Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Posts Tagged ‘મુક્તિ’

આજે તારીખ ૦૯ એપ્રિલ ૨૦૧૦, ના રોજ એક જુનો સરદારજી મિત્ર નામ એનુ શેર સિંઘ છે, એની પોસ્ટીંગ ઉધમપુર થઈ છે, એ આજે ૬-૮ મહીના પછી અમારી ઓફિસમાં આવ્યો હતો. હાઉસહોલ્ડ (ઘરનો સામાન) ટ્રાન્ઝીશનનુ વળતર લેવા માટે. અને એ ક્લાર્ક બેંકમાં ગયો હોવાથી મારી સાથે ઘણો સમય વિતાવ્યો હતો. અને આમ પણ મારો ખાસ મિત્ર જેવો જ કહી શકાય કેમ કે પ્રભુ યીશુની વાતોને એ ખુબજ પ્રેમથી સાંભળતો અને મને જ્યારે પણ મળે ત્યારે જય યીશુજી કહિને ગળે મળીને પ્રેમ પ્રદર્શીત કરવાનુ જરા પણ ના ચુકતો. અમારી વચ્ચે ઘણો બંધુ પ્રેમ હતો કેમ કે એ સાહેબનો ડ્રાઈવર અને હુ સાહેબ નો પી.એ. એટલે અમારી વચ્ચે દિવસમાં ઘણી વખત આપ લે થયા જ કરતી હોય. અને મારા સાહેબ પણ ઓફિસના અને ઘરના કામો, જેમ કે સાહેબપત્ની અને સાહેબસંતાનોને સ્કુલ કોલેજમાં લાવવા લઈ જવા માટે કારોનો ઉપયોગ થતો એથી અમારે બન્ને એ સંપર્કમાં રહેવુ જ પડતુ.

વાતો વાતોમાં એણે એક સુંદર સુસમાચાર આપી દિધા. એમની યુનિટ્માં એક યાદવ નામનો એક જવાન હતો જે ખુબ જ દારુ પિતો અને સહુની જોડે ઝઘડ્યા કરતો રહેતો. લોકો એનાથી કંટાળી ગયા હતા પણ દારુ પિનારને ગળે કોણ લગાવે? કિચડમાં પથ્થર મારવા કોણ તૈયાર થાય.

હવે થયુ એવુ કે કોએ પ્રભુના સેવક પ્રચારકે એના હાથમાં નવા કરાર નામનુ પ્રભુ યીશુના સુસમાચારનુ પુસ્તક પકડાવી દિધુ અને એને સમજાવ્યો તો હશે જ અને પ્રાર્થના પણ કરી તો હશે જ.

એ યાદવ ભાઈએ એ નવા કરાર નુ પુસ્તક વાંચ્યુ અને એના જીવન પર એવો તો પ્રભાવ પડ્યો કે એના અંદરનો દુષ્ટાત્મા, જે એ ભાઈને નષ્ટ કરવા માટે એના શરીરનો દારુ દ્વારા સડાવી મારી સમાજ માટે કલંક ઠરાવી એને નરકનો કિડો બનાવવાનો પુર્ણ ખેલ રચી લીધો હતો.

પણ જય થજો પ્રભુ પરમાત્માનો, જે દયાળુ છે જ, એ પ્રભુના સેવક પ્રચારકની પ્રાર્થના સાંભળીને એ યાદવ ભાઈના મનને એ પ્રભુના સેવક પ્રચારકના આપેલ પુસ્તકમાં મન લગાડ્યુ અને એનો આત્મા જાગી ઉઠ્યો અને એણે દારુના આત્માને પોતાના શરીરમાંથી કાઢી મુક્યો.

અને આજે સજ્જન બનીને એ સમાજ અને ઓફિસમાં એક સુંદર દાખલો બેસાડ્યો. જ્યારે ભાઈ શેર સિંહે આ વાત કહી તો મારુ મન પ્રભુ યીશુનો જય જય કાર કરવા લાગી ગયુ.

અને મેં ઓફિસના બીજા ભાઈઓને પણ બોલાવીને આ વાત સંભળાવી, જેમાં બે ત્રણ તો કહેવાતા પંડિત હતા (જેમને મે ઘણી વખત તંબાકુ મળતા અને બીડી-સિગારેટ પીતા રોકેલા છે પણ પોતાના ઘમંડમા અથવા તો શંકરજીની નશેડીપણાની છુટના દાખલાઓ આપી આપીને મને સતાવતા હતા તેઓ પણ બે ઘડી તો ચુપ થઈ જ ગયા હતા).

અને કહેવાય છે કે જ્યારે યુગો યુગોથી એક ભટકેલ, પોતાના સાચા બાપને ઓળખી પાડે છે અને એમની પાસે દોડી જાય છે ત્યારે આખા સ્વર્ગમાં આનંદ આનંદ છવાય જાય છે, કેમ કે સૈતાનની તો હાર થઈને જે એ યાદવ ભાઈને નષ્ટ કરવા ચાહતો હતો. એની પત્ની અને એના બાળકોના શા હાલ થયા હશે? આવા તો ઘણાયે દાખલાઓ મારા અને અન્ય પ્રભુના સેવકોના અંતરાત્માના ચોપડે લખાયેલા પડેલા મળશે. વધુ વખત મળ્યે… જ્ય હો પ્રભુ યીશુની……

Read Full Post »