Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for માર્ચ 23rd, 2010

પાંચ હજારને ભોજન કરવ્યુ

માર્ક.૬.૩૧
૩૧. પ્રભુએ લોકોને કહ્યુ; "તમે પોતેજ અલગ કોઈ જંગલી સ્થાનમાં જઈને વિશ્રામ કરો;" કેમ કે ઘણા બધા લોકો આવતા અને જતા હતા, અને પ્રભુને ને જમવાનુ અવસર જ પ્રાપ્ત ના થતુ હતુ.

૩૨. એટલે તેઓ એક હોડકા પર સવાર થઈ, સુમસામ જગ્યાએ ચાલ્યા ગયા.

૩૩. અને ઘણાઓ તેમને જતાં જોઈને ઓળખી પાડ્યા, અને આખા નગરથી એકઠાં થઈને, પગપાળા દોડ્યા અને એમના પહેલા જ જઈ પહોચ્યા.

૩૪. પ્રભુએ નિક્ળીને ખુબ જ મોટી ભીડ્ને જોઈ, અને તેઓ પર તરસ આવી ગઈ, કેમ કે તેઓ એક એવા ઘેંટાઓ જેવા હતા, જેનો કોઈ રખેવાળ જ ના હોય; અને પ્રભુ તેઓને ઘણી વાતો શિખવવા લાગ્યા.

૩૫. જ્યારે દિવસ ઘણો ઢળી ગયો, તો એમના ચેલાઓ પ્રભુની પાસે આવીને કહેવા લાગ્યા; આ તો સુમસામ જગ્યા છે, અને દિવસ ઘણો ઢ્ળી ગયો છે,

૩૬. તેઓને વિદા કરો, જેથી ચારો તરફના ગાંમોમાં અને વસ્તિઓમાં જઈને, પોતાને માટે કંઈક જમવાનુ ખરીદી લાવે.

૩૭. પ્રભુએ ચેલાઓને ઉત્તર આપ્યો; કે તમે જ તેઓના જમવાનુ આપો; ચેલાઓએ પ્રભુને કહ્યુ; શું અમે સો દિનારની રોટીઓ ખરીદી લાવી; તેઓને જમાડીએ?

૩૮. પ્રભુએ ચેલાઓને કહ્યુ; "જઈને જુઓ તમારી પાસે કેટલી રોટલીઓ છે? ચેલાઓએ ખબર પાડીને કહ્ય; પાંચ અને બે માછલી પણ !

૩૯. ત્યારે પ્રભુએ તેઓને આજ્ઞા આપી, કે "સહુને લિલા ઘાસ પર ટોળા ટોળામાં બેસાડી દો"

૪૦. તેઓ સો સો અને પચાસ પચાસ કરીને સમુહ માં બેસી ગયા.

૪૧ અને પ્રભુએ પાંચ રોટલી અને બે માછલી ને લીધી અને સ્વર્ગ તરફ જોઈને ધન્યવાદ કર્યા અને રોટલીઓ તોડી તોડીને ચેલાઓને આપતા ગયા, જેથી તેઓ લોકોને પરોસે, અને તેઓ બે માછલિઓએન પણ એ સહુમાં વહેંચી આપી.

૪૨. અને સહુકોઈ જમીને ત્રુપ્ત થઈ ગયા.

૪૩. અમે ચેલાઓએ રોટલીઓની બાર બાર ટોકરાઓ ભરી ભરીને ઉઠાવી, અને માછલીઓથી પણ.

૪૪. જેટલાઓને જમવાનુ જમ્યા, તેઓ લગભગ પાંચ હજાર પુરુષ હતા !!!

(ધ્યાન આપવા જેવી વાત તો ફક્ત "પાંચ હજાર પુરુષો હતા" એ છે, જે કદાચ પરમેશ્વરની યોજના છે, કે ફક્ત પુરુષો જ પાંચ હજાર હતા તો સ્ત્રીઓ અને બાળકો મળીને કેટલા થયા? મારા હિસાબે ૧૦-૧૨ હ્જાર તો હોવા જ જોઈએ અને એટલા બધા લોકોને જમાડવા માટે ફક્ત પાંચ રોટલી અને બે માછલી જ અને એમાંથી પણ સ્વર્ગના પિતાની સામર્થથી તેમના પોતાના સુપુત્રો માટે હજ્જારો રોટલી અને હજ્જારો માછલી બની ગઈ !! આવો ચમત્કાર તો ફક્ત પરમેશ્વર જ કરી શકે, જે આજે પણ કરે જ છે. જે કોઈ વિશ્વાસ કરે એના સર્વદુઃખો નો આજથી જ નાશ થશે એવી હુ પ્રાર્થાના પ્રભુ યીશુના નામથી કરુ છુ…..બોલો આમીન (તથાસ્તુ)…..જય જગદાધાર પ્રભુ યીશુ…..

Read Full Post »

Older Posts »