Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘વર્ણ્વ્યવસ્થા’

માનનિય ભાઈ શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલજીના બ્લોગ પરથી આક્ષરસઃ કોપી-પેસ્ટ કરેલો બ્લોગ……….

નોંધ: ‘મનુસ્મૃતિ અધ્યાય -૨/૧’ લેખ નીચે શ્રી વત્સલ ઠક્કરે આપેલો પ્રતિભાવ નીચે અક્ષરસઃ મૂક્યો છે.

આ કોઈને જવાબ આપવા માટે કે તેમની તરફેણ કે વિરોધ માટે નથી લખતો; પરંતુ આ મારા મૌલિક વિચારો છે અને તે સામાજિક પરિવર્તન ની અવિરતતા બતાવે છે; વળી તેમાં મારા કેટલાક અંગત અનુભવો અને તારણો પણ દર્શાવવાની કોશિશ કરી છે. તમારા લેખ અને ચર્ચાને ઘણો સમય થઇ ગયો પરંતુ મારા વાંચવામાં આજે આવ્યો તેથી અત્યારે લખી રહ્યો છું.

મનુસ્મૃતિ કે એવા પ્રકારના બીજા સાહિત્યોનો અભ્યાસ કરવાની બહુ તક તો મળી નથી; પરંતુ હા ભારતમાં (માત્ર હિંદુઓમાં નહિ) પ્રવર્તતી વર્ણ વ્યવસ્થા વિષે અભ્યાસ કરવામાં રસ ખરો અને તે વ્યવસ્થા વિષે થોડો ઘણો વાંધો પણ ખરો.

ભારત સિવાયના પણ ઘણા બધા દેશોમાં ફરવાનું થયું છે અને મારા અંગત રસના લીધે ત્યાની સમાજ વ્યવસ્થાઓ અને વર્ણ કે વર્ગ વ્યવસ્થાઓ વિષે જાણવાનો પ્રયત્ન કરતો રહ્યો છું. મારા મતે દુનિયાના દરેક સમાજમાં વધતે – ઓછે અંશે આ પ્રકારની વ્યવસ્થા પ્રવર્તમાન હોય જ છે. ક્યાંક ધર્મના આધારે, તો ક્યાંક સામાજિક મોભાના આધારે, તો લગભગ દરેક સમાજમાં આર્થિક પરિસ્થિતિના આધારે. કદાચ તે જ રીતે પુરાણ અને વૈદિક કાળના ભારતમાં આ વ્યવસ્થાને વર્ણ-વ્યવસ્થા તરીકે વિકસાવવામાં આવી અને વ્યાપક રીતે સ્વીકારવામાં આવી.

એક રીતે જોઈએ તો આ પણ જંગલના કાયદા જેવું જ સ્વાભાવિક છે – બળીયાના બે ભાગ. માણસોમાં જ નહિ પરંતુ પ્રાણીઓમાં પણ આ પ્રકારની વ્યવસ્થા પ્રવર્તે જ છે. જે સૌથી વધુ શક્તિશાળી છે તેને તેના મોભા પ્રમાણે શિકાર પર પ્રથમ આધિકાર છે. આંતરિક લડાઈઓ દ્વારા નક્કી થયેલ નરને જૂથની માદાઓ સાથે પ્રણયનો આધિકાર મળે છે અને તેના DNA દ્વારા તે જૂથની ભવિષ્યની પેઢીઓ આકાર લે છે. આ એક સનાતન કુદરતી વ્યવસ્થા છે. ભારતની અને જેને આજે આપણે હિંદુઓની વર્ણ વ્યવસ્થા કહીએ છીએ તે આ પ્રકારની સામાજિક રચનાનું એક structured અને જટિલ પ્રકારે વિધિવત સ્વીકારેલું સ્વરૂપ કહી શકાય.

ઈરાનમાં (ઈરાની સભ્યતા – persian civilization – ને પુરાણકાળ જેટલી જ જૂની ગણી શકાય) કેટલાક અભ્યાસુઓને મળવાનું થયું હતું; તેમના મત મુજબ તેમના સમાજમાં પણ આ પ્રકારની વ્યવસ્થા છે અને હતી. આજના ઇસ્લામના (જેનો આધાર સમાનતા છે) જમાનામાં પણ ત્યાના સમાજમાં ઊંચ-નીચના ભેદભાવો છે જ અને તે પણ કુળના આધારે; નહિ કે માત્ર આર્થીક પરિસ્થિતિને આધારે!! તે જ રીતે સાઉદી અરબમાં પણ ઊંચા કુળના આરબો નીચા કુળના આરબો સાથે રોટી-બેટી તો ઠીક પણ સાથે કાવો કે હુક્કો પીવાના સંબંધ પણ નહિ રાખે. તેમને નીચા ગણવામાં આવતા હતા અને હજુ પણ ગણવામાં આવે છે. આર્થિક રીતે તેઓ સધ્ધર થઇ ગયા હોય તો પણ તેમને ઉચ્ચ કુળના લોકોમાં સ્થાન નથી મળી શકતું!! આજ પ્રકારની પરિસ્થિતિ ઘણે ભાગે અગ્નિ – એશિયાના અને પૂર્વના દેશોમાં પણ પ્રવર્તે છે. જો કે તે માટે દલીલ કરી શકાય કે ત્યાના સમાજ પર હિંદુ ધર્મનો ઘણો વધારે પ્રભાવ છે. પરંતુ યુરોપના સમાજની પરિસ્થિતિ પણ આપણા જેવી જ છે. જે સમયે સમાજના જે વર્ગનું વર્ચસ્વ હોય તે અધિપત્ય જમાવવા સમાજ વ્યવસ્થાને પોતાની રીતે નિયમબદ્ધ કરવા પ્રયત્ન કરે જ છે.

જે સમયમાં ભારતની વર્ણવ્યવસ્થાને આ પ્રકારનું સ્વરૂપ આપવામાં આવ્યું હશે તે સમયમાં બ્રાહ્મણોની (અથવા તો કહો કે કોઈ એક ચોક્કસ વ્યવસાયમાં પ્રવૃત વર્ગ – કે જે પછીથી બ્રાહ્મણ તરીકે ઓળખાયો) સમાજમાં બોલબાલા હોવી જોઈએ અને જંગલના કુદરતી કાયદા મુજબ જ તેમણે પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે પોતાના આધિપત્ય નીચે રહેલ સમાજને કાયમ માટે ગુલામ બનાવી રાખવા માટે આ પ્રકારની વ્યવસ્થા બનાવી. જે વ્યવસ્થા તે સમયના સમાજમાં (મને-કમને) સ્વીકારાઈ અને જે તે વર્ગનું આધિપત્ય કાયમ રહ્યું!! આ આધિપત્ય આજ દિન સુધી વધતે ઓછે અંશે છે અને તેને હજુ પણ કાયમ રાખવા માટેના ધમપછાડા પણ ચાલુ જ છે.

આ પ્રકારની વ્યવસ્થાને તમે કે હું કે માનવ સમાજનો કોઈ પણ સભ્ય મિટાવી શકે તેમ નથી (અહી વર્ણ વ્યવસ્થાનો પક્ષ ખેચવાની વાત નથી); કારણકે કુદરતી ન્યાય મુજબ જે શક્તિશાળી છે (નર કે માદા; બ્રાહ્મણ કે શુદ્ર, ગરીબ કે તવંગર, રાજા કે ભિખારી, જ્ઞાની કે મુર્ખ) તે સમાજમાં ઉભરીને બહાર આવશે જ અને સમાજના બાકીના સભ્યો તેની માત્ર નોંધ જ નહિ લે પરંતુ તેને પૂજશે અને અનુસરશે પણ ખરા. તમે પુરાણા ઇતિહાસમાં; નજીકના ઇતિહાસમાં કે પછી વર્તમાન સમયમાં પણ તેના ઘણા ઉદાહરણ જોઈ શકશો. આજે આપણે ચતુર્વર્ણ વ્યવસ્થાને મિટાવી દઈશું તો કાલે નવા પ્રકારની વ્યવસ્થા અસ્તિત્વમાં આવશે જે બળિયાને વધારે બળવાન અને કચડાયેલાને વધુ નીચો બનાવવા માટેની નવી machinery હશે; કારણકે કુદરતના કાયદાને કોઈ ઉવેખી શકવાનું નથી!!

જરા નજીકના ઇતિહાસમાં નજર કરો – સોવિયેત રશિયાના સમાજમાં (કે જ્યાં સામ્યવાદ પ્રચલિત હતો) કામગારનું મહત્વ ઇજનેર કે ડોક્ટર કરતા વધારે હતું. સામાજિક મોભાની વ્યાખ્યા જ બદલાઈ ગઈ હતી!! તે જ રીતે મારા અંગત અનુભવ પ્રમાણે સદ્દામના સમયના ઈરાક (કે જે દુનિયાની સૌથી પ્રાચીન સભ્યતાઓ માનો એક પ્રદેશ છે; જ્યાં અરેબીક ભાષાને એક મોભો મળ્યો અને તે શુદ્ધતાનું સ્વરૂપ પામી)માં મારા એક મિત્ર કે જે orthopedic ડોક્ટર છે તેમણે ડોકટરી છોડીને trading નો વ્યવસાય અપનાવ્યો હતો; કારણકે તેમણે ડોક્ટર તરીકે સરકારી હોસ્પિટલમાંજ સેવા આપવી પડે અને તેમનો તે સમયનો પગાર મહીને માત્ર પાંચ (U S ) ડોલર હતો. પરંતુ ધંધો કરનારને આવા પ્રકારના કોઈ restrictions નહોતા. આ પણ બળીયાઓની બનાવેલી સમાજ વ્યવસ્થાનું ઉદાહરણ ગણી શકાય. તે જ રીતે ખ્મેર-રૂઝના કમ્બોડિયા (જ્યાં દુનિયાનું સૌથી વિશાળ પ્રાચીન હિંદુ મંદિર આવેલું છે)માં દરેક બુદ્ધિશાળી (જેવા કે પ્રોફેસર, ડોક્ટર, ફિલોસોફર વગેરે) માણસને બળજબરી થી ખેતરોમાં કામ કરવા માટે જોતરી દીધા હતા. અહી પણ બળવાન બની બેઠેલા લોકોએ પોતાની રીતે સમાજ વ્યવસ્થાને મારી મચેડી ને બદલવાનો પ્રયત્ન કર્યો તે દેખાય છે.

આમ ભારતની (કે જેને ભારતમાં પ્રથમ મુસ્લિમો; ત્યારબાદ મીશનરીઓ અને તે પછી આવેલ યુરોપના વેપારી-શાસકો એ હિંદુ સમાજની ગણાવી) વર્ણ વ્યવસ્થા મનુષ્યની કુદરતી જીજીવિષાનો જ એક ભાગ છે અને તે દરેક સમાજમાં પ્રચલિત છે. તેનો વિરોધ (અને સ્વીકાર પણ) આવકાર્ય જ છે; પરંતુ તે વિશેની ઘસાતી કે તેને કારણે સમગ્ર સમાજ વ્યવસ્થાને ઉતારી પાડતી ટીપ્પણી અયોગ્ય છે. આપણે એ સમજવું જોઈએ કે આ પ્રકારની સમાજ વ્યવસ્થાનો ખુલીને વિરોધ કરવાની આપણને છૂટ હોવી તે જ આ સમાજ વ્યવસ્થાનું સૌથી મહત્વનું પાસું છે. (અને કદાચ આ જ કારણે આ સમાજ વ્યવસ્થા આજ સુધી પ્રવર્તમાન છે; બાકી આગળ વર્ણવ્યા તે બધા ઉદાહરણોમાં સમાજ વ્યવસ્થાઓ પડી ભાંગી; કારણકે તેમાં નવા વિચારોને સ્થાન ના હતું). ચાતુર્વર્ણ સમાજ વ્યવસ્થા ને જે લોકો બ્રાહ્મણ – કેન્દ્રિત સમાજ વ્યવસ્થા માને છે તેમણે; વ્યવસ્થામાં વર્ણવ્યા પ્રમાણેના બ્રાહ્મણ જેવા (માત્ર જ્ઞાન અને બુદ્ધિશક્તિમાં જ નહિ પણ તેના જેવા ખંધા અને પોતાનો સિક્કો ખરો કરી બતાવનારા પણ) બન્યા પછી પણ જો પોતાનો તે મુજબનો સ્વીકાર ના થાય તો સાચે-સાચ બ્રાહ્મણ વિરોધી લડત ચલાવવી જોઈએ. પરંતુ મોટા ભાગના લોકો પોતાની ઉંચાઈ (કે નીચાઈ) પર રહીને જ શિખર પરના ફળો પામવા માંગે છે – જે દેખીતી રીતે જ શક્ય નથી. ફરી એકવાર જણાવી દઉ કે મારો આ વ્યવસ્થાની તરફેણ કરવાનો કોઈ જ ઈરાદો નથી કે તેના દુષણો ને કારણે કચડાયેલ કે દુભાયેલ લોકોને જુઠ્ઠા ઠેરવવાનો પણ પ્રયત્ન નથી. તેમના માટે હમદર્દી છે જ અને તેમની સાચી લડત માટે પણ માન છે. પરંતુ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે સમાજ વ્યવસ્થાના ચુપચાપ હિસ્સા બનીને તેમણે પણ આ પ્રકારની સમાજ વ્યવસ્થાને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે પણ આ વ્યવસ્થામાંથી બહાર આવવાને બદલે તેને સ્વીકારી પોતાને ભાગે આવતા લાભો મેળવવાનું ચાલુ રાખ્યું જ હતું. તેમને પણ તેમનું survival અને security આ વ્યવસ્થામાં જ દેખાઈ હતી અને તે પ્રમાણે વર્તીને તેમણે પોતાના અસ્તિત્વને કાયમ રાખ્યું હતું.

હવે જો તે કહેવાતો કચડાયેલો કે દુભાયેલો વર્ગ સમાજમાં ખરેખર ઊંચું સ્થાન પામવા માંગતો હોય તો તેમણે એવા પ્રકારની ઉંચાઈ પર આવીને રહેવું પડશે. ત્યાં પહોચતા સુધીમાં તેમને ઘણા અવરોધો નડશે; જે આ જગ્યાએ બેઠેલા છે તેઓ સહેલાઈથી તેમનું સ્થાન છોડવાના નથી!! તેમની સાથે સંઘર્ષ કરીને, સીધી લડત આપીને, સમાજની સમક્ષ પોતાની સર્વોપરિતા સાબિત કરીને જ આ સ્થાન મેળવી શકાય છે. અને આ વાતને સમજનારાઓએ ઉચ્ચ સ્થાન મેળવેલું જ છે. ડો બાબા સાહેબ આંબેડકર તેનું દેખીતું ઉદાહરણ છે. પરંતુ બાબા સાહેબની આંગળી પકડીને કે તેમની પીઠ પર સવાર થઈને આખો સમાજ કાઈ તેમના જેટલી ઉંચાઈ એ ન બેસી શકે; તેને માટે તો બાબા સાહેબ જેટલી ઉંચાઈ પણ મેળવવી પડે. વર્ણવ્યવસ્થાને ભાંડવાને બદલે તેને પોતાની રીતે બદલીને તેનો લાભ ઉઠાવવો તે જ ‘જંગલ કાયદા’ને માન આપીને કુદરતી રીતે સ્થાન પ્રાપ્ત કર્યું ગણાશે.

શુદ્ર સમાજે ભારતમાં સહેવા પડેલા ધુત્કાર કે તિરસ્કારને આ લડતનો જ એક હિસ્સો ગણી શકાય; જે વર્ષોથી ચાલી આવેલ છે અને આ લડત કદાચ બીજા ઘણા દાયકાઓ સુધી ચાલતી રહેશે. કારણકે કોઈ પણ બદલાવ અચાનક નથી આવી જતો કે તેને માટે કોઈ ગુરુ ચાવી પણ નથી હોતી!!

અને જો સાર્વત્રિક રીતે આજની પરિસ્થિતિ જોઈએ તો આપણે સમજી શકીએ કે આ સમાજમાં હવે બ્રાહ્મણ કે શુદ્ર જેવા વિભાજનનું મહત્વ નથી રહ્યું; અથવા તો તે ધીમે ધીમે ખતમ થતું જઈ રહ્યું છે. તમે કોઈ બ્રાહ્મણ યુવાનને પટાવાળા કે ડ્રાઈવરની નોકરી કરતો જોઈ શકો છો જે ભલે જન્મે બ્રાહ્મણ છે પરંતુ કર્મે તો શુદ્ર જ છે; અને સમાજ માં (અરે તેના પોતાના સમાજમાં પણ) તેનું સ્થાન પણ શુદ્ર જેવું જ છે!! તે જ રીતે કોઈ દલિત વ્યક્તિ પોતાની આવડત અને સૂઝ બુઝ ના જોરે શિક્ષક બની શકે છે અને તેનું સ્થાન પણ (જો સાચો શિક્ષક હોય તો) સમાજમાં ગુરુ જેટલું જ પૂજનીય થઇ શકે છે!! આમ આ કહેવાતી વર્ણ વ્યવસ્થાને આપણે હવે નવી રીતે અને નવી દિશામાં ફેરવવાની શરૂઆત કરી જ દીધી છે.

પાછા મનુસ્મૃતિ પર આવીએ તો; તે જે તે સમયનું સાહિત્ય હતું અને તેના પર તે સમયની સામાજિક અને રાજકીય પરિસ્થિતિની અસર હોય તે બની શકે છે અને સ્વીકાર્ય છે. તે ઉપરાંત તેમાં દર્શાવેલ universal સામાજિક નીતિ નિયમો આજે પણ પ્રવર્તમાન હોઈ શકે છે; અને તે આપણે સ્વીકારવા પણ જોઈએ. બાકી તેનું અર્થઘટન કોઈ પોતાની રીતે કરીને પોતાના ફાયદા કઢાવવા માંગે અને તેમાં સફળ થઇ જાય તો તે તેનું સદનસીબ (કે બદનસીબ) કે પછી તેની ખાસ આવડત કહી શકાય. જે બ્રાહ્મણો સદીઓ થી કરતા આવ્યા છે; હવે બાકીના વર્ણો નો વારો છે. Keep it up !

By the way, હું જન્મે અને કર્મે વૈશ્ય છું અને સમાજમાં તે પ્રમાણેનું સ્થાન જ ધરાવું છું; અને તેને સ્વીકારીને તેમાં સુખી રહેવું તે મારા survival માટે જરૂરી પણ છે. After all, I am also a social animal.

15 thoughts on “વર્ણવ્યવસ્થા વિષે એક વિચાર. શ્રી વત્સલ ઠક્કરનો પ્રતિભાવ.”

Bhupendrasinh Raol says:
January 16, 2012 at 5:49 am
0 1 Rate This
ભાઈશ્રી વત્સલ મેં પણ મેમલ બ્રેઈન વિષે ઘણા બધા લેખોમાં ઉલ્લેખ કરેલો છે. બે મેમલ બ્રેઈન ભેગા થાય એટલે કોણ ઉંચો તે સાબિત કરવાનું શરુ થઇ જાય છે. પછી ભલે ને બાપ દીકરો હોય કે પતિ પત્ની. કારણ જે ડોમિનન્ટ હોય તેને જ ફૂડ મળે તેવી વ્યવસ્થા હતી, અને જેને ફૂડ મળે તે સર્વાઈવ થઇ જાય. આમ ન્યુરોકેમિકલ લોચા ઊંચ નીચ કરાવતા હોય છે. મજબૂત લોકોએ ડોમિનન્ટ બનીને સર્વાઈવ થવાનું સ્વીકાર્યું અને બીજા લોકોએ તેઓને શરણે થઈને સર્વાઈવ થવાનું. મારા બીજા હાર્ડ ટ્રુથ એબાઉટ હ્યુમન નેચર વાળા લેખોની સીરીઝ વાંચીને આપનો અભિપ્રાય આપશો તેવી આશા. ખૂબ ખૂબ આભાર.

Reply
MechSoul says:
January 16, 2012 at 9:21 am
1 0 Rate This
કૌસ માં લખેલી વાતો સિવાય ની વાતો સાથે સહમત

(તમે કોઈ બ્રાહ્મણ યુવાનને પટાવાળા કે ડ્રાઈવરની નોકરી કરતો જોઈ શકો છો જે ભલે જન્મે બ્રાહ્મણ છે પરંતુ કર્મે તો શુદ્ર જ છે; અને સમાજ માં (અરે તેના પોતાના સમાજમાં પણ) તેનું સ્થાન પણ શુદ્ર જેવું જ છે!! તે જ રીતે કોઈ દલિત વ્યક્તિ પોતાની આવડત અને સૂઝ બુઝ ના જોરે શિક્ષક બની શકે છે અને તેનું સ્થાન પણ (જો સાચો શિક્ષક હોય તો) સમાજમાં ગુરુ જેટલું જ પૂજનીય થઇ શકે છે!! )

બે પ્રશ્નો ના જવાબ મળશે ??
૧) ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એ “મનુસ્મૃતિ” દહન ખરેખર શા માટે કરેલું ?
૨) ઢળતી ઉમરે તેમને બૌધ્ધ ધર્મ અંગીકાર શા માટે કરેલો ?

Reply
Vatsal Thakkar says:
January 17, 2012 at 1:59 am
0 0 Rate This
ભાઈ MechSoul,

GUJARATPLUS તખલ્લુસ ધરાવનારે તમને (અને મને પણ) બાબાસાહેબ વિશેની પુરક માહિતી પૂરી પાડી છે – તેમનો આભાર. તે માહિતીના આધારે અને થોડીક મારી પોતાની વિચારધારાને લઈને તમારા પ્રશ્નોની છણાવટ કરવાનો પ્રયત્ન કરું છું.

પ્રશ્નો ખરેખર સારા છે; પરંતુ મારા મત પ્રમાણે તે અહી અપ્રસ્તુત છે. મેં અગાઉના મારા વિચારોમાં વ્યક્ત કરેલ છે કે – “શુદ્ર સમાજે ભારતમાં સહેવા પડેલા ધુત્કાર ….. ………….કે તેને માટે કોઈ ગુરુ ચાવી પણ નથી હોતી!! ”

બાબા સાહેબને હું જરા પણ અ-બૌદ્ધિક કે નીચા ચીતરવા નથી માંગતો; કે નથી તેમના વિષે કોઈ અ-યોગ્ય ટિપ્પણ કરવાનો પ્રયત્ન. પરંતુ એ કહેવાની ધૃષ્ટતા ચોક્કસ કરીશ કે મનુસ્મૃતિ દહન તે તેમના કોઈક પ્રકારના આવેશનું પરિણામ હોઈ શકે. મનુસ્મૃતિનો ગ્રંથ ભારતના અસંખ્ય લોકોને માટે આસ્થા(વિશ્વાસ)નું પ્રતિક હતું અને છે. કોઈના પણ (ધાર્મિક, સામાજિક કે વ્યવહારિક) વિશ્વાસ પર પ્રહાર કરવો તે પોતાનો તે માન્યતા કે પ્રથા પ્રત્યેનો વિરોધ દર્શાવવાની રીત છે. તે માટે કોઈ પણ સાધન પ્રયોજી શકાય; બાબા સાહેબે પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે ‘હોળી’ નું સાધન પ્રયોજ્યું. તે તેમનો જે તે સમયનો આવેશ સમાવવા માટે પુરતું હતું. તમે અને હું એક વાત પર તો સંમત થઈશું કે તેનાથી બ્રાહ્મણ-વિરોધી લડતને કોઈ જ ટેકો મળી શકે નહિ!! અને તેના પરિણામો તો દેખીતા જ છે – મહાર જાતિના લોકોને બ્રાહ્મણની સમકક્ષ ગણવાનું તો લોકોએ શરુ નહોતું કર્યું અને આજે પણ નથી!! ઉલટાનું બ્રાહ્મણ તરફે સુવાળી લાગણી થાય તે પ્રકારનું આ વર્તન કહેવાય!! બીજી રીતે જોઈએ તો – કોઈ પણ પ્રત કે પુસ્તકનું દહન તે ન કેવળ તેમાં દર્શાવેલ વિચારો પ્રત્યેનો વિરોધ છે; પરંતુ તે લોકજુવાળ પ્રગટાવવાનું એક માધ્યમ પણ છે. કદાચ બાબા સાહેબે લોકજુવાળ પ્રગટાવવા માટે પણ આમ કર્યું હોય!! પરંતુ મારા મત મુજબ, આ પ્રકારની લડાઈ માં (even હોળી જેવા પણ) ઘાતક શાસ્ત્રો કરતા, સંયત રીતે દુશ્મનને તેનીજ રીત મુજબ (એટલેકે એક વાર ઉંચાઈ પર પહોચ્યા બાદ સમગ્ર સીસ્ટમને પોતાની રીતે બદલવી અને તે બદલાવને સ્થાપિત કરવો) મ્હાત આપવા જરૂરી છે; જે પ્રક્રિયા લાંબી હોઈ શકે છે પરંતુ અસરકારક પણ એટલીજ છે. રહી વાત બાબાસાહેબની ઢળતી ઉમરે બુદ્ધ ધર્મ અંગીકાર કરવાની વાત – ધર્મ એ દરેક વ્યક્તિની અંગત આસ્થાની વાત છે. તમારે તમારી રીતે જે ધર્મ પાળવો હોય તે પાળી શકો છો અને તે માટે વ્યક્તિ સંપૂર્ણ સ્વતંત્ર હોવો જોઈએ. જો કે; આનાથી ઉલટું; કોઈ ચોક્કસ ધર્મ મનાવવા માટે ભૂતકાળમાં અને વર્તમાનમાં પણ ઘણી બધી જબરદસ્તીઓ કરવામાં આવી હતી કે પછી જુદા જુદા રસ્તા અપનાવીને લોકોને કોઈ એક ચોક્કસ આસ્થા તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને તે બધાના પરિણામો વર્ણ-સંકર ધાર્મિકતા જેવા આવ્યા છે. Indonesia તેનું સૌથી વરવું ઉદાહરણ છે – ત્યાં સદીઓ પુરાણા હિંદુ આસ્થા ધરાવતા લોકોને મુસ્લિમ ધર્મ તરફ વાળવામાં આવ્યા; પરંતુ તેમની રહેણી-કરણી; રીત-રીવાજ વગેરે આજે પણ તેમની પુરાણી હિંદુ પરંપરા મુજબનાજ રહ્યા છે. અને મને એ સમજાતું નથી કે કોઈ પ્રબુદ્ધ માણસ; હિન્દુત્વ અને વર્ણ વ્યવસ્થાને એક તાંતણે કેમ જોડી દે છે? એટલે કે કોઈ એક સમાજ વ્યવસ્થા અને તે સમાજ ના ધર્મને એક-બીજા સાથે જોડી દેવાનો શો મતલબ છે? શ્રી બાબા સાહેબે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો તો તે તેમની પસંદગી હતી. મારી જાણકારી મુજબ – બાબા સાહેબ એક ઘણા જ પ્રબુદ્ધ વ્યક્તિ હોવાને નાતે તેમણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર લાંબા અધ્યયન અને અભ્યાસ બાદ લીધો હતો; વળી સાથે તેમની માન્યતા એ પણ હતી કે મહાર જાતિના લોકો પહેલા આ ધર્મમાં જ આસ્થા ધરાવતા હતા; એટલે તેમણે પોતાની જાતિના લોકોની આસ્થા તરફ પાછા વળવાનું નક્કી કર્યું હશે.

મને ખ્યાલ છે કે અહી આ પ્રકારનો પ્રશ્ન કરીને એ વાત છેડવાનો પ્રયત્ન છે કે તેઓ જે જાતિમાં જન્મ્યા હતા તે જાતિના લોકોને હિંદુ ધર્મમાં સ્વીકારવામાં નહોતા આવતા માટે તેમણે બૌદ્ધ બનવાનું નક્કી કર્યું!! કદાચ આ વાતમાં ભરપુર સત્યતા હોય તો પણ – તેને મેં મારા આગલા વિચારોમાં વણી જ લીધેલ છે – “શુદ્ર સમાજે ભારતમાં સહેવા પડેલા ધુત્કાર….. ……. ગુરુ ચાવી પણ નથી હોતી!!” માટે જો તેમ કરવામાં આવ્યું હોય તો તેને સીસ્ટમનો વિરોધ દર્શાવવાની તેમની એક વધારે રીત જ સમજાવી જોઈએ અને તેમને અનુસરતા લોકોને પણ જો તે સ્વીકાર્ય હોય તો તેમણે પણ તેમનું અનુકરણ કરવું જોઈએ; પરંતુ મારી દ્રષ્ટીએ તો ધાર્મિક આસ્થાને વ્યક્તિગત અને સમાજ વ્યવસ્થાથી વેગળી રાખવામાં આવે તો ઘણા અનર્થો સર્જાતા રોકી શકાય છે; અને વ્યક્તિગત તેમજ સર્વાંગી વિકાસ તરફ આસાનીથી આગળ વધી શકાય. ચીન તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. (બહારની દુનિયા માને છે કે વર્તમાન ચીન ના લોકો કોઈ ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા નથી અને નાસ્તિકતા કે અ-ધાર્મિકતા એ ચીનનો સૌથી મોટો ધર્મ છે; પરંતુ વાસ્તવિકતા – મારી નજરે જોયેલી વાસ્તવિકતા – કઇક જુદી છે. ચીની લોકો ઘણા ધાર્મિક છે પરંતુ ધર્મ અને સમાજ વ્યવાથાની ભેળસેળ કરતા નથી; તે વિષે ક્યારેક ફુરસદમાં વિગતેથી વાત કરી શકાય)

મને ચોક્કસ ખાતરી છે કે મારો જવાબ તમને સંતુષ્ટ નહિ કરે અને બીજા ઘણા નવા સવાલો જન્માવશે – આવકાર્ય છે. તમારી પુરતી ઓળખ અને સાચું નામ આપશો તો સારું લાગશે.

Bhupendrasinh Raol says:
January 17, 2012 at 12:54 pm
0 0 Rate This
આપની વાત સાથે ૧૦૦ ટકા સહમત છું.

Reply
GUJARATPLUS says:
January 16, 2012 at 10:34 pm
0 0 Rate This
Very goog thoughts…..

One may read further to understand this article in depth.

http://en.wikipedia.org/wiki/Caste_system_in_India
http://en.wikipedia.org/wiki/Caste

૨) ઢળતી ઉમરે તેમને બૌધ્ધ ધર્મ અંગીકાર શા માટે કરેલો ?
Conversion to Buddhism
http://en.wikipedia.org/wiki/B._R._Ambedkar

The Hindu caste system………
http://www.hinduwebsite.com/hinduism/h_caste.asp

ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

Reply
himanshupatel555 says:
January 16, 2012 at 11:37 pm
0 0 Rate This
bookmarkમાં સંઘરી રાખવા જેટલાં સરસ લેખો ભરેલી વાતો અહી વાંચવા મળે છે અને જે મારા વિષય નથી તેનાથી જ્ઞાનસમૃધ્ધ પણ થતો રહું છું,ફરીથી આભાર,

Reply
rajeshpadaya says:
January 17, 2012 at 1:56 pm
1 0 Rate This
ખરી રીતે ભારતના રાષ્ટ્રપિતા તો ડો. બાબા સાહેબ આંબેડકર જ જાહેર કરવા જોઈતા હતા, કારણ કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ મહાન સપુત એવા ડો. ભીમરાવ આંબેડકરને અલગ દેશ ની માંગની મુકી દેવા રીતસરની આજીજી કરી હતી અને બાબા સાહેબે ભોળા ભાવે એને માન્ય રાખી હતી પણ આજે એ મારી નજરે ખરેખર મોટી ભુલ હતી, કારણ કે આજે પણ દલિતો પછાતો હજુ પણ જાણી જોઈને દબાવી રાખવામાં આવે જ છે.

એક પણ દલિત આજે ઈંડસ્ટ્રીયાલિસ્ટ નથી બની શક્યો કેમ કે ધંધામાં એને ઘુસવા નથી દેવાતો. કોઈ દલિત પાસે આજે વિશાળ જમીન પણ નથી અને જે હોય છે એને પડાવી પાડવામાં આવે છે.

દલિતોને ઉચ્ચ ભણતરથી દુર રાખવા માટે મોટી મોટી ફિ રાખવામાં આવે છે જેથી આ દેશનો સામાન્ય માનવી જેને ખાવાના વાંધા હોય એ આગળ ના આવી શકે, આવા ઓછામાં ઓછા એક હજાર ઉદાહરણો આપી શકાય,

તેંડુલકર ૪૫ નો થવા આવ્યો અને સતત નિષ્ફળતા છતાંય ફક્ત બ્રાહ્મણ હોવાથી એને ચોંટાડી રાખવામાં આવ્યો છે જ્યારે વિનોદ કાંબળીને તો ગાંગુલી, દ્રવિડ અને અન્ય બ્રાહ્મણવાદી ક્રિકેટરો અને સિલેક્ટરો એ રીતસરનો બલિનો બકરો બનાવી દુધમાંથી માખીના જેમ કાઢીને ફેંકી દેવાયો છે, યુસુફ પઠાણને જાણી જોઈને ફેંકી દેવાયો છે, રોબિન ઉથપ્પા કે એવા અન્ય ધર્મીઓને પણ મનુવાદી પ્રેમીઓએ જ દુર રાખ્યા છે.

ભારતના દરેક મધટપકતા ક્ષેત્રે મનુવાદીઓની જ બોલબાલા અને જય જયકાર થતી હોય છે, ચાહે રાજકારણ હોય કે સમાજસેવા, ફક્ત મનુવાદીઓની તરફેણ કરનારાઓની જ જયજય થતી હોય છે. અન્ના હઝારે પણ બ્રાહ્મણ હોવાથી જ એમનો કોંગ્રેસદ્વેષ ખુલ્લેખુલ્લો જોઈ શકાય છે કેમ કે કોંગ્રેસ પછાતો-દલિતોન એન લઘુમતીઓની તરફેણ કરતી હોય છે.

બ્રાહ્મણ ભલે પટ્ટાવાળો હોય પણ એના દલિત ઓફિસર ની સરખામણીએ એને ખુબ જ માન અને વજન પડતુ હોય છે, એના દલિત ઓફિસરની નહિ પણ એ બ્રાહ્મણ પટ્ટાવાળાની વધુ મનાતી હોય છે કારણ કે ઓફિસમાં મેજેરોટી દલિતોની નહી પણ મનુવાદી વર્ણવ્યવસ્થાઓની માનનારાઓની જ વધુ હોય છે અને આવા માહોલમાં જ એ દલિત ઓફિસરની ખીલ્લી ઉડાવાતી અને એને જાણી જોઈને નિચો દેખાડાતો હોય છે. કેમ કે દલિતો જેઓ ઓછુ ભણેલા સમાજમાથી આવતા હોય છે કે ઓછી વગવાળા હોવાથી વધુ બોલિ નથી શકતા અથવા તો મનુવાદીઓની નજરમાં સારા થવા મનુવાદીઓની દરેક ન સમજાતી ચાલબાજીઓને પોતાની ભલાઈ ક-મને માની લેતા હોય છે.

આ રીતેસરનો અત્યાચાર છે, બ્લેકમેલ છે. બાબા સાહેબ વકિલ-બેરીસ્ટર હતા એટલે બધુ સમજી શક્તા અને વિરોધ કરી શકતા હતા પણ આજનો દલિત વકિલ બનવા કરતા બીજો કોઈ ઈમાનાદારીનો માર અપનાવે છે અને આ ચાલબાજી થી અજાણ રહે છે. જો કે બધુ અધુરુ છે ઘણુ બધુ લખવુ છે પણ નોકરીની જંજાણ અને બાધ્યતા અને સમયનો અભાવ મને રોકે છે, કાશ મારે પણ બાપદાદાઓની જમીન હોત અને ઘરબાર હોત તો હુ પણ નિરાંતે બેસીને વગર કોઈ ફિકરે ઘણા બધા વિષયો ઉપર ઘણુ બધુ લખતો હોત, પણ છેવટે હુ પણ દલિત જ રહ્યોને, જુઠ્ઠા મનુવાદીઓની ચાલબાજીમાં અછતમાં જ સડવાનુ અને મરવાનુ,

પણ આ ચાલબાજીથી બચવુ હોય તો એ જુઠ્ઠી મનુવાદી નો વિરોધ કર્યે જ છુટકો છે, એને ખોટી પાડ્યે જ દલિતોનો વર્ણવ્યવ્સ્થાઓના માર્યાઓનો ઉધ્ધાર છે, મારો આ અવાજ દલિતો-પછાતો સાંભળે અને સમજે તો તેઓનો ઉધ્ધાર થશે નહિ તો સડતા રહેજો મનુવાદીઓની ચાલમાં, જેઓ ગધેડા ઉપર બેસી એની આગળ ગાજરની પપુડીઓ વગાડી પછાતોને પછાત રાખશે કેમ કે મનુસ્મ્રુતિ એ પરમેશ્વરની નહિ પણ ચાલબાજોની, ડાકુઓની, લુંટારાઓની, ભોળા લોકો અને નિર્બલો પર રાજ કરવાની ચાવી છે એનો વિરોધ કરવો જ રહ્યો, કેમ કે યુગો યુગોથી મનુસ્મ્રુતિએ ભારતદેશને જગતના અન્યદેશોની નજરમાં આછુત બનાવી રાખ્યો છે, માનો કે ન માનો, આ જ સત્ય છે.

Vatsal Thakkar says:
January 18, 2012 at 1:44 am
0 0 Rate This
શ્રી rajeshpadya,

તમારી ઘણી ઘણી વાતો સાથે સહમત થવાનું મન થાય છે; કારણકે તમે તમારા વિચારોમાં હકીકતો જ આલેખી છે. તમને મનુ-વાદીઓ વિષે ભારો ભાર ઝેર હોય તેવું તમારા વિચારોમાંથી પ્રગટે છે. વળી છેલ્લે છેલ્લે એ પણ પ્રગટ થાય છે કે તમને તમારે નિર્વાહ કરવા માટે કરવા પડતા કામથી પણ ફરિયાદ છે!! તમે કદાચ એમ માનો છો કે આ બ્લોગ પર ચર્ચાઓ છેડનારાઓ માના ઘણા બધા મનુવાદી હોવાને લીધે; ઉચ્ચ સ્થાને બેઠેલા છે અને તેથી તેમને ખાવા-પીવાની ચિતા નથી તેથી આવું બધું લખ્યા કરે છે!! તમારે આ માન્યતાઓ પર ફરીથી વિચાર કરવો જોઈએ; હકીકત કૈક જુદી જ છે. Any way, એ ચર્ચા ફરી ક્યારેક.

તમારા કહેવાનો સાર કંઈક એવો છે કે, કહેવાતા શુદ્રો ગમે તેટલી મહેનત કરે તો પણ, કહેવાતા મનુવાદીઓ તેમને ઉચા આવવા જ નહિ દે. ભાઈ તમે ક્યારેય વાંદરાઓની જૂથના પ્રભુત્વ માટેની લડાઈઓ જોઈ છે? જે વાંદરો જૂથનું પ્રભુત્વ ધરાવતો હોય તે પોતાની સર્વોપરિતા કાયમ રાખવા માટે જીવસટોસટની બાજી લગાવી દેતો હોય છે. અને જેણે તેની જગ્યા લેવી હોય તેણે તેના કરતા વધુ શક્તિશાળી સાબિત થવું જ પડતું હોય છે. તમારી (જો તમે તમારા કહેવા મુજબ પોતાને દલિત માનતા હો તો પણ અને ન હો તો પણ), લડાઈ જેની સાથે છે તે શું આસાનીથી તેની જગ્યા છોડી દેવા તૈયાર થશે તેમ માનો છો? તેને માટે તો તમારે સંઘર્ષ કરવો જ પડશે.

તમારા કહેવા મુજબ દલિત ઓફિસર ના હાથ નીચે કામ કરતો બ્રાહ્મણ પટાવાળો તેની ઓફિસમાં વધારે પ્રભુત્વ ધરાવતો હોય છે. મારા મત મુજબ અને મારા અંગત અનુભવો મુજબ; આ વાત બકવાસ છે. હા જો દલિત વ્યક્તિ ઓફિસર બન્યા બાદ પણ પોતે દલિત પ્રકારનું જ વર્તન-વાણી-વ્યવહાર રાખતો હોય તો તેમાં તેનું માન ઘવાય તેવા કિસ્સા બને તે વાતની નવાઇ ના હોય!! ગમે તેમ તોય કોઈ પણ આધુનિક જમાનામાં (અને દરેક જમાનો તેના પહેલાના જમાના કરતા આધુનિક જ હોય છે) રહેલ વ્યક્તિ; સામેના માણસના વાણી-વર્તન-વ્યવહારને મહત્વ આપતો જ હોય છે; અને તેણે પોતાની કોઈપણ રૂઢિગત માન્યતાઓને કોરાણે રાખીને જે તે વ્યક્તિના ઉચ્ચ વ્યવહાર અને ઉચ્ચ વિચારોને માન આપવું જ પડે છે; વહેલું કે મોડું.

મારા અંગત અનુભવોની વાત કરું તો – હું આજથી લગભગ બાવીસ વર્ષો પહેલા એક NGO માટે કામ કરતો હતો ત્યારે મારા ઉપરી હતા – શ્રી કાબલે (તેઓ મહારાષ્ટ્રીયન હતા પરંતુ તેમનું કુટુંબ જૂનાગઢમાં વસેલું હતું અને તેઓ અમદાવાદમાં!!). તેઓ ઘણા ભણેલા હતા અને તેમણે Ph D કરેલ હતું તેથી અમે તેમને ડો. કાબલે કહીને સંબોધતા. એ ઘણા જ સજ્જન અને સાલસ સ્વભાવના વ્યક્તિ હતા. મને વર્ણ વ્યવસ્થા ને આધારે વ્યક્તિને મુલવવાની આદત ન હોવાને કારણે તેમની ‘જાત’ જાણવાની ક્યારેય દરકાર કરી નહોતી. પરંતુ, જયારે અમારે સાથે કેન્દ્ર સરકારના આમંત્રણ થી દિલ્હી એક સાયન્સ ફેરમાં જવાનું થયું ત્યારે, તેમના માટે વિસ્ફોટ અને અમારા માટે વિસ્મય સર્જાયું. અમે જે સરકારી guest house માં મહેમાન હતા ત્યાં તેઓ અલગ રૂમ માં અને અમે બે કર્મચારી અલગ રૂમ (તેઓ અમારા ઉપરી હોવાને નાતે) માં રોકાયેલ હતા. બીજા કોઈ સરકારી કાર્યક્રમ માટે એ જ ગેસ્ટ હાઉસમાં અન્ય કેટલાક વૈજ્ઞાનિકોને પણ ઉતારો આપવાનો હતો; જેમાં એક સજ્જન મહારાષ્ટ્રના હતા જેમને (તેમની જાણ બહાર) અમારા ઉપરી – શ્રી કાબલે સાથે એક જ રૂમ માં ઉતારવામાં આવ્યા. બીજા દિવસે સાજે જયારે અમે જમવાના ટેબલ પર ભેગા થયા ત્યારે; અમને વાતો માંથી ખબર પડી કે જે બીજા મહારાષ્ટ્રીયન સજ્જન હતા તેમણે પોતાનો રૂમ બદલાવી લીધો છે; કારણ?? તેઓ મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા અને શ્રી કાબલે નીચી જાતના હતા!! ત્યારે મને ખબર પડી કે ‘કાબલે’ને મહારાષ્ટ્ર માં નીચા સમજવામાં આવે છે!! મને પેલા બ્રાહ્મણ વૈજ્ઞાનિક પર ખરેખર આશ્ચર્ય થયું અને થોડો રોષ પણ આવ્યો; કાબલે નો જન્મ કાબલે તરીકે થયો તેમાં તેમનો શો દોષ?? તેમણે ઉચ્ચ શિક્ષણ લઈને ડોક્ટરેટ જેવી ડીગ્રી તો મેળવી છે, તેને જોવાની હોય કે પછી જાતને??

મુરબ્બી અહી તમારા ઘણા સવાલો નો જવાબ છે. કાબલે દલિત હોવા છતાંય તેમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવામાં મુશ્કેલી નથી પડતી; તેઓ દલિત હોવા છતાંય તેમને સરકારી ઓફિસમાં તેમના હાથ નીચે કામ કરતા લોકોથી અપમાન નથી મળતું; ઉલટું તેમને અન્ય કરતા વધારે માન આપવામાં આવે છે. તો સાથે તમારી વાતને સમર્થન પણ છે – પેલા મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ વૈજ્ઞાનિક. એવા વ્યક્તિઓ પણ છે કે જેમને મન સામેવાળાની જન્મની જાતનું તેના કામ અને બુદ્ધિપ્રતિભા કરતા વધારે મહત્વ હોય છે!!

મારા બીજા બાળપણના અનુભવોને યાદ કરું છું તો મારે ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે; દલિતો પ્રત્યેના અછૂત જેવા વ્યવહારનું મુખ્ય કારણ તેઓ પોતે જ આપે છે. અમારું બાળપણનું ઘર જે સોસાયટીમાં આવલું હતું તે આખી સોસાયટી ઉચ્ચ કુળના નાગર બ્રાહ્મણોની હતી; અમે વૈશ્ય (ઠક્કર) આથી અમને જરાક અતડું લાગતું; અને સોસાયટીના ઉચ્ચ પદે બેઠેલા લોકો અમને દબાવવાનો પ્રયત્ન પણ કરતા. જો કે તેનું મૂળ કારણ તો અમારી કથળેલી આર્થિક પરિસ્થિતિ હતું તે અમને પછીથી સમજાયું. કારણકે જેવી અમારી આર્થિક પરિસ્થિતિ સુધારી કે તેમનું વર્તન પણ બદલાઈ ગયું. અહી મૂળ વાત તે નથી કરાવી પરંતુ; અમારા ઘરની દીવાલને અડીને આવેલ આખી દલિત સોસાયટીની વાત કરવી છે. તે સોસાયટી માં રહેલા દરેક કુટુંબો ‘ખાધે-પીધે’ જ નહિ પણ બધી રીતે સુખી હતા; કારણ કે દરેક પાસે સરકારી નોકરી હતી. અરે એક સજ્જન તો તે સમયની ગુજરાત સરકારમાં માનનીય પ્રધાન તરીકે વિરાજતા હતા. અમે નાના હતા તેથી અમને નાત-જાતની ખબર નહોતી પડતી; તેથી અમે તેમના બાળકો સાથે રમતો રમવાની ચેષ્ટા કરતા પરંતુ આશ્ચર્યજનક રીતે આનો વિરોધ તેમના માં-બાપ દ્વારા જ વધારે થતો!! અને કાળક્રમે તેમની સાથેના સંબંધો જેવું કશું રહ્યું નહિ. અમારી સોસાયટીમાં રહીશોના મકાનો એક માળના અને બેઠા ઘાટના હતા. પહેલા તો તેમની સોસાયટીમાં પણ આવાજ નાના-નાના મકાનો હતા. પરંતુ વર્ષો વિતતા ગયા તેમ લગભગ દરેક રહીશે તેમના મકાનો પર માળ પર માળ ચણાવી લીધા; (નોધ – તેમની આર્થિક પરિસ્થિતિ અમારા કરતા વધારે સારી થતી ગઈ) અને તેને ભાડે પણ આપીને આવક વધારતા ગયા!! તેઓના બાળકો (હવે મોટા યુવાન બની ગયા હતા)ને (અનામત – એસ. સી. / એસ. ટી. ક્વોટા વગેરેને આધારે) ઘણી સારી અને કાયમી નોકરીઓ મળી ગઈ!! તેઓ પણ સમૃદ્ધિમાં વધારો કરતા ગયા. પરંતુ તેમને બાજુની સોસાયટી વાળાઓએ સ્વીકાર્યા નહિ; કારણ??

અમે નાના હતા ત્યારથી જ બાજુની સોસાયટીમાં (લગભગ દરરોજ) જોતા આવ્યા હતા કે; આ ‘પૈસાદાર’ લોકો આપસમાં એકબીજાની જોડે ખૂબ ઝગડતા; અને તેમના દરેક ઝગડા બે ઘરની સ્ત્રીઓ વચ્ચે ચાલુ થતા; ત્યારબાદ તે સ્ત્રીઓ ગાળા-ગાળી પર આવતી; પછી હાથો હાથની લડાઈ પર આવતી અને પછી થી નવો અધ્યાય ઉમેરતો – તેમના પુરુષોનો!! આ અમારું દરરોજનું મનોરંજન હતું. અમે બાળકો નવી-નવી કાનના કીડા ખરી પડે તેવી ગાળો બોલતા તેમની સ્ત્રીઓ પાસેથી શીખ્યા!! ઝગડવાની રીતો કેવી કેવી હોય તે પણ તેમની પાસેથી શીખ્યા. (નોંધ – આ બધામાં પેલા મંત્રીના સ્વજનો પણ ઝગડા કરવામાં આવી જાય!! તેમને તો વળી મંત્રી હોવાનું ગુમાન પણ હતું અને તેનો લાભ પણ તે ઉઠાવતા). હવે આમાં તેમને માન આપવાની કે તેમને સમાજના કહેવાતા ઉચ્ચ લોકોના પ્રવાહમાં સ્વીકારવાની વાત ક્યાંથી આવે?? ખાસ ધ્યાન આપો કે બ્રાહ્મણ/ક્ષત્રિય કાઈ માથે મુગટ સાથે પેદા નથી થતા પરંતુ તેમણે માણસ જાત માટે જે માન્ય ઉચ્ચ સંસ્કૃતિ છે તેને અપનાવી છે અને તેનું અનુસરણ પણ કરે છે; આથી તેમને તે સામાજિક મોભો મળે છે!! જે કોઈ અન્ય પણ આ રસ્તે ચાલે તેને (વહેલો કે મોડો) તે મોભો મળે જ છે. અને જે કોઈ આનાથી અવળે રસ્તે ચાલે છે તેને મોભામાંથી બરખાસ્ત પણ કરવામાં આવે છે. જન્મની જાતનું (આજે) એટલું બધું મહત્વ નથી રહ્યું. પરંતુ જેમ દલિત જન્મવાને લીધે જ જે-તે જાતના લોકોને કચડવા ના જોઈએ તેવી દલીલ કરવામાં આવે છે તેની સાથે એ પણ ગર્ભિત રીતે જોડાયેલું છે તે તેઓ માત્ર દલિત હોવાને લીધે જ તેમને ‘ખાસ’ ગણીને તેમને ખાસ ગણાતો મોભો પણ ના મળવો જોઈએ. તે તો દરેકે પોતાની લાયકાત અને સર્વોપરિતા સાબિત કરીને જ મેળવવો પડશે!!

બાકી જો તમે એમ કહેતા હોવ કે શિક્ષણ સંસ્થાઓની ફી વધારતી વખતે દલિતોને ધ્યાન પર રાખીને તેઓ ન ભણી શકે તે માટે જ ખાસ વધારે પડતી ફી રાખવામાં આવે છે તો તે નર્યા મૂર્ખ બકવાસ સિવાય કશું જ નથી!! આર્થિક પરિસ્થિતિ અને ભારતમાં પ્રવર્તમાન વર્ણ-વ્યવસ્થાને આજની તારીખે શું મહત્વ છે તે જ મને તો સમજાતું નથી!! કદાચ આ પ્રકારની ફી ને લીધે તો કહેવાતા સવર્ણ વિદ્યાર્થીઓ વધારે ભોગવતા હશે!! તેમના માં-બાપની આર્થિક સ્થિતિ જો સારી ના હોય તો તેમને તો ‘અનામત’ નો લાભ પણ નથી મળવાનો!! ભાઈ શ્રી, ઉચાઇ પર પહોચનારને તેનો મોભો વહેલો કે મોડો મળે જ છે.

શ્રી કાબલે ની વાત પર પાછા ફરીએ તો – તેમણે ઉપરોક્ત સમય બાદ; દિલ્હીમાં કેન્દ્રીય સરકારમાં ઉચ્ચ સ્તરે વૈજ્ઞાનિક ની નોકરી માટે અરજી કરી (અનામત ક્વોટા પર નહી!!) અને તેઓ તેમાં સફળ રહ્યા અને પછીથી અમદાવાદ છોડીને દિલ્હીમાં વસવાટ પણ કરવા લાગ્યા. તેમને પછીથી પણ મળવાનું થયું છે; તેમના સહયોગીઓને પણ મળવાનું થયું છે; તેમના દલિત હોવા વિશેનો કોઈએ ક્યારેય ઉલ્લેખ નથી કર્યો!! તેમની કામગીરી વિષે સારી અને ખોટી ટીપ્પણીઓ થઇ છે પરંતુ તેમાં તેમના દલિત હોવા વિશેનો આધાર ક્યારેય ધ્યાનમાં નથી આવ્યો!! જે પોતાનો સંઘર્ષ કર્યે રાખે છે તેને પોતાનું સામાજિક સ્થાન મળે જ છે!!

મારા પ્રથમ લેખમાં લખેલ વાત ફરીથી વાંચી જાવ – બાબા સાહેબની આંગળી પકડીને કે તેમની પીઠ પર સવાર થઈને આખો સમાજ કાઈ તેમના જેટલી ઉંચાઈ એ ન બેસી શકે –
જે જગ્યાને આપણે ટાર્ગેટ કરીએ છીએ તેને માટેનો સંઘર્ષ કર્યા વગર જ તે જગ્યા મેળવવાની ઈચ્છા રાખવી અને તે ન મળતા આખી સીસ્ટમને ભાન્ડવી તે તો ક્યાંનો ન્યાય??

રહી વાત તમારે બાબા સાહેબને રાષ્ટ્રપિતા તરીકે પ્રસ્થાપિત કરવા છે; તો તેને માટે તમને કોઈએ રોક્યા નથી; તે ભારત વર્ષના લોકો પણ સ્વીકારે તે માટે તમારે હજુ પણ વધારે સંઘર્ષ કરવો પડશે. વળી તમે એ કહેવા માગો છો કે બાબા સાહેબને મહાત્માએ અલગ રાષ્ટ્ર નહિ માગવાની વિનંતી કરી અને તે બાબા સાહેબે સ્વીકારી એ બે માંથી એક જણની ભૂલ!! તમારી આ વાત ચોક્કસ સાબિત કરે છે કે તમે વિચાર્યા વગર જ લખો છો. જરા કલ્પના કરી જુઓ – મેં જે ઉપર દલિત સોસાયટીના રહીશોના ઉદાહરણ આપ્યા તે પ્રકારનો આખો દેશ જો હોય તો ??? આફ્રિકાના Ruananda ને Burundi દેશોના નામ સાંભળ્યા છે?? આ પ્રકારના સમાજે આઝાદી માગી અને મળી ગઈ અને ૨૦ વર્ષો સુધી નર-સંહારનું તાંડવ ચાલ્યું. ભારત દેશના માત્ર બે જ ભાગલા પડ્યા અને તે દરમ્યાન કેટલી માનવ જીંદગીઓને સોથ નીકળી ગયો તે ખબર છે? મહાત્માએ તો મહંમદ અલી ઝીણા ને પણ આ જ રીતે વિનંતી કરી હતી પણ તે માન્યા નહિ અને પરિણામ આખી દુનિયાની સામે છે – પાકિસ્તાન!!

તમારા જવાબની ઈચ્છા સહ.

Rajesh Padaya says:
January 18, 2012 at 4:08 pm
0 0 Rate This
Please read this also…
http://www.hinduwebsite.com/hinduism/h_caste.asp#fn14

PRAFUL SHAH says:
January 18, 2012 at 8:03 am
0 0 Rate This
PANDYAJI, I UNDERSTAND YOUR THINKING AND EXPERIENCES, AND OF BABA SAHEB IN GUJARAT BARODA. WE ARE SORRY YOU BLAME VARNA VYAVASTHA, I AGREE AS IMPLEMENTED BY AND SINCE GENERATIONS. NOW SINCE INDEPENDANCE AND AS DRAFTED IN THE CHAIRMANSHIP OF BABA SAHEB, ANAMAT WAS GIVEN AND EXTENDING AND MANY HAVE BEEN BENEFITED AND DAUGHTER OF OUR LATE DY.PRIME MINISTER JAGJIVAN RAM -MIRABEN AND SO MANY GENTS AND LADIES ARE IN CHAIR OR ENJOY HIGH LIFE IN THIS COUNTRY OF MAJORITY

YOU KNOW I HAVE READ ONE BRAHMIN FAMILY OF SIX WAS EARNING NOT EVAN BREAD WAGE , FROM RAGS PICKING IN THE SAME NEW DELHI.. NATION IS DOING AND MANY ARE ENJOYING BENEFITS, BUT ANY ONE ENJOYING LET THEIR HANDS TO THEIR BROTHERN, IF SO – WE ALL CAN ENJOY EQUALITY, SPEEDILLY. BUT AS YOU CAN UNDERSTAND,

I WAS WHEN STUDYING IN CHILDHOOD IN 2020/2030. WE WERE SEATING TO GETHER IN CLASS.HE WAS HARIJAN WAS OUR MONITER AND FIRST CLASS FIRST STUDENT, AND CAPTAIN OF OUR CRICKET TEAM HE IS SHRI MANIBHAI COMING WITH BATHING,CLEAN HALF PENT AND SHIRT. NO DOUBT HE IS HAPPY WORKING IN GEB. IN ORDINARY POST.

POVERTY CAN ONLY BE WIPED OF BY SELF TRYING THE SAME WAY SELF HELP IS NECEXSSARY BY THE SIDE OF ANAMAT. DALIT-MUSLIM SAME WAY MANY HINDUS ARE SUFFERRING AND NOW A DAYS BHRAHMIN ARE MAHARAJ AS COOKS OR PATAWALAS, SORRY WE CAN WRITE, THINK AND EVAN SHOUT OUT.

IN MY TEXTILE MILLS THEY WANTED TO SEAT IN TOENJOY HOTEL OR CANTEEN ENTRY, BUT THEY DID NOT WANTED THE PERSONS OF THEIR COMMUNITY OF LOWER LEVELS TO SEAT WITH THEM. OUR EDUCATION MINISTER OF THAT TIME HAD BEEN OUR GUEST ,HE WAS REQUESTED BY HIS CASTE FELLOWS TO SEAT STAY AND ENJOY DINNER,IN OUR CHALS, BUT PREFERRED WITH US TO ENJOY. AS OUR GUEST. SORRY I AM AN ORDINARY MAN OF 88 I BEING BANIA, BUT WAS NOT TREATED WELL I WAS OR NO VAG-VASILO., NO MONEY TO STUDY IN SPITE MANY FUNDS AND TRUSTS ARE WORKING FOR US, I DO NOT PREFERRED THE WAY OF GETTING HELP AND WORK HARD. GOD BLESS YOU ALL WE TO UNDERSTAND LIVE AND LET LIVE.

Rajesh Padaya says:
January 18, 2012 at 10:16 am
0 0 Rate This
My Dear Brother, I am sorry for poor Brahmins and other suffering poors of High Class society. I have lots and lots of sympathy for poors doing garbage picking or doing other mean natured work. I never recommend those my brothers to undergo any kind of slavery or dirty picking and begging works, If situation permits, I am the first person to run for their help, and in my office or in my neighbour all are knowing my nature is of that type. But when a talks of “Manuwaad” arises I hate that kind of rigidity. I value and respect the open-ness of High Class Society, but majority are still bound with that rigidity when the point of earnings in whatever field comes before. If Baba Saheb had earned what he has, is just because of the whole hearted support of Shri Shahu Maharaj and Shri Shahu Maharaj had respected Baba Saheb by providing suitable job but same kind of rigidity had been the reason behind conversion of Baba Saheb. Main thing is Baba Saheb had never hated India but “Manuwaadd.” Now a days, we are living on very thin line of understanding and recognition, Backwards are now rising to so many high standards which were not even looked at by the backwards but present day a noble gesture of Government had lifted the Backward class of peoples and all thanks goes to Baba Saheb Bhim Rao Ambedkar……. salutes to Baba Saheb and Indian Government and Open hearted Elite Class………… please keep it up doing so, backward class needs is some more time may be just of 20-30 years more, moreover, present well educated backwards are not now claiming reservation just because they are educated enough but not that much educated enough to break the barriers of rigidity from the minds of rigid manuwaadi brothers and sisters. I pray to God to give them wisdom to provide 100% help and guidance to backwards of India to bring up India in the eyes of Almighty Father God……..

Rajesh Padaya says:
January 18, 2012 at 9:46 am
0 0 Rate This
અતિ ઉત્તમ જવાબ આપ્યો સાહેબ આપશ્રીએ…… મારા જવાબને વિરોધ ન માનો તો વધુ સારુ કેમ કે મે જે અનુભવ્યુ છે એ લખુ છુ અને જેને દુખતુ હોય એ જ દર્દનુ દુખ જાણે. બાબા સાહેબે ગાંધીજીનુ માન રાખીને અલગ દેશની મમત ના પકડી રાખી એ બદલ બાબા સાહેબ નો ખુબ ખુબ આભાર, સાથે સાથે હુ સર્વ દલિતો- પછાતોને દોષ નથી આપતો પણ સર્વ ઉચ્ચ જાતીના મુરબ્બીઓને વિનવુ છુ કે આટલા ઓછા ટુંકા ગાળામાં દલિતો પાસેથી વધુ આશા કેમ રાખો છો, કેમ કે ફક્ત ૬૨ વરસના ટુંકા ગાળામાં એક તરછોડાયેલા અને યુગો યુગોથી પશુમય ગુલામી જેવુ બદતર જીવનારાઓએ હજુ તો આઝાદીની મજા પણ ચાખી નથી કે દેશમાં અનામત વિરોધીઓ ઉઠી આવે છે, શું કોઈ પ્રજા ફક્ત પ૦-૬૦ વરસમાં એ પણ એમના પર ચડી બેસેલાઓ પાસેથી જ લડીને મળી આવતી મદદોથી સંપુર્ણ સ્વતંત્ર થઈ શકે છે? કદી નહિ. એ ફક્ત ત્યારે જ્ સંભવશે જ્યારે સંપુર્ણ દલિત જાતિઓ ઉચ્ચ ભણતર પામશે.

ઓફિસોમાં, ભણતરમાં, ભરતીમાં, રમત-ગમત, રાજકારણ, ધંધા, વગેરે સર્વ ઠેકાણે સગાવાદ થી અન્ય ઉચ્ચ જાતીના લોકોની ભરણી થાય છે, ફક્ત એક દલિત-પછાત વર્ગ જ સરકારી ઈમાદાર મદદે, ફક્ત અને ફક્ત આર્થિક સધ્ધરતા પામે છે જ્યારે એની વૈચારીક માનસિકતા આપ શ્રીએ વર્ણવી એવીને એવીજ રહે છે, કેમ કે એ અન્ય ઉચ્ચ જાતિઓની નફરતના કારણે ફક્ત પોતાના વાડામાં જ વિકસી શકે છે અને પોતાના વાડાનો જ પ્રકાશ મેળવે છે.

મનુવાદથી સંપુર્ણ સ્વતંત્રતા માટે વૈચારીક ઉચ્ચતા પામવા ઓછામાં ઓછા બીજા બસ્સો વરસ લાગશે કેમ કે એક કે બે પેઢીના બદલાવથી યુગો યુગોથી ગુલામી ભોગવતી પ્રજા રાજા બની નથી શકતી. અને મારો મત ભારતવાસીઓથી અલગ થઈને બીજુ પાકિસ્તાન ઉભુ કરવાનો નથી પણ જેવી રીતે અન્ય બીજા ત્રણે ઉચ્ચ વર્ગોને મળે છે એવી માન્યતા અને સ્વતંત્રતા દલિતો પછાતોને પણ આપોઆપ અનાયાસે વગર પ્રયાસે મળી જાય તો ખુબ જ મજા પડી જાય. જો કે વર્તમાન સમાજમાં ૩૦-૪૦ ટકા ની ઉદારતા જોવા મળે છે એ બદલ સંપુર્ણ ભારતના ખુબ ખુબ આભાર પણ હજુએ વધુ થવાની જરુર છે.

હજુ પણ મુંબઈમાં કે અન્ય શહેરો કે ગામડાઓમાં કોઈ શુદ્ર કે પછાત કોઈ કરીયાણાની કે હોટલ કે બીજા મલાઈદાર ધંધાઓ કરી નથી શક્તો કેમ કે ભારતમાં ઘણા લોકો (સંર્વ ભારતીઓ નહિ હોં) જાત પુછીને આજે પણ પાણી પીવે છે તો પછી એવી દુકાનો કે હોટલો ચાલી જ નથી શકતી કે ચાલવા નથી દેવાતી, ચાલી શક્તી હોય તો બતાવો એક બે હોટલો કે દુકાનોના નામ? કેટલા શુદ્રો પશુપાલન કરી શકે છે? કેટલા પછાતોની દુધની દુકાનો છે? પછાતોએ ફક્ત અને ફક્ત મજુરીના જ કામો કરવા, શુ પછાતો ખેલાડી ના બની શકે? લડવૈયો ના બની શકે? અને હા પછાત અગર લડવૈયો બનવાની કોશિશ કરે તો અધિકરીઓ એમનો દંડુકો ચલાવી એની કમર જ તોડી નાંખે છે, જ્યારે ઉચ્ચ જાતિના બહાદુરોને શિરપાવ અપાય છે. અછુતોને ગુંડાઓ કે મવાલી કહેવાય છે જ્યારે એવુજ કાર્ય ઉચ્ચ જાતિનો વિરલો કરે તો એની વાહ વાહ ની હારમાળાઓ પધરાવાય છે. શુ આ બધુ અત્યાચારી નથી? હિંદી ગુજરાતી અને અન્ય ફિલમોમાં દરેકે દરેક હિરોઈન બ્રાહ્મણ કુળની જ હોય છે અને એની દરેક અદાઓને અને અંગ પ્રદર્શનને કલામાં ખપાવાય છે અને શુદ્રની દિકરીઓની ઈજ્જત આબરુ લુંટી લેવાય છે આવુ જોવા મળે છે ત્યારે મારો આત્મા ખુબ દુઃખી થાય છે. ભારતમાં આ દંભ મટે તો વધુ મજા પડે અને દલિતો-પછાતો અને ઉચ્ચકુળોમાં ભાઈચારો વધે તો જ દેશનો ઉધ્ધાર થશે. દલિતો-પછાતો માટે ઉચ્ચજાતિના લોકોએ ઘણુ જતુ કરવાની જરુર છે અને સાથે સાથે મનુવાદના માર્યાઓએ પોતાને પણ માનસિક પ્રગતિ કરવાની જરુર છે. બાબા સાહેબે સીડી આપી છે એ સીડી પર ચડીને હાથીઓ બનાવવાની જરુર નથી પણ આત્મિકતા કેળવવાની જરુરત છે. અને સૌથી છેલ્લી પયરી છે રોટી અને બેટીનો સંબંધ બંધાય ને ઓછામાં ઓછા બસ્સો વરસ સુધી ચાલે તો જ દલિતો ખરા ભારતીય કહેવાશે નહિ તો ગુલામીની દ્રષ્ટીએ મુલવાતા રહેશે, just next to impossible

GUJARATPLUS says:
January 18, 2012 at 11:23 am
0 0 Rate This
thread related articles…..

http://en.wikipedia.org/wiki/Black_History_Month
http://en.wikipedia.org/wiki/Dalitstan.org

Rajesh Padaya says:
January 18, 2012 at 10:22 pm
0 0 Rate This
I do not approve any kind of separatist movement like Dalistan.org or else against Indian but still have in mind to oppose this “Manuwadi” and “Dalistanwadi” movements. Both the movements are wrong for bright future of India and peace of indians, I strongly urge to all brothers not to give voice to such a movements and brothrehood be preached and practiced among all, it is my earnest urge……..

ashok bhatti says:
January 18, 2012 at 1:40 pm
0 0 Rate This
બિલકુલ બકવાસ લેખ છે.વત્સલ જી નો.ગમે તે કહો .દલિતો ક્યારેય નહિ ભૂલે કે મનુસ્મૃતિ જ તેમના દુખ ની ઝ્ડ છે.અન્ય દેશો અને ભારત ની વર્ણ વ્યવસ્થા માં જમીન આસમાન નો ફરક છે.બે વર્ગો ની લડાઈ ભલે દુનિયા આખી માં હોય.અને રહેવાની.બળિયા ના બે ભાગ .એ કહેવત પણ નિર્વિવાદિત સત્ય છે.પણ ભારત ની વર્ણ વ્યવસ્થામાં તો તેની પાસે થી શિક્ષા નો.વ્યપાર નો.અને શસ્ત્ર ધારણ કરવા નો અધિકાર પણ છીનવી લીધેલ ત્યારે કઈ રીતે લડે ?બાબા સાહેબ લીધે બંધારણ માં આજે એ તમામ અધિકારો કંઇક અંશે મળ્યા તો કંઇક પ્રગતી પણ થઇ છે. બાબા સાહેબ ના વિચારો .સિધાંતો.ના માર્ગદર્શન ની આંગળી પકડી ને જ દલિતો પોતાના અધિકારો મેળવશે એમાં કોઈ શક નથી.

રાજેશ પડાયાનો શ્રી

@ Dear Brother MechSoul, આપે કહ્યુ કે
“”કૌસ માં લખેલી વાતો સિવાય ની વાતો સાથે સહમત

(તમે કોઈ બ્રાહ્મણ યુવાનને પટાવાળા કે ડ્રાઈવરની નોકરી કરતો જોઈ શકો છો જે ભલે જન્મે બ્રાહ્મણ છે પરંતુ કર્મે તો શુદ્ર જ છે; અને સમાજ માં (અરે તેના પોતાના સમાજમાં પણ) તેનું સ્થાન પણ શુદ્ર જેવું જ છે!! તે જ રીતે કોઈ દલિત વ્યક્તિ પોતાની આવડત અને સૂઝ બુઝ ના જોરે શિક્ષક બની શકે છે અને તેનું સ્થાન પણ (જો સાચો શિક્ષક હોય તો) સમાજમાં ગુરુ જેટલું જ પૂજનીય થઇ શકે છે!! )

બે પ્રશ્નો ના જવાબ મળશે ??
૧) ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એ “મનુસ્મૃતિ” દહન ખરેખર શા માટે કરેલું ?
૨) ઢળતી ઉમરે તેમને બૌધ્ધ ધર્મ અંગીકાર શા માટે કરેલો ? “”

દલિત પોતાની આવડત અને સુઝ બુઝના જોરે શિક્ષક બની શકે છે”” આ આપે તદ્દન સત્ય કહ્યુ છે, હુ જોડુ છુ કે ફક્ત શિક્ષક જ શું કામ, વધુ ઘણુ કરી શકે છે, આજે ઘણા દલિતો ભણીગણીને ખુબ આગળ જઈ રહ્યા છે, અને હવે તો પોતાને દલિત પણ ઓળખાવવા નથી માંગતા. મારો પણ વિરોધ થઈ રહ્યો છે, પણ બાબા સહેબની મહાનતા જુઓ, એમણે સમાજને ઉત્તમ રાહ દેખાડ્યો પણ જેવી ભારતે “બાપુ” ની ઉત્ત્મોત્ત્મ વાતો ને કોરાણે મુકી દઈને ફરીથી પ્રાચીન સંપત્તિ વાદ અપનાવી ગીતાએ શીખવેલી ભરપુર આત્મિકતાને ઠોકર મારીને મહાન વિભુતીઓએ કરેલા બલિદાનોનુ ફજેતી આજે ઉડાવી રહ્યા છે એવી રીતે બલ્કે એથી ઓછી કક્ષાએ પછાતો પણ બાબા સહેબની ઉત્તમતાને ભુલી ગયા છે. આજે સંપુર્ણ ભારત દેશ અંધકારની ઉંડી ખાઈ માં પડ્યો છે, ભૌતિકવાદમાં પોતાના ઉત્તમ મનાતા હિંદુવાદને છોડી દિધો છે અને અલગ જ પ્રકારના હિંદુવાદને અનુસરી રહ્યા છે, આ સત્ય આજે દરેક હિંદુ ભાઈ પણ સમજે છેપણ ધનની લ્હાય, અને જીંદગીને ભૌતિક મસ્તી માણવામાં પોતાની મહાનતા ગુમાવી ચુક્યા છે. એનો અનુભવ અને સ્પર્શ આજના પિક્ચરો અને ટીવી કાર્યક્રમોમાં ખુલ્લેઆમ જોઈ શકાય છે. બાપુએ સાદાઈ અપનાવી હતી પણ આપને બધા ટીપ્ટોપમાં માણસાઈ ભુલી ગયા છીએ. “અનામત” હિંદુવાદને લાગેલા “વર્ણવ્યસ્થા” ના ડાઘને ધોવાનો ઉત્તમ માર્ગ બાબા સાહેબે ચિંધ્યો છે અને પછાતો આજે ઉચ્ચ વર્ગની બરાબરી કરવા જઈ રહ્યો છે ત્યારે મનુવાદી વિચારધારા દલિસ્તાનને જ્ન્માવી વિશ્વ સ્તરે હિંદુવાદને પોતાના હસ્તે જ પોતાની મહાનતા ઉપર કુહાડીનો ઘા મારીને જગત થી વધુ વિખુટા થઈ રહ્યા છે, અને આ બધાની અસર “દલિત” ભોગવે છે……. વધુ સમય મળ્યે લખીશ ઓફિસ જવુ છે…….

 શ્રી દેસાઈની કોમેન્ટ ઘણી જ રસપ્રદ છે. મનુ-સ્મૃતીનુ તો સમજ્યા ભાઈ પણ, ભગવદગીતાને બધા જ નિર્વિવાદ પણે ધાર્મિક ગ્રંથ માને છે અને જો તેમાં આવી ટિપ્પણ હોય તો તેનું શું?

સૌથી મહત્વની વાત – જો તમે (સનાતન ધર્મી) હિંદુ છો તો તમને વિચારોનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય છે. ભગવદ્ગીતા ભલે ભગવાનના શ્રીમુખની વાણી હોય તેનાથી ભિન્ન મત ધરાવવાની તમને સંપૂર્ણ છૂટ છે. હું એમ પ્રતિપાદિત કરવા પ્રયત્ન નહિ કરું કે ભગવદગીતામાં કહ્યું છે તેથી તે સનાતન સત્ય છે અને તેની વિરુદ્ધની વાત વિચારી પણ ન શકાય!! અને વાસ્તવમાં જો ભગવદ ગીતાનો જ આધાર લઈને કહેવું હોય તો કહી શકાય કે – इतिते ज्ञानमाख्यातं गुह्याद गुह्यतरं मया | विम्रुश्येतद्शेषेण यथेच्छ्सी तथा कुरु || – અધ્યાય ૧૮; શ્લોક ૬૩. શ્રીકૃષ્ણે જ કહ્યું છે કે મેં તો તને આ બધું કહ્યું છે; તું તારી (બુદ્ધિ પ્રમાણે વિચારીને) ઈચ્છા પ્રમાણે કરી શકે છે. શ્રીકૃષ્ણે અર્જુનને (અને તે રીતે ભગવદગીતા અનુસરનાર બધાને પણ) તેમની ઈચ્છા પ્રમાણે વર્તવાને માટે સ્વતંત્ર રાખ્યા છે. તેમણે પણ પોતાના વિચારો લોકો પર ‘ઠોકી’ બેસાડવાની વૃત્તિ નથી રાખી.

અને તેથી પણ મહત્વનું!! શું તમે કે હું કે પછી ભગવદગીતાને છાતી સરસી ચાંપીને તેનું રટણ કરીને જ રહેનાર – જીવનાર પણ સંપૂર્ણપણે ભગવદગીતામાં વર્ણવેલ જીવનરીતીનું પાલન કરે છે? કરી શકે છે? ભગવદ ગીતામાં વર્ણવેલ અર્જુન ન બની શકો તો કાઈ નહિ તમે તેમાં વર્ણવેલ સ્થિતપ્રજ્ઞ બની શકો છો? જો એમ નથી જ થઇ શકવાનું તો પછી આવી બાબતનો પણ વિવાદ શા માટે કરવો? અને કોઈ કરે તો તેને મહત્વ પણ શા માટે આપવું?

આપણે એવું શા માટે માનવું (કે મનાવવું) પડે કે દરેક મહાન વ્યક્તિ ‘સંપૂર્ણ’ છે? શ્રી કૃષ્ણ મહાન હતા પરંતુ સંપૂર્ણ તો ન જ હતા; તેનો સ્વીકાર પણ તેમણે કર્યો છે. અને કદાચ તેમની અને જગતના બીજા અબજો વ્યક્તિઓની દ્રષ્ટીએ તે સંપૂર્ણ હતા તો પણ તમારો કે મારો મત તેમનાથી અલગ હોઈ શકે છે અને તેમ કરવાનો આપણને સંપૂર્ણ હક્ક પણ છે. માટે આ બધી બાબતો ને વિવાદનું કારણ બનાવવા કરતા જે તે પુસ્તકમાં રહેલ આજના જમાના માટેની પ્રસ્તુત ‘સારી વાતો’ ને સ્વીકારી તેને અનુસરીને પોતાની જીંદગી આજના પરિપ્રેક્ષ્યમાં સુધારવાનો પ્રયત્ન કરવો તે જ આપણે માટે શ્રેયસ્કર છે.

શ્રી દેસાઈ, જો તમે તમારા વર્ણવેલા શ્લોકની વંશાવળી જાણવા માટે આ પ્રશ્ન કર્યો હોય તો તેને માટે હું તમને સંશોધકોનો સંપર્ક કરવા કહીશ. તમારા આ ઉલ્લેખ પાછળનો કદાચ એ મતલબ પણ હોય કે મહાભારતનો સમય ગાળો તો મનુ-સ્મૃતિની રચના પહેલાનો મનાય છે અને તેમાં જો આ પ્રકારનો વર્ણ વ્યવસ્થાને દર્શાવતો શ્લોક હોય તો બે દેખીતી શક્યતાઓ છે – ક્યાંતો મહાભારતના કાળમાં પણ વર્ણ વ્યવસ્થા પ્રવર્તમાન હતી; અથવા બીજી શક્યતા કે મનુ-સ્મૃતિની રચના બાદ થયેલ ભગવદ્ગીતાના સંસ્કરણોમાં આ શ્લોક યુક્તિથી મૂકી દેવામાં આવ્યો; જેથી આ મહાન ગ્રંથમાંથી પણ આવનારી પેઢીઓને વર્ણ-વ્યવસ્થાનું પ્રમાણ આપી શકાય!! આપણે તો કલ્પના જ કરવાની છે. પરંતુ મારા મત પ્રમાણે મહાભારતના સમય કાળમાં પણ વર્ણ વ્યવસ્થા પ્રવર્તમાન હતી. તેનું મુખ્ય ઉદાહરણ એકલવ્ય છે. અને તેના વિપરીત દિશાના ઉદાહરણો પણ છે. જેમકે કર્ણ – જે સૂતપૂત્ર કહેવાતો હતો તેને તેની ક્ષત્રિય તરીકેની લાયકાત હોવાને કારણે નાનકડું રાજ્ય આપીને રાજાનો દરજ્જો પણ આપવામાં આવ્યો હતો. (અહી એ ધ્યાન રાખવું ઘટે કે; વાર્તા મુજબ કર્ણ ભલે કુંતી એટલે કે રાજરાણીનો પૂત્ર હતો; પરંતુ જે સમયે તે ધ્રુપદના દરબારમાં લક્ષ્યવેધ કરવા માટે આવ્યો ત્યારે અને તે પછી પણ દુર્યોધનને એ વાતની ખબર ન હતી. અને તેને રાજ્ય આપીને રાજાનો દરજ્જો આપનાર પણ દુર્યોધન જ હતો – કેવું આશ્ચર્યજનક કથા વસ્તુ છે – વાર્તાના વિલનના હાથે એક ઘણું સારું કામ થાય છે!!). બીજા ઉદાહરણો શોધવા બેસીએ તો કદાચ મળી આવે (તેને માટે સંશોધકોની મદદ લેવી પડે) પરંતુ મારા મતે મહાભારતના સમય ગાળામાં પણ જન્મના વર્ણને આધારે વ્યક્તિનો દરજ્જો નક્કી કરી દેવાતો હતો; પરંતુ તે છતાંય તેને તેની કુશળતા બતાવવાની છૂટ હતી અને જો તે કુશળતા બતાવી જાણે તો તેને તેનું સન્માન પણ મળતું અને તેના દરજ્જામાં સુધારો પણ થતો (જેમ આજના જમાનામાં શક્ય છે તેમ જ !!) પરંતુ ત્યારબાદના ભારતના અંધારકાળમાં ઉચ્ચ વર્ણમાં જન્મેલા પરંતુ તે માટેની યોગ્યતા ન ધરાવતા લોકોને તેમની અ-યોગ્યતા હોવા છતાં પણ ઉચાઈના ફળો ખાધે રાખવા હતા માટે; તેમણે પોતાની સગવડ ખાતર જન્મને સમયે જે નીચા કૂળમાં હોય તેમને માટે યોગ્યતા પૂરવાર કરવાની તકો પણ બંધ કરી દીધી અને કાળક્રમે આખી સુંદર સમાજ વ્યવસ્થા અત્યંત વરવી વર્ણ-વ્યવસ્થામાં ફેરવાઈ ગઈ.

હવે આજ વસ્તુ આજના પરિપ્રેક્ષ્યમાં જુઓ; ભારતના ભાગલા (હું ભારતની આઝાદી એમ ઉલ્લેખ નહિ કરું) પછીના ૬૨ વર્ષ જેટલા ટુકા સમયગાળામાં આ ઇતિહાસનું પુનરાવર્તન અનેકવાર થયેલું આપણે જોયું છે – ભારતની સંસદમાં!! પ્રથમ સંસદમાં બેઠેલા સાંસદો (તેમને મનુ-સ્મૃતિની પહેલાના કાળના બ્રાહ્મણો સાથે સરખાવી શકાય) ખરા અર્થમાં મહાનુભાવો હતા અને સંસદની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. તેઓ સમગ્ર પ્રજાને લક્ષ્યમાં રાખીને વિધેયકો તૈયાર કરતા અને તે સંસદમાં પસાર કરી તેને કાયદાનું સ્વરૂપ આપવામાં આવતું. આમ આપણી કાયદાપોથીઓ (Constitution of India and Indian Penal Code) પણ ઘડાઈ. (અહી તમે તેને મનુ-સ્મૃતિ કહી શકો છો.) કાળક્રમે સંસદમાં બેસનાર લોકોની ગુણવત્તામાં ઘટાડો થતો ગયો અને આજે તો તેમણે નીચાઈઓની હદ પણ પાર કરી લીધી છે. પરંતુ આજે પણ તેમને સાંસદો જ કહેવા પડે છે અને તેમનો દરજ્જો જરાય નીચો ઉતર્યો નથી!! પછી ભલે તેને માટે તેઓ યોગ્ય હોય કે ન હોય!! (મનુ-સ્મૃતિની રચના પછીના કાળમાં ઉચ્ચ વર્ગની ગુણવત્તા આવી જ રીતે નીચે ગઈ હોવી જોઈએ) તેઓ એવા વિધેયકો બનાવે છે અને પસાર કરે છે કે જેનાથી જનતાનું ભલું થાય કે ન થાય; તેમનો તો વાળ પણ વાંકો ન થાય અને વળી પાછું સ્થાન પણ કાયમ માટે જળવાઈ રહે તે નફામાં. તેઓ તેમની આસપાસના સમાજને એવી રીતે વાળવા અને મરોડવા માંગે છે કે તેમની દુકાન ક્યારેય બંધ ન થાય અને પેઢીઓ સુધી તેમનું સ્થાન સમાજના ઉપરના સ્તરે જળવાઈ રહે!! મનુ-સ્મૃતિની રચના અને તેમાં વર્ણવેલી વ્યવસ્થા – મે અગાઉ પણ ઘણી વાર ઉલ્લેખ કર્યો હતો તેમ – જે તે સમયની સમાજ્વ્યવસ્થાનો ચિતાર આપતો દસ્તાવેજ હોય તેવું વધારે લાગે છે. નહિ કે કોઈ કાયદાનું પુસ્તક કે કોઈ rule-બુક. અને ત્યારબાદના જમાનામાં તેનો મન-ભરીને દુરુપયોગ કરવામાં આવ્યો છે. આજે પણ હાથીના પૂતળા મૂકનારાઓ તેનો (વિપરીત રીતે પણ) ભરપૂર દુરુપયોગ કરી રહ્યા છે. અહો વૈચિત્ર્યમ !! મરો તો પહેલા પણ નીચલા વર્ગનો જ થતો હતો અને આજે પણ નીચલા વર્ગનો જ થાય છે. હા પહેલા માત્ર જન્મે જે નીચા હોય તેનો જ મરો થતો; આજે તો જન્મે નીચા હોય કે ના હોય; જો આર્થિક રીતે નબળા હોય તો તેમણે આ નવા ઉદભવેલા ઉચ્ચ વર્ગથી કચડાવાનું છે તે નક્કી જ છે!!

rajeshapadayaa says:

શ્રી વત્સલ ઠાકોરજી, આપે ઉત્તમ રીતે ગીતા અને અન્ય હિંદુશાસ્ત્રોની પોલંપોલ ઉઘાડી કરી આપી, એ બદલ આપના ખુબ ખુબ ધન્યવાદ. આપશ્રી એ જે ચિત્રણ કર્યુ છે એ પરથી સિધ્ધ થાય છે કે ગીતા, મહાભારત રામાયણ એ ફક્ત વાર્તાઓ છે અને એને લખનારા શ્રી વેદવ્યાસજી છે (હુ એમને ઋષિ નહિ કહુ પણ લેખક કહિશ) અને એ વાર્તાઓમાં વર્ણવ્યસ્થાનુ દુષણ દરેક પ્રસંગોમાં છલકી આવે છે અને એ દુર્વ્યવસ્થાને વ્યવસ્થિત રીતે સ્થાપિત કરવાની રીતે લખાયુ છે. દરેક પ્રસંગમાં કોઈને કોઈની સાથે દુષ્ટતા વર્ણવવામાં આવી છે અને એને શત્રુ મનાયો છે અને એનો ઘડો લાડવો કરાયો છે.

શ્રી દેસાઈજીનો શ્લોક આપ ધ્યાનથી વાંચશો તો   એ જાતિઓ માટે નથી લખાણો પણ માનવિય સ્વભાવ માટે લખાયો છે અને હુ એ શલોકને માનવિય સ્વભાવ માટે વાપરુ છુ

કેમ કે ચારેય પ્રકારના સ્વભાવ તો દરેકે દરેક ઠોકી બેસાડાયેલા ચારેય વર્ણોમાં મળી જ આવે છે. શુદ્રોમાં બ્રાહ્મ્ણ્ત્વ દેખાઈ આવે છે એવી જ રીતે બ્રહ્મણોમાં પણ શુદ્રતા જોવા મળે છે, એવુ જ દરેક વર્ણમાં સમજવુ. પણ આતો ઠોકી બેસાડાએલુ છે અને શુદ્રો અતિ નિર્બળ હોવાથી ચાલી રહ્યુ છે.

ચાલો જવા દો, એ નકામી વાતો પર ચર્ચા કરવાનો કોઈ ઈરાદો નથી કેમ કે એ બધી જ વાર્તાઓ આજે પોતે જ પોતાની બુરાઈ જાહે કરનારી છે અને આજના જમાનામાં કોઈ મહત્વ નથી રાખતી, અન્ય ધર્મિઓ એને જ દુષણ માને છે અને બંધુત્વ વધારવાને બદલે કડાવાહટ ફેલાવનારી આપોઆપ જ ઉપસી આવે છે.   કેમ કે જો એ મહત્વની હોત તો બાપુએ એ વાર્તાઓના આધારે ભારત દેશને આઝાદી અપાવી હોત પણ બાપુએ તો અન્ય ધર્મની રીતીઓ અપનાવીને ભારતદેશને આઝાદી અપાવી છે એ કડવુ સત્ય આપને સમજાય એ માટે ભાર દઈને આપની સમક્ષ ધરુ છુ.

આજે પણ ભારતના કોઈ પણ ધાર્મીક પુસ્તક, મનુસ્મૃતિ અથવા વેદ-પુરાણ ભારતદેશ પરથી વર્ણવ્યવસ્થાનુ કલંક મટાડવાને બદલે બધુ હિંદુ ધર્મને વધુ ગંદલો કરે છે અને કર્યો પણ છે એટલે જ આજે જગતના મોટાભાગના દેશો ભારતને નફરત ભરી દ્રષ્ટીએ જ જુએ છે. હિંદુ ઘરમાં જન્મ્યો હોવાથી બચપણથી જ આ પુસ્તકો મે ૪૨ વરસ સુધી વાંચીને, પુજીને જાનવર જેવુ બદતર પાપીલુ અને અક્કલ વગરનુ નફરત ભર્યુ અમાનવિય જીવન જીવતો હતો પણ મને ઉધ્ધાર તો અન્ય પુસ્તકોમાં દેખાય છે. વૈશ્વિક બંધુત્વ અન્ય પુસ્તકો માં દેખાયા છે. કબીરજીએ, અખાએ  હિંદુઓને તો રીતસરના ચાબખાઓ માર્યા છે, બીજા કોઈ ધર્મીઓને નહિ, શું કામ? નાનકજીએ સત્ય પામવા માટે ઠેઠ યેરુશલેઈમ, મક્ક મદીના સુધી દોટ મુકવી પડી. શુ કામ? દયાનંદ સરસ્વતિજીને આર્ય સમાજ ઘડવો પડ્યો, શુ કાંમ? બાબાસાહેબ ને પણ હિંદુ જન્મ્યા હતા પણ એમેને શાંતિ બૌધ્દ ધર્મી દેખાણી, આવુ કેમ છે?

આપની વાતોએ પણ કોઈ પ્રકારની ધાર્મિકતા, મારા કે અન્ય પછાતોના આત્મા ને હલાવી મુકે કે પસ્તાવો  ઉત્પન્ન કરાવી મુકે એવી કોઈ વાતો પ્રગટ નથી કરી. હા, મનમાં ફક્ત ડર અને આતંક જરુરથી ઉત્પન્ન કરાવે છે આપશ્રીની વાતો ફક્ત અને ફક્ત નફરત ફેલાવે છે, ભય ફેલાવે છે, આતંક ફેલાવે છે અને વર્ણવ્યવસ્થાને મજબુત કરતી પુસ્તકની વકિલાત કરો છો એ બદલ મને વધુ સાનંદ આશ્ચર્ય થાય છે કે મનુસ્મૃતિ પુજનાર કેટલા સખત હોય છે. વાતો તમે ભાઈચારાની કરો છો અને શુદ્રને તમે દુર ભગાડો છો તો શુદ્રએ શું કરવુ? શુદ્ર ક્યાં જાય? અન્યાય સહન કરવો કે અન્યાય ન થાય એ માટે બોલે.

આપની પાસે છે કોઈ માનવતા ભર્યો ઉપાય તો બતાવો, અભણ અને અબુધ પછાતોને એમની હલકાઈમાં ન ફસાવો. નેતાઓ, શિક્ષકો, ધંધાર્થીઓ અને હવે તો દેશના રક્ષકો પણ શુદ્રતા પ્રદર્શીત કરે છે તો એ બધા શુદ્ર નથી શુ? મેલુ ઉપાડનારા કે મજુરી કરનારા જ શુદ્ર છે? ગંદકી કરનાર શુદ્ર કહેવાવો જોઈએ કે ગમ્દકી હટાવનાર? બાપુએ હરિજનોના ઘરોમાં જઈને મહત્મા જેવુ પદ પામ્યા. દેશના ગરીબોને જોઈને પોતાની જાહોજલાલી છોડી દિધી અને મહાત્માનુ બિરુદ પામ્યા. “બાબા” એ વકિલાતની ધિકતી કમાણી મુકીને દલિતોના મસિહા બની ગયા અને મહાન સપુત કહેવાણા, સાંઈ બાબાએ ફાટેલા કપડા પહેરીને ગરીબો માટે ગરીબ બન્યા, ધારો કે આ મહાન સપુતો ધનવાન અને મનુવાદી બન્યા હોત તો આજે આ દેશની શી હાલત હોતે?

આપશ્રીને મારી નમ્ર વિનંતિ છે કે દલિતોના મારક નહિ, મસીહા બનો, કોને ખબર આપશ્રી પણ મહાત્મા બની જાઓ? એકંદર મજા આવી, ઘણુ શીખવા મલી રહ્યુ છે, હુ નફરત નહિ પણ પ્રેમ ફેલાવુ છુ થઈ શકે તો મદદ કરશો એવી અપેક્ષા રાખુ છુ. ફક્ત શુદ્રને જ એની શુદ્રતા માટે ભાંડવો ના જોઈએ, દરેક વર્ણોમાં મલી આવતી શુદ્રતાના આધારે ચાર વત્તા ચાર ગુણ્યા ચાર બરાબર બત્રીસે વર્ણોને મુલવવા જોઈએ એવી મારી નમ્ર વિનંતિ છે અને કોઈને પણ શુદ્ર-પછાત શુ કામ સમજવા, એમની પછાતતાને શુદ્રતાને દુર કરવાના સ્વપંડે પ્રયાસો કરવા જોઈએ, દરેકે દરેક માનવીમાં પરમપિતા પરમાત્માનો અંશ હોવાથી અને પરમપિતા પરમાત્મા ચારેય વર્ણોના પિતા હોવાથી આપણે આપસમા ભાઈ-ભાઈ ગણાવા જોઈએ અને દેશના ઉધ્ધાર માટે ખભેખભા મેળવવા જોઈએ જેથી ફરીથી સોમનાથ મંદિર લુંટવા જેવી રીતે ગઝની આવ્યો હતો કે બોલાવાયો હતો એમ બીજો કોઈ આધુનિક ગઝની ભારતને ના લુંટે. કેમ કે ભારતદેશ પર જેટલા હુમલાઓ થયા છે એટ્લા બીજા કોઈ દેશ ઉપર નથી થયા જેનુ કારણ ફક્ત અને ફક્ત ધાર્મિક અસમાનતા, માનસિક અસમાનતા, આર્થિક અસમાનતા, શારીક અસમાનતા, અને ભૌતિક અસમાનતા અને છેવટે પરમેશ્વરીય અને આત્મિક અસમાનતા……

Read Full Post »