Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 28th, 2010

આપણા દેશમાં અંધશ્રધાઓની એટલી બધી ભરમાર ભરી પડી છે કે એના ઉપર સંશોધન કરવા લાગુ તો કમસે કમ એક લાખ વિષય મળી આવે, એમાંથી મંગળસુત્ર એક અમંગળ અંધશ્રધાએ ભારતના અને ખાસ કરીને ગુજરાતીઓના ઘરોને ખુબ જ મોટાપાયે જકડી રાખેલાજ છે, આવો અપણે સહુ મળીને એના ઉપર થોડીક ચર્ચા કરીએ,અને જોઈએ કેવો ક ભડાકો થાય છે…..સહુ નિખાલસતાથી ભાગ લેવા વિનંતિ છે…

હુ બચપણથી જ જોતો આવ્યો છુ, મારી મમ્મી (જોકે મોટે ભાગે વિધવા નુ જીવન જોયુ છે કેમ કે ૧૨ વરસે જ મારા પપ્પા પાપી દુનિયાના અત્યાચારો સહન કરીને ઉપર જતા જ રહ્યા છે, જેમને સમજણો થયા પછી ક્યારેય પાછા કાગ આવ કાગ આવ કરીને કાગડા રુપે બોલાવ્યા જ નથી, એમને તો સ્વર્ગમાં પરમાત્મા પાસે આનંદ કરવા દેવાના બદલે હુ શા માટે મોંઘવારીમાં અસહ્ય મોંઘી થાળી સ્જુ કરુ જે મને અથવા મારી પત્નીને પસંદ હોય એ જ પીરસીએને, તો પછે શુ કામ બોલાવુ), તો મારી એ વિધવા મમ્મી, મારી એકની એક જ બેન, મામી કાકી, ભાભી, ફઈ, અને અન્ય નારી જગતને જ્યારે એક મંગળસુત્ર પાછળ પાગલ બનીને જે અસહ્ય ખર્ચો કરતા જોતો એ જોઈને ખુબ જ દુઃખ થતુ, (હુ તો સાવજ ગરીબ અને અતિગરીબ ઘરમાં એ પણ વિધવાના ઘરમાં) હા મારા દાદા અને મારા નાના ખુબ જ ખમતીધર હતા અને આજે પણ એમના પોત્રો એટલે કે મારા મામાઓ અને કાકાઓ ખુબ જ સારુ જીવન જ જીવે છે, પછી એ મુંબઈ હોય કે ભાવનગર, સૌ સુખી જ છે અને રહેશે એવી મારી પ્રાર્થના પ્રભુ યીશુ પાસે કરુ જ છુ. મારી બહેનના, મારા અને મારા ભાઈઓના લગ્ન મારી મમ્મીએ કેવી રીતે પાર પાડેલા છે એ તો હુ અને મારા ભાઈ બહેન અને મારા સગાઓ સારી રીતે જ જાણે છે. વગર મોફતનુ નાત ને જમણ, અને હા ફરીથી એ જ મંગળ્સુત્ર ની ઘડામણ ની પળોજણ, અને અન્ય દુષણોએ તો મારા ઘરનો જાણે ભોગ જ લિધો ના હોય….

આ બે રહેમ મંગળસુત્ર આજે પણ ઘણા ઘરોમાં આગ લગાડતુ જ હશે અને એ લોકો જ અગર આ વાંચતા હશે તેઓ મારા સમદુખિયા ભાઈ-બહેન બની જ જશે અને એ કદાચ એ લોકો જ કમેન્ટ્સ લખશે એવી આશુ છુ.

સૌ પ્રથમ મારી મમ્મીનો દાખલો લઈએ. મારી મમ્મી, જે વિધવા હતી એને બીચારીને ક્યારેય પણ ઈચ્છા થતી, મંગળસુત્ર પહેરવાની જેથી લોકોમાં એની વિરુધ્ધ (વિધવને નાતે) જે આભડછેટ જેવુ દુષણ લાગેલુ જ રહેતુ, એ મંગળ્સુત્ર દ્વારા દુર કરી જ શકતી નહિ, અને મને ખબર છે, જે મારી પત્નીને માટે બનાવી રાખેલુ, એક બે વખત તેઓ ચોરી છુપીથી ઘરમાં કોઈ ન હોય ત્યારે તો પહેરતા જ, પણ એ બીચારી તો રંડાપો આવી પડેલો જેથી એણે એ પહેરવામા પણ અભીશાપ લાગતો એ ક્યાંથી પહેરી શકતા એટલે એક સૌથી મોટુ નકારાત્મક પરીબળ મારા માટે સાબીત થય, જે ત્યારે તો ખબર ના પડતી પણ આજે જ્યારે મારી પત્ની માટે હુ આજે ખરીદી શકવાની હૈસીયત નથી ધરાવતો એટલે નથી ખરીદી શક્તો, એ એક આત્મસંતોષ મારી પત્નીની ઉપરવટ જઈને હુ સંતોષી લઉ છુ.(જો કે એ પત્ની પર અત્યાચાર જેવુ જ લેખાય છે એટલે દુઃખ પણ તો થાય જ છે) એટલે ૧૦૦ માંથી ૫૦ માર્ક મારી મમ્મીના દુખ ને આપુ છુ.

હવે આવે છે મારી પત્ની, જે અમે હિંદુ હોવાથી, હિંદુ વિધિથી પરણેલા એટલે એ મંગળ્સુત્ર મારી મમ્મીએ જે મારી પત્ની માટે ઘડાવી રાખેલુ એ લગ્ન વિધી વખતે જ પહેરાવેલુ. ત્યારે તો મારી પત્ની અને એમના તરફના તો ખુબ ખુશ થયા જ હશે જ એવી તો મને ખાતરી હતીજ જોકે. પણ બે મહિના પછી મારી મમ્મી એ એ મંગળ્સુત્ર મારા નાનાભાઈ માટે ઉતરાવી લીધુ હતુ એ એક આખી અલગ કહાની છે. મારી પત્ની બીચારી ધુંઆપુઆં થઈ હતી ત્યારે પણ સગુણી હતી એટલે એ બળપો એણે મનમાં જ રાખેલો કે જવા દિધેલુ. એ પછી ક્યારેક મારી ઉપર આજે પણ એ બળાપો ઉતરી જ આવે છે કેમ કે મે પણ એને આજ સુધી લઈ નથી આપેલુ. હા કોશિષ ખુબ કરેલી, થોડુ થોડુ સોનુ લઈને એક વખત બનાવ્યુ પણ હતુ જે જરુર પડ્યે વેંચી નાખેલુ જ, એવી જ રીતે બંગડી, કાનના ફુલ, ચેન લઈને બે ચાર વરસ પહેરીને કવખતે વેંચી તો નાખેલા જ છે. જ્યારે આજે સોનુ ૧૭૦૦૦/- રુપીયે જઈ ચડ્યુ છે એ તો મારા જેવો તો ખરીદી જ ના શકે.

આ મારા ઘરની જ વાત કહી છે જેથી રખેને કોઈને જાણે અજાણ્યે હુ દુખ આપી બેસુ એટલે બીજા લોકોની ચર્ચા હુ નથી કરતો, મારી બેન, ભાભી, મામી, કાકી એ બધા પારકા કહેવાય કેમ કે એમના જીવનની મોળી વાતો લખવી એ કાંઈ સાસુ ફળ ના જ ઉપજાવે.એ સિવાય પણ મારા પાડોશી, મારા સહકર્મચારીઓ, દેશવાસીઓ અને ન્યુઝ પેપર, ટીવી, પિક્ચર અને એવી અન્ય ઘણી બધી સામગ્રીઓ છે જે આપણને આ દુષણ વિરુધ્ધ બોલવા, લખવા ઘણુ બધુ પીરસે છે પણ લખવાવાળાઓને તો બસ આ જગતની સચ્ચાઈ નહિ પણ જે સત્ય નથી, જે ભ્રમ જ છે, એવી વાતો જેવી કે કવિતા, હાસ્ય રસ, સારા સારા લેખો અને અન્ય વાતો જે મનુષ્યના દુખોને ભુલાવી આંખે પાટે બાંધીને શાહમ્રુગ જેવા જે તોફાન આવ્યે જમીનમાં મોઢુ ખોસી નાખે છે એવી રીતે જગતાના દુખને, પાપને, દુષણોના વિશે લખતા જ નથી અને પોતાની વાહ વાહમાં વધારે નાક મોટુ કરી રહ્યા છે, ભગવાન બચાવે આવા સમ્રુધ્ધ લોકોથી તો…..

આ દુષણ એ કોણે ઉપજાવ્યુ એ તો કોઈ શાસ્ત્ર કહી શકે નહિ પણ આ એક દેખાદેખી જ છે, અને એ દેખાદેખીએ ઘણા ઘરોને ભડકે બાળ્યા જ છે અથવા તો એક મર્દને નામર્દ બનાવી જ નાખ્યા છે કેમ કે સ્ત્રીને ભુખ્યા રહેવુ ચાલશે, પતિ વગર ચાલશે, પણ સોના વગર નહિ ચાલે, અને એને સાબીત કરે એવા ઘણા દાખલાઓ મારી પાસે છે જે સમય આવ્યુ હુ લખી શકુ છુ.

અંધશ્રધ્ધા નંબર ૧. -> મંગળ્સુત્ર પહેરવાથી જ પત્ની અગર સુહાગન કહેવાતી, દેખાતી હોય છે

મંગળ્સુત્ર પહેરવાથી જ પત્ની અગર સુહાગન કહેવાતી, દેખાતી હોય તો ભારતની બહારની સ્ત્રીઓ બધી સુહાગન નહિ કહેવાવી જોઈએ.

અંધશ્રધ્ધા નંબર ૨ -> મંગળ્સુત્ર પહેરવાથી પતિ પોતાના કાબુમાં જ રહે છે,

આ તદ્દન જ ખોટી ભાવના છે. મારી પત્ની પાસે ૨૦ વરસથી મંગળસુત્ર રેગ્યુલર નથી, હુ કાંઈ એનો દુશ્મન નથી બની ગયો, કે નથી એને છોડીને અન્ય પાસે જતો રહ્યો, કે એનુ કહ્યુ નથી માનતો. આમાનુ કશુ જ નથી થયુ. હા ક્યારેક ખટરાગ, કે મનદુખ ઉત્પન્ન થાય પણ એ તો વખત આવ્યે એટલે કે બે-ત્રણ દિવસમાં જ ખરી પડે છે એટલે પતિ કાબુમાં રહે છે એ વાત તદ્દન જ ખોટી છે.

અંધશ્રધ્ધા નં. ૩ –> મંગળ્સુત્ર ના પહેરવાથી પતિને સંકટ આવી પડશે અથવા તેમનુ મ્રુત્યુ થશે.

આ અંધશ્રધ્ધા તો તદ્દન વાહિયાત છે જ. એવુ જ હોત તો જગનતા અન્ય ધર્મી ઓના દરેક પુરુષોએ મરી જવુ જોઈતુ હતુ. અને હુ પણ જીવીત છુ જ, એટલે એ પણ તદ્દન ખોટુ જ છે..

આ સિવાય વાચકો ને ઘણા મુદાઓ મળી શકે છે જે ઉમેરવા ચાહતા હો તો મારા ઈમેલ http://www.padayaji પર મોક્લી શકો છો.

આ અંધશ્રધ્ધાનો ઉપાય મને બાઈબલમાં જ્ડ્યો છે જે હુ અહિ ઉતારુ છુ ઃ

૧. પરમેશ્વરની દસ આજ્ઞાઓમાંની ૩ જી આજ્ઞા છે કે "તુ મને છોડીને બીજા કોઈને ઈશ્વર ના માનતો"

૨. ૪થી આજ્ઞા છે "તુ પુજા માટે કોઈ મુર્તિ ના કોત્રાવતો, ના કોઈ પ્રતિમા બનાવતો, જે આકાશમાં, અથવા પ્રુથ્વી પર, અથવા પ્રુથ્વીના જળમાં હોય.

૩. તુ એને દંડવત ના કરતો, અને ના એની ઉપાસના કરતો, કેમ કે હુ જ તારો પરમેશ્વર "યહોવાહ" છુ જે જલન રાખનાર છુ, અને જે મારી વાત ન માનીને મારી જોડે વેર રાખશે, એના બેટા, પોતા અને પરપૌત્રોને પણ એમના પિત્રુઓના દંડ આપુ જ છુ.

આ ઉપાયો જે જ્યારે મેં વાંચ્યા ત્યારે મને હાશ થઈ કે ચાલો, કમસે કમ પરમેશ્વર તો મારી સાથે છે અને જેમની આજ્ઞા મે જાણે અજાણે પાળી તો લીધી અને એના કારણે જ આજે મારા જીવનમાં શાતિ છે કેમ કે પરમેશ્વ્રરે મારા સર્વ પાપોને પ્રભુ યીશ દ્વારા માફ કરી જ દિધેલા છે તો મને કોણ નડી શકે અને જે નડશે એને પારો પિતા જ નડશે એટલે હુ બેફિકર છુ

એ સિવાય સોનુ એ એક વૈભવ ની વસ્તુ છે જેનો હ્કદાર ફક્ત સૈતાન જ છે અથવા એને માનવા વાળા ને એ આસાનીથી મળી શકે છે અને એ મારી પાસે નથી એટલે હુ ખુબ જ સંતોષ અનુભવુ છુ. મે આજ સુધી કોઈ સાધુ મહાત્માને સોનુ પહેરતા નથી જાણ્યા. અને આમ પણ સોનુ પહેરવાથી તો કોઈ સાધુ મહાત્મા આકર્ષિત નથી થતા અને આકર્ષિત તો સૈતાનના બચ્ચાઓ જ થાય છે જેમ કે ચોર, જલન ઈર્ષા, લડાઈ ઝઘડાઓ જ પેદા થાય છે. એને કમાવવા અને સાચવવા માટે પણ દરેક પ્રકારની ચોરી કરવી પડે છે અને એને પહેર્યા પછી પણ લોકોને નીચા જોણુ કરાવવા, પોતાનો અહમ સંતોષવો, બીજામાં ઈર્ષ્યા ઉત્પન્ન કરવા, કોઈને જલાવવા, જેવુ જ તો કાર્ય વગર બોલે જ થઈ જાય છે જે સૈતાનના રાજ્યને વધારનાર કહેવાય અને જે સૈતાનના રાજ્યને વધારો કરે એ સૈતાનના બેટા-બેટી થયા એટલે જે કાંઈ પણ કરીએ એ સમજી વિચારીને કરવાની જરુરત માંગે છે….આ વિષય વિચાર માંગી લે છે

http://wp.me/PN9jh-7g

Read Full Post »