Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for ઓક્ટોબર 26th, 2010

અખો

તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.

એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?

દેહાભિમાન હૂતો પાશેર, વિદ્યા ભણતાં વાધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો;
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.

અખો

હે પરમેશ્વર, મારા બાપ-દાદાઓના પાપોને કારણે મારુ વર્તમાન જીવન અતિશય મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યુ છે, મારો દેશ અંધકારમાં ફસાઈ મરી રહ્યો છે, નષ્ટ થઈ રહ્યો છે, અને લોકો પથ્થરો ને પુજી ભજીને નરકમાં જવા દોડી રહ્યા છે અને તમારાથી અતિ દુર દુર જઈને નષ્ટ થઈ રહ્યા છે , એટલે અમારા વડવાઓના પાપોથી અમને મુક્ત કરો. જે કોઈ પણ દેવી-દેવતાઓને એમણે કુળદેવતા-કુળદેવી અથવા જે તે નાકે માથા ટેકવીને તરેહ તરેહ્ની માનતાઓ માનીને અને જે છે જ નહી એમને પરમેશ્વર તરીકે માનીને એમની માનતાઓ માનીને એમની અનિચ્છનીય ઈચ્છાઓ પુરી કરી હતી, એ બંધનો માંથી મને અને મારા ખાનદાન ને મુક્તી આપો અને તમારા માર્ગે સહુને લઈ જાઓ. પ્લીઝ અમને આ સર્વ બંધનોથી મુક્તી આપો અને આપના શરણ માં લઈ જાઓ. આપનો શુધ્ધ માર્ગ દેખાડો…..

*

*

Read Full Post »