Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘ખતના’

પરમેશ્વરનીવિશ્વાસયોગ્યતા (ત્યાગ-સંયમ) (રોમીઓ ૩.૧.૮)

૧.   તો યહુદી(ધર્મી) ની શુ મોટાઈ, અને ખતના (ત્યાગ-સંયમ) નો શું લાભ?

૨.  દરેક પ્રકારે ઘણા બધા, પહેલા તો એ કે પરમેશ્વરના વચન તેઓને સોંપાયા.

૩.  ભલે એમા ઘણા વિશ્વાસઘાતી નિકળ્યા, તો પણ શુ થયુ. શુ તેઓના વિશ્વાસઘાતી થવાથી પરમેશ્વરની સચ્ચાઈ વ્યર્થ સાબીત થઈ?

૪.  કદાપી નહિ, પરંતુ, પરમેશ્વર તો સત્ય અને દરેક મનુષ્ય ખોટો જ ઠર્યો, જેમ લખાયેલુ છે, કે એ ત્યાગ-સંયમથી તુ પોતાની વાતોમાં ધર્મી ઠરીશ અને ન્યાય (વિવેક) કરતી વખતે જય પામીશ.

૫.  તો જો આપણો અધર્મ જ પરમેશ્વરની ધાર્મીકતા ઠરાવી દેતો હોય, તો આપણે શુ કહીએ? શુ એ કે પરમેશ્વર જે ક્રોધ કરે છે, અન્યાયી છે? આમ તો હુ મનુષ્યની રીતી પર કહુ છુ.

૬.   કદાપી જ નહિ, નહિ તો પરમેશ્વર શું કામ જગતનો ન્યાય કરે?

૭.  જો મારા જુઠથી જ પરમેશ્વરની સચ્ચાઈ એમની મહિમા માટે વધુ થઈને પ્રગટ થઈ, તો પછી હુ પાપી સમાન કેમ દંડ યોગ્ય ઠરું છુ? (અસંયમી બનુ એટલે)

૮.   તો પછી (આવો) આપણે કેમ બુરાઈ ના કરીએ, કે ભલાઈ નિકળી આવે? જ્યારે અમારી ઉપર આ જ દોષ લગાવવાં આવે છે, અને કેટલાક કહે છે, કે આમનુ તો આ જ કહેવાનુ છે; પરંતુ એવાઓને દોષી ઠરાવવાનુ તો ઠીક જ છે.


Read Full Post »