Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર 27th, 2010

માર્ક.૧.૧૪-૨૨

૧૪.      બાપતિસ્મા આપનારા જ્હોનભવિષ્યવક્તાના પકડાઈ જવા પછી પ્રભુ યીશુ ગલીલ માં આવીને પરમેશ્વરના રાજ્યના સુસમાચાર પ્રચાર કર્યા.

(રોમન રાજા હેરોદિયેસે એના ભાઈની પત્નીને પોતાની પત્ની તરીકે રાખી લીધી હતી જેનો વિવેક્મય વિરોધ જ્હોનભવિષ્યવક્તાએ કર્યો હતો, જેના કારણે એની પત્નીએ એ રાજા પાસે જ્હોન ભવિષ્યવક્તાનુ માથુ પોતાની દિકરીને ભેંટ દ્વારા મંગાવ્યુ હતુ એટલે જ્હોન ભવિષ્યવક્તાને પકડી પાડવામાં આવ્યા હતા.)

૧૫.     અને કહ્યુ, “સમય પુરો થયો છે, અને પરમેશ્વરનુ રાજ્ય નિકટ આવી ગયુ છે, મન ફેરવો અને સુસમાચાર ઉપર વિશ્વાસ કરો.”

(પ્રભુ યીશુએ કહ્યુ કે “સમય પુરો થયો છે, અને પરમેશ્વરનુ રાજ્ય નિકટ આવી ગયુ છે…..” એનો અર્થ એ થયો કે ૨૦૦૦ વરસથી યહુદિઓ મુર્તીપુજા, અન્ય દેવતાઓ પુજા, અને પરમેશ્વરની આજ્ઞાઓનુ ઉલ્લંઘન કરી કરીને પાપી બની જવાથી રોમનો, અને બેબીલોનના ગુલામ બની ગયા હતા, અને ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા, અને ભવિષ્યવક્તા યશાયાહ દ્વારા પરમેશ્વર યહોવાએ ભવિષ્યવાણી કરી હતી કે, “હુ એક ઉધ્ધારકર્તા મોકલાવીશ, જે દરેક બંધનોમાંથી મુક્તિ અપાવશે” એ વચન અહિયા પુરુ થાય છે અને પરમેશ્વરનુ રાજ્ય આખાયે જગત ઉપર સ્થાપિત થવાનો સમય શુરુ થાય છે પણ એ માટે પાપી અને નશ્વર કામોથી મન ફેરવવુ જરુરી છે, જે ન કરવાથી અવિશ્વાસી ઈઝરાયેલીઓ અને અન્યો આજે પણ ઠેબા ખાઈ રહ્યા છે અને પ્રભુ યીશુ જગત દ્વારા સ્વિકારાઈ રહ્યા છે.)

૧૬.     ગલીલ ના કિનારે જતાં જતાં, પ્રભુ એ સાઈમન અને એનો ભાઈ એંડ્ર્યુઝ ને તળાવમાં જાળ નાંખતા જોયા; કેમ કે તેઓ મછવારાઓ હતા.

૧૭.     અને પ્રભુ યીશુ મસીહાએ તેઓને કહ્યુ, “મારી પાછળ ચાલ્યા આવો; હુ તમને મનુષ્યોના મછુવારા બનાવીશ.”

(મનુષ્યના મછવારાઓ એટલે કે અશુધ્ધ કામ કરનારાઓ પાપીઓને, પાપના ફળ જે મ્રુત્યુ જ છે એ મ્રુત્યુ દાયક પિડાઓમાંથી છુટકારો અપાવનારા, લોકોને પાપના કામો કરીને નરકમાં જતા રોકનારા, ઉધ્ધારકર્તા બનાવીને પરમેશ્વરમાં રાજ્યના દર્શન કરાવના બનાવીશ એ છે.)

૧૮.     તેઓ તુરત જ પ્રભુની પાછળ થઈ ગયા.

૧૯.     અને થોડા આગળ ચાલ્યા, પ્રભુએ ઝેબ્દીના પુત્રો જેકબ, અને એનો ભાઈ જ્હોન ને, નાવડી ઉપર જાળને સુધારતા જોયા.

૨૦.     પ્રભુ એ તરત જ એમને બોલાવ્યા; અને તેઓ એમના પિતા ઝેબ્દીને અન્ય મજુરો જોડે નાવડી પર છોડીને પ્રભુની પાછળ ચાલ્યા ગયા.

૨૧.     અને તેઓ કેફરનેહુમ નામના નગરમાં આવ્યા, અને પ્રભુ તરત જ સાબાથ દિને સભાના ઘરમાં જઈને ઉપદેશ આપવા લાગ્યા.

(સાબાથ દિન=પવિત્ર દિવસ જે દિવસે કોઈ પણ કામકાજ ન કરવુ પણ પ્રભની આરાધના કરવી એવો યહુદીઓમાં નિયમ પરમેશ્વર યહોવાએ મુસા નબી મારફતે આપ્યો હતો.)

૨૨.     અને લોકો પ્રભુનો ઉપદેશ સાંભળીને ચકિત થયા; કેમકે પ્રભુ તેઓને શાસ્ત્રીઓના જેમ નહિ, પરંતુ પરમેશ્વરના અધિકારી ની રુએ ઉપદેશ આપતા હતા.

(કેમ કે શાસ્ત્રીઓ જે તે ઉપાધી લઈને પોતાને જ્ઞાની અને મહાન ઓળખાવે છે પણ પરમેશ્વરના રાજ્યમાં કોઈ ઉપાધી નથી એમાં ફક્ત અને ફક્ત પરમેશ્વર તરફથી જ સામર્થ અને પવિત્ર આત્મા પ્રદાન-ભેંટ મળે છે, એટલે પ્રભુ યીશુએ જે પ્રચાર અને કાર્યો કર્યા એ ફક્ત અને ફક્ત પરમેશ્વરીય આશિષ વતી જ શક્ય છે કોઈ મેળવી લીધેલી અથવા તો જગત પર ઠોકી મારેલી ઉપાધીઓથી શક્ય નથી, આ “ઉપધી” ઓ પર વિચાર કરવા નમ્ર વિનંતિ છે.)

દુશ્ટાત્માગ્રસ્ત નો છુટકારો

૨૩.     અને એ જ વખતે, પ્રભુની સભાના ઘરમાં એક મનુષ્ય હતો, જેમાં એક દુષ્ટાત્મા હતી.

૨૪.     એણે જોરથી ચિલ્લાઈને કહ્યુ, કે હે યીશુ નાસરી, અમારે તારાથી શુ કામ? શું તમે અમને નાશ કરવાને આવ્યા છો? હુ તમને ઓળખુ છુ, તમે કોણ છો? પરમેશ્વરનો પવિત્ર જણ.

૨૫.     પ્રભુ યીશુએ એને ડાંટ મારીને કહ્યુ, “ચુપ રહે; અને એમાંથી નીકળી જા.”

૨૬.     ત્યારે દુષ્ટાત્મા એ જણને મરડીને, અને ઉંચે શબ્દે ચીલ્લાઈને એમાંથી નીકળી ગયો.

૨૭.    આના પર લોકોએ આશ્ચર્ય કરતા આપસમાં વાદ-વિવાદ કરવા લાગ્યા કે આ કેવી વાત છે? આ તો કોઈ નવો જ ઉપદેશ છે! પ્રભુ અધિકાર સાથે દુષ્ટાત્માઓને પણ આજ્ઞા આપે છે, અને એ પ્રભુની આજ્ઞાઓ માને છે.

૨૮.     એટલે પ્રભુ યીશુનુ નામ તરત જ ગલીલ ની આસપાસના આખાયે દેશમાં દરેક જગ્યાએ ફેલાઈ ગયુ.

(આપણા દેશમાં તત્વજ્ઞાન, આત્માજ્ઞાન, સામાજીક જ્ઞાન, માનવિય જ્ઞાન અને અવનવા જ્ઞાન વગેરે વગેરે ઘણ બધુ જાણવા લાયક છે પણ એથી સામાન્ય જનને કોઈ સામર્થ હાંસીલ નથી થતુ અથવા તો મનુષ્ય નો ઉધ્ધાર નથી થઈ જતો, જે મારા અને મારા સગાઓ અને મારી જાતીભાઈઓના કિસ્સામે મેં સગ્ગી આંખે જોયુ જ છે અને આજે પણ લોકો અંધકાર માં જ છે. સૌથી અગત્યની વાત તો એ છે કે જે પરમેશ્વર છે જ નહિ એને પરમેશ્વર તરીકે મારા લોકો પુજી રહ્યા છે અને નષ્ટ થઈ રહ્યા છે. પણ જ્યારે મેં બાઈબલ વાંચ્યુ ત્યારે મને પરમાત્મા, આત્મા અને પછી દુષ્ટાત્મા જેનો રાજા શૈતાન છે એ બધી ખબર પડી અને એ દુષ્ટાત્માઓથી કેવી રીતે પાર પાડવુ અને પોતે શુધ્ધ ને પવિત્ર રહેવુ એ પ્રભુ યીશુ વતી ખબર પડી નહિ તો હુ પણ અંધકારમાં જ અન્ય લોકોના જેમ ઠેબા જ ખાતો હોત.

અહિ દુષ્ટાત્માઓ તરત જ ઓળખી ગઈ કે પ્રભુ યીશુ કોણ છે અને એ મનુષ્યના શરીરમાંથી એ મનુષ્ય નહિ પણ દુષ્ટાત્મા બોલી ઉઠી કે હે પ્રભુ અમને તમારાથી શુ કામ? શું તમે અમને નષ્ટ કરવા આવ્યા છો? વગેરે વગેરે અને જ્યારે પ્રભુ યીશુએ કહ્યુ કે એમાથી નિકલી જા, એટલે એ દુષ્ટાત્મા નિકળી ગઈ અને લોકોએ આશ્ચર્ય કર્યુ કે આ કેવો ચમત્કાર છે કેમે કે એ પહેલા આવો ચમત્કાર કોઈ મનુષ્ય એ કર્યો જ ન હતો.)

ઘણા બીમારોને સાજા કર્યા

૨૯.     અને પ્રભુ તરત આરાધનાયમાં થી નીકળીને, જેકબ અને જ્હ્યોન ની સાથે સાઈમન અને એન્ડૃઝ ના ઘરે આવ્યા.

૩૦.     અને સાઈમનની સાસુ તાવથી પીડીત હતી, અને તેઓએ તરત જ એના વિશે પ્રભુ યીશુને કહ્યુ.

૩૧.     ત્યારે પ્રભુએ પાસે જઈને સાઈમનની સાસુનો હાથ પકડીને એમને ઉઠાડ્યા; અને એમનો તાવ એમના ઉપરથી ઉતરી ગયો, અને તે મહિલા પ્રભુની સેવા-ચાકરી કરવા લાગી.

(જ્યારે કોઈ મનુષ્ય બીમાર અને તકલીફ માં હોય અને આજે પણ પ્રભુ યીશુને પોતાના હ્રદયમાં બોલાવે છે ત્યારે તેની બીમારી, પરેશાની, ચિંતાઓ ઉભી પુંછડીએ ભાગી નીકળે છે અને એ મનુષ્ય પોતાના વિશ્વાસ કરવાથી સાજો થઈ જાય છે અને પ્રભુ યીશુ પરમેશ્વરનુ રાજ્ય એના જીવનમાં આવી જાય છે.)

૩૨.     સાંજના સમયે જ્યારે સુર્ય ડુબી ગયો, તો લોકો બીમારોને અને તેઓને જેઓમાં દુષ્ટાત્માઓ હતી, પ્રભુની પાસે લાવ્યા.

૩૩.     અને આખુયે નગર એમના દ્વાર પર એકઠું થયુ.

૩૪.     અને પ્રભુએ ઘણાને જેઓ નાના પ્રકારની બીમારીઓ થી દુઃખી હતા, સાજા કર્યા; અને ઘણા દુષ્ટાત્માઓ ને પણ કાઢ્યા; અને દુષ્ટાત્માઓને બોલવા પણ ન દિધા, કેમ કે એ (દુષ્ટાત્માઓ), પ્રભુને ઓળખતા હતા.

૩૫.      અને પરોઢિયે દિવસ ઉગવાની પહેલા પ્રભુ ઉઠીને નિકળ્યા, અને એક જંગલી સ્થાનમાં ગયા અને ત્યાં પ્રાર્થના કરવા લાગ્યા.

(પ્રભુ યીશુ લોકોને દેખાડ્વા નહિ પરંતુ પરમ પિતા પરમેશ્વરથી વાત કરવા, અને પરમપિતાથી હુકમ અથવા સુચનો અને સામર્થ લેવા એકાંતમાં જ અને લોકોથી અલગ થઈને, કેમ કે મનુષ્ય તો પાપી જ છે, એટલે અલગ થઈને એકાંતમાં પ્રાર્થના ક્રરતા હતા.)

૩૬.      ત્યારે સાઈમન અને એનો સાથી પ્રભુની શોધમાં લાગી ગયા.

૩૭.     જ્યારે પ્રભુ મલ્યા, તો પ્રભુને કહેવા લાગ્યા; “કે સર્વ લોકો તમને શોધી રહ્યા છે.”

૩૮.     પ્રભુએ તેઓને કહ્યુ, “આવો આપણે બીજે ક્યાંક આસપાસ ની વસ્તીઓ માં જઈએ, કે હુ ત્યાં પણ પ્રચાર કરું, કેમ કે હુ એ માટે જ નિકળ્યો છુ.”

(પ્રભુ યીશુ જગતના ઉધ્ધાર કરવા માટે જ આ પૃથ્વી પર અવતરેલા છે.)

૩૯.     એટલે પ્રભુ આખાયે ગલીલમાં એમની સભાઓમાં જઈ જઈને પ્રચાર કરતા અને દુષ્ટાત્માઓને કાઢતા રહ્યા.

કોઢીને સાજો કર્યો

૪૦.     અને એક કોઢી એ પ્રભુની પાસે આવીને, પ્રભુ થી વિનંતી કરી, અને પ્રભુની સામે ઘુંટણ ટેકવીને, પ્રભુથી કહ્યુ; “જો તમે ચાહો તો મને શુધ્ધ કરી શકો છો.”

૪૧.     પ્રભુએ એના ઉપર તરસ ખાઈને હાથ લંબાવ્યો, અને એને અડીને કહ્યુ; “હુ ચાહુ છુ કે તુ શુધ્ધ થઈ જા.”

૪૨.     અને તરત જ એનો કોઢ જતો રહ્યો, અને તે શુધ્ધ થઈ ગયો.

(કેમ કે પ્રભુ દરેકે દરેક મનુષ્યા ચાહે એ પાપી હોય કે ધર્મી, સર્વનો નાશ કરવા નહિ પરંતુ એનુ મન ફેરવીને સુમાર્ગે ઉધ્ધાર કરવા માટે જ મનુષ્ય દેહ ધારણ કર્યો હતો. આ અનંત મહત્વ મને સમજાયુ અને આજે પ્રભુ યીશુને જ પ્રેમ કરુ છુ. )

૪૩.     ત્યારે પ્રભુએ એને ચેતવીને તુરંત વિદા કર્યો.

૪૪.     અને પ્રભુએ એનાથી કહ્યુ, “જો, કોઈથી પણ કશુ જ ના કહેતો, પરંતુ જઈને પોતાને મંદિરના યાજકને દેખાડ, અને પોતે શુધ્ધ થવાના વિષયમામ જે કંઈ પણ મુસા નબીએ ઠેરવ્યુ છે એને ભેંટ ચડાવ, કે તેઓ (અજ્ઞાની-અભિમાની યાજકો) પર ગવાહી ઠરે.”

૪૫.     પરંતુ એ શુધ્ધ થયેલો બહાર જઈને આ  વાત નો ઘણો જ પ્રચાર કરવા અને ત્યાં સુધી ફેલાવવા લાગ્યો, કે પ્રભુ યીશુ પછીથી ખુલ્લંખુલ્લા નગરમાં ન જઈ શક્યા, પરંતુ બહાર જંગલી સ્થાનોમાં જ રહ્યા; અને ચારો તરફથી લોકો પ્રભુ યીશુની પાસે જવા લાગ્યા.

*

*

Read Full Post »

Older Posts »