Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘રાજેશપડાયા’

ઓ મારા પ્રિય ભાઈ-બહેનો…..કાન દઈને સાંભળો…..પરમાત્મા યહોવા પરમેશ્વરને જાણૉ, સમજો, અપનાવો અને અનુસરો….જે પ્રભુ યીશુ મસિહાના પરમપિતા પરમાત્મા પરમેશ્વર છે, જે પ્રભુ યીશુને દરેકે દરેક પ્રાર્થના ત્યારે પણ અને આજે પણ સાંભળે છે અને જે કોઈ પ્રભુ યીશુ નામ દઈને જે કંઈ પણ માંગે છે એની પ્રાર્થના આ આખાયે જગતના પરમપિતા પરમપતિત્ર, પરમ-દયાળુ, પરમકુપાળુ,  પરમશક્તિશાળી, પરમ-આત્મા “યહોવા” જ છે જેની આરાધના અમેરિકનો, બ્રીટીશરો, ઓસ્ટ્રેલિયનો, અને જગતના ખ્રિસ્ત્તીઓ કરે છે, અને હુ પણ હવે એ જ પરમાત્મા “યહોવા” ને જ પ્રભુ યીશુના નામે પ્રાર્થના કરુ છુ અને એ મારી દરેકે દરેક પ્રાર્થનાનો ઉત્તર હા અને આમીન માં આપે આપે અને આપે જ છે….. તમે પણ પ્રાર્થના કરો, અને વિશ્વાસ કરી લો કે જે માંગ્યુ એ મળી ગયુ અને જુઓ તમે આપોઆપ જ ધન્યવાદ કરવા લાગી જશો……..આમીન.

૧૪૫.૧     હે મારા પરમેશ્વર, હે રાજા, હુ તમને નિરંતર પ્રસંશાના બલિદાન આપતો જ રહીશ, અને તમારા નામને સદા સર્વદા ધન્ય કહેતો જ રહીશ.

૨.   પ્રતિદીન હુ તમને ધન્ય કહ્યા જ કરીશ, અને તમારા નામની સ્તુતિ સદા સર્વદા કરતો જ રહીશ.

(કેમ કે તમને બીજુ કઈ ભાવતુ જ નથી, ફક્ત ધન્યવાદ અને સ્તુતિ-પ્રશંસામય અમારો પ્રેમ તમને આનંદિત કરે છે.)

૩.   યહોવા મહાન અને અતિ સ્તુતિ યોગ્ય છે, અને એમની વિશાળતા અગમ્ય છે.

૪.  હે યહોવા, તમારા કામોની પ્રશંસા અને તમારા પરાક્રમોના વર્ણન, પેઢી દર પેઢી, અનંત ચાલ્યા જ કરશે.

૫.   હુ તમારા ઐશ્ચર્ય ની મહિમા ના પ્રતાપ પર અને તમારા અનન્ય આશ્ચર્યકર્મો પર ધ્યાન કર્તો જ રહીશ.

૬.   લોકો તમારા ભયાનક કામો કરવાની શક્તિ ની ચર્ચા કરશે, અને હુ તમારા આશ્ચર્યજનક મહાન કાર્યોનુ વર્ણન કરતો જ રહીશ.

૭.   લોકો તમારી વિશાળ ભલાઈને સ્મરણ કરીને એની ચર્ચા કરશે, અને તમારા ધર્મનો જયજયકાર કરશે.

૮.   યહોવા પરમેશ્વર અનુગ્રહકારી અને દયાળુ, વિલંબ થી ક્રોધ કરનાર અને અતિ કરુણામય છે.

૯.   યહોવા પરમેશ્વર સર્વો માટે ભલા જ છે , અને એમની દયા એમની આખીયે સૄષ્ટી પર છે.

૧૦.  હે યહોવા પરમપિતા, તમારી આખીયે સૄષ્ટી તમારા ધન્યવાદ કરશે, અને તમારા ભક્તો  તમને ધન્ય કહ્યા જ કરશે.

૧૧.   તેઓ તમારા રાજ્યની મહિમાની ચર્ચા કરશે, અને તમારા પરાક્રમોના વર્ણન કર્યા કરશે.

૧૨.   કે જેથી મનુષ્યો પર તમારા પરાક્રમ અને તમારા રાજ્યના પ્રતાપની મહિમા પ્રગટ થયા જ કરે.

૧૩.   તમારુ રાજ્ય યુગો યુગોનુ અને તમારી પ્રભુતા સર્વ પેઢીઓ સુધી બની રહેશે.

૧૪.   પરમપિતા યહોવા પરમેશ્વર સર્વ ગબડી પડેલાઓને સંભાળે જ છે, અને સર્વ ઝુકી ગયલાઓને (કુબડાઓને) ટટ્ટાર ઉભા કરે છે.

૧૫.   સર્વ મનુશ્યોની આંખો તમારી તરફ જ મંડાયેલી હોય છે, (તમને જ શોધતી હોય છે) અને તમે એ સર્વોને આહાર સુસમય પર પુરો પાડો છો.

૧૬.   તમે તમારી મુઠ્ઠી ખોલીને, સર્વ પ્રાણીઓને ભોજનથી તૃપ્ત કરો છો.

૧૭.   પરમ્પિતા યહોવા પરમેશ્વર એમના સર્વ વ્યવહારોમાં ધર્મી અને પોતાના સર્વ કાર્યોમાં કરુણામય છે.

૧૮.   જે મનુશ્યો પરમપિતા યહોવા પરમાત્માને પુકારે છે, અર્થાત સચ્ચાઈથી, નમ્રતાથી, દીનતાથી, પવિત્રતાથી જે લોકો એમને પુકારે છે એ સર્વ જનોની અતિ નિકટ પરમેશ્વર યહોવા રહે છે.

૧૯.   તેઓ એમના ડરવૈયાઓની ઈચ્છા પુરી કરે છે, અને એમના હ્રદયનો પોકાર સાંભળીને એમનો ઉધ્ધાર (અને દરેક ચિંતાઓથી છુટકારો) કરે છે.

૨૦.   પરમપિતા પર્મેશ્વર યહોવા પોતાના સર્વ પ્રેમીઓની તો રક્ષા કરે જ છે, પણ સર્વ દુષ્ટો નુ સત્યાનાશ કરે છે.

૨૧.   હુ પરમપિતા પરમેશ્વર યહોવાની સ્તુતિ કરુ છુ, અને કર્તો જ રહીશ, અને સર્વ પ્રાણીઓ એમના પવિત્ર નામને સદા સર્વદા અનંત કાળ સુધી અનંત ધન્યવાદ કરતા રહેશે.

(ભજન સંહિતા ૧૪૬..Psalm. 146)

*

*

Read Full Post »

Older Posts »