Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મને ગમતા લેખકો’

(ભાઈ ચિરાગ પટેલના બ્લોગમાંથી)

અધ્વર્યુ:
અધ્યારુ; યજ્ઞમાં આહુતિ માટે વરાયેલો યજુર્વેદ જાણનારો ઋત્વિજ બ્રાહ્મણ; યજ્ઞક્રિયા કરાવનાર યજુર્વેદ જાણનારો બ્રાહ્મણ; યજ્ઞ કરાવનારો મુખ્ય બ્રાહ્મણ. અધ્વર્યનું કામ જમીન માપવાનું, વેદી બાંધવાનું, યજ્ઞમાં વાસણ તૈયાર કરવાનું, અગ્નિ તથા સમધિ લાવવનું, તે સળગાવવાનું, વધ માટે નક્કી કરેલા પશુને લાવવાનું, તેનું બલિદાન આપવાનું અને આ બધા સમયે યજુર્વેદ બોલવાનું છે.

ઉદગાતા:
યજ્ઞના ચાર મુખ્ય ઋત્વિજોમાંનો એક; નિમંત્રેલા દેવતાને પ્રસન્ન કરવા માટે સામવેદના મંત્રોનું ગાન કરનાર ઋત્વિજ; સામવેદની ઋચા ગાવા માટે યજ્ઞમાં વરાયેલો બ્રાહ્મણ; સામપાઠી આચાર્ય. ઉદ્ગીત સ્વરને એટલે સામવેદના ઊંચે અવાજે ગવાતા ગીતને ગાનાર

હોતા:
ચાર માંહેનો એક વર્ગનો ઋત્વિજ; યજ્ઞમાં મંત્ર ભણી આહુતિ હોમનાર બ્રાહ્મણ; ઋગ્વેદના અનુસાર કર્મ કરાવનાર ઋત્વિજ. તે યજ્ઞ વખતે ઋગ્વેદની ઋચાઓ બોલે છે., યજ્ઞમાં તે મંત્ર ભણી બલિદાન હોમાવે છે ઋત્વિજના ચાર વર્ગ છે: હોતા, અધ્વર્યુ, ઉદ્ગતા અને બ્રહ્મા

બ્રહ્મા:
ચાર વેદો જાણનાર અને બધા કામનું નિરીક્ષણ કરનાર ઋત્વિજ; મુખ્ય ચાર માંહેનો એક ઋત્વિજ

આગ્નિધ્ર:
હોમનું ઠેકાણું

અરણિકાષ્ઠ:
યજ્ઞનો અગ્નિ ઉત્પન્ન કરવાનું લાકડું. શમીના ઝાડનું લાકડું.

પ્રાણને ગાર્હપત્યરૂપ, અપાનને આહવનીયરોપ, વ્યાનને દક્ષિણાગ્નિરૂપ, અપાનને આવસથ્યાગ્નિરૂપ અને ઉદાનને સભ્યાગ્નિરૂપ માનવો.

ગાર્હપત્ય:
ગૃહસ્થના ઘરનો અગ્નિ; અગ્નિહોત્ર લેનાર પોતાના ઘરમાં હમેશ બળતો રાખે છે તે અગ્નિ; યજમાનરૂપ ગૃહપતિ સાથે સંયુક્ત એવો એક અગ્નિ; જે અગ્નિથી યજ્ઞયાગાદિક ક્રિયા કરવામાં આવે છે તે; ગૃહમેધને પાલન કરવા પડતા ત્રણ માંહેનો એક અગ્નિ; હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે ગૃહસ્થે રાખવાના ત્રણમાંનો એક અગ્નિ; સ્વાહા અને અગ્નિનો પુત્ર. દેવતાઓનાં બાર વર્ષ સુધી ગર્ભ ધારણ કરીને સ્વાહાને અનુક્રમથી દક્ષિણાગ્નિ, ગાર્હપત્ય અને આહ્વનીય નામના ત્રણ પુત્ર થયા.

આહવનીય:
હોમના ત્રણમાંનો એ નામનો અગ્નિ; અગ્નિહોત્રીના પૂર્વ બાજુનો અગ્નિ; ગાર્હપત્ય અગ્નિમાંથી લઈ મંત્રથી યજ્ઞ મંડપમાં પૂર્વ તરફ સ્થાપેલ અગ્નિ

દક્ષિણાગ્નિ:
યજ્ઞમાં ગાર્હપત્યાગ્નિથી દક્ષિણ તરફ સ્થાપવામાં આવતો અગ્નિ. તેનો કુંડ દક્ષિણ દિશામાં હોય છે. અગ્નિહોત્રાદિના કામ માટે જે અગ્નિ હોય છે તેને દક્ષિણાગ્નિ કહે છે. પુરુષ જ્યારે લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે જે અગ્નિ ઉત્પન્ન કરવામાં આવે છે તેનું વેદવિધિથી સ્થાપન કરી જિંદગી સુધી તેનું રક્ષણ કરવાનું છે. આ અગ્નિનું નિત્ય અગ્નિહોત્રાદિમાં પૂજન કરવાનું હોય છે.

આવસથ્યાગ્નિ:
અગ્નિહોત્રનો અગ્નિ (ઘરમાં રહેનારનો અગ્નિ/દેવતા)

દર્ભ:
એક જાતનું ધારવાળું પાનઠોનું ઘાસ; કુશ; દરભ; દાભ; ડાભ. આ ઘાસ પવિત્ર ગણાય છે. જેથી સંધ્યા, તર્પણ, યજ્ઞ, શ્રાદ્ધ અને કર્મકાંડ વગેરેમાં વપરાય છે. તેનાં પાનની બેઉ કોર હાથ કે પગમાં વાગે એવી તીક્ષ્ણ હોય છે. યજ્ઞમૂર્તિ વરાહ ભગવને પોતાનું શરીર ધુણાવતાં જે રુંવાટાં ખર્યા તે દર્ભ અને કાસ નામના લીલા રંગના ઘાસરૂપે ઊગી નીકળ્યાં એમ કહેવાય છે. જે સ્થળે આ રુવાંટાં ખર્યાં તે બર્હિષ્મતી નામના તીર્થથી પ્રસિદ્ધ છે. બીજું ઘાસ ન મળે ત્યારે જ આ ઘાસ ઢોર ખાય છે. વળી એમાંથી દોરી, દોરડાં, આસનિયાં વગેરે બને છે. તેનાં મૂળ ઔષધમાં કામ આવે છે. ગ્રહણ વખતે ખાદ્ય પદાર્થો અભડાય નહિ એવી માન્યતાને લીધે દરેક વસ્તુની અંદર દર્ભની સળી મૂકવાનો ચાલ છે.

કુશાસન.

પ્રાણ:
શ્વાસ; શ્વાસનો વાયુ

અપાન:
શરીરના નીચલા ભાગમાં રહેલો અને ગુદા વાટે બહાર જતો વાયુ

વ્યાન:
લોહીને ગતિ આપવાનું વ્યાનનું કાર્ય છે. તે આખા શરીરમાં વ્યાપેલ છે. આ વાયુ અન્નના સારભૂત રસને શરીરના સર્વ ભાગોમાં ગતિ આપ્યા કરે છે. પસીના તથા રુધિરનો સ્ત્રાવ કરે છે અને હાથપગ વગેરે અવયવોને પ્રસારણ, આકુંચન, નમન, ઉન્નમન તથા તિર્યગગમન એ પાંચ પ્રકારની ચેષ્ટાઓ આપે છે. આ વાયુ જો કુપિત થાય તો ઘણું કરીને સઘળા દેહમાં વ્યાપ્ત થનારા અતિસાર તથા રક્તપિત વગેરે રોગોને ઉત્પન્ન કરે છે. વ્યાનવાયુ ત્વચામાં સર્વ સ્થળે રહેલો છે. તેનો રંગ ઇંદ્રધનુષ જેવો છે અને તે સંકોચ અને વિસ્તારના શ્રમથી કુંભકના અભ્યાસથી જીતી શકાય છે.

ઉદાન:
માણસના શરીરમાંનો અન્નને ઊંચે લઈ જનાર, ઊંચી ગતિવાળો અને મરણ થતાં નીકળતો વાયુ. તેના સ્થાન કંઠથી ગળા તરફ ઊંચે ચડી તે માથામાં જાય છે. તે હોઠ અને મોઢાને ફરકાવે, ઓડકાર અને છીંક લાવે, મનુષ્યના શરીરના સાંધામાં પણ તે રહેતો હોવાથી ઊઠવા બેસવામાં મદદ રૂપ થાય છે.

સમાન:
અન્નરસ શરીરમાં એકસરખી રીતે પહોંચાડનાર વાયુ; દશ માંહેનો એક પ્રાણ. પ્રાણરૂપી મહા અગ્નિમાં હોમાયેલું જે અન્ન તેને આ પ્રાણ આખા યે શરીરમાં સમાન એટલે એકસરખી રીતે રસદ્વારા પહોંચાડતો હોવાથી તેને સમાન કહેવામાં આવે છે. એ સમાનને લીધે ઇંદ્રિયોમાં તેજ અને સામર્થ્ય રહે છે. તેનું સ્થાન નાભિમાં છે

ધાર્મિકતા-ભક્તિ-ભેળસેળ અને ભ્રષ્ટાચાર !!!

એપ્રિલ 25, 2010

(સર અરવિંદ અડાલજા દ્વારા રચિત)

આપણાં દેશમાં મોટા ભાગના લોકો અત્યંત ધાર્મિક હોવાનું માનવામાં આવે છે. કારણ કે બાળક્ના જન્મથી જ બાળક મોટું થઈ શું કરશે કે શું બનશે તે છ્ઠ્ઠીના દિવસે વિધાતા આવી લેખ લખી જાય છે તેવી એક સામાન્ય ધાર્મિક માન્યતા પ્રચલિત છે.

*** બાળકના નામ કરણ માટે પણ રાશિ જોવડાવી નામ નક્કી કરવામાં આવે છે.

*** આમ જન્મતા સાથે જ ધાર્મિક સંસ્કાર આપવાનું શરૂ થઈ જાય છે. સવારમાં નિત્ય ક્રમથી પરવારી ઘરમાં જ રાખેલાપોત-પોતાના ઈષ્ટ દેવી-દેવતા સમક્ષ ધુપ્-દીવો કરી પ્રાર્થના કે આરતી કરી રોજિંદા કાર્યો શરૂ કરવામાં આવે છે.

*** ધંધાના સ્થળે પહોંચી પ્રવેશ દ્વારમાંથી માથે રજ ચડાવી અંદર પ્રવેશાય છે અને પ્રથમ ત્યાં રાખેલ દેવી-દેવતા સમક્ષ ધુપ-દીવો અને નમન કરી વધુ અને વધુ ધંધામાં તરક્કી થાય તેવી પ્રાર્થના કરી રોજિંદા કાર્યની શરૂઆત કરવામાં આવે છે. જો નોકરીયાત હોય તો તે પણ પ્રવેશ દ્વારની રજ માથે ચડાવી પોતાની ફરજ ચાલુ કરે છે.

*** આ તમામ લોકો ધંધાદારીઓ કે નોકરીયાતો પોતાના સ્થાને પહોંચતા માર્ગમાં વચ્ચમાં જે કોઈ મંદિરો કે અન્ય સ્થાનકો આવતા હોય તે તમામ સમક્ષ માથું નમાવી આશીર્વાદ માગતા રહે છે.

*** કેટલાક પરિવારોમાં સપ્તાહમાં એક વાર એક ટંક જમી એક ટાણું કરવામાં આવે છે તો પખવાડિયે આવતી અગીયારસનો ઉપવાસ પણ રાખવામાં આવે છે. આ બંને દિવસોમાં પેટ ભરીને વિવિધ પ્રકારની ફરાળી વાનગીઓ આરોગવામાં આવે છે. આવા એકટાણાં કે ઉપવાસ કોઈ જ્યોતિષીના કહેવા ઉપર પણ રાખવામાં આવતા હોય છે !

*** ધર્મને નામે યાત્રાના પ્રવાસો અલગ અલગ મંદિરોની મુલાકાતો, પૂનમ ભરવાની બાધા-આખડીઓ રાખવામાં આવે છે. હમણાં જ આ સદીનો પહેલો કુંભ મેળો હરિદ્વારમાં ઉજવાયો અને જેમાં ત્રણ તબક્કામાં કરોડો વ્યક્તિઓએ સ્નાન કરી પાપો ધોયા ! ( પવિત્ર ગંગાને અપવિત્ર કરી ! ) શકય છે કે આવનારા દિવસોમાં સ્વર્ગમાં જેમણે બુકીંગ નહિ કરાવ્યું હોય તેમને મોક્ષ નહિ મળે ! અને જો મોક્ષ મેળવવો જ હશે તો બે નંબરની રકમ ઉપરથી આપવી પડશે !

*** ધર્મને નામે નાના- મોટા મેળાઓ તો અવાર-નવાર થયા જ કરે છે જેમકે ડાકોર, અંબાજી, ગિરનાર, સોમનાથ વગેરે. આ ઉપરાંત પરિક્ર્મા ગિરનારની,પાલીતાણાની વગેરે સ્થળોની દર વર્ષે યોજાય છે. અને જેમાં લાખો ધાર્મિકો ભાગ લેતા રહે છે !

*** દેશભરમાં અનેક સ્થળોએ અલગ અલગ પ્રકારની કથા-વાર્તા અને પ્રવચનો યોજાતા રહે છે અને જેમાં લાખોની માનવ મેદની આ કથા-વાર્તાનું શ્રવણ કરવા ઉમટી પડે છે. કથાકારો ધાર્મિક વાતો દ્વારા ઉપદેશ અને બોધ આપ્યા કરે છે. આ રીતે અનેક પ્રસંગોએ ધાર્મિકતાના સુનામી ઉછળતા રહે છે. હાલ અધિક માસ ચાલુ થતા ભગવાન પરષોત્તમના ભાવ બોલાય છે. આ ઉપરાંત ભાગવત કથા, રામાયણ કથા, ગીતા પ્રવચનો અને હવે તો ગાયમાતા તથા હનુમાન પણ આ કથા વાર્તામાં પ્રવેશી ચૂક્યા છે. સમ્રગ દેશમાં કોઈ ને કોઈ સ્થળે આવી કથાઓ યોજાતી રહે છે અને તેમાં લાખો શ્રોતાઓ વકતા અર્થાત કથાકારો દ્વારા અપાતા ઉપદેશ અને બોધનો લાભ લેતા રહે છે.

*** આ સીવાય યોગાભ્યાસ, ધ્યાન શિબિરો વગેરે યોજાતી રહે છે અને ત્યાં પણ લાખોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડે છે .મોટા ભાગના કોઈ ને કોઈ સંપ્રદાયમાં જોડાઈ કંઠી ધારણ કરી પોતાની અત્યંત ધાર્મિક હોવાની પ્રતિભા ઉભી કરવા સભાન પ્રયાસો કરતા રહે છે અને આવા પ્રયાસોમાં કહેવાતા ગુરૂઓ અનુયાયીની આર્થિક પ્રતિષ્ઠા જોઈ સહાય કરતા રહે છે. અને દાન સ્વરૂપે મોટી રકમ મેળવતા રહે છે.

*** આ ધાર્મિકો એક બીજાને મળે કે છૂટા પડે ત્યારે જયશ્રી કૃષ્ણ, જય સ્વામીનારાયણ, જય યોગેશ્વર, જય જીનેન્દ્ર, નમોઃનારાયણ મહાદેવ હર, જય માતાજીના વગેરે પ્રકારના મોટા અવાજે અભિવાદન કરતા રહે છે. કેટલાક પોતે કયા સંપ્રદાયના અનુયાયી છે તે દર્શાવવા કપાળમાં ટીલા-ટપકા પણ કરતા રહે છે. અરે ! પોતાના ધંધાના નામ અને ચીજ વસ્તુના બ્રાંડ નામ પણ કોઈ ને કોઈ ઈશ્વરના નામ સાથે જોડાયેલ રાખે છે ઉપરાંત પોતાના રહેઠાણના મકાનના નામ પણ ભગવાનને નામે રાખી પોતાની ધાર્મિક હોવાની પ્રતિભા ઉપસાવતા રહે છે.

*** દુનિયા ભરમાં આપણાં દેશના મોટા જનસમુદાયમાં જે ધાર્મિકતા સહજ નજરે ચડે છે તેવી કોઈ દેશમાં દ્રષ્યમાન થતી નથી.

*** જ્યારે વાસ્તવમાં આ રીતે ધાર્મિક હોવાનો ડોળ કરનારા ભક્તિ પણ જાણે પ્રવૃતિ કરતા હોય તે રીતે કરતા રહે છે અને છડે ચોક ભેળ સેળ પણ કરે છે !

*** આ કહેવાતા ધાર્મિકો યાત્રા પ્રવાસમાં કે મેળાઓમાં જતા-આવતા મફત મુસાફરી કરતા અચકાતા નથી એટલું જ નહિ પણ રેલ્વે પ્લેટફોર્મ ઉપરના ખાવા-પીવાના સ્ટોલ ઉપર લૂંટ ચલાવતા પણ હિચકિચાટ નથી અનુભવતા પરંતુ તેમનો જાણે તે અધિકાર હોય તેવું વર્તન કરતા રહે છે ! અને જો કોઈ વિરોધ કરે તો ધોલ-ધપાટ પણ કરી લે છે ! જો કોઈ અમલદાર આવી હિન પ્રવૃતિને કારણે કડક પગલાં લે તો તેની સામે ધાર્મિક લાગણી દુભાવવાના આક્ષેપો કરી બદનામ કરવામાં આવે છે અને આવા તમામ કરતુકો ધર્મને નામે કરવામાં આવે છે !

*** અરે ! ધાર્મિક કથા -વાર્તા દરમિયાન સર્કીટ દ્વારા મફત વિજળી પણ મેળવી લેવાય છે. ખાસ કરીને નવરાત્રિ અને અન્ય તહેવારો દરમિયાન જાહેર સ્થળોએ આનો ઉપયોગ મોટા પાયે થતો રહે છે. અને જો ફરિયાદ થાય અને કોઈ અધિકારી કડક પગલા લેવા વિચારે તો લોકોની ધાર્મિક લાગણી દુભાઈ જતી હોય છે ! અને આંદોલનો કરવામાં આવતા હોય છે. આવું જ પાણી મેળવવા પણ થતું રહે છે. કહેવાતા ધાર્મિક સ્થળોએ કે મંદિરોમાં જે પાણી મેળવાય છે તે તદન મફત મળી રહેવું જોઈએ તેવો આગ્રહ આવા સ્થળોના વડાઓ રાખતા હોય છે પછી ભલે તે સ્થળોની આમદાની લાખો રૂપિયામાં થતી હોય અને સામાન્ય જન સમુદાય પાણી માટે ભલે વલખા મારતો હોય !

*** કહેવાતા ગુરૂઓ અનુયાયીની આર્થિક પ્રતિષ્ઠા જોઈ સહાય કરતા રહે છે. અને દાન સ્વરૂપે મોટી રકમ મેળવતા રહે છે. કે ગુરૂનું કુળ ના પૂછાય તેવું જ કંઈક કેટલાક કહેવાતા ગુરૂઓ અનુયાયીઓની કતલખાનાની કે અન્ય દારૂ કે ડ્ર્ગ્સ જેવી કમાણીમાંથી ,ભેળ સેળની કમાણી, કાળા બજારની કમાણી, કરચોરી દ્વારા બચાવેલ રકમમાંથી દાન મેળવી આશ્રમો કે મંદિરો બંધાવતા રહે છે કહે છે કે સાધુ-સ્વામી મહંત આ તમામ સાધુઓ-સ્વામીઓ-મહંતો અને ગુરૂઓ દાન મેળવતી વખતે દાન આપનારની કમાણીનું કુળ અર્થાત સ્ત્રોત પૂછયા સીવાય રકમ સ્વીકારી લે છે

*** દાન મેળવવા અને પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા આપણાં સાધુઓ-સ્વામીઓ-મહંતો અને ગુરૂઓ વારંવાર વિદેશના પ્રવાસે જવાનું વધુ પસંદ કરતા થયા છે. અને તેઓને આ ડોલર કે પૌંડની કમાણી દાન આપનારે કઈ અને કેવી પ્રવૃતિમાંથી મેળવી તે જાણવાની આવશ્યકતા જણાતી હોતી નથી. કેટલાક અનુયાયીઓ કે જે સતત આવી કમાણીને કારણે શક્ય છે કે અપરાધભાવ અનુભવતા હોય તે આવા કીર્તિ દાન કરી પોતાના માંહ્યલાને ટપારી સમાજમાં પોતે ધાર્મિક હોવાનો દંભ કરતા રહે છે અને પ્રતિષ્ઠા મેળવતા રહે છે. અને જેને આ સાધુ-સંતો વગેરે બહાલી આપી પોષતા રહે છે !

*** દવાખાના-હોસ્પિટલના નામ ઈશ્વર કે માતાજીના નામ સાથે જોડાયેલા રાખવામાં આવે છે. આજના જ એક સમાચાર પત્રમાં સમાચાર છે કે શ્રીજી બાપા ક્લીનીક ધરાવતા એક ડૉકટરના ક્લીનીકમાંથી અંદાજે એક કરોડ રૂપિયાની એક્ષ્પાયરી તારીખ પૂરી થયા પછીની દવાઓ પકડાઈ છે. આજ રીતે બે દિવસ પહેલાં ટોઁમેટો કેચઅપ બનાવતી ફેકટરી ટેટીમાંથી કેચ બનાવી ટોમેટો કેચ તરીકે છેલ્લા 3 વર્ષ થયા વેચતી હોવાનું ખુલ્યું છે. આ સીવાય કોળામાંથી પણ ટોમેટો કેચઅપ બનાવવામાં આવે છે. એજ રીતે દૂધ ( દૂધ તો બીલકુલ બનાવટી પણ આવે છે), ઘી, મસાલા અને બીજી અનેક ખાધ્ય ચીજોમાં ભેળસેળ થતી રહે છે અને સરકારી ભ્રષ્ટચારી અધિકારીઓ અને પ્રધાનોના આશીર્વાદથી આવી પ્રવૃતિ બે રોક ટોક ચાલ્યા કરે છે ! આવા જ કહેવાતા લોકો પોતાના રહેઠાણના નામ પણ ઈશ્વરના નામ ઉપરથી જ રાખે છે જેથી આ તમામ લોકો ખૂબજ ધાર્મિક છે તેવી પ્રતિષ્ઠા સમાજમાં ફેલાય !

*** ધંધા ઉધ્યોગ વાળાઓ કરચોરી અને ભેળસેળ કરતા રહે છે તો કર્મચારીઓ કામચોરી ! કામના કલાકો દરમિયાન મંદિરમાં દર્શનાર્થે જવું. ધાર્મિક કથા/પ્રવચનો પણ ફરજના કલાકો દરમિયાન સાંભળવા જવાનું ખૂબજ સહજ ગણાય છે !

*** મંદિરોમાં ધુન વગેરે માઈક વિના થઈ શકતી નથી અર્થાત ઘોંઘાટ સામાન્ય બન્યો છે જાણે ઈશ્વર બહેરો ના હોય ! એજ રીતે કેટલાક વિકૃત મનો દશા ધરાવનારા મંદિરના પૂજારીઓ કે ટ્રસ્ટીઓ દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં એકઠા થાય બાદ જ મંદિરના દર્શન ખોલતા હોય છે પરિણામે જે ગીર્દી થાય તે મુંબઈની લોકલ ટ્રેનની ગીર્દીને પણ સારી કહેવડાવે અને આ કહેવાતા ઈશ્વરના પૂજારીઓ મનોમન વિકૃત આનંદ માણે ! આમ ગીર્દી અને ગંદકી જાણે મંદિરોના પર્યાય બની ગયા હોય તેવું કેટલાક સ્થળોએ અનુભવાય છે.

ટૂંકમાં મોટાભાગના લોકોની ધાર્મિકતા પોકળ બાહ્યાચાર બની રહી છે અને સમાજમાં એક દંભી પ્રતિભા સ્થાપવાની યુક્તિ માત્ર સીવાય કંઈ જ નથી !

*** આવા કહેવાતા ભક્તો અર્થાત ધાર્મિક જનો પોતાના ધંધા-રોજગારમાં અનેક પ્રકારની ગેરરીતિ અને અનૈતિક પ્રવૃતિ કરતા રહે છે. ખાધ્ય અને પેય ચીજ-વસ્તુઓમાં ભેળસેળ કરતાં પણ અચકાતા નથી અને એવા પદાર્થની ભેળસેળ કરવામાં આવતી રહે છે કે જે માનવીના જીવન સાથે સુધરી ના શકે તેવું કાયમી ધોરણે નુકશાન કરે છે. અરે ! દવા અને ઔષધો ( LIFE SAVING DRUGS ) માં ભેળસેળ કરતા પણ આવા તત્ત્વો અચકાતા નથી એમ છતાં આ લોકો સમાજમાં ધાર્મિક અને ભક્તો તરીફે ઓળખ મેળવી શકે છે. આવા લોકોને છાવરે છે આજ કાલના થયેલા સાધુઓ-સ્વામીઓ-ગુરૂઓ-મહંતો વગેરે ! ભેળ સેળ આ લોકો માટે બહુ જ સામાન્ય વાત ગણવામાં આવે છે. કેટલીક વાર આ ભેળસેળ કરનારા કોઈક કડક અને પ્રમાણિક અમલદાર વડે સકંજામાં આવી જાય તો ધાર્મિક લાગણીને ઉશ્કેરી રાજકિય નેતાઓ ઉપર દબાણ લાવી બદલી કરાવવી કે આવા અમલદારની નોકરી જોખમમાં આવી પડે તેવી રીત-રસમો અજમાવવામાં પોતાની ચાલાકી વાપરે છે અને તેમાં આવા તત્ત્વોને ઈશ્વરનો કોઈ ડર લાગતો નથી !

*** આ રીતે ધાર્મિક હોવાનો ડોળ કરનારા ભક્તિ જાણે પ્રવૃતિ હોય તે રીતે કરતા રહે છે અને છડે ચોક ભેળ સેળ પણ કરે છે અને જો પકડાય તો ભ્રષ્ટાચાર કરાવી છૂટી જાય છે. આમ ધાર્મિકતા-ભક્તિ અને ભેળસેળ અને ભ્રષ્ટાચાર એક જ સીક્કાની બે બાજુ બની ચૂક્યા છે.

આ સામે અન્ય કોઈ પણ દેશમાં બાળકના લેખ લખવા કોઈ વિધાતા આવતી નથી નામ પણ બાળકના જન્મ પહેલાં જ નક્કી કરી નોંધાવી દેવું પડે છે. ભાગ્યે જ કોઈના ઘરામાં દેવી-દેવતાની પૂજા અર્ચના કે ધુપ્-દીવો પ્રગટાવાય છે કે પ્રાથના કરાતી હોય છે. શ્રધ્ધાળુઓ રવિવારે દેવળમાં પ્રાર્થના કરી આવતા હોય છે. તમામનો ઈશ્વર પણ એક જ હોય છે. ધંધાના સ્થળે કે નોકરીના સ્થળે કોઈ દીવા બત્તી કે ધુપ કે પ્રાર્થના કરતા નથી. હા તેઓનું વર્ક કલ્ચર વર્ક ઈઝ વર્શીપ તેમ માને છે અને તમામ લોકો તેમને સોંપવામાં આપેલ કાર્યો દરમિયાન અન્ય કોઈ અંગત કામ કરતા નથી. ત્યાં આઠ કલાકની ફરજ બજાવવાની હોય છે અને મોટે ભાગે આ ફરજ ઉભા ઉભા બજાવવાની રહે છે ! નવાઈની વાત તો એ છે કે આપણે ત્યાંથી વિદેશ ગયેલા લોકો પણ આઠે આઠ કલાકની ફરજ નિષ્ઠા અને ખંતથી બજાવતા નજરે પડે છે . ઉપરાંત કોઈ જગ્યાએ ક્યારે ય ગંદ્કી, ગીર્દી કે ઘોંઘાટ કરવાનું વિચારી પણ શકતા નથી

*** કોઈ પણ ધાર્મિક સ્થળો જેવાકે ચર્ચો ને પાણી કે વિજળી મફત અપાતા નથી કે તેઓ કોઈ મફત મેળવવા માંગણી પણ કરતું નથી .ધાર્મિક લાગણીઓ આપણી જેમ દુભાતી નથી અને તેને કારણે કોઈ તોફાનો પણ થતા નથી

*** આપણાં જેટલા મંદિરો આશ્રમો કે કથા વાર્તા કે ધાર્મિક મેળાઓ થતા હોવાનું જોવા મળતું નથી. આપણાં જેટલી સંખ્યામાં સંપ્રદાયો સાધુઓ-સ્વામીઓ-ગુરૂઓ કે મહંતો પણ જોવા મળતા નથી અને તેમ છતાં સામાન્ય જન સમુદાય આપણી સરખામણીમાં વધારે નીતિવાન, નૈતિક, પ્રમાણિક અને નિખાલસ જોવા મળે છે. ગેરરીતિથી પણ અલિપ્ત જોવા મળે છે. ખાવા-પીવાની કે દવા વગેરેમાં કોઈ ભેળ સેળ થતી હોય તેવું જણાયું નથી. ભ્રષ્ટાચાર પણ ભાગ્યેજ દ્રષ્ટિ ગોચર થાય છે.

ત્યારે મારાં મનમાં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે કોઈ બાહ્ય રીતે ધાર્મિક હોવાનું દર્શાવે તેઓને તમામ પ્રકારની અનૈતિક પ્રવૃતિ, ગેરરીતિ, અપ્રમાણિકતા, ભેળસેળ અને ભ્રષ્ટાચાર કરવાનો ઈશ્વર તરફથી છૂટો દોર અને પરવાનો મળી રહેતો હશે ? કે પછી વ્યક્તિ કે જે આવી પ્રવૃતિ કરે છે કે કરાવે છે તેનામાં આ ધાર્મિકતા નો બાહ્યાચાર નૈતિક હિમત પૂરી પાડતો હશે અને તેઓને ક્યારે ય કોઈ અપરાધ કરતા હોવાની પ્રતિત્તિ નહિ થતી હોય ?.

========================

ઇન્ડિયા ડાયરી – શ્રધ્ધાનો વિષય છે…..

શ્રધ્ધાનો વિષય છે,પૂરાવાની ક્યા જરૂર છે. કુરાનમાં તો પયગમ્બરની સહી નથી……

આ પંક્તિઓ કોની છે એ તો ખ્યાલ નથી પણ આપણા ભારતીયોના સંદર્ભમાં એકદમ યોગ્ય છે. આપણા ઇન્ડિયામાં અંધશ્રધ્ધા એટલી છે કે પથ્થર એટલા દેવ પૂજાય છે. ભગવાન પર શ્રધ્ધા રાખવી એ ખૂબ જરૂરી છે પણ અંધશ્રધ્ધા ખોટી વસ્તુ છે. આવા જ કેટલાક અનૂભવો મને મારી ઇન્ડિયાની મૂલાકાત વખતે થયા.

અમે લોકો કૂળદેવીમાતાના દર્શન કરવા માટે ચોટીલા ગયા હતા. ચોટીલા માતાના દર્શન કરવા માટે દાદરા ચઢીને પર્વત પર દર્શન કરવા જવું પડે છે. હવે બન્યું એવું કે દાદરા જ્યાંથી શરૂ થાય છે ત્યાં એક ગાય આવી ગઇ અને લોકો આ ગાયને દેવીમાતા સાથે જોડીને પૂજવા લાગ્યા. આપણા દેશમાં ગાય માતા તરીકે પૂજાય છે એ વાત બરાબર પણ આ જ ગાય જો બીજી કોઇ જગ્યાએ ઉભી હોત તો લોકોએ એને મારીને ક્યારની ભગાવી દીધી હોત. પણ ગાય મંદિરના દાદરા પાસે હતી એટલે પૂજાવા લાગી.

બીજી એક જગ્યાએ મેં એક હવન કુંડ જોયો. આપણા દેશમાં બધાં હવન કુંડની રાખને હવન બાદ લેતા હોય છે અને માથા અને કપાળ પર લગાવતા હોય છે. અહીં પણ બધાં લોકો હવનકુંડની રાખને પોતાના માથા પર અને કપાળ પર લગાવતા હતા. પણ મેં જોયું કે એ કોઇ હવન પછીની રાખ નહોતી. એ હવન કુંડમાં તો મેં જોયું કે મંદિરના માણસો અગરબત્તીના ખાલી પેકેટો અને બીજો કચરો સળગાવતા હતા. આપણી પ્રજા આ બધું નજર સામે જોવા છતાં પણ રાખ તો લગાવતા જ હતાં. હવે આને શું કહેવું?

ઘણી બધી વસ્તુઓ આપણે (જેમાં હું પણ આવી ગયો) શ્રધ્ધાથી કરતા હોય છે પરંતુ શ્રધ્ધા અને અંધશ્રધ્ધા વચ્ચે પાતળી ભેદરેખા છે જે આપણે સમજવી જોઇએ.

(શ્રી વી.કે.વોરા સાહેબના બ્લોગ પરથી લીધેલી વખાણવા લાયક કોમેન્ટ્સ)

૧.        ધરતીને બિસ્તર અને આકાશને ચાદર બનાવીને પોતાની માસૂમ આંખોમાં એક પ્યાલી દૂધના સપના જોતા જોતા ગંદી ગટરોની બાજુમાં ફૂટપાથો ઉપર ઢબૂરાઈ જતા મારા દેશના લાખો ભૂલકાઓને જોવા છતાં પણ દિવાળીમાં પોતાના ગળાની નીચે મીઠાઈના ટુકડા ઉતારી સકતા પેટુઓને, પલ્લીઓમાં હજારો મણ ઘી ધૂળમાં રગદોળી નાખતા (અ)શ્રદ્ધાળુઓને , કામધંધા છોડીને ધજાઓ લઈને દિવસો સુધી શ્રદ્ધાના નામે પગપાળા ચાલ્યા જતા પલાયનવાદી ભાવિકોને, દિવસો સુધી કથાઓ કે શિબિરોમાં ભીરૂ શ્રદ્ધાળુઓને ઉપદેશો આપતા આપતા દેશના હજારો માનવ કલાકો વેડફી નાખતા દંભી ધર્મગુરુઓને , નદી કે તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરી પાણીના મહામૂલા કુદરતી સ્ત્રોતો બગાડતાં મૂર્ખાઓને પણ દેશદ્રોહીઓની જમાતના ના ગણવા જોઈએ ?

Anonymous said…
અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.

પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.

જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.

અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.

પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં.

ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.

પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..

વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.

સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.

લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.

poet: ખીમજી કચ્છી

Anonymous said…
જે માન્યતામાં જન્મ્યો છું, મને તે લાગે છે સારી
અને સત્ય સુધી તેથી પહોંચ ન થઈ શકી મારીખરું ખોટું પરખવા વાપરું છું માન્યતાઓ ને
પરંતુ માન્યતા પર શંકાની આવી નથી વારી

મળી છે વારસામાં માન્યતા જે આજ માનું છું
સગીર વયમાં હૃદય ખાલી હતું ત્યારે બની મારી

સખત પથ્થર સમી છે માન્યતા ને શ્રધ્ધાઓ મારી
મને લાગે છે તેથી બાકીની વસ્તી ભટકનારી

જગતને ક્ષય લાગ્યો અંધશ્રદ્ધાનો ભયંકર પણ
નથી સુઝી રહી કોઈ દવા ક્ષય દૂર કરનારી

થઈ છે ઉન્નતિ ભૌતિક છતાં કમભાગ્ય જગ તારું
આ ઉન્નતિ માં શક્તિ છે જગતને નષ્ટ કરનારી

ચીરીને પડદો અંધશ્રદ્ધાનો જોશે જો જમાનો તો
નવી વાતો ત્વરિત સુઝશે આ દુનિયાને બદલનારી

નવી વાતો તું કહેતોજા ‘સૂફી’, ચાલુ જમાનાને
તું કરજે વાત, સત્યની ઝલક દુનિયાને દેનારી
……………………………………..
આભાર આધ્યાત્મિક કાવ્યો
અને આ અગાઉ રજુ થયેલી સંદીપ ભાટીયાની રચના ક્ષણમાં માણસ ધુમાડો થઈ જાય…આજથી સુર સાથે ઉપલબ્ધ છે તો તે માણવા સુલભગુર્જરીની મુલાકાત જરૂરથી લેજો.

Anonymous said…
પૃથ્વીથી હજારો માઈલ દૂર અવકાશમાં સ્થાપિત આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં બેઠેલા અવકાશયાત્રીઓ પણ હવે ઈન્ટરનેટના માઘ્યમથી પૃથ્વી પર તેમના પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહેશે. ક્રૂ સપોર્ટ લેન નામની નવી ટેક્નોલોજીના કારણે હવે સ્પેસ સ્ટેશનમાં પણ ઈન્ટરનેટની સુવિધા શકય બની છે.આ વાયરલેસ કનેકશનની મદદથી હવે અવકાશયાત્રીઓ તેમના ઈમેલ કરી શકશે ઉપરાંત અન્ય વેબસાઈટ પણ સર્ફિંગ કરી શકશે. ઈન્ટરનેટ કનેકશનના કારણે પરિવારથી અલગ થવાનું તેમનું દુ:ખ ઘટી શકશે. ઈન્ટરનેશલ સ્પેસ સ્ટેશનને કેયૂ-બેન્ડ હાઈ સ્પીડ ડેટા નેટવર્કથી જોડવામાં આવ્યું છે જેના કારણે અવકાશયાત્રીઓ પૃથ્વી પર રાખેલા મુખ્ય સર્વર સાથે જોડાઈ શકશે. આ ટેકનિકમાં અવકાશયાત્રીઓને ટ્વીટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર બ્લોગ મૂકવાની સુવિધા પણ મળે છે.

3:29 AM
Anonymous said…
ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં અંધશ્રદ્ધા નિવારણ કાયદો કેમ નહીં ? તેવો પ્રશ્ન પૂછવાનું સ્વાભાવિક રીતે જ મન થાય છે. તેનું કારણ એ છે કે, વેપારમાં છેતરપિંડી અટકાવવા આપણી પાસે કાયદો છે, તોલમાપમાં બનાવટ રોકવા માટે, હૂંડિયામણમાં થતી ચોરી ડામવા માટે, ભ્રષ્ટાચાર નિવારણ માટે આપણી પાસે કાયદાઓ છે, પરંતુ વહેમ, નજરબંધી, ભૂતપ્રેત, આંગળાથી વાઢકાપ, ગર્ભાશયમાંની જાતિ બદલવાનું આશ્વાસન, એકના ડબલ થતા અટકાવવા આપણી પાસે કોઈ કાયદો નથી. આવી છેતરપિંડીથી થતું આર્થિક, માનસિક કે શારીરિક શોષણ બંધ કરવા આપણી પાસે વ્યવસ્થા હોવી જ જોઈએ. અશોક જાડેજાએ દેશના અનેક લોકોને કરોડોમાં નવડાવવાનો દાખલો તાજો જ છે. આવા દાખલાઓમાંથી બોધપાઠ લઈને રાજ્યે ચેતીને સવેળા આવો કાયદો ઘડવો જોઈએ. મહારાષ્ટ્ર રાજ્યે આવો કાયદો ઘડીને આ દિશામાં પગરણ માંડયા છે.કોઈ ને કોઈ અખબારમાં દરરોજ આપણે એકના ડબલ કે જ્યોતિષની જાળમાં ફસાયેલ લોકોની હૈયાવરાળ વાંચીએ છીએ. રાજ્ય અંધશ્રદ્ધા નિવારણ કાયદો ઘડવાથી દૂર કેમ રહે છે તે પ્રશ્નનો જવાબ એ છે કે, પ્રજા અંધશ્રદ્ધામાં મગ્ન રહે, પ્રજા અજ્ઞાની ને અજાગૃત રહે તો જ પોતાનું શાસન ટકી રહે એવો સ્પષ્ટ ખ્યાલ રાજ્યના શાસનકર્તાઓના મનમાં પ્રકટપણે વસેલો છે. ૧૯૯૫માં ગણેશની ર્મૂિતને દૂધ પીવડાવવાથી લઈને પાવાગઢમાં ભેંસે આપેલ બાળકીને જન્મ, ર્મૂિતમાંથી આંસુઓની ધારા, બાળકોની સલામતી માટે ખુલ્લા પગે ચાલીને ભદ્રકાળી માતાના દર્શન, રક્ષાબંધનના દિવસે રક્ષા બાંધ્યા બાદ અશુભ મુહૂર્તના કારણે ભાઈના મૃત્યુની બીકથી મધ્યરાત્રે ભાઈના ઘરના દ્વાર ખટખટાવીને રાખી તોડવી, દરિયાનું પાણી મીઠું થઈ જાય, કલ્કી માતાની પાદુકા મહેસાણા, પાલનપુરમાં ચાલવા લાગે, હનુમાનજી રડવા લાગે વગેરે અનેક બનાવોની શ્રેણી એમ સૂચવે છે કે, પ્રજાને અંધકારમાં રાખવા માટેનું આ એક વ્યવસ્થિત ષડયંત્ર છે. એક તરફ રાજ્યમાં વૈશ્વિકીકરણ, ઉદારીકરણના ઢોલ પીટવામાં આવતાં હોય, બીજી તરફ અનેક લોકોને લાલચ કે ભયમાં ફસાવીને કરોડો રૃપિયાનું ફુલેકું ફેરવવામાં આવતું હોય, વાસ્તુશાસ્ત્રના નામે આર્થિક પાયમાલીમાં લોકોને ધકેલી દેવામાં આવતાં હોય અને આવા બનાવો રાજ્યની જાણમાં હોય ત્યારે ‘ધર્મની બાબતમાં અમે કાંઈ માથું ન મારી શકીએ’ એમ કહી દેવાથી લોકોની યાતનાઓનો અંત આવતો નથી. ‘કાયદાથી શું વળે ?’ એમ પણ કાયદો ન ઘડવા પાછળ બચાવ રજૂ કરાતો હોય છે.

અશ્વિન ન. કારીઆ – Sandesh 24.01.2010

3:35 AM
Anonymous said…
અંધશ્રદ્ધા એ ચેપી રોગ છે. એકને લાગે એટલે એના વાઈરસ કે બેકટરીયા પોતાની વૃદ્ધી માટે નવા નવા નુસખા શોધી કાઢે અને પોતાનું અસ્તીત્વ ટકાવી રાખે.તમે ધર્મનો પ્રચાર કે ભુવાનો પ્રચાર કરનારને સાંભળ્યા હસે કે આ પ્રયોગ કરો કે આ વીધી કરો અને એની આડ અસર નથી અને તમને ફાયદો થશે તે તમારા હીતમાં છે. ડુબતા માણસને તો જાણે ઘાસ કે તરણું મળી ગયું.

આ અંધશ્રદ્ધાના બેકટરીઆ અને વાઈરસ ભગવદ્દ ગીતાના આત્માના શ્ર્લોક જેવા છે અવ્યક્ત, અસોચનીય,અવર્ણનીય અને છતાં આત્મા છે.

અરે ડફોડો, જે અવ્યક્ત, અસોચનીય અને અવર્ણનીય હોય એમાં ગમે તે ઉમેરો, લખો, વર્ણન કરો એ દરેકને માટે અલગ અલગ હોય જ હોય.

હું વાર્તા લખું કે રામ નામનો દારુડીયો અને વંઠેલ માણસ હતો અને જનક નામના માણસે પોતાની સીતા નામની કન્યા ને એની સાથે પરણાવી મોતના મુખમાં ધકેલી. પછી એ ઉપર ફીલમ બનાવું અને વીતરણ કે પ્રદર્શન કરવાવાળા પાછા રુપીયા કમાવવા કંઈક ઓર ઉમેરો કરે.

ભારતમાં ચોર, ડાકુ, લુંટારા ઉપર કેટલીયે ફીલમ આવેલ છે કે સારા હતા અને લોકોનું ભલું કરતા હતા.

પીંઢારા અને ઠગનો અંગ્રેજોએ નાશ કર્યો એના પછી કેટલીયે નવલકથાઓ અને ફીલમ આવી કે આ પીંઢારા અને ઠગ સારા છે જેમકે આજના મહારાષ્ટ્ર કે રાષ્ટ્રના અમેરીકા થી લઈ અફઘાનીસ્તાન સુધીના નેતાઓ કરી રહ્યા છે.

રામ બોલો ભાઈ રામ કે હે રામ કે મંદીરોનું નીર્માણ કરનારા આ ઠગ અને પીંઢારા કહેવાય.

Sd/= MKG, SVP, JNU, IG, You and Me and go on Editing and Writing.

8:53 AM
ભગવાન શ્રીકૃષ્ણની જન્મકુંડળીભાગવતના દશમાં સ્કંધ અને ત્રીજા ચેપ્ટરમાં લખાયું છે કે ચંદ્ર જયારે રોહીણી નક્ષત્રમાં હતો. વિષ્ણું પુરાણમાં 26 મા શ્લોકના પ્રથમ ચેપ્ટરના 5 માં અંશમાં જણાવ્યુંછે કે કૃષ્ણ જન્મયા ત્યારે વદીપક્ષની આઠમ અને શ્રાવણ મહીનો હતો. હરીવંશના પાર્ટ એક અને બાવનમાં ચેપ્ટરમાં પણ ઉપરોકત વીગતો નોંધાયેલી છે. અને ઉલ્લેખ છે કે રોહીણી નક્ષત્ર મીડનાઇટનો જન્મ કૃષ્ણનો.

આમ ઉપરોકત ત્રણેય ગ્રંથોના આધારે કહી શકાય કે શ્રીકૃષ્ણ 19/20 જુલાઇ 3228 બી.સી. ના

મીડનાઇટે મથુરામાં જન્મયાં હતાં. વધુમાં જન્મસ્થળીએ પણ આ વાત નોંધાયેલી છે.

વીકે વોરાની કોમેન્ટ :

ભારતમાં આર્યો આવ્યા એની પહેલાં હડ્ડપ્પા, મોંએ જો દડો, ધોળાવીરાની સંસ્કૃતી હતી. આ કૃષ્ણની સંસ્કૃતી કઈ?

હડ્ડપ્પા અને ધોળાવીરાની લીપી આજ દીવસ સુધી ઉકેલાઈ નથી. આમ આર્યો રખડુ ખરા પણ લાગે છે એમને કાંઈક લખતા વાંચતા જરુર આવડતું હશે.

વૈયાકરણી પાણીની વખતે દેવનાગરી કે અન્ય લીપી જરુર હશે. એ હીસાબે આ તારીખ ૧૨૨૮ બી.સી. આવવી જોઈએ ૩૨૨૮ બી.સી. નહીં.

બુદ્ધ અને મહાવીરે ધર્મનો પ્રચાર પાલી અને અર્ધ માગધીમાં કર્યો અને જૈનોતો ખુલ્લમ ખુલ્લા કહે છે કે અમારું મહાભારત અને રામાયણ સાંચુ છે જે પ્રચલીત મહાભારત અને રામાયણ કરતા ઘણું અલગ છે.

સંસ્કૃત કવી અને ગદ્ય પદ્યના રચનાકારમાંથી એકના ઈતીહાસમાં મેળ કે તાલ મેલ જામતો નથી.

ઈતીહાસના ઠોઠમાં ઠોઠ કે સામાન્ય વીદ્યાર્થીના ગળે આ સમજાવવું મુશ્કેલ છે. હારવર્ડ, ઓક્ષફોર્ડ કે કેમ્બ્રીજના ઈતીહાસના વીદ્યાર્થીઓ સામે આ વીગતો આપણે રાખીએ તો મુરખમાં ખપી જઈએ.

ભારતના લોકોનું વધુ ને વધુ લોહી ચુસી વજન ઓછું કર્યું હોય તો એ છે મહારાષ્ટ્રના એક વખતના મુખ્ય મંત્રી અને હાલના દેશના અન્ન મંત્રી શ્રી શરદ પવાર. હમણાં ભારતમાં ઘંઉના એક કીલોના જે ભાવ છે એનાથી અડધી કીંમત પાકીસ્તાનમાં છે અને નેપાલમાં તો ઘંઉ એનાથી પણ સસ્તા છે.ભારતમાં જન્મ લેતાં બાળકોમાંથી અડધો અડધ ભુખમરાથી પીડીત હોય છે અને દુનીયામાં જનમ લેતું આવું દરેક ત્રીજું બાળક ભારતનું હોય છે. ભારતમાં જનમ લેનાર બાળકોમાંથી ચોથા ભાગના બાળકોનું વજન જોઈતા પ્રમાણમાં ઘણું જ ઓછું વજન હોય છે જેના કારણે આખી જીંદગી રોગ સામે પ્રતીકાર કરવાની શક્તી ઘટી જાય છે.

છેલ્લા બાર મહીનામાં એટલે કે જાન્યુઆરી ૨૦૦૯ અને જાન્યુઆરી ૨૦૧૦ વચ્ચે ઘંઉ, સાકર, કઠોડના ભાવમાં જે વધારો થયો છે એનો હીસાબ કરવા માંડીએ તો રામ અને કૃષ્ણના જમાનામાં જે રાક્ષશ હતા એના કરતાં આ રાક્ષશ વધી જાય એમ છે.

હવે શરદ પવાર કહે છે આ ભાવને કાબુમાં લેવાની જવાબદારી રાજ્યોની છે.

વાહ આલીયા માલીયા. ટોપી એકની બીજા ઉપર લગાડનાર આલીયા માલીયા એના કરતાં સીધું કહી દે ને કે આ જવાબદારી સોનીયા ગાંધીની કે મનમોહન સીંહની છે.

પતંગની દોરી સસ્તી ચાઈનાની, દુધ અને દુધની બનાવટો જેમાં ચોકલેટ, ઘી, માંખણ વગેરે, સસ્તી ચાઈનાની, રમકડાં સસ્તા ચાઈનાના, પ્લાસ્ટીક કે ચામડાના જોડા સસ્તા ચાઈનાના, મોબાઈલ સસ્તા ચાઈનાના તો પછી સામાન્ય નાગરીકોને આ મોંઘા નેતાઓની શી જરુર છે?

લોકશાહીમાં આટલો બધો ભુખમરો હોય તો પછી જઠર માટે અગ્ની મેળવવા લોકોએ કંઈક તો માર્ગ કરવો જ પડશે.

http://vkvora2001.blogspot.com/

આત્મા, કર્મ અને મોક્ષધર્મની શરુઆત કોણે અને ક્યારથી કરી એ સંશોધનનો વીષય છે. ભરત ખંડમાં હીન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મનો પ્રચાર પ્રસાર છેલ્લા ૨૦૦૦-૫૦૦૦ વર્ષથી થયો છે. જેમાં આત્મા, કર્મ અને મોક્ષની ચર્ચા મુખ્ય છે.

ગદ્ય ગવાય નહીં અને હીન્દું, બૌદ્ધ, જૈન સાહીત્યની પદ્યમાં શરુઆત થઈ. પછી ઋગવેદ, ઉપનીષદ, સ્મૃતીકાર, સાંખ્ય, યોગ, વેદાંત, મીમાંસા, બૌદ્ધ, જૈન સાહીત્યના પદ્ય, ગદ્યમાં વીકાસ થતો ગયો. ૨૬૦૦ વર્ષ પહેલાં ચાર્વાક નામના ઋષી અથવા ચાર્વાક નામનો વાદ પણ આ જ ખંડમાં થયો અને મારા, તમારા જેવા એમાં ભળતા ગયા.

ધર્મની ચર્ચા કે વીરોધ રાજાશાહીને કારણે સ્વતંત્રતા પહેલાં શક્ય ન હતી કારણકે ધર્મ રાજ્યાશ્રયનો ભાગ બની જતો હોવાથી મારે એની તલવાર જેવી હાલત હતી અને જેમને વાંકુ પડયું એમાંથી સાતમી થી બારમી સદી સુધીમાં ઈસ્લામના રાજવીઓને આ દેશમાં આવવા આમંત્રણ આપ્યું. પૃથ્વીરાજ ચૌહાણ પછી દીલ્લીની ગાદી હીન્દુ, બૌદ્ધ કે જૈન શાસનથી રુઠાઈ ગઈ. શીવાજીએ બંડ કરી ઔરંગઝેબને ધર્મ પરીવર્તન માટે પ્રોત્સાહન આપ્યું અને અંગ્રેજોની આવન જાવન શરુ થઈ. ભલું થાજો ગાંધીનું વળી આપણે ભેગા થયા.

કૃષ્ણ અને ગાંધીના ગુજરાતમાં અહીંસા અને શાકાહારનો વધુ પ્રચાર થઈ રહ્યો છે. ભારતના બંધારણમાં દારુબંધીનો ઉલ્લેખ છે. ગુજરાતે અમલ કરેલ છે.

આત્મા, કર્મ અને મોક્ષની ચર્ચામાં ભાગ લેવા આપ સૌને આમંત્રણ છે.

जैन दर्शन के नव तत्त्व मेंसे साभार

अन्य दर्शनों की मान्यताएं।

सांख्य, योग और वेदान्त दर्शन आत्मा को स्थायी, अनादि, अनन्त, अविकारी, नित्य, निष्क्रिय कूटस्थ और नित्य मानते है। परन्तु उसे परिवर्तनीय नहीं मानते। षड्दर्शनसमुच्चय में कहा गया है कि सुख, दु:ख और ज्ञान आत्मा के धर्म नहीं, प्रकृति के धर्म है। सांख्य आत्मा को कर्ता नहीं मानता केवल भोक्ता मानता है। सांख्य आगम में कहा गया है, “अस्ति पुरुषोकर्ता निर्गुणो भोक्ता चिद्रूपः” (गणधरवअद, पृ ६)।

नैयायिक और वैशेषिक मानते है कि आत्मा नित्य है और सर्वव्यापी है। उनके अनुसार प्रत्येक कार्य के लिए जीव स्वयं जिम्मेदार है। वे ज्ञान आदि को आत्मा का गुण मानते है।

मीमांसा दर्शन मानता है आत्मा एक है परन्तु देहादि की विविधता के कारण वह पानी में पडे चन्द्रप्रतिबिम्ब के समान अनेक रुपों में दिखाई देती है।

बौद्ध दर्शन के अनुसार आत्मा एकान्त क्षणिक है उसमें जीव का स्वभाव नहीं बताया गया है। कारण यह है कि दु:ख मुक्ति उदेश्य होने से जीव का स्वभाव जानने की आवश्यकता नहीं है। जीव किसी भी वस्तु के एक भाग में नहीं वरन् प्रत्येक भाग में है। उदाहरणार्थ रथ के प्रत्येक भाग में रथ है और रथ की कल्पना भी है। इस प्रकार बौद्ध धर्म अनात्मवद को मानता है।

ऋग्वेद और अथर्ववेद में कहा गया है कि मृत्यु के उपरान्त जीव अपने पूर्वजों के पास जाकर पूर्णत्व प्राप्त होने तक रहता है।

बृहदारण्यक उपनिषद् में अनेकजीववाद का विरोध है। कठोपनिषद् के अनुसार जीव चिरन्तन है और शरीर से स्वतन्त्र है। एक जन्म से दुसरे जन्म तक जाने का कारण अविद्या है। गौडपादाचार्य कहते है कि जीव एक है उसका जन्म या मरण नहीं होता। उपनिषद् के ऋषियों के अनुसार आत्मा ही दर्शनीय, श्रवणीय, मननीय और ध्यान करने योग्य है।

स्मृतिकार आचार्य मनु कहते हैं कि सब ज्ञानों मे आत्मज्ञान ही श्रेष्ठ है। सब विद्याओं में वही पराविद्या है। उसी के कारण मानव को अमृत अर्थात् मोक्ष की प्राप्ति होती है।

: નકલી કે દંભી કર્મ સીદ્ધાંત
દુધ પ્રાણીજ ખોરાક છે. જૈન સાધુ માટે દુધ અભક્ષ છે.માંસ, મધ, મદીરા, માંખણ, વગેરે અભક્ષ છે. દુધમાંથી માંખણ અલગ કરવું મુશ્કેલ છે એટલે દુધ અને દુધમાંથી બનતી બધી વાનગીઓ પ્રાણીજ ખોરાક છે અને જૈન સાધુ માટે અભક્ષ છે.

ગાય પોતાના વાછરડા માટે થોડાક મહીના માટે જ દુધ ઉત્તપન્ન કરે છે. વધુ દુધ ઉત્તપન્ન કરવા માટે કોઇપણ સંજોગોમાં ગાયને ગર્ભવતી રાખવામાં આવે છે. ગાય પાસેથી વધારે દુધ ઉત્તપન્ન કરવા એને અમુક પ્રકારના કેમીકલના ઇન્જેકશન આપવામાં આવે છે.

બે વર્ષનું બાળક દુધ લે એ સમજી શકાય પણ મોટી ઉમરના સ્ત્રી કે પુરુષને દુધની જરુર નથી હોતી. દુધ માંથી મળતા બધા તત્ત્વો દુધ કરતાં સહેલાઇથી, સુલભ, ગરીબોને પણ પરવડે એ રીતે વનસ્પતીમાંથી (જેમકે કઠોળ) વગેરેમાંથી મળી શકે છે.

વધુ દુધ ઉત્તપન્ન કરવા તબેલામાં ગાયને સતત ગર્ભવતી રાખવામાં આવે છે જેથી થોડાક વર્ષમાં જ ગાય દુધ આપતી બંધ થાય છે અને નકામી ગાયને કતલખાને મોકલવામાં આવે છે.

કોઇ સ્ત્રીને પુછવું જોઇએ એ બીજાના બાળકને પોતાનું દુધ આપશે? ગાય પાસેથી દુધ છીનવી લઈ લેવામાં આવે છે. એટલે જૈન દર્શન કે તત્ત્વજ્ઞાન પ્રમાણે બીજા પાસેથી છીનવી દુધ પીવું જોઇએ નહીં. એટલે દુધ અને દુધમાંથી બનતી વાનગીઓ સાધુ માટે અભક્ષ છે અને ગોચરીમાં દુધ આપવાથી શ્રાવકને પણ દોષ લાગે છે.

vkvora2001@yahoo.co.in
Tel. 98200 86813

POSTED BY VKVORA2001 AT 4:34 PM COMMENTS
દેખી બુરાઈ ના ડરું હું શી ફિકર છે પાપની ?
ધોવા બુરાઈને બધે ગંગા વહે છે આપની.
ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી:
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!
***
મુબારક હો તમોને આ તમારા ઈશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, તમોને જે ન ફાવ્યો તે !
***
કલા છે ભોજ્ય મીઠી ને ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.
***
પ્રેમીએ પ્રેમી જાતાં કો બીજાથી પ્રેમ જોડવો,
આવું કાં ન કરે સૌએ પ્રેમી જો કે મળે ખરો?
જોડવી એક જોડીને, બે કો ખંડિત થાય તો
બન્નેનાં એકબીજાથી ઓછાં જેથી બને દુઃખો.
***
પ્રેમને કારણો સાથે સંબન્ધ કાંઈયે નથી,
કારણ પ્રીતિનું પ્રીતિ : પ્રેમીની લક્ષ્મી તે બધી.
***
ઝૂરી ઝૂરી મરવામાં સ્નેહ સંતોષ માને,
નહિ કદી રસ શોધે સારસી અન્ય સ્થાને.
***
દર્દીના દર્દની પીડા વિધિને ય દિસે ખરી,
અરે ! તો દર્દ કાં દે છે, ને દે ઔષધ કાં પછી?
***
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઈ સામર્થ્ય ના છે.
***
હા ! પસ્તાવો – વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
***
ક્યાંયે હશે જો કો ખુદા તો ઈશ્કનો બંદો હશે,
જો ઈશ્કથી જુદો હશે તો ઈશ્કથી હારી જશે !
***
હતી જ્યાં વસ્લની ખ્વાહિશ, મળ્યું ત્યાં ઝેરનું પ્યાલું !
મગર તે જામને ભરતાં કહે તુજ હાથ શું આવ્યું?
***
વ્હાલી બાબાં! સહન કરવું એ ય છે એક લ્હાણું !
માણ્યું તેનું સ્મરણ કરવું એ ય છે એક લ્હાણું !
***
સૌન્દર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌન્દર્યો પામતા પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
10-06-1900 ના રોજ એક રાતની ટૂંકી માંદગી બાદ ફક્ત છવ્વીસ વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કરી જનાર લાઠી નામના નાકકડા રજવાડાના રાજા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલને એક આખી સદી બાદ શા માટે આ દુનિયા યાદ કરે? પણ હકીકત તો એ છે કે કેટલાક રાજાનું જીવન એના ખોબા જેટલા રજવાડાથી ય લાંબું હોય છે અને કેટલાકનું તો વળી શાશ્વત! ‘કલાપી’ એટલે શાબ્દિક અર્થમાં મોર… અને આ મોરનો ‘કેકારવ’ તો સદીઓ પછી પણ આપણા દિલની વાડીઓમાં એજ ચિરયુવાન મીઠાશથી ગુંજતો રહેશે. યુવાન હૃદયની સુકોમળ ઊર્મિઓ સરળ અને સહજ સુમધુર બાનીમાં મા ગુજરાતના ખોળે ધરનાર આ કવિની કવિતાઓ દરેક પ્રેમીના પાઠ્યપુસ્તકમાં પહેલા પાના પર જ લખાયેલી રહેશે. પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ વિશેના એમના કાવ્યો ભાવની સ્નિગ્ધ મીઠાશ અને રસાળ ચિંતનના કારણે અજર-અમર બની ગયાં છે… (જન્મ: 26-02-1874

(શ્રી વી.કે.વોરા સાહેબની પરવાનગી વગર લીધેલી શ્રી એનોનીમસની રસદાર કોમેન્ટ્સ)
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારીસ્થંભ થકી પ્રભુ પ્રગટીયા, વળી ધરીયું નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી

ગજને વા’લે ઉગારીયો, વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી

પાંડવની પ્રતિજ્ઞા પાળી, વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી

રેહવાને નથી ઝુંપડી, વળી ખાવા નથી જુવાર,
બેટો-બેટી વળાવીયા રે
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી

ગરથ મારું ગોપીચંદન, વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી

તિરથવાસી સૌ ચાલીયા વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી

હૂંડી લાવો હાથમાં વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી

હૂંડી સ્વીકારી વા’લે શામળે વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી

મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી

4:44 PM
લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. – રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. – રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. – રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ – રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. – રાજ…

પિડિતની આંસુડાધારે – હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. – રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. – રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ !

4:44 PM
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

4:45 PM
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમશૌર્યઅંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

3:49 AM
પેલા પેલા જુગમાં રાણી તું હતી પોપટીને અમેરે પોપટ રાજા રામના,
હો….. જી રે અમે રે પોપટ રાજા રામના
ઓતરા તે ખંડમાં આભલો પાક્યો ત્યારે સુડલે મારી રે મોરે ચાંચ મારી પીંગલા
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

બીજા બીજા જુગમાં રાણી તું હતી મૃગલીને અમેરે મૃગેશ્ર્વર રાજા રામના,
હો….. જી રે અમે રે મૃગેશ્ર્વર રાજા રામના
વનડા તે વનમાં પારધીએ ફાંસલો બાંધ્યો,
પડતાં છાંડયા મેં મારા પ્રાણ રાણી પીંગલા,
ઈ રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

ત્રીજા ત્રીજા જુગમાં રાણી તું હતી બ્રાહ્મણીને અમેરે બ્રહ્મેશ્ર્વર રાજા રામના,
હો….. જી રે અમે રે બ્રહ્મેશ્ર્વર રાજા રામના
કુંડલીક વનમાં ફુલ વીણવા ગ્યો તો ત્યારે ડસીયલ કાળોળુ નાગ,
રે પાપીડે માર પ્રાણ જ હરીયા ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

ચોથા ચોથા જુગમાં રાણી તું હતી પીંગલા અમેરે ભરથરી રાજા રામના,
હો….. જી રે અમે રે ભરથરી રાજા રામના
ચાર ચાર જુગમાં તારો વાસ હતો ને તો યે ન હાલી મોરે સાથ રાણી પીંગલા
તનડા સંભાળો ખમ્મા પુરવ જનમના સેવાસના

POSTED BY VKVORA2001 AT 3:51 PM
http://amritgirigoswami.gujaratiblogs.com/?page_id=456

Read Full Post »

Older Posts »