Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 19th, 2010

હુ આપ સહુને નમ્રતાથી, કોમળતાથી, દિનતાથી પ્રેમનુ લાલ ગુલાબ અર્પુ છુ જે તમે સ્વિકારશો એવી મારી આશા નહિ પરંતુ વિશ્વાસ છે, કેમ કે હુ મારા માટે નહિ પરંતુ પરમાત્મા પરમેશ્વર દ્વારા મોકલાવેલ એમનો બાળક છુ, અને તમે સહુ પણ એમના જ બાળકો છો એટલે આપણે એકબીજાને પુરે પુરી સાલસતાથી, બની શકાય એટલા નમ્ર બની મારા આત્મામાં પરમાત્મા દ્વારા જે વાત રોપાઈ છે જેના ફળ મારે એકલાએ ન ખાવા પરંતુ એક જ પિતાના પુત્ર થઈને મારા સર્વ ભાઈ-બહેનોને અર્પણ કરુ એવો મને પરમાત્માનો હુકમ છે.

ભાઈઓ આપણે સહુ સગ્ગીમાના પુત્રો તો નથી પણ આપણા બધાનો બાપ એક જ છે પરમાત્મા પરમેશ્વર, જેમણે સહુથી પ્રથમ આદમને માટીમાંથી સર્જ્યો અને એમાંથી એનો વંશ આગળ વધતો ચાલ્યો તે આજ સુધી ચાલી આવ્યુ છે અને એ કોઈ દિવસ નષ્ટ નથી થવાનુ. ઉત્ક્રાંતીના નિયમ પર વિચારીએ તો મનુષ્ય ને આજના સ્વરુપે પહોચતા ઓછામા ઓછા ૧૪ હજાર વરસ તો લાગ્યા જ છે એવુ મારુ અનુમાન છે એમાં સાત હજાર વરસનો ઈતિહાસ તો બાઈબલમાં તારીખ સાથે, પુરાવા સાથે મૌજુદ છે, કોઈ શંકા ઉઠે તો મને લખી જણાવે, હુ મારી સમજણ પ્રમાણે ફોડ પાડવા મથામણ કરીશ.

વળગાડ

બિલકુલ ડરવાનુ નહિ, શૈતાન તમારા પગના તળે જ છે, તમે પરમેશ્વરના બાળક છો તો તમે મહાન સામર્થી છો, એ ક્લેઈમ કરવાનુ છે અને ફક્ત ક્લેઈમ કરવાથી અથવા હુ પોલિસ છુ પોલિસ છુ એમ ક્લેઈમ કરવાથી પોલિસ નથી બની જવાતુ એના માટે કઈક કરવુ પડે છે. એ દુરની વાત થઈ, અત્યારે તો તમે ફક્ત એટલુ જ કહો કે તમે પરમેશ્વર્ના સંતાન છો અને આગળ વધો…

સૌથી પહેલા આ વિડિયો એકલાએ ના જોવો, બની શકે તો બે મજબુત હ્ર્દયવાલા લોકોએ સાથે જ જોઈ લેવા હુ ભાર દઈને નમ્ર વિનતિ કરીશ, પણ એ સાથે સાથે એક ગંભીર ચેતવણી (રેપીટ-ગંભીર ચેતવણી) પણ આપુ છુ કે નબળ હ્રદય વાળાએ, હાર્ટના પેશંટ, આ ન જોવુ કેમ કે આ વિડિયો અથવા તો વિડિયોની હારમાળાઓ જે એકદમ સત્ય છે એકલા તો ના જ  જોવો. એનો ઉપાય તમારી પાસે હોય તો મને લખી જણાવજો. અને દરેક વિડિયો પર લખણ સ્પષ્ટ જ છે, અને હા એ જોતા પહેલા હુ તમારા અને મારા વચ્ચે પરમ્પિતા પરમેશ્વર અને પ્રભુ યીશુના બલિદાન થયેલા રક્તના અમીછાંટણા કરુ છુ (જેને હિંદુઓ કંકુ કહે છે) અને સર્વ દુષ્ટાત્માઓને બાંધી દઈને નરકમાં સળગીને ભષ્મ થવા ફેંકી દઉ છુ…હે પ્રભુ યીશુ અમ સહુની રક્ષા કરજો.. બોલો આમીન..જેનો અર્થ છે તથાસ્તુ… હવે તમે જોઈ શકો છો. આ વિડિયોની હારમાળા વળગાડ ઉપર છે એટલે સાવચેત થઈને પ્રભુ યીશુને યાદ કરીને જ  આ વળગાડ ઉપર ક્લિક કરો….(તા. ક. ગોવિંદ ભાઈ પ્લેઝ આ જોઈને મને પ્રેમભર્યા સુચનો આપજો, હુ સહુને પ્રેમ કરુ છુ વળતી ટપાલે આ વળગાડનો ઉત્તર પણ મારી પાસે તૈયાર છે, કોઈએ ગભરાવુ નહિ હિમ્મ્ત રાખવી, પ્રભુ યીશુ તમારી સાથે જ છે)

Read Full Post »