલ્મહોલાનો શાપાત નો પુત્ર એલીશાનો અભિષેક કર.

† ૧૭.   અને હજાયેલની તલવારથી જે કોઈ બચશે એને યેહુ ઘાત કરશે અને જે કોઈ યેહુની તલવારથી બચશે એને એલીશા ઘાત કરશે.

† ૧૮.   તો પણ હુ સાત હજાર ઈઝરાયેલીઓને તો બચાવી રાખીશ. અને તેઓ એ છે જેઓ એ ના તો બાલની સામે ઘુટણો ટેક્યા અને એને પોતાના મુખેથી ચુમ્યો.

એલીશા નબીને બોલાવો

† ૧૯.   ત્યરે સંત ત્યાથી નીકળીને ચાલ્યા અને શાપાતનો પુત્ર એલીશા એમને મળ્યો જે બાર જોડી બળદોને પોતાની આગળ કરીને અને બારમી ની સાથે મળીને હળ ખેડી રહ્યા હતા. એમની પાસે જઈને સંત એલિયાએ પોતાની ચાદર એલિશા પર અભિષેક રુપે ઓઢાડી દીધી.

† ૨૦.   ત્યારે એલિશા બળદોને છોડીને સંત એલિયાની પાછળ દોડ્યો અને કહેવા લાગ્યો મને મારા માતા-પિતા ને ચુમવા દો પછી હુ આપની પાછળ ચાલી નીકળીશ. સંતે એલિશાને કહ્યુ જતો રહે, મે તારાથી શું કર્યુ છે?

† ૨૧.  ત્યારે એલિશા એમની પાછળ જવાને બદલે પાછા આવીને એક જોડી બળદ લઈને બલિ ચડાવ્યા અને બળદોનો સામાન હોમ કરીને એનુ માંસ પકાવ્યુ અને પોતાના લોકોને આપી દિધુ અને સૌ એ જમણવાર મનાવ્યો; ત્યારે એલિશા કમર કસીને સંત એલિયાની પાછળ ચાલી નિકળ્યો અને એમની સેવા કરવા લાગી ગયો.

††††††

પ્રાર્થના માટે

ઈંગ્લીશમાં લખો  ->   faithshow@ongrace.com

ગુજરાતીમાં લખો  ->  padayaji@gmail.com//


Read Full Post »