Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર 3rd, 2010

ગઈ કાલે રાષ્ટપિતા નો જન્મદિવસ ઉજવાઈ ગયો.

મે અલગ રીતે ગાંધી જયંતિ ઉજવી…..

સુઅવસર હતો, અને સુમોકો હતો એટલે કોઈ એ વૈષ્ણવજન… ગાયુ હશુ,

અને હરખપદુડા લોકો એ તાળી પાડી વધાવી લીધા હશે…..

એ ગીત કદાચ અલગ અલગ શૈલીમાં કોઈએ ગાયુ હશે…..

અને જેને ગમ્યુ એણે વધાવી લીધુ હશે….

કોઈ રચનાકારે એ ગીતને અલગ રાગમાં ગાયુ હશે…. જેને ગમ્યુ એણે એને વધાવી લીધુ હશે….

કોઈ ઢોલક વાદકે એને અલગ થાપ માં વગાડ્યુ હશે…. જેને ગમ્યુ એણે એને વધાવી લીધુ હશે….

કોઈ વાંસળી વાદકે એને અલગ તાન થી મઢયુ હશે… જેને ગમ્યુ એણે એને વધાવી લીધુ હશે….

કોઈ ડાન્સરે કદાચ ડાન્સ કરીને એમાં ચાર ચાંદ લગાવ્યા હશે…. જેને ગમ્યુ એણે એને વધાવી લીધુ હશે….

કોઈએ ગાંધીજીના ફોટાને, મુર્તીને ફુલોની વરમાલા પહેરાવી હશે, કોઈએ ધુપ જલાવ્યો હશે, કોઈએ દુધથી નવડાવ્યા જ હશે, કોઈએ આરર્તી પણ ઉતારી હશે…..

વગેરે વગેરે….

અતિ ઉત્તમ ભાવ અને પ્રેમ પ્રદર્શન…..વેરાયટી સભર…. કોઈ એ ના કર્યુ હોય એવુ આપણે કર્વુ એવી ભાવના,

કેમ કે એથીએ વધુ આગળ આપણે વિચારી નથી શકતા. અને બીજે દિવસે કોઈ

મુસ્લિમ તુષ્ટીકરણ,

હરીજન તુષ્ટીકરણ,

ક્ષુદ્રસેવાકરણ,

ક્ષુદ્રપ્રેમકરણ,

ક્ષુદ્રોચ્ચકરણ,

ખાદી સ્વિકરણ,

અહિંસા સ્વિકરણ,

સ્વહસ્તેસ્વકર્મકરણ,

સ્વહસ્તેપરગંદકીસ્વચ્છકરણ,

સ્વદેહપીડપરાઈહરણ,

વગેરે વગેરે વિષય ઉઠીને સામે આવશે ત્યારે એ જ મહાત્માને ગાળો આપવા બેસી જઈએ છીએ.

ઓ દંભીઓ, જરા વિચારો તો ખરા, ગાંધીજીની અબોલ, મુક, નિર્જીવ મુર્તીની પુજા કરીને શું મેળવ્યુ??

એમના જીવંત વિચારોને ગોળી મારવી છે અને એમની મુર્તીને સજાવીને ફક્ત લોક દેખાવ પુરતુ જ ધોળા ધોળા મોંઘા મોંઘા અને એ પણ ખાદીના જ કપડા પહેરીને ગંદલા મન સાથે ગાંધીજીને શ્રધ્ધાસુમન અર્પીત કર્યા, શું ગાંધીજી એ તમારી અંદરના મનને જાણ્યુ હશે તો તમારાથી જ કેટલી ઘૄણા કરી હશે……

કેમ કે તમારુ મન તો ફક્ત દેખાવાની ભક્તિથી ભરેલુ હતુ,

એ ગાંધીજીના વિચારોને ડગલે અને પગલે તમે જ હડધુત કરો છો, અને કરતા રહેશો અને તમારી આવનારી પેઢી પણ કરતી જ રહેશે અને આવી જ જયંતિ ઉજ્વાતી રહેશે….

શું આ જ છે ગાંધીજીપ્રેમ, ગાંધીજીઆદર….??  ઉંહું…….!!

કોઈ બદલવાનુ નથી કોઈએ સુધરવાનુ જ નથી……

મારે શું હુ યે નકામો ઢોલ ટીપે રાખુ છુ, છેવટે હુ યે ઢેડ જ રહ્યો ને….

મારે તો પ્રભુ યીશુને પ્રાર્થના કરીને જગતની ગંદકી હટાવવી રહી ને….

અને ફરીથી એ ગંદકી-મેલુ આવી જ રહેવાનુ…..

શું ફાયદો….?? પણ….

ગાંધીજીના વિચારો અને કાર્યોને અનુસરીને એમની જયંતિ દરરોજ મનાવુ તો કેમ રહેશે…??

તો યે મારે ભાગે તો પુણ્ય જ આવશે…..

કેમ કે ગંદકી વધારનાર કરતા ગંદકી હટાવનાર ને વધુ આશિષ મળે છે….

(આત્મિક શુધ્ધતા આવ્યે પછી જ અવસર મળ્યે શારીરીક ગંદકી પણ દુર કરવાની શકિત ઉગી આવે છે)

એવુ તો મે ગાંધીજી ના સત્યના પ્રયોગો દ્વારા કલકત્તાની પહેલી જ મહાસભા ના પ્રસંગ વાંચીને જે જ્ઞાન મળ્યુ એ, એ વખતના અને વર્તમાન મહાજ્ઞાનીઓ ના તુચ્છ અભિમાનવર્ધક જ્ઞાન કરતા નમ્ર, પીડાસહક, જ્ઞાનથી પોતાને થોડો સંતોષ આપુ છુ…….

આગે તો પ્રભુ યીશુ પરમાત્માની મરજી…….

એ……એ…… સૌનુ ભલુ કરજો…. દયાળુ….

જેણે…… પીડ… પરાઈ…. ન… જાણી… હોય….. એનુ રે………..

*

(મારુ તો મગજ જ ફાટ ફાટ થઈ રહ્યુ છે, પણ ચાલો, જવા દો, મારે તો ચર્ચમાં જવાનો સમય થઈ ગયો છે, તમ સહુ માટે પ્રાર્થના કરવાસ્તો !!)

*

Read Full Post »