Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘જ્ઞાનોપલબ્ધિનોપાય’

અતો વિમ્ક્તૌઐ પ્રયતેત વિદ્વન, સંન્યસ્તબાહ્યાર્થસુખસ્પ્રુહઃ સન !                                                                                   સન્તં મહન્તં સમુપેત્ય દેશિકં તેનોપદિષ્ટાર્થસ્માહિતાત્મા !! ૮ !!

૮.     એટલે વિદ્વાન સંપુર્ણ બાહ્ય ભોગોની ઈચ્છા ત્યાગીને સન્તશિરોમણી ગુરુદેવના (પ્રભુ યીશુના) શરણ માં જઈને એમના ઉપદેશ કરેલા વિષયમાં એકરસ થઈને મુક્તિ માટે પ્રયત્ન કર.

૯.       અને નિરન્તર સત્ય વસ્તુને (પરમાત્માને-પ્રભુ યીશુ દ્વારા) પોતાના આત્માના દર્શનમાં સ્થિર કરીને યોગારુઢ થઈને સંસાર-સમુદ્ર માં ડુબેલા પોતાના આત્માનો પોતે જ ઉધ્ધાર કરવા પ્રયત્ન કર.

૧૦.       આત્માભ્યાસમાં તત્પર થયેલા ધીર ગંભીર વિદ્વાનોએ સંપુર્ણ નારકીય કર્મોનો ત્યાગ કરી ભાવ બન્ધનની નિવ્રુત્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ.

(નારકીયકામો -> લોભ, લાલચ, જુઠ, ચાલાકી, બદમાશી, વ્યભિચાર, ઈર્ષ્યા, લડાઈ ઝઘડા, જાદુ-ટોના, મંત્ર-તંત્ર, મુર્તિ પુજા વગેરે વગેરે)

૧૧.    કર્મ ચિત્તની શુધ્ધી માટે જ છે, વસ્તુપલબ્ધિ (તત્વદ્રષ્ટી) માટે નહિ. અને વસ્તુ-સિધ્ધિ તો વિચારથી જ થાય છે, કરોડો કર્મોથી કોઈ લાભ નથી થતો.

(વસ્તુપલબ્ધિ (તત્વદ્રષ્ટી) -> પરમાત્માની પ્રાપ્તિ, મોક્ષ પ્રાપ્તિ)                                                                                (કરોડો કર્મો -> મંત્ર-તંત્ર, મુર્તિ પુજા, હોમ-હવન, યોગ વગેરે)

૧૨.     ખંતથી કરેલા વિચારથી(ધ્યાનથી)  સિધ્ધ થયેલા રજ્જુતત્વનો નિશ્ચય ભ્રમથી ઉત્પન્ન થયેલા મહાન સર્પભયરુપ દુઃખને નાશ કરનારુ સિધ્ધ થાય છે.

૧૩.     કલ્યાણ્પ્રદ સુક્તો દ્વારા વિચાર (મનન-ધ્યાન) કરવાથી જ વસ્તુનો (પરમાત્માનો) નિશ્ચય થયેલો જોવામાં આવે છેઃ સ્નાન, પુજાપાઠ, દાન અથવા સેંકડો પ્રાણાયામો કે જાપથી નહિ.

Read Full Post »